Krupa - 5 books and stories free download online pdf in Gujarati

કૃપા - 5

(આગળ ના ભાગ માં જોયું કે કૃપા નો સોદો કરવા રામુ જ્યાં પણ જતો ત્યાં તેનું અપમાન થતું,એક મોટા દલાલે તો તેને બહાર ફેંકાવી દીધો.હવે રામુ તેનો બદલો કેમ લેશે...)

રામુ પોતાનું આવું અપમાન સહન ન કરી શક્યો.તેને મનોમન કૃપા પર ગુસ્સો આવવા લાગ્યો,કે એક તો ગરીબ ઘર ની છોકરી,અને પાછા નખરા હજાર.તે ગુસ્સા માં ઘરે પહોંચ્યો,તો કૃપા ઘર માં નહતી.તેને આસપાસ માં જોયું પણ કૃપા ક્યાંય દેખાઈ નહિ.તે ઘર માં રાખેલ કૃપા ની વસ્તુ જોવા લાગ્યો,પણ કયાય કશું શંકાસ્પદ ના લાગ્યું.તે બહાર ઉભો રહ્યોં ને ત્યાં જ તેને કૃપા ને કાના ના ઘર માંથી બહાર આવતી જોઈ.

"કેમ હું તારું પૂરું નથી કરતો?તો આખો દી ત્યાં જાય છે."કાના એ રોષપૂર્વક કહ્યું.

"મારા માં એવી આગ નથી કે ચારેકોર ઠારવા જાવ"કૃપા સામી તાળુકી.

આ જોઈ રામુ થોડો શાંત પડ્યો,અને તેને માનવવા લાગ્યો. "અરે કૃપારાણી તને તો ખોટું લાગી ગયું,અરે એક તો કામ ની ઉપાધિ,અને પાછું ઘરે આવી ને તારું સુંદર મુખડું ના જોવે તો મને ચેન ના પડે ખબર છે ને તને".

"હા તો એટલે જ કાના પાસે ગઈ તી,એને તારા માટે કોઈ કામ ગોત્યું છે,એની વાત કરવા જ ગઈ તી"કૃપા એ જવાબ આપ્યો. રામુ ને કૃપા ની વાત ન ગમી તો પણ પોતે હા પાડી ને જમવા બેઠો.

અને ફરી કૃપા એ,એ જ દાવ અજમાવ્યો.સવારે રામુ ની આંખ મોડે થી ખુલી.તેને જોયું તો સુરજ માથે આવી ગયો હતો.અને કૃપા ફરી કાના સાથે કાંઈક વાત કરતી હતી.રામુ એ જોયું તે બંને કોઈ ખૂબ જ જરૂરી વાત કરતા હતા. રામુ ને થયું કે આ કોઈ કામ નું કહે એ પેલા હું અહી થી નીકળી જાવ.ત્યાં જ કૃપા એ તેને જોયો,અને તેને જલ્દી થી રામુ ને નાસ્તો આપ્યો.કૃપા તેને કાના સાથે કામ ની વાત કરવાનું કહેતી હતી,પણ તેનું ધ્યાન બીજે હતું.તેને કાલની ગનીભાઈ ની વાત યાદ આવી ને મો બગડ્યું.કૃપા એ પૂછતાં હા હું કંઈક કરીશ એવુ કહી ને બહાર નીકળી ગયો.અને કૃપા ને કહ્યું કે હવે તે રાતે જ આવશે.

કૃપા તો આ સાંભળી ને રાજી થઈ ગઈ.તે અને કાનો નજીક માં જ આવેલી એક દુકાન માંથી રામુ માટે એક નવા કપડાં ની જોડ લાવ્યા.અને થોડું ફરી ને ઘરે આવ્યા.ઘરે આવતા ની સાથે જ કૃપા એ સરસ જમવાનું બનાવ્યું.ત્યાં જ રામુ આવ્યો,કૃપા એ પહેલાં તેને કપડાં બતાવ્યા.

આ... આ તો ઘણા મોંઘા કપડાં છે,આ તું ક્યાં થી લાવી?રામુ એ આશ્ચર્ય સાથે પૂછ્યું

" અરે એ તો મારી પાસે થોડા પૈસા હતા,અને આ છે ને એ એટલે મોંઘા નથી,આપડી નજીક માં જ મળે છે,ત્યાં બધો એવો ડુપ્લીકેટ માલ મળે,તો હું તારા માટે લાવી તને ગમ્યો ને."કૃપા એ પૂછ્યું

"તારી પાસે ક્યાંથી આવ્યા પૈસા?"

"એ તો તું બહાર જાય ને ત્યારે આજુબાજુ માં કોઈ ને કાઈ ઘરનું કામ હોય એ કરી આપું.તેમાંથી બચાવ્યા.તને ગમ્યા કે નહીં?"

રામુ ની તો કમજોરી હતી,નવા કપડાં જુતા અને ગોગલ્સ,એ તો રાજી થઈ ગયો.

" હવે આ પહેરી ને બતાવો ને"કૃપા આંખો નાચવતા બોલી.

"અરે પછી પેલા જમવા તો દે."

" લ્યો હું કેટલા મન થી લાવી છું અને તમે આવા નાટક શુ કરો છો પહેરો ને"

"સારું હાલ આવું" એમ કહી ને રામુ કપડાં બદલવા ગયો.રામુ આમ પણ દેખાવડો અને આ કપડાં માં તો ખૂબ જ સરસ લાગતો હતોત્યાં કૃપા એ તેના માટે જમવાનું કાઢી રાખ્યું.રામુ આવ્યો તો કૃપા તો તેને જોઈ ને રાજી રાજી થઈ ગઈ અને રામુ ને તે કપડાં પહેરી ને જ જમવાનું કહ્યું.

"અરે પણ આવા ફિટ અને લેધર ના કપડાં માં કેમ જમાય"રામુ એ કહ્યું

"ના એ હું ના જાણું મારા માટે આટલું ના કરો"

અને રામુ જમવા બેસી ગયો,થોડી જ વાર માં તેને પૂરું જમ્યું પણ નહતું અને તે ત્યાં જ સુઈ ગયો.કૃપા એ કોઈ ને ફોન કર્યો,અને થોડી જ વાર માં કાનો આવ્યો,તે બંને તેને લઈ ને ઘર ની બહાર થોડે દુર આવેલી એક શેરી માં ઉભા હતા.ત્યાં જ એક લાંબી સફેદ ગાડી આવી,તેમાંથી એક ઉંચો મજબૂત અને દેખાવડો માણસ નીકળ્યો.તેને રામુ ને પાછલી સિટ માં સુવડાવ્યો.કૃપા ના હાથ માં નોટો ની થોકડી મૂકી અને ગાડી ત્યાં થી હંકારી મૂકી.

(કોણ હશે એ માણસ?જે રામુ ને લઈ ગયો!શુ હશે કૃપા અને કાના ની આગલી ચાલ જોઈસુ આવતા અંક માં)

વાંચકમિત્રો અંગત કારણોસર કૃપા ના ભાગ 5 અને 6 પ્રસારિત કરવામાં થોડું મોડું થયું છે,તે બદલ હું હૃદય પૂર્વક માફી માંગુ છું..

આરતી ગેરીયા....