Tha Kavya - 14 books and stories free download online pdf in Gujarati

ધ કાવ્યા એક પરી ની પ્રેમ કહાની - ભાગ ૧૪

કાવ્યા કંકણ ટેકરી પાસે બેસીને વિચારવા લાગી.
હવે શું કરીશ. કેવી રીતે ગુફા માં જઈશ, અહી તો અંદર જવાનો કોઈ રસ્તો દેખાતો નથી. નિસાસો નાખીને આકાશ તરફ મીટ માંડી. જાણે કે ભગવાન આવીને કાવ્યા ને રસ્તો બતાવશે.

થોડી વાર બેસીને ફરી કાવ્યા તે ટેકરી ને ચક્કર લગાવવા લાગી. આ વખતે તે નિરાંતે ચાલી ને જોઈ રહી હતી. કે ક્યાંક મોટો નહિ પણ નાનો પથ્થર જોવા મળી જાય જે ગુફાની અંદર જવાનો રસ્તો હોય. ચાલતી ચાલતી કાવ્યા એ ટેકરી ને પૂરો ચક્કર લગાવી લીધો પણ તેને કોઈ મોટો પથ્થર જોવા ન મળ્યો કે ન મળ્યો અંદર જવાનો રસ્તો. નિરાશ થઈ થાકી ને ફરી તે જગ્યાએ બેસી ગઈ.

આમ કરતાં કરતાં દિવસમાં ત્રણ વખત કાવ્યા એ ટેકરી ના ચક્કર લગાવી લીધા પણ તેને કઈજ મળ્યું નહિ. સાંજ પડી ગઈ હતી. કાવ્યા આજે પહેલી વાર આવી વિરાન જગ્યાએ આવી હતી. બેઠી બેઠી વિચારવા લાગી. શું કરું.! અહી રાતવાસો કરું કે બસ પકડીને ઘરે જતી રહું.
જો ઘરે જતી રહીશ તો ફરી અહી આવવાનો મોકો નહિ મળે. અત્યાર સુધીમાં ઘરે મારી માતા પિતા ચીઠ્ઠી વાંચી ચુક્યા હશે. એટલે જઈશ તો બીજી વાર અહી આવવા નહિ દે. તે કરતા અહી જ રાતવાસો કરી લવ. કદાચ જીન અહી થી નીકળે ને હું તેને જોઈ જાવ તો મને ગુફા ની અંદર તો લઈ જશે. આવા વિચારો થી તે તેના મનને આશ્વાસન આપી રહી હતી.

સાંજ પડી ગઈ હતી તોય કાવ્યા ઘરે પહોંચી ન હતી. વિકાસભાઈ પણ કામ પર થી આવી ગયા હતા. રમીલાબેને આખો દિવસ કાવ્યા ને ફોન કર્યા કરતા હતા પણ કાવ્યા નો ફોન સ્વીચ ઓફ આવી રહ્યો હતો. કાવ્યા ની બધી ફ્રેન્ડ ને ફોન કરીને પૂછી ચૂક્યા હતા કે કાવ્યા ત્યાં આવી છે. પણ કોઇએ હા કહી નહિ. વિકાસભાઈ ઘરે આવતા ની સાથે રમીલાબેન તેમની પર ગુસ્સે થવા લાગ્યા.

આખો દિવસ નીકળી ગયો તોય તમારી લાડકી હજુ સુધી ઘરે પાછી ફરી નથી. મે તેની બધી બહેનપણી ને ફોન કરી જોઈ પણ કોઈએ કહ્યું નહિ કે કાવ્યા અહી આવી હતી કે અહી છે. મને બહુ ચિંતા થાય છે. તમે કઈક કરો ને. આટલું બોલીને રમીલાબેન સોફા પર બેસીને રડવા લાગ્યા.

અરે ગાંડી રડીશ નહીં. કાવ્યા હવે કોઈ નાની બાળા નથી. તે યુવાન અને સમજદાર છે. તેને બધી ખબર હોય. પરી બનવાનું ભૂત સવાર થયું છે. એટલે ક્યાંક ગઈ હશે. થાકી જશે એટલે આવી જશે. આમ ચિંતા ન કર. તે જાતે ગઈ છે એટલે જાતે પાછી ઘરે ફરશે. રમીલાબેન નો હાથ પકડીને વિકાસભાઈ આશ્વાસન આપી રહ્યા.

રમીલાબેન આશુ લૂછતાં લૂછતાં બોલ્યા.
હું શું કહુ છું. આપણે ચાલો ને પોલીસ સ્ટેશનમાં જઈને કાવ્યા ના ગુમ થવાની ફરિયાદ લખી આવીએ. પોલીસ કાવ્યા ને જલ્દી શોધી કાઢશે.

વિકાસભાઈ તેમની પત્ની ને સમજાવે છે. આપણે સવાર સુધી કાવ્યા ની રાહ જોઈએ જો નહિ આવે તો આપણે પોલીસ સ્ટેશનમાં જઈને તેની ગુમ થયાની ફરિયાદ લખી આવીશું. બસ ને....ચાલ જમી લે અને ચિંતા કર્યા વગર સૂઈ જજે. આપણી કાવ્યા જોજે સવારે આવી જશે.

ધીરે ધીરે અંધારું થવા લાગ્યું હતું. કાવ્યા ને પહેલે થી અંધારા થી ડર લાગતો હતો. પણ પરી બનવાનું સપનું તેને હિમ્મત આપી રહી હતી. એટલે અંધારા થી ધ્યાન ભડકાવી ને હું પરી છું એવું મન બનાવી ને અંધારા ને નજર અંદાજ કરી રહી હતી.

મોડી રાત થઈ તોય કાવ્યા જાગી રહી હતી. એ વિચારી ને કે જીન અહીંથી નીકળે અને હું તેને જોઈ જાવ. પણ તેને અત્યાર સુધી કોઈ જીન જોવા મળ્યો ન હતો. પણ કૂતરા ના ભસવાનો અને રડવાનો અવાજ થી કાવ્યા હવે ડરી રહી હતી. તેની પાસે રહેલ એક નાની લાકડી તેણે હાથમા જકડી ને પકડી રાખી હતી. કે જો કોઈ જીન સિવાઈ બીજુ આવે તો એક લાકડી મારીને તેને દૂર ભગાડી દવ. પણ ત્યાં કોણ આવે. બસ આવી રહ્યો હતો પ્રાણીઓ નો અવાજ.

હવે મધ્ય રાત્રી થઈ ગઈ હતી. અત્યાર સુધી જાગી રહેલી કાવ્યા ને વિશ્વાસ હતો કે હું આ ગુફા શોધી કાઢીશ અને તેની અંદર જરૂર જઇશ. પણ રસ્તો કેમ કાઢવો તે કાવ્યા ને કઈ સમજાતું ન હતું. ત્યાં તેની નજર ટેકરી ની બીજી બાજુએ પડી તો કોઈ સફેદ પ્રકાશ પડ્યો અને તરત ગાયબ થઈ ગયો. જે દિશામાં પ્રકાશ પડ્યો તે દિશામાં કાવ્યા જોઈ રહી. ત્યાં ફરીવાર તે જગ્યાએ સફેદ પ્રકાશ પડ્યો. કાવ્યા ઉભી થઇ અને તે સફેદ પ્રકાશ તરફ આગળ વધી.

શું તે સફેદ પ્રકાશ જીન નો તો નહિ હોય ને.? કે કોઈ ખેડૂત ખેતર થી પોતાની ટોર્ચ મારતો હશે.? કાવ્યા ની ચિંતામાં તેના માતા પિતા કાવ્યા ના ગુમ થયાની પોલીસ ફરિયાદ કરશે કે નહિ.? તે જોઈશું આગળ ના ભાગમાં....

ક્રમશ...