journy to different love... - 29 in Gujarati Novel Episodes by Dimple suba books and stories PDF | સફર-એક અનોખા પ્રેમની... - 29

સફર-એક અનોખા પ્રેમની... - 29

(આગળના ભાગમાં આપણે જોયું કે આલોકની મુલાકાત પ્રિયંકા સાથે થઈ અને બન્ને વચ્ચે ઘણી વાત-ચિત થઈ, તેમજ પ્રિયંકાએ આલોકને અરીજીતસિંહના કોન્સર્ટની તેની પાસે જે એક્સ્ટ્રા ટિકિટ હતી તે પણ આપી, હવે આગળ...)

સાંજના છ વાગ્યા હતા, આલોક પોતાના રૂમમાં તૈયાર થઈ રહ્યો હતો, ત્યાંજ હેત્વીબહેન આલોકના રૂમ પાસેથી પસાર થયા અને તેમણે ગીત ગાવાનો અવાજ સાંભળ્યો એટલે તેઓ આલોકના રૂમમાં ગયા, ત્યાં તેમણે જોયું કે આલોક ગીત ગાતા-ગાતા તૈયાર થઈ રહ્યો હતો એટલે તેમણે આલોકને પૂછ્યું, "ક્યાં જાય છે બેટા ?"

આલોક અરીસામાં જોઈ પોતાના વાળ સેટ કરતા બોલ્યો, "મમ્મી આજે અહિં નજીકમાંજ મારા ફેવરિટ સિંગર અરીજીતસિંહનો કોન્સર્ટ છે , અને તને તો ખબર છે ને મમ્મી કે મને અરીજીતસિંહના સોન્ગ કેટલા ગમે છે એટલે ત્યાં જવા માટે હું તૈયાર થઈ રહ્યો છું."

"ઓક્કે, બેટા જા જઈ આવ, પણ તું પાછો ક્યારે આવીશ ?" હેત્વીબહેને આલોકની ચિંતા કરતા કહ્યું.

"આશરે નવ-દસ વાગ્યે આવી જઈશ." આલોકે જેકેટ પહેરતા કહ્યું.

"ઓક્કે" હેત્વીબહેને અલોકના જેકેટ પર રહેલ કરચલીઓને સરખી કરતા કહ્યું.

પછી બન્ને માં-દીકરો હોલમાં પ્રવેશ્યા. હોલમાં અને તેના મમ્મી-પપ્પાના રૂમમાં નજર ફેરવીને આલોકે હેતવી બહેન ને પૂછ્યું, "મમ્મી પપ્પા ક્યાં છે? દેખાતા નથી?"

"તારા પપ્પા તો કોઈક કામને કારણે બહાર ગયા છે પણ ઓટો કરીને ગયા છે કાર નીચે પાર્કિંગમાં છે તું તારે લઈ જા." હેતવી બહેન બોલ્યા.

"ઓકે બાય." કહીને આલોક કારની ચાવી ને હાથમાં રમાડતો-રમાડતો પગથિયાં ઊતરવા માંડ્યો. પાર્કિંગમાં પહોંચી અને તેણે પ્રિયંકા ને કોલ કર્યો પણ પ્રિયંકાએ કોલ રીસીવ ના કર્યો એટલે તેણે કારને પ્રિયંકાના ઘર તરફ હંકારી મુકી...

પ્રિયંકા પોતાના વાળ ઓળવી રહી હતી ત્યાં નીચેથી કારનું હોર્ન સંભળાયું અને તે બાલ્કનીમાં ગઈ અને નીચે જોયું તો આલોક ત્યાં ઉભો હતો એટલે તેણે આ લોકને ઉપર આવવા ઈશારો કર્યો આલોક એ હકાર માં માથું ધુણાવ્યું અને કાર સાઈડમાં પાર્ક કરી અને પગથિયા ચઢવા માંડ્યો. બહુમાળી બિલ્ડીંગના ચોથા માળ પર આવેલ ફ્લેટના દરવાજા પાસે પ્રિયંકા ઊભી હતી. આલોક તેની પાસે પહોંચ્યો. પગથિયાં ચડીને ચોથા માળે પહોંચેલા આલોકને આમ હાંફતા જોઈ પ્રિયંકા બોલી, " સાહેબ શ્રી, તમને નીચે લિફ્ટ જેવું કાંઈ ન મળ્યું કે આમ પગથિયાં ચડીને આવ્યા ?"

"પ્રિયંકાજી, ત્યાં લિફ્ટ હતી પણ મેં વિચાર્યું કે પગથીયાઓ ચઢીશ તો એ બહાને થોડીક એક્સરસાઇઝ પણ થઈ જશે." આલોક દીવાલના ટેકે ઉભતાં બોલ્યો.

"વેરી ગુડ આઇડયા, ચાલો અંદર આવો." પ્રિયંકા ઘરમાં અંદર પ્રવેશતા બોલી.

આલોક ઘરની અંદર પ્રવેશ્યો, પ્રિયંકાનો હોલ ખૂબ જ સારી રીતે ડેકોરેટ કરેલ હતો. દરેક વસ્તુ વ્યવસ્થીત રીતે ગોઠવેલ હતી. આલોક ત્યાં સોફા પર બેઠો અને પ્રિયંકાએ આલોકને પાણી આપ્યું.

"મેં તમને કોલ કર્યો હતો પણ કદાચ ફોન સાયલેન્ટ મોડ પર હશે." આલોક પાણી પીતા-પીતા બોલ્યો.

"ઓહ સોરી મારો ફોન સાયલન્ટ મોડ પર હતો અને હું તૈયાર થતી હતી એટલે તે બેડ પર જ પડ્યો હશે." પ્રિયંકાએ કહ્યું. પછી તે બોલી, "મિ. આલોક મેં તો હજુ મેકઅપ પણ નથી કર્યો."

" હા તો ફટાફટ કરી લો ને." આલોકે પાણીનો ગ્લાસ ટેબલ પર મુકતા કહ્યું.

"ઓકે થેંક્યુ. હું હમણાં રેડી થઈને આવું છું." આટલું કહી પ્રિયંકા પોતાના રૂમ માં ગઈ અને થોડીક વારમાં રેડી થઈને આવી ગઈ અને તે બંને આલોકની કારમાં બેસીને કોન્સર્ટ માટે નીકળ્યા...

તેઓ કોન્સર્ટના સ્થળે વહેલા પહોંચી ગયા હતા અને ફટાફટ આગળની બાજુ ઊભા રહી ગયા હતા. થોડાક સમયમાં તો સમગ્ર ગ્રાઉન્ડ લોકોથી ભરાઈ ગયો હતો. ત્યાંજ અરિજિત સિંહ આવ્યા અને આખા ગ્રાઉન્ડમાં ચિચિયારીઓ થવા માંડી. એમાં ખાસ કરીને છોકરીઓ વધારે ચિચિયારીઓ કરી રહી હતી. અરિજિત સિંહે ગાવાનું શરૂ કર્યું ત્યાં ઉપસ્થિત બધા લોકો ગીતો માં મગ્ન થઈ ગયા હતા જ્યારે પ્રિયંકાનું ધ્યાન આલોક તરફ ગયું તો તે આલોક ને જોતી જ રહી ગઈ...આલોક સોંગ ની અંદર ખોવાઈ ગયો હતો અને પ્રિયંકા આલોકને જોવામાં...એ સુંદર ચહેરો ગીતના શબ્દો સાથે પોતાના હોઠ હલાવી રહ્યો હતો. તે આ સમયે કોઈ હીરોથી કમ નહોતો લાગતો. પ્રિયંકા આમ, આલોક મગ્ન બની ગઈ ત્યાં પાછળથી કોઇકનો ધક્કો લાગ્યો અને પ્રિયંકા આલોક ની માથે પડી ગઈ ! ગીત ની અંદર ખોવાયેલા આલોક ને કઈ સમજણ પડે તે પહેલાં તો તે જમીન પર પડી ગયો અને તેની માથે પ્રિયંકા! સામે "તુ હિ યાર મેરા.." ગીત ચાલુ હતું. બંને એક બીજા ની આંખો માં ખોવાઈ ગયા હતા. ત્યાં આજુબાજુ ઉભેલા લોકોએ તેમને હેલ્પ કરી અને તે બંને ઉભા થયા પછી તે બંને એકબીજા સામું જોતા તો હતા પણ તરત નજર ફેરવી લેતા. કોન્સર્ટ પૂરો થતાં બંને બહાર નીકળ્યા, તેઓ કારમાં બેઠા ત્યાં પણ આલોક રસ્તામાં સામું જોઈને કાર ચલાવી રહ્યો હતો અને તેની બાજુની સીટ પર બેઠેલી પ્રિયંકા બારીની બહાર જોઈ રહી હતી. બન્નેને થોડાક સમય પહેલા બનેલી તે ઘટના યાદ આવતા શરમાતા હતા અને હસવું પણ આવતું હતું. બંને વચ્ચે આખા રસ્તે કોઇ પ્રકારની વાતચીત ના થઇ. પ્રિયંકાને ઘરે ડ્રોપ કરી અને આ લોકો પોતાના ઘરે પહોંચ્યો.

ત્યાં હોલમાં આલોક ના પપ્પા મમ્મી બેઠા હતા. બંને ખુશ લાગી રહ્યા હતા એટલે આલોક એ પૂછ્યું, "શું થયું મમ્મી ? તમે બન્ને આટલા ખુશ કેમ છો ?"

"બેટા, બેસ અહીં." અભિજીતભાઈએ પોતાની અને હેતવી બહેનની વચ્ચે આલોકને બેસાડતા કહ્યું.

"બેટા આલોક, અમે એવું વિચારીએ છીએ કે આપણે હવે હંમેશા માટે ફરીથી ઇન્ડિયા જ રહીએ. જો તારી સહમતી હોય તો..."હેતવીબહેન બોલ્યાં.

" અરે વાહ, આ તો ખુબ જ સરસ આઈડિયા છે. મને પણ અહીં ઈન્ડિયામાં જ ગમે છે. પણ.." આલોક આટલું બોલ્યો એટલે અભિજીત બોલ્યા, "પણ શું બેટા ?"

"પણ પપ્પા આપણે હોસ્પિટલ ?" આલોકે અભીજીતભાઈને હોસ્પિટલ વિશે ચિંતા દર્શાવતા કહ્યું.

"ત્યાં તારા ડેવિડ અંકલ છે ને તે બધું સંભાળી લેશે." અભિજીતભાઈએ ચિંતામુક્ત ભાવોએ કહ્યું. પણ તેમણે જોયું કે આલોક હજુ કંઈક ગૂંચવણમાં લાગે છે એટલે તેઓ બોલ્યા, "શું થયું આલોક ?"

"પપ્પા મારે તો જવુંજ પડશેને..." આલોકે ઉદાસ ચહેરે અભિજીત ભાઈને કહ્યું.

" ના તારે પણ નહીં જવું પડે, અમેરિકામાં મારા એક ડોક્ટર મિત્ર છે તેમણે હમણાં જ અહીં મુંબઈમાં એક બહુ મોટી હોસ્પિટલ બનાવી છે, ત્યાં તારે આખી હોસ્પિટલનો કારભાર સંભાળવાનો છે. અમારી એ વિશે બધી વાતચીત થઈ ગઈ છે." અભિજીતભાઈ આલોકના ખભા પર હાથ રાખતા બોલ્યા.

"બેટા, અમે આખું જીવન ઘણું કામ કર્યુ, હવે અમારે બધાએ હરવું ફરવું છે, આરામ કરવો છે." હેતવી બહેન બોલ્યા.

"હા, મમ્મી તમે બંને હરો ફરો અને મજા કરો. તમારો વિચાર ખૂબ જ સરસ છે. હું તમારા વિચારોથી સો ટકા સહમત છું." આલોક મમ્મી-પપ્પા સામું જોઈને બોલ્યો.

" હા બેટા, અમે કેટલા પુણ્ય કર્યા હશે કે અમને તારા જેવો સમજદાર દીકરો મળ્યો." હેત્વી બહેન અલોકના માથા પર હાથ રાખતા બોલ્યા.

"મમ્મી મેં કેટલા પુણ્ય કાર્ય કર્યા હશે કે મને તમારા જેવા મમ્મી પપ્પા મળ્યા." આલોક હેતવી બહેન અને અભિજીતભાઈનો હાથ પોતાના હાથમાં લેતા બોલ્યો.

થોડી ક્ષણ માટે બધા ભાવુક થઈ ગયા પછી આલોક સામેના સોફા પર બેસતા બોલ્યો, "પણ પપ્પા જો આપણે ભારતનું નાગરિકતા મેળવવી હોય તો ઓછામાં ઓછા સાત વર્ષ સુધી અહીંજ વસવાટ કરવો પડે."

" હા તો આપણે તો હવે કાયમ માટે અહીંજ વસવાટ કરવો છે ને ? તો હવે પછીના સાત વર્ષ પણ અહીંજ રહીશુંને ? બેટા, ભારતની ભૂમિ પાવન છે. અહીં કદમ રાખતા જ આપણને પોતીકાપણાનો અહેસાસ થાય છે અહીંયા બધા સ્થળો માં આપણા કોઈ પોતાના હોય તેવું જ લાગે છે અને અહીં રહેતા લોકોના હૃદયમાં પ્રેમ જોવા મળે છે. બેટા, આપણા દેશની અનેક ગાથાઓ છે તેને જોતા સમજતા આપણું આખું જીવન ટુંકું પડે." અભિજીતભાઈ આ લોકને ભારત દેશ પોતાના ભૂતકાળમાં ખોવાઈ ગયા કે જ્યારે તે પોતે ભારતમાં રહેતા.

"હા આપણા ભારત દેશની મહાનતા વિશે જેટલું કહો તેટલું ઓછું પડે. આમ પણ આલોક બેટા, મારો, તારા પપ્પાનો અને તારો જન્મ પણ અહીં જ થયો છે ને." હેત્વી બહેનને પણ પોતાનો ભૂતકાળ યાદ આવી ગયો.

" ઓક્કે, તો ફાઇનલી આપણે હવે હંમેશા માટે ભારતમાં જ રહેશું." આલોક આટલું બોલી પોતાના મમ્મી-પપ્પાને ગળે લાગ્યો.

જમીને તે લોકોએ નીયા અને અનન્યાના પરિવારને પોતે હવે ભારતમાં જ રહેવાના છે તે વાતની ખુશખબરી આપી. બધા લોકો ખુશ થઈ ગયા. બધા સાથે વાત કર્યા પછી આલોકો પોતાના રૂમમાં ગયો અને તેણે પ્રિયંકાને કોલ કર્યો પણ સાંજે બનેલી ઘટના યાદ આવતા તેણે તરત જ ફોન કટ કરી નાખ્યો. તેણે વિચાર્યું કે, "કદાચ સાંજે બનેલી ઘટના પ્રિયંકાને ગમી નહિ હોય, એટલે ફોન કરવો યોગ્ય ના ગણાય ક્યાંક તે મારા વિશે ખોટું વિચારશે તો ?.. તો હવે શું કરું? "
તે આમથી તેમ આંટા મારી રહ્યો હતો. થોડીકવાર વિચાર્યા બાદ તેણે પ્રિયંકાને વ્હોટ્સએપ પર મેસેજ કર્યો... " હાઈ, આઈ એમ આલોક. મેં તમને મેસેજ એટલા માટે કર્યો છે કારણ કે એક ગુડ ન્યુઝ છે, હવે અમે હંમેશ માટે ઇન્ડિયા જ રહેવાના છીએ."

અને પછી તે પ્રિયંકાના રીપ્લાયની રાહ જોવા માંડ્યો... તેને અંદરથી ડર હતો કે, "પ્રિયંકા તેના વિશે કંઈ ખોટું તો નહિ વિચારેને ?"

તે આવું વિચારતો પથારી પર આડો પડ્યો ત્યાં તેના ફોનમાં મેસેજ આવ્યો...
"હાઈ, અભિનંદન, તમે પણ હવે સંપૂર્ણ ભારતવાસી બની જશો."
આલોક પ્રિયંકાનો મેસેજ વાંચી ખુશ થયો. તેણે સામો "થેન્ક યું"નો મેસેજ મોકલ્યો. આમ, બન્ને વાતોમાં ખોવાઈ ગયા....

થોડા દિવસોમાં આલોકો અને તેના પરિવારે અમેરિકા જઇને ત્યાંની બધી વ્યવસ્થા કરી લીધી અને હંમેશ માટે ભારતમાં રહેવા આવી ગયા. આલોક હોસ્પિટલમાં જોબ કરવા લાગ્યો અને અભિજીતભાઈ અને હેતવી બહેન શાંતિથી રિટાયર્ડ જીવન જીવવા લાગ્યા. આ લોકોને તો ભારત ખૂબ જ ગમી ગયું અને તેમાં પણ અનન્યા અને નિયાના પરિવાર પાસેથી મળેલો પ્રેમ..બસ, બીજું શું જોઈએ જીવનમાં? આલોક શાંતિથી પોતાનું જીવન પસાર કરવા લાગ્યો અને આમ ને આમ સમય વીતતો ગયો અને ચોમાસાના વરસાદ એ વિદાય લીધી અને શિયાળાની ઠંડી નું આગમન થયું....

Rate & Review

Archana Shah

Archana Shah 9 months ago

Nimish Thakar

Nimish Thakar Matrubharti Verified 9 months ago

give soon next part also

Usha Dattani Dattani
Khyati

Khyati 9 months ago

Zalak Soni

Zalak Soni 9 months ago