Krupa - 4 books and stories free download online pdf in Gujarati

કૃપા - 4

(આગળ ના ભાગ માં આપડે જોયું કે કૃપા ની સામે રહેતો કાનો કૃપા ની મદદે આવે છે,તેઓ બંને સાથે મળી ને હવે રામુ ને સબક શીખવે છે,પણ શું છે એમનો પ્લાન...)

બીજા દિવસે જ્યારે રામુ જાગ્યો તો તેને લાગ્યું કે તે ખૂબ જ થાકી ગયો છે,તેનું શરીર ખૂબ જ દુખતું હતું,અને તેના શરીર પર કોઈ નિશાન હતા.તે એકદમ મૂંઝાઈ ગયો, અને કૃપા ને બોલાવવા લાગ્યો.

" કૃપા...કૃપા આ બધું શુ છે,અને કાલે રાતે શુ થયું હતું?"

કૃપા તો શરમાતી શરમાતી તેની પાસે ગઈ,અને કહ્યું

"કાલે તો તમે બહું રંગીન મિજાજ માં હતા,એટલે જ થાકી ગયા,જોવો ને મને ય થકવી દીધી"અને કૃપા ત્યાંથી શરમાઈને જતી રહી.

રામુ ને કદાચ સમજાઈને પણ કાઈના સમજાયું.તે જલ્દી તૈયાર થઈ ને બહાર જતો રહ્યો,આજે તેને ફરી કૃપા નો સોદો કર્યો હતો,પણ જેવો તે માણસને લઈને આવ્યો કૃપા ફરી ગાયબ!તે ઘરમાં ક્યાંય નહતી,અને પેલો તેની સાથે ઝગડયો.રામુ એ એડવાન્સ પૈસા લીધા હતા,તે પાછા આપવાની શરતે તેને રામુ ને છોડ્યો..

તે રાતે પણ રામુ કૃપા સાથે ઝગડયો,પણ કૃપા એ ફરી તેને મનાવી લીધો.પણ જેવો તે જમીને ઊઠ્યો,કે ફરી તેનું માથું ભારે થઈ ગયું,કૃપા એ તેને સુવડાવ્યો.થોડીવાર પછી કાનો આવ્યો અને તે બંને થઈ ને ફરી એ જ હોટેલ માં રામુ ને લઈ ગયા.

બીજા દિવસે સવારે રામુ જાગ્યો,ત્યારે ફરી તેને લાગ્યું કે તે ખૂબ જ થાકી ગયો છે.તો પણ તે તૈયાર થઈને થોડી વાર માટે બહાર ગયો પણ કંઈક યાદ આવતા તે પાછો ઘરે આવ્યો,તેને જોયું કે કૃપા ઘરમાં નહતી,અચાનક તેનું ધ્યાન ગયું કે કૃપા સામે ની તરફ થી આવે છે.કૃપા નું પણ ધ્યાન ગયું કે રામુ ઘર માં છે,અને તેને જોવે છે,પહેલા તો તે મૂંઝાઈ ગઈ,પણ પછી કંઈક વિચારી ને હસવા લાગી.

"કૃપા ક્યાં ગઈ હતી"રામુ એ કડક અવાજ માં પૂછ્યું

"હું તો આખો દિવસ ઘર માં જ રહું છું,બસ તું જ કહેતો હતો ને કે કંઈક કમાણી જોઈએ.તો આજુબાજુ માં ક્યાંક કામ છે,એવું સામે ના ઘરવાળા કેતા તા,તો પૂછવા ગઈ તી". એમ કહી કૃપા રડવા લાગી

રામુ તેને શાંત પાડી ને બહાર ગયો,આજે તેને કોઈપણ ભોગે વધુ પૈસા જોઈતા હતા,એટલે તે રાતે થોડો મોડો આવ્યો,કૃપા એ આવતાવેંત તેને જમવા આપ્યું અને પોતે બીજું કામ આટોપવા લાગી.આજ રામુ નું મન જમવામાં નહતું,ત્યાં જ કૃપા આવી તેને જોયું કે રામુ જમ્યો નથી,તો પોતે પરાણે તેને જમાડવા લાગી.રામુ થોડું જમીને સુઈ ગયો.અને ફરી કાનો અને કૃપા તેને હોટેલ માં મૂકી આવ્યા.

આજ રામુ પૂરું જમ્યો નહતો,તેને એવું લાગ્યું કે જાણે કૃપા તેની સાથે પ્રેમાલાપ કરી રહી છે.પછી અચાનક જ કોઈ સખત હાથ તેના શરીર પર ફરવા લાગ્યા,તેને આંખ ખોલવાની કોશિશ કરી,પણ આંખ ખુલતી નહતી.પણ તેને એવું લાગ્યું કે એક સાથે ચાર હાથ તેના શરીર પર ફરે છે.

તેને ઘણી કોશિશ કરી પણ આંખો ખોલી ને જોઈ ના શક્યો.બીજા દિવસે સવારે જ એની આંખો ખુલી,એને ચારોતરફ જોયું તો કૃપા ઘરમાં નહતી,એનું શરીર આજે પણ ખૂબ દુખતું હતું,અને આજે પણ તેની ગરદન અને છાતી ના ભાગ પર દાગ હતા,તે બહાર આવ્યો તો કૃપા બહાર કામ કરતી દેખાઈ.તેને જોયું કૃપા ના ચેહરા પર હાસ્ય હતું.જેવું તેને રામુ સામે જોયું તે શરમાઈ ગઈ.

તે વારે વારે કૃપા શરમાઈ કેમ જાય છે!એ જ વિચાર કરતો હતો.તેને બને એટલું જલ્દી હવે કોઈ નવો બકરો શોધી ને કમાણી કરવી હતી.એટલે તે પોતાને ઓળખતા દલાલ પાસે પહોંચ્યો,અને મોબાઈલ માંથી પોતાનો અને કૃપા નો સાથે હતો એવો એક ફોટો બતાવ્યો.પેલો તો હસવા લાગ્યો,એટલે રામુ ને આશ્ચર્ય થયું કે કેમ આટલું હસે છે?તેના હાવભાવ જોઈ ને પેલા એ કહ્યું

"કા ભાઈ આજ તને કોઈ નથી મળ્યું તો મારી પાસે આવ્યો?"

રામુ તો વિચાર માં પડી ગયો કે આ શું બોલે છે!

પેલા એ ગુસ્સા થી કહ્યું "હું આવા સોદા નથી કરતો.અમને તારા જેવા સમજ્યા છે"આમ કહી તેને ધક્કા મારી કાઢી મુક્યો.

રામુ સમજ્યો નહિ કે આ શું કહેવા માંગતો હતો.ત્યાંથી તે બીજા દલાલ પાસે ગયો જેની સાથે તેને પહેલા પણ કામ કરેલું.

તેનું નામ ગનીભાઈ હતું.ગનીભાઈ એક સાવ સામાન્ય દેખાતો માણસ હતો,તેને જોઈ ને તેની તાકાત નો પરિચય મેળવી શકાય એમ નહતો.પણ તેની પાસે ઘણા મોટા માથા ના કાળા ચિઠ્ઠા હતા,અને ઘણા ગુંડા પણ એના આંખ ના ઈશારે કામ કરતા.

રામુ ને આવેલો જોઈ ગનીભાઈ ને ગમ્યું નહિ,કેમ કે રામુ એ પહેલાં જ તેમના મોકલેલા બે કસ્ટમર ની સાથે સોદો ફોક કર્યો હતો.તો પણ તેમને રામુ ને જોઈને સ્મિત કર્યુ.

"ગનીભાઈ તમે તો આ બજારના રાજા છો કઈક અમારું પણ ધ્યાન રાખો.તમે તો કરોડો માં રમો છો,કઈક અમને પણ કમાવા નો મોકો આપો."રામુ એ કહ્યું

ગની ભાઈ એની આ વાતથી ઉશ્કેરાયા અને બોલ્યા
"જો ભાયા તને તો કમાવા માટે બે મોકા આપ્યા હતા,પણ તું તો સાવ નમાલો નીકળ્યો,અમે અહીં હીરા ના સોદા કરીએ ,પથ્થર ના નહિ .જા ભાગ અહીં થી કાયર ,ચાલ્યો જા બીજીવાર આવતો નહિ,તે તો આપડી આખી જમાત ને જ બદનામ કરી નાખી."એમ કહી તેના એક માણસ ને ઈશારો કર્યો, જેને રામુ ને ખંભે ઉપાડી ને બહાર ઘા કરી દીધો.

(કેમ રામુ ની મદદ કરવા કોઈ તૈયાર નથી?રામુ એ એવું તે શું કર્યું છે?શુ આમ કૃપા નો કાંઈ હાથ છે?જોઈસુ આવતા અંક માં)

આરતી ગેરીયા...