chhella swas sudhino prem in Gujarati Love Stories by Manoj Santoki Manas books and stories PDF | છેલ્લા શ્વાસ સુધીનો પ્રેમ

છેલ્લા શ્વાસ સુધીનો પ્રેમ

દરિયાના હૃદય માંથી નીકળી કિનારા ને આલિંગન કરવા આતુર થયેલા મોજા કિનારે આવી ફીણ બની જતા હતા. સોમનાથનો એ વિશાળ દરિયા કિનારો, ગાંડો પણ એટલો જ છે. કિનારા પરની સિમેન્ટની બેન્ચ પર બેથેલ પારોએ દેવના ખંભા પર માથું રાખી કહ્યું, " દેવ આ દરિયા ગાંડો ખૂબ છે.... તારા જેવો જ... તું આવો જ હતો ને..."

પારોના માથા પર હાથ ફેરવતો દેવે હાથ ફેરવ્યો અને કહ્યું, "ના... મારા જેવો ગાંડો નથી આ... પણ આપણા પ્રેમ જેવો ગાંડો છે...."

બન્ને એકબીજાને જોઈ સ્મિત કરવા લાગ્યા...

આ સિમેન્ટ ની બેન્ચ, આ દરિયો, દરિયાના ઉછળતા મોજા, આ સાંજ અને દેવ અને પારોનો વર્ષોથી સંબંધ રહ્યો છે.

પ્રેમના પગથિયાં ચડ્યા ત્યારથી લઈ આજની ક્ષણ સુધીની આ બેન્ચ પરની સફર ને હવામાં ગુંજતું મૌન જાણે છે.

આમ, તો પારો દેવથી દશ વર્ષ મોટી ઉંમરમાં, પણ બન્નેમાં એકબીજાને સમજવાની શક્તિ જબરી છે. ઘણીવાર દેવની છાતી પર માથું રાખી પારો સૂતી હોઈ તો દેવને ખબર પડી જતી કે આજ પારો ઉદાસ છે. આવું જ પારો નું પણ હતું, દેવ વાત કરે અને શબ્દો પરથી પારો જાણી લેતી કે દેવનો મૂડ ઓફ છે. કઈ થયું છે.

આ બન્નેના પ્રેમમાં એક અલગ તત્વ હતું, "આઝાદી". બન્નેએ ક્યારેય એકબીજાને બાંધ્યા નથી છતાં બન્ને આજ સુધી એકબીજાના થઈને રહ્યા, કોઈ જ શરત નહિ, હોઈ જ બંધીસ નહિ, કોઈ જ રોકટોક નહિ, માત્ર ને માત્ર પ્રેમ અને એકબીજાને સમજવાની, સાચવવા ની ભાવના હતી.

આજ સુધી દેવે પારો ને નથી પૂછ્યું કે તું કોણ સાથે વાત કરતી હતી, અને પારોએ દેવને નથી કહ્યું કે "દેવ આટલો વ્યસ્ત ક્યાં રહે છે..?" બન્ને માને છે કે, પ્રેમ એ આઝાદ છે. તેને કેદ ન કરવો જોઈએ. તેને વહેવા દેવો જોઈએ. એ નિર્મળ, પવિત્ર નદી જેવો છે. જ્યાં સુધી એ વહે છે એમ તે પવિત્ર રહે છે અને તે દિલમાં જ બંધાય જાય તો બંધિયાર પાણી ની માફક કોહવાઈ જાય છે.

ઘણીવાર એવો સમય આવ્યો છે કે બન્ને ખૂબ દુઃખી થયા છે. એકબીજા ને ખુશ રાખવાના એ સમયે પણ પ્રયત્ન કર્યા છે. તેમનું પ્રથમ મિલન પણ ઘણા સમય પછી થયું. હા, આ સોસીયલ મીડિયામાં મળ્યા અને પ્રેમ થયો. એ પ્રેમ ધીરેધીરે સંતોષના, આત્મતૃપ્તિના શિખર પર પહોંચી ગયો છે.

રોજ સાંજ ની જેમ બન્ને ની જિંદગી ઢળી રહી છે, પણ પ્રેમમાં કોઈ જ ઉણપ નથી આવી. 42 વર્ષ પહેલાં બંધાયેલ સંબંધ આજે પણ તાજો જ છે, 82 વર્ષની પારો ને 70 વર્ષનો દેવ ધ્રુજતા હોઠે, કંપતા હાથ વડે, પારોનો કરચલી વાળો ચહેરો પકડી, સુકાય ગયેલા હોઠો પર હોઠ રાખી ભીના કરતા અચકાતો નથી. એ ચુંબન પણ આત્મસંતોષ આપે છે. જગતમાં કોઈ ચાહે છે, કોઈ આ ઉંમરે તેનું છે, એ અહેસાસ થાય છે. 42 વર્ષ પહેલાં જે ચુંબનમાં અનુભૂતિ હતી, એ અહેસાસ આજે પણ છે.

આ બન્નેમાં એક ખાસ વાત રહી છે કે, ક્યારેય આ પુરા 42 વર્ષમાં એકબીજાના ભૂતકાળ પર પગ મૂકી વાત નથી કરી, એકબીજાને તકલીફ થાય એવું વર્તન નથી કર્યું, દેવે કોઈપણ ભૂલ કરી હોય, તો પણ પારો એ દેવને પોતાની બાહોમાં લઈ પ્રેમ જ આપ્યો છે.

જવાનીના સમયમાં દેવ કઈ લખતો અને પારો પોતાના રૂમમાં બેસી એ લખાણ વાંચી લખાણના દ્રશ્ય પોતાની આંખે જોઈ શકતી હતી, એવી ઇમેજિંગ શક્તિ ધરાવતી હતી. અને ઘણીવાર વાત અધૂરી છોડીને જ જતા જતા કહેતી, "દુનિયાદારી નિભાવવા જાઉં છું...."

દેવ... ફરી ભૂતકાળમાં ખોવાય ગયો...!!! હજુ હું જીવું છું, પારોએ ફરી દેવના ખંભે માથું રાખી, ગાલ પર ચુંબન કરી કહ્યું.

"હા, પારો... આપણા બંને ના સંબંધ નો ભૂતકાળ પણ ભવ્ય કર્યો છે. તને યાદ છે, મેં તને કહ્યું હતું, તું મારો શ્વાસ છે... અને આજે આટલા વર્ષો પછી પણ તું મારી સાથે છે... મને ક્યારેય શ્વાસમાં તકલીફ નથી થઈ, કારણ કે તું એમાં વસેલી છે......... હવે શ્વાસ બંધ થઈ જાય તો પણ કોઈ ચિંતા નથી.." છેલ્લા વાક્યમાં દેવે પારો ની ઉંમર ની મસ્તી કરી અને પારો પણ બનાવટી ગુસ્સો કરવા લાગી, " બુઢ્ઢો તું થઈ ગયો છે હું નહિ, રોજ કેટલી સોપારી ખાઈ જતો, પાછો બેસુરો ગાય પુરી રાત મને પકાવતો..." પારો એ પણ જુના દિવસો યાદ દેવને ઈશારામાં કહ્યું કે, ભલે હું પહેલેથી ભૂલકન હતી પણ તારી સાથે જીવેલી હરેક ક્ષણો હજુ તાજી જ છે..."

એટલામાં વેદ આવી ગયો... હા, દેવની પુત્રી ડ્રિશિકાનો પુત્ર... " ઓયે નાનું ચાલો યાર હવે મહાદેવ ની આરતી થવાની છે..." દેવ અને પારો બન્ને ઉભા થયા, ધીરેધીરે પગલાં મંદિર તરફ જવા લાગ્યા, લગભગની નજર આ યુગલ પર હતી. જીવનની ઢળતી સાંજે પણ દેવના હાથમાં પારોનો હાથ હતો અને ચાલતા હતા... જેમ જીવનના છેલ્લા 42 વર્ષ ચાલ્યા હતા...

મનોજ સંતોકી માનસ

Rate & Review

Bhavini Mistry

Bhavini Mistry 9 months ago

Rekha Detroja

Rekha Detroja 1 year ago

patel S Nishu P
Sejjal Panchal

Sejjal Panchal 2 years ago

Read on 07 feb 2022

______

______ 2 years ago

wah...khub saras👏👏👏