Tha Kavya - 13 books and stories free download online pdf in Gujarati

ધ કાવ્યા એક પરી ની પ્રેમ કહાની - ભાગ ૧૩

રમીલાબેન ની ધમકી થી કાવ્યા ઘરના કામમાં હાથ વટાવવા લાગી. પણ તેને ભણક લાગવા ન દીધી કે હું રાત્રે કોઈ ને પણ કહ્યા વગર કંકણ ગુફા પાસે જઈશ અને ક્યારે પાછી ફરીશ. સાંજ પડતાં તે તેના રૂમમાં ગઈ.

કાવ્યા એ વિચાર બનાવી લીધો હતો કે હું રાત ની બસ પકડીને સવાર સુધીમાં હું કંકણ ગુફા પહોચી જઈશ એટલે તે સમયે તેણે એક ચિઠ્ઠી લખી અને તેમાં લખ્યું.
મારી વ્હાલી મમ્મી.
હું મારું પરી બનવાનું સપનું સાકાર કરવા થોડા દિવસ ઘર થી દુર રહીશ. અને આવીશ ત્યારે હું પરી બનીને આવીશ. મારી ચિંતા કરશો નહિ હું જલ્દી ઘરે પાછી આવી જઈશ.
તમારી..કાવ્યા

આ ચિઠ્ઠી કાવ્યા એ તેના બેડ પાસેનાં ટેબલ પર મૂકી અને માથે પાણી નો ગ્લાસ મૂકી દીધો. અને તે પોતાનો સામાન એક બેગમાં ભર્યો. ને રાત્રીના અગિયાર થવાની રાહ જોવા લાગી.

રાત ના અગિયાર વાગ્યા સુધી કાવ્યા જાગતી રહી અને ઘરમાં બધા સૂઈ ગયા એટલે તેનો સામાન લઈને ઘરની બહાર ચૂપચાપ નીકળી ને ચાલતી ચાલતી બસ સ્ટેશન પહોંચી. ત્યાં કંકણ ગુફા તરફ જવાની બસ ઊભી હતી. બસમાં બેસીને કાવ્યા એ ટિકિટ લીધી અને ક્યારે તે પહોસશે તે વિચારતી વિચારતી બસમાં સૂઈ ગઈ.

સવાર થયું પણ કાવ્યા હજુ બસમાં સૂતી હતી. કંકણ ગુફા પાસે આવેલું એક શહેર જે બસ નો છેલ્લો સ્ટોપ હતો ત્યાં ઉભી રહી અને બધા પેસેન્જર ઉતરી ગયા પણ કાવ્યા તેની સીટ પર સૂતી જોઈને કન્ડક્ટર સાહેબે કાવ્યા ને જગાડી અને કહ્યું તમારો સ્ટોપ આવી ગયો છે હવે બસ આગળ નહિ જાય. ફટાફટ પોતાની બેગ લઈને કાવ્યા બસ માંથી નીચે ઉતરી. અને ત્યાં એક ઊભેલા માણસ ને પૂછ્યું. ભાઈ કંકણ ગુફા તરફ જવાનો રસ્તો બતાવશો.?

કાવ્યા ના આ સવાલ થી તે ભાઈ કાવ્યા સામે જોઈ રહ્યા. મનમાં કઈક બોલ્યા. ખજાનો પામવા માટે તો લોકો ગાંડા થયા છે ગાંડા.!!!
તે ભાઈએ કોઈ જવાબ આપ્યો નહિ એટલે કાવ્યા એ ફરી પૂછ્યું.
ભાઈ...મારે કંકણ ગુફા પાસે જવું છે આપ રસ્તો બતાવશો.?
તે ભાઈ એ હાથનો ઇશારો કરો. અને કહ્યું જો પેલી ટેકરી દેખાય તે કંકણ ગુફા છે. કાચો રસ્તો અને કંકણ વાળો છે એટલે ધ્યાન થી ચાલજો.
પહેલા તે એક મોટો પહાડ હતો પણ એક ભૂકંપ આવ્યો તેના કારણે પહાડ પરથી નાના નાના પથરા નીચે પડ્યા ને પહાડ માંથી તે એક ટેકરી થઈ ગયો.
તે ભાઈ નો આભાર માનીને કાવ્યા તે કાચા રસ્તે ચાલવા લાગી.

કાચા રસ્તે ચાલતી ચાલતી કાવ્યા ની નજર પેલી ટેકરી પર હતી. ક્યારે હું ટેકરી પાસે પહોંચું અને હું ગુફામાં દાખલ થાવ.

થોડો સમય ચાલી હશે ત્યાં કંકણ ટેકરી આવી ગઈ. પણ આટલું બધું કાવ્યા પહેલી વાર ચાલી હતી એટલે તે થાકી ગઈ. પોતાની બેગ માંથી પાણી ની બોટલ કાઢી અને ત્યાં એક જગ્યાએ બેસીને પાણી પીધું. થોડો આરામ કરીને કાવ્યા ઉભી થઇ અને ટેકરી ની ફરતે ચાલવા લાગી. તે પેલો ગોળ પથ્થર શોધવા લાગી જે બુક માં એક ગોળ પથ્થર ની વાત થઈ હતી. તે ગોળ પથ્થર શોધતી શોધતી ટેકરી ને ફરતે ચક્કર લગાવી લીધો પણ તેને પેલો મોટો ગોળ પથ્થર ક્યાંય જોવા મળ્યો નહિ. કાવ્યા નિરાશ થઈને ફરી જમીન પર બેસી ગઈ.

સવાર ના આઠ વાગી ગયા હતા પણ કાવ્યા તેની રૂમમાંથી બહાર આવી ન હતી આ જોઈને રમીલાબેન કાવ્યના રૂમમાં પહોંચ્યા. જોયું તો ત્યાં કાવ્યા હતી નહિ. ત્યાં ટેબલ પર પડેલ ચીઠ્ઠી તેની નજરમાં આવી. હાથમાં લઈને જુએ છે તો કાવ્યા ની લખેલી ચીઠ્ઠી હોય છે.
મારી વ્હાલી મમ્મી.
હું મારું પરી બનવાનું સપનું સાકાર કરવા થોડા દિવસ ઘર થી દુર રહીશ. અને આવીશ ત્યારે હું પરી બનીને આવીશ. મારી ચિંતા કરશો નહિ હું જલ્દી ઘરે પાછી આવી જઈશ.
તમારી..કાવ્યા
આટલું વાંચીને રમીલાબેન સ્તબ્ધ થઈ ગયા ને તેમના પતિ વિકાસભાઈ અવાજ કર્યો...
સાંભળો છો.. આપણી કાવ્યા પરી બનવા ક્યાંક જતી રહી..!!!

ધર્મપત્ની નો મોટા અવાજ થી બોલવું અને કાવ્યા ક્યાંક જતી રહી છે, આ સાંભળી ને વિકાસભાઈ દોડીને કાવ્યા ના રૂમમાં આવે છે.

શું થયું... કાવ્યા ની મમ્મી.. શું કહે છે તું..?
આ જુવો કાવ્યા એ જતી વખતે લખેલ કાગળ.
વિકાસભાઈ એ હાથમાં કાગળ લીધો અને કાગળ વાંચીને કહ્યું. અરે...કાવ્યા ની મમ્મી..!! કાવ્યા મસ્તી કરતી હશે. તે સવાર સવારમાં તેની ફ્રેન્ડ ને ત્યાં ગઈ હશે. તું નકામી ચિંતા કરે છે. જા તું તારું કામ કર. કાવ્યા આવી જશે. રમીલાબેન ને આશ્વાસન આપીને વિકાસભાઈ પણ કામ પર નીકળી ગયા.

કાવ્યા ની ચીઠ્ઠી વાંચ્યા પછી કેમ વિકાસભાઈ એ ગંભીરતા લીધી નહિ. શું કાવ્યા સમયસર ઘરે પહોંચી જશે..? જોઈશું આગળ ના ભાગમાં...

ક્રમશ....