Premni Kshitij - 18 in Gujarati Fiction Stories by Khyati Thanki નિશબ્દા books and stories PDF | પ્રેમની ક્ષિતિજ - 18

પ્રેમની ક્ષિતિજ - 18


પહેલું કંપન, પહેલું તારામૈત્રક, પહેલો સ્પર્શ આ બધી જ પહેલા પ્રેમની પળો માનવીને હંમેશા જીવનના અંત સુધી યાદ રહે છે. ક્યારેય રોજ નવા ખીલેલા જીવન સાથે તો ક્યારેય નહીં માણેલા સંવેદન સાથે...
પણ એનું અસ્તિત્વ રહે.... રહે ....ને રહે જ છે.

આવો જ પ્રથમ પ્રેમનો હૂંફાળો સ્પર્શ મૌસમ અને આલયના જીવનમાં પહેલો વરસાદ બનીને આવ્યો. મૌસમના કપાળને ચૂમતો આલય મૌસમના સમગ્ર અસ્તિત્વમાં ભવિષ્યના નવા સપનાઓ માટે જાણે ઈચ્છા જગાવી ગયો. મૌસમ સંસ્મરણ ને થોડી વધુ વાર માણવા માંગતી હતી તેથી તેને કોફી ની ઓફર કરી, પણ પોતાની ગાડીમાં કેમકે તે જરા પણ નહોતી ઈચ્છતી કે તેના સુંદર સંભારણાને કે. ટી. ની નજર લાગે.

આલય :-"તને કશી તકલીફ નહીં પડે ને મારી સાથે આવવામાં ?(ગાડી માં બેસતા આલયે પૂછ્યું)

મૌસમ :-"મને નહીં તને પડશે."

આલય :-" હું કંઈ સમજ્યો નહીં."

મૌસમ :-" અરે તને તો ખબર છે આપણી લોકાલિટીની.... જીવનના ઉમરે પગ મૂકતી યુવતી એટલે જાણે ફક્ત સજાવીને તૈયાર કરેલો શોપીસ તેના સૌંદર્યની સાથે તેના મનના વિચારો પણ અલગ દિશામાં સૌંદર્યને પામી શકે તે સ્વીકારી શકતા નથી.
(મૌસમનું આ વિધાન સાંભળી અચાનક આલયને વિરાજ અને લેખા યાદ આવી ગયા.)
એમ કોઈ ખાસ વાંધો નહીં પણ મારા ડેડીને એમ છે કે મારા સારા-નરસા ભવિષ્ય વિશે નિર્ણય લેવા સક્ષમ નથી.

આલય :-" તે તારા પિતા છેને?"

મૌસમ :-" હવે તું બધા પુરૂષો જેવી ભાષા નહી બોલતો."

આલય :-" હું ખાલી તારા પિતાના દ્રષ્ટિકોણની વાત કરું છું."

મૌસમ :-" હા પરંતુ પિતાના દ્રષ્ટિકોણમાં તેના પુરુષ તરીકેના વ્યક્તિત્વનું હાવીપણું વધી જાય ત્યારે ઘરની દીકરી નું વ્યક્તિત્વ મુરજાવા લાગે છે."

આલય ;-" મારી મૌસમ તો મુરઝાયેલી નથી લાગતી."

મૌસમ :-"કારણ કે આ મૌસમને પોતાનું કલ્પનાનું આકાશ છે."

આલય :-"તો પછી નિષ્ફિકર ઉડાન ભર ને."

મૌસમ :-"હું એ જ કરું છું, પણ હું એ નથી ઇચ્છતી કે આ મૌસમની ઉડવાની પરિકલ્પનામાં વાસ્તવિકતા ભુલાઈ જાય."

આલય :-" મતલબ?"

મૌસમ :-"બિઝનેસમેન કે.ટી. નું નામ સાંભળ્યું છે?"

આલય :-"હા એ તો બહુ મોટા બિઝનેસમેન છે, શિસ્ત અને અનુશાસનના આગ્રહી છે ,અને થોડા સમયમાં પોતાનું સામ્રાજ્ય ફેલાવ્યું છે."

મૌસમ :-"બસ એ સામ્રાજ્યની જ હુ રાજકુમારી છું. કે.ટી. એટલે મારા ડેડ."

આલય:;-"આઈ કાન્ટ બિલિવ ઈટ મૌસમ, કૃષ્ણ કાંત દેશમુખ એટલે કે ટી દેશમુખ?"

મૌસમ ;-"હા ,હવે બોલ ખુલી બાઈકમાં ફરવા ગયા હોત તો કોની ચિંતા કરવાની તારી કે મારી?"

આલય :-" ઓકે હવે સમજ્યો યાર, સારું થયું ગાડીમાં જ આવ્યા."
( ત્યાં જ કોફીશોપ આવી ગઈ.)

મૌસમ :-"ચલ સૌથી છેલ્લે ટેબલ પર બેસીએ, સાલું આ ડેડના સ્વભાવને કારણે મારું મગજ પણ પોતાની સ્વતંત્રતા માણવા નવા નવા નુસખા શોધ્યા કરે છે."

આલય :-"આટલી શા માટે ડરે છે?"

મૌસમ :-"ડર નથી આ સત્ય હકીકત છે અત્યારે હું તારા સાથે એકલી આવી એ ચિંતા કે ડરનો વિષય નથી પણ જો કે ટી મને જોઇ જાય તો તેને આ જગ્યા બહુ '' ચિપ ' લાગે તેમના મતે મારે અહીંયા ન આવવું જોઈએ અને ત્યાંથી જ ન અટકે તેમનું મગજ તો એ પણ વિચારવા લાગે કે મારી દીકરીને અહીં લઈ આવનાર વ્યક્તિની જીવનશૈલી કેવી? સમજ્યો હવે?"

આલય :-"ઓકે સારું તારે મને આમ સમજાવતા રહેવું, આલય પોતાના પ્રેમ માટે જોખમ લેશે પણ મૌસમને જોખમમાં ક્યારેય નહીં મૂકે....'

મૌસમના હાથ પર પોતાનો હાથ મૂકી દીધો.

મૌસમ:-"હું પણ આલય... મારા કારણે તને કોઈ દિવસ તકલીફ પડવા નથી દવુ ."

મોસમ ની આંખમાં પાણી આવી ગયા.

આલય :-"એ મૌસમ સેન્ટિ ન બન, સારી નથી લાગતી.મારી મૌસમ હંમેશા ખુશનુમાં રહેવી જોઈએ."

મૌસમ :-"તો મને ખુશનુમા રાખવાની જવાબદારી તારી."

આલય :-"હા પરંતુ આ પ્રેમના અહેસાસમાં આપણે એ નહિ ભૂલીએ કે સુંદર ભવિષ્યની ઇમારત ચણવા માટે આપણે હજુ ઘણું દોડવાનું છે."

મૌસમ :-"પણ ઘણું દોડવા માટે એકબીજાની એનર્જી જોઈશે."

આલય :-"એમ ? એ તો રહેશે જ હંમેશા."

મૌસમ :-" એમ નહી....
(અને ટેબલ પર પડેલા ટીશ્યુ પેપર પર પોતાના નંબર લખીને આપે છે)
દરરોજ શબ્દોની એનર્જી આપવી પડશે."

આલય :-"એ તો આપીશ..... જીવનના અંત સુધી."

મૌસમ :-"આટલું લાંબુ તો હું નહિ વિચારતી પણ એટલું ઇચ્છુ કે જીવન માં જેટલું વધારે જીવાય એટલું પ્રિયજનને શ્વાસોમાં ભરી ને જીવી લેવું છે."

પ્રેમના પગલે પગલે વ્હાલમ...
તું ઝાકળ ને હું ફૂલ વ્હાલમ...

ઝાકળ તારા પ્રેમની વ્હાલમ.....
કરે લથબથ મારા શ્વાસ ને વ્હાલમ...

સ્મિત તારું ઝાકળ જેવું...
ભુલાવે સાનભાન મારી અદ્રશ્ય કૈફ જેવું...

ચિરપરિચિત સ્વપ્ન તારું ઝાકળ સરીખું
સાથે તારી રાખશે જન્મોજન્મ ઋણાનુબંધ સરીખું..

ચાલને સાથે ચાલીએ... ક્ષણ બે ક્ષણ....અખુટ
દઈને જસે ભરપુરતા સદીઓની અખુટ...

આલય :-"પ્રોમિસ બસ..... હંમેશા તારી અનુકુળતાએ મારો પ્રેમ અને વહાલ આમ જ વરસશે."

મૌસમ :-"મારી નહીં બંનેની. હવે મારું તારું એમ નહીં કહેવાનું જે હશે તે આપણું હશે આલય."

આલય :"હા પણ મૌસમ મારા એકલાની જ."

મૌસમ :-"આ મોસમ તને વચન આપે છે કે તેના તન મન અને સમગ્ર ચેતના પર આ આલયનો અબાધિત અધિકાર છે અને રહેશે કદાચ ઇશ્વર મને તારી પત્ની તરીકેનું સૌભાગ્ય નહીં બક્ષે તો પણ મારા પ્રેમને હું કોઈ અન્ય સાથે વહેંચીશ નહીં તેના કરતાં મૃત્યુ ને પસંદ કરીશ."

આલય :-" પ્લીઝ મૌસમ યાર આવું ન બોલ મને કૈક થવા લાગે."

મૌસમ :-"કંઈ નહીં થાય તારી મૌસમ અને મૌસમના વહાલા આલયને આ તો ખાલી એકવાર મનમાં વિચાર આવ્યો તો બોલી ગઈ, હવે આવું નહીં બોલું બસ....

આલય :-"હા ક્યારેય નહીં બોલવાનું ,બાકી તારો આ આલય રિસાઈ જશે."

મૌસમ :-"તારે ક્યારેય રિસાવાનું નહિ ભલે હું ગમે એટલી હેરાન કરું...... મને પ્રેમ કરવાનો...... પ્રેમ કરવાનો...... પ્રેમ કરવાનો....... બસ કેટલા યુગોથી જાણે હું તરસી હતી તારા માટે એવું લાગે છે આલય...."

આલય :-"આપણે બંને ખરું ને?"

મૌસમ :-"હા ખરું અને ચાલ જલ્દી પાછો કોલેજેથી તારું બાઈક લઈને પછી ઘરે જવાનું છે."

આલય:"હા ચાલ......

આલયે મૌસમનો હાથ જાણે જિંદગીભર માટે પકડી લીધો......

આપણે પણ જોઇશું આવતા ભાગોમાં કે ઈશ્વર સર્જિત મૌસમ અને આલય વચ્ચે પાંગરેલો પ્રેમ કઈ ક્ષિતિજને પાર કરે છે?

(ક્રમશ)