dasta a bulding - 12 books and stories free download online pdf in Gujarati

દાસ્તાને બી બિલ્ડિંગ - 12

દાસ્તાને " બી " બિલ્ડિંગ ભાગ 12

આગળનાં ભાગમાં જોયું કે વિદ્યા કોઇ અજાણ્યા દરિયા કિનારેે આવી જાય છે.
અને ત્યાં દરિયામાંથી ઊછળતાં મોજા વિદ્યા તરફ આવી રહયાં હતાં.
હવે આગળ

" વિદ્યા બેટા
ઓ વિદ્યા ઊઠી જાય તને જીયા આવી છે. "
વિદ્યા બપોરે 2 વાગ્યે ઊંધી ગઈ હતી. અને હવે 4 વાગી ગયા હતાં. વિદ્યા કંઈ જવાબ ન આપતા એની મમ્મી માધવી ફરી બુમ પાડે છે.
" વિદ્યા બેટા "
તો પણ વિદ્યા ઊંઘમાંથી હજુ ઊઠી ન હતી. આખરે માધવી વિદ્યા પાસે આવીને ઊઠાડે છે.
વિદ્યા તરત જ જાગી જાય છે.
" મમ્મી મોજા
મોજા મારી તરફ આવી રહયાં છે. "

" બેટા
શું થયું? "

વિદ્યા તરત જ એની મમ્મી વિદ્યાના ગળે મળે છે. વિદ્યા વિચારતા આ તો સ્વપ્ન હતું એટલે એને હાશકારો થાય છે. પણ કેટલું ભયાનક સ્વપ્ન હતું. એ સ્વપ્નની વાત બધાને કહેવા માગતી હતી પણ આ તો એક સ્વપ્નનું હતું એમ વિચારીને વાત કરવાનું મુકી દેય છે.

" તું ફેશ થઈ જા જીયા આગળના રુમમાં બેસેલી છે. "

" હા જીયા કેમ આવી હશે? "

" ખબરની તું એને મળીલે " માધવી રસોડા તરફ જતી રહે છે.

થોડી વાર પછી વિદ્યા આગળના રુમમાં આવે છે. જીયા સોફા પર બેસીને ફોન યુઝ કરતી હતી.

" હાય જીયા "

" હાય
હું તારી કયારની રાહ જોઈને બેઠી હતી"

" પણ કેમ? "

" તને ખબર નથી આજે મહેન્દ્ર નો જન્મ દિવસ છે. "

" અરે! એ તો હું ભુલી જ ગઈ "

" હા તો એની પાર્ટીમાં જવાનું છે પણ ગિફટ તો બાકી જ છે "

" અરે હા "

" તો હવે? "

" ચાલ ગિફટ ની દુકાન પરથી જે ગમે તે લઈશું "

" હા "

વિદ્યા એની મમ્મી ને કહી જીયા સાથે એકટીવા લઈ ગિફટ ની દુકાન પર જતી રહે છે. દુકાન પર આવી બંને જણ સારું કંઈ ગિફ્ટ શોધે છે. વિદ્યાની નજર એક પિયાનો પર પડે છે. એ પિયાનો કોઈ વગાડતાં હતું. મસ્ત ધુન એના કાન પર પડે છે. વિદ્યા થોડે આગળ પિયાનો તરફ જાય છે તો પિયાનો બીજું કોઈ નહીં પણ સરસ્વતી જ વગાડતી હતી. ધુન પુરી થતાં વિદ્યા વાત શરૂ કરે છે.

" હાય સરસ્વતી "

" હાય વિદ્યા "

" તમે અહીં!? "

" હા મહેન્દ્ર નો જન્મ દિવસ છે તો મને પણ સોસાયટી રીતે આમંત્રણ આપ્યું છે. (મહેન્દ્ર બી બિલ્ડિંગના ત્રીજા માળે એટલે સરસ્વતીના રુમ સામે જ, જનક બી બિલ્ડિંગમાં બીજા માળે રેહતો હતો. જેની વાત આગળના ભાગોમાં કરી દીધી છે. )
મહેશ માટે ગિફટ માટે પણ આ પિયાનો જોયો તો વગાડવા આવી ગઈ. "

" ઓહો તમને પિયાનો વગાડતા પણ આવે છે. "

" હા મ્યુઝિક સાથે થોડું ઘણું વગાડું છું "

" તમે એક સારા સંગીતકાર છો "

" થાકયુ "

" તમે શું ગિફટ લીધું? "

" આ ગીતાર ( ગીતાર બતાવતા) "

" હા મસ્ત છે ( આ ગીતાર તો મારે પણ લેવાનું હતું. હું મોડી પડી)

જીયા વિદ્યાને શોધતાં આવે છે.

" અરે વિદ્યા કયાં જતી રહી હતી
( સરસ્વતી ને જોતાં) આ કોણ છે? "

" આ સરસ્વતી છે "

વિદ્યા સરસ્વતી અને જીયા નો એકબીજા સાથે પરિચય કરાવે છે. સરસ્વતી ગિટાર લઈ, થોડી વાર પછી વિદ્યા અને જીયા પણ ગિફટ લઈ નીકળી પડે છે.

પાર્ટી સાંજે છ વાગી હતી.

પાર્ટીમાં શું થશે હવે?

આગળના ભાગમાં એક રહસ્ય જાણવા મળશે.

રહસ્ય જાણવા માટે વાંચતા રહો દાસ્તાને બી બિલ્ડિંગનો આગળનો ભાગ.......