Tha Kavya - 15 books and stories free download online pdf in Gujarati

ધ કાવ્યા એક પરી ની પ્રેમ કહાની - ભાગ ૧૫

કાવ્યા તે સફેદ પ્રકાશ ની દિશામાં ધીરે ધીરે આગળ વધી. જેવી કાવ્યા ત્યાં પહોંચે છે તો તે સફેદ પ્રકાશ અદ્રશ્ય થઈ જાય છે. પણ કાવ્યા એ માની લે છે કે અહી થી જીન ગુફામાં પ્રવેશ કરતો હશે અને અહી થી બહાર નીકળતો હશે. કાવ્યા ત્યાં બેસીને ફરી સફેદ પ્રકાશ થવાની રાહ જોવા લાગી. પણ થોડો સમય તેણે રાહ જોઈ ત્યાં તો કાવ્યા ને તે જ જગ્યાએ ઊંઘ આવી ગઈ.

સવાર થયું તોય કાવ્યા ઘરે પાછી ફરી ન હતી. રમીલાબેન ને હવે કાવ્યા ની વધુ ચિંતા થવા લાગી હતી. વિકાસભાઈ કામ પર જઈ રહ્યા હતા તો તેમને રોકી ને કહ્યું. કાવ્યા હજુ ઘરે પાછી ફરી નથી. મને તેની બહુ ચિંતા થાય છે. તમે કઈક કરો ને.

થોડું વિચારી ને વિકાસભાઈ એ રમીલાબેન ને કહ્યું. કાવ્યા ની હવે મને પણ ચિંતા થાય છે. મને લાગે છે હવે આપણે પોલીસ સ્ટેશનમાં જઈને તેમની ગુમ થયાની ફરિયાદ લખાવી જોઇએ. તે પેલી કાવ્યા એ લખેલ ચીઠ્ઠી અને તેનો એક ફોટો તું સાથે લઈ લે. આપણે અત્યારે પોલીસ સ્ટેશન જઈએ. ત્યાં આપણે તે ચીઠ્ઠી અને કાગળ બતાવવો પડશે. તું સાથે લઈ લે. જેથી તેમને કાવ્યા ને શોધવાની સરળતા રહે. અને રમીલાબેન ને સાથે ચાલવા વિકાસભાઈ એ કહ્યું.

બંને પોલીસ સ્ટેશનમાં પહોંચે છે અને ત્યાં ફરજ બજાવતા પીએસઆઈ પટેલ સાહેબ ને નમસ્તે કહીને તેમની સામે પોતાની ફરિયાદ કહે છે..
સાહેબ મારી દીકરી કાવ્યા પરમ દિવસે રાત્રે ઘરે કહ્યા વગર ક્યાંય જતી રહી છે. અમે તેમની ગુમ થયા ની ફરિયાદ લખાવવા આવ્યા છીએ. આપ જલ્દી અમારી મદદ કરી કાવ્યા ને શોધી કાઢો.

પીએસઆઈ પટેલ સાહેબે વિકાસભાઈ ની વાત સાંભળી ને કહ્યું. પહેલા તેમનો એક ફોટો અને મોબાઈલ નંબર એમને આપો અને મારા અમુક સવાલો ના જવાબ આપશો જેથી એમને કાવ્યા ને શોધવામાં મદદરૂપ થાય.

પીએસઆઈ પટેલ સાહેબ ને વિકાસભાઈ એ કાવ્યા નો એક ફોટો અને તેનો મોબાઈલ નંબર આપ્યો અને કહ્યું. સાહેબ પૂછો અમે જરૂર થી જવાબ આપીશું.

કાવ્યા એ કોઈ ચીઠ્ઠી કે કોઈને કહીને ગઈ છે.? પીએસઆઈ પટેલ સાહેબે સવાલ કર્યો.
હજુ આગળ પીએસઆઈ પટેલ સાહેબ સવાલ કરે તે પહેલા વિકાસભાઈ તેમના ખીસા માંથી કાવ્યા એ લખેલી ચીઠ્ઠી પટેલ સાહેબ ને આપી અને કહ્યું સાહેબ આ કાવ્યા એ લખેલી ચીઠ્ઠી છે જે તે ઘર થી નીકળ્યા પહેલા તેના રૂમમાં છોડી ને ગઈ હતી.

પીએસઆઈ પટેલ સાહેબે કાવ્યા એ લખેલી ચીઠ્ઠી હાથમાં લીધી અને વાચવા લાગ્યા. ચીઠ્ઠી પૂરી વંચાઈ ગઈ એટલે તેઓ ખડખડાટ હસવા લાગ્યા.
તમારી આવડી મોટી દીકરી પરી બનવા ઘરે થી ભાગી ગઈ છે.!! એમ કહી ફરી પટેલ સાહેબ હસ્યા.

પટેલ સાહેબ ને આ રીતે હસતાં જોઈને રમીલાબેન બોલ્યા. સાહેબ અરમાન કોના ઊંચા ન હોય..! અને સાહેબ આપ મજાક સમજો કે હસો પણ એ સત્ય છે કે મારી દીકરી ઘરે થી નીકળી ગઈ છે. તમારી ફરજ બને છે તેમને શોધી કાઢવાની.

પીએસઆઈ પટેલ સાહેબ ચૂપ થઈને વિકાસભાઈ ને બે, ત્રણ સવાલો કર્યા.
તમારી દીકરી ને કોઈ સાથે પ્રેમ હતો ?
આવી રીતે કોઈ વાર ઘરે થી કાવ્યા ગઈ છે.?
તેને માનસિક બીમારી તો નથી ને.?

અરે નાના સાહેબ. અમારી કાવ્યા ને કોઈ સાથે પ્રેમ નથી અને તે પહેલીવાર ઘરે થી નીકળી છે. રહી વાત તે પાગલ ની તો સાહેબ તે કોલેજ ની ટોપર છે.

પીએસઆઈ પટેલ સાહેબ આગળ કઈ બોલ્યા નહિ ને બાજુમાં પોલીસ કોન્ટેબલ ને કાવ્યા નો ફોટો, ચીઠ્ઠી અને મોબાઇલ નંબર આપતા કહ્યું. વિકાસભાઈ અને રમીલાબેન ની ફરિયાદ લઇ કાવ્યા ને શોધવા માટે એક ટીમ તૈયાર કરો. તે પહેલાં કાવ્યા નો ફોન ક્યાં એક્ટિવ છે તે જાણો.
ઓકે સર કહીને તે કોન્ટેબલ સાહેબે વિકાસભાઈ અને રમીલાબેન તેમના ટેબલ પાસે આવવા કહ્યું.

પોલીસ કોન્ટેબલે વિકાસભાઈ ની ફરિયાદ લીધી અને આશ્વાસન આપતા કહ્યું. આપ ઘરે જાવ, અમે અત્યારે જ કાવ્યા ને શોધવાની તજવીજ હાથ માં લઈએ છે. અને ચિંતા કરશો નહિ કાવ્યા ઘરે આવી જશે.

વિકાસભાઈ અને રમીલાબેન ઘરે તો આવી ગયા પણ તેમને કાવ્યા ની ચિંતા થઈ રહી હતી. ઘરે આવીને ફરી કાવ્યા ને ફોન કરી જોયો પણ કાવ્યા નો ફોન સ્વીચ ઓફ બતાવી રહ્યો હતો.

શું પોલીસ કાવ્યા ને શોધવામાં સફળ થશે.? શું કાવ્યા ને કંકણ ગુફા નો રસ્તો મળશે.? તે જોઈશું આગળ ના ભાગમાં...

ક્રમશ....