ડેશિંગ સુપરસ્ટાર ...અ ટ્વિસ્ટેડ લવસ્ટોરી. - ભાગ-25 in Gujarati Novel Episodes by Rinku shah books and stories Free | ડેશિંગ સુપરસ્ટાર ...અ ટ્વિસ્ટેડ લવસ્ટોરી. - ભાગ-25

ડેશિંગ સુપરસ્ટાર ...અ ટ્વિસ્ટેડ લવસ્ટોરી. - ભાગ-25(અંતે અકીરાનું સત્ય બહાર આવ્યું અને તે કિઆરાના હાથનો માર ખાઈને પોલીસ સ્ટેશન ગઇ.જતા જતા તે કિઆરાને ઘણુંબધું સંભળાવતી ગઇ.દાદુ કિઆરાને એલ્વિસથી દુર રહી જોવાનું કહે છે.)

એલ્વિસ ખૂબજ દુખી હતો.તેણે કિઆરાને ફોન લગાવીને કોશીશ કરી પણ તેનો ફોન આઉટ ઓફ કવરેજ બતાવતો હતો.પોતાની જાત પર ગુસ્સે થતાં  થતાં જ તે સોફા પર જ સુઇ ગયો.વહેલી સવારે વિન્સેન્ટ આવ્યો  એલ્વિસને આ રીતે જોઇને તેને ખૂબજ તકલીફ થઇ.

"સોરી બ્રો,આ વખતે હું તારી મદદ એટલા માટે નહીં કરું કેમ કે આ દુરી પણ જરૂરી છે.તો જ તને તારા સાચા પ્રેમનો અહેસાસ થશે.હું ઇચ્છું તો તારા અને કિઆરા વચ્ચે બધું જ સરખું કરી શકું પણ આ પ્રેમ માટે તારે જ લડવાનું છે અને તારે જ તેને મેળવવાનો છે.તો જ  સંબંધનું મહત્વ સમજાશે."'આટલું વિચારીને  વિન્સેન્ટે એલ્વિસના ખભા પર હાથ મુક્યો.

"ગુડ મોર્નિંગ એલ,એક કલાક પછી નીકળવાનું છે આજે લોનાવાલામાં શુટ છે.બી રેડી હું બ્રેકફાસ્ટ ટેબલ પર તારી રાહ જોઉં છું."વિન્સેન્ટે એલ્વિસને ઉઠાડીને કહ્યું

"ગુડ મોર્નિંગ બ્રો,થોડીક જ વારમાં અાવ્યો."એલ્વિસ આટલું કહી પોતાના ફોન સામે જોઇને નિસાસો નાખીને બાથરૂમમાં ગયો.

લગભગ અડધા કલાક પછી તે નીચે આવ્યો.બ્લેક ડેનિમ અને તેની પર ડાર્ક બ્લુ કલરની તેની ઓળખ સમાન હુડી,ચહેરા પર રહેલી હુડી તેને વધુ હેન્ડસમ બનાવતી હતી અને તેના કરતા પણ વધારે સ્માર્ટ તેને તેનો એટીટ્યુડ તેને વધુ ચાર્મિંગ બનાવતો હતો.

તેનું કસાયેલું શરીર તેના ચુસ્ત ટીશર્ટમાંથી સાફ દેખાતું હતું.તેણે આવીને બ્રેકફાસ્ટ ટેબલ પર ગોઠવાતા વિન્સેન્ટ સામે સ્માઇલ આપ્યું.તેને આમ જોઇને વિન્સેન્ટને ખુશી થઇ.

તેટલાંમાં જ બેલ વાગ્યો.હાઉસ મેનેજરે જઇને દરવાજો ખોલ્યો.સામે બે મહિલાઓ ઊભી હતી.

"નમસ્તે એલ્વિસ સર,અમે આરોહી મમતા કેન્દ્રમાંથી આવીએ છીએ."એક મહિલાએ કહ્યું.

"જી બહેન આપ ફાળો માંગવા આવ્યા છો?વિન,તેમને ચેક આપી દેને."એલ્વિસે નમ્રતાપૂર્વક કહ્યું.

"ના સાહેબ,અમે ફાળો ઉધરાવવા નથી આવ્યા.આ કાગળ વાંચી લો.સાહેબ,કાગળ વંચાઇ જાય એટલે અમને બોલાવજો અમે બહાર ઊભા છીએ."તે બહેને એલ્વિસને કાગળ આપ્યો.તે બંને મહિલાઓ બહાર જતી રહી.
એલ્વિસને આશ્ચર્ય થયું.આજના આ મોબાઇલના જમાનામાં કોઇ પત્ર લખી શકે તે વાત જાણીને તેને આશ્ચર્ય થયું.
"એલ,મોટેથી વાંચજેને."વિન્સેન્ટે કહ્યું.

"હાય ગુડ મોર્નિંગ,

કેમ છો?
હું કિઆરા લવ શેખાવત,આજે તમને પત્ર લખીને કઇંક કહેવા માંગુ છું.તમને લાગશે કેવી સ્ટુપીડ છે મેસેજ કરી દે,કોલ કરે કે વીડિયો કોલ કરે.એક વાત કહું જે લાગણી પત્રમાં છલકાય તે તેમા ના અનુભવાય.

સૌથી પહેલા અભિનંદન તમે નિર્દોષ અને સામાન્ય પુરુષ સાબિત થયા.પ્લીઝ થેંક યુ ના કહેતા.એક મિત્ર બીજા મિત્ર માટે આટલું તો કરી શકે.
બીજું  સોરી.મને માફ કરી દો.બે દિવસ પહેલા તમારા ઘરે આવી ત્યારે તમારા ડ્રોઇંગ રૂમને યુદ્ધના મેદાનમાં ફેરવી નાખ્યું.તેમા રહેલા મોંઘા મોંઘા શોપીસ,પેઇન્ટિંગ્સ અને ફ્લાવર વાસ તોડી નાખ્યા.

મારા ડેડ અને દાદુ પાસ ઘણાબધા રૂપિયા છે પણ તેમના રૂપિયા મારે નથી લેવા.મારી પાસે જે મારી પર્સનલ બચત છે તેમાંથી મે તમારા ડ્રોઇંગરૂમને શોભે તેવા અમુક આર્ટ પીસ ખરીદ્યા છે.

હા,તેની કિંમત રૂપિયામાં બહુ નથી પણ તે અમુલ્ય છે.કેમ ખબર છે? આરોહી મમતા કેન્દ્ર,મારા કિનુમોમનું અનાથાશ્રમ,આ તમામ આર્ટપીસ ત્યાં રહેલા બાળકોએ ખૂબજ પ્રેમપૂર્વક અને લાગણી ઉમેરીને બનાવ્યાં છે.આ આઇડિયા દાદુનો હતો.આજે વહેલી સવારે જ્યારે ત્યાં ગઇને તો હું તે બાળકોનું ટેલેન્ટ જોઇને દંગ રહી ગઇ.ઘણુંબધું ખરીદી લીધું.

સોરી,બહુ મોંઘુ નથી પણ અમુલ્ય છે.તમે જો હા પાડશો તો જે બે બહેન આવેલા છે તે તમારા હાઉસ મેનેજરની દેખરેખમાં તેને ગોઠવીને જશે.તે બંને મહિલા ખૂબજ સુંદર સજાવટ કરે છે તેવું દાદુ કહેતા હતા.તે મહિલા પણ તે અનાથાશ્રમમાં જ રહે છે તે બાળકો સાથે.

બીજી વાત,સોરી એલ્વિસ.હું તમારો ફોન નહીં ઉપાડુ કેમ કે મે નક્કી કર્યું છે કે હું તમારાથી દુર રહીશ.મારો સાથ અને મારી મિત્રતા તમારા માટે ફાયદાકારક નથી.તમે આકાશમાં ચમકતા તે તારા છો કે જેને દુરથી મારા જેવો સામાન્ય માણસ માત્ર જોઇ જ શકે.તેને અડવું કે પોતાની પાસે રાખી લેવું તે અમારી હેસિયતમાં નથી.બસ,દુરથી આ ચમકતા તારાને જોવાનું જ અમારા નસીબમાં છે.આમપણ હું સાવ અણઘણ અને મેનર્સલેસ છોકરી છું.આમ શાંત રહું છું પણ ક્યારેક ક્યારેક પાગલપન જેવી હરકત કરું છું.

જો હું તમારી સાથે રહીને તો તમારું આ સ્ટેટ્સ અને સ્ટારપદ ડુબી જશે.હું તમારાથી અને તમે મારાથી દુર રહેશો તે જ તમારા માટે સારું છે.તમે મને પ્રેમ કરો છો તે વાત સાચી પણ તે આકર્ષણ પણ હોઇ શકેને?જે મારાથી દુર રહેવાથી ઘટી જાય.

હું તમને અને તમે મને ,આપણે બંને એકબીજાને પોતપોતાની પ્રાર્થનામાં યાદ રાખીશું.ગુડ બાય.ઇટ વોસ નાઇસ મીટીંગ યુ માય ડેશિંગ સુપરસ્ટાર ફ્રેન્ડ.

કિઆરા." કિઆરાનો 'રા'સહેજ પાણી ઢોળાયું હોય તેમ આછો દેખાતો.એલ્વિસ સમજી શક્યો કે તે પાણી નહીં પણ કિઆરાની આંખોનું અમુલ્ય મોતી હતું.

આટલું વાંચતા એલ્વિસની આંખોમાં પાણી આવી ગયાં.વિન્સેન્ટે પણ ભીની આંખો સાથે તેને ખભે હાથ મુકીને સાંત્વના આપી.તેમણે તે મહિલાને બોલાવીને તમામ આર્ટપીસ જોયા જે કિઆરાએ પસંદ કર્યા હતાં.
"વાઉ,કેટલાં સુંદર છે!કિઆરાની પસંદ અને તે બાળકોની મહેનત લાજવાબ છે."વિન્સેન્ટે કહ્યું
એલ્વિસ હજીપણ ખૂબજ દુખી હતો.

"હેય એલ,દુખી ના થઈશ.મને પણ લાગે છે કે કિઅારાના દાદુની વાત કઇંક અંશે સાચી છે.દુરિયાઁ ભી હૈ જરૂરી,જરૂરી હૈ યૈ દુરિયાઁ."વિન્સેન્ટે તેની ઉદાસી દુર કરવા કહ્યું.

"મે એલ્વિસને કહી તો દીધું પણ તેના અને કિઅારાના રસ્તા સાવ અલગ અને દુર દુર છે.કેવીરીતે મળશે?મારે   જ કઇંક કરવું પડશે તે બંનેને નજીક લાવવા માટે."વિન્સેન્ટે વિચાર્યું.
*****

જીવનમાં પહેલી વાર પત્ર લખ્યો.પોતાને પત્ર લખતા નહતું આવડતું પણ આજે આટલો લાંબો પત્ર કેવીરીતે લખી નાખ્યો તે તેને ના સમજાયું.છેલ્લો ફકરો લખતા લખતા કેમ ગળું ભરાઇ ગયું હતું?કેમ આસુંનું ટીપું પડ્યું.આ બધું વિચારતા જ કોલેજ આવી ગઇ.બે દિવસ ગેરહાજર રહી હતી.પોતાના જીવનમાં પહેલી વાર માંદગી સિવાય તેણે કોલેજ બંક કરી હતી.અહાના તેની બેસ્ટ ફ્રેન્ડ તેની સાથે પણ બે દિવસથી વાત ક્યાં કરી હતી.

તે ગાડીમાંથી ઉતરી,ગાડી તેને મુકીને જતી રહી.અહાના તેની આદત પ્રમાણે કોલેજના ગેટ પાસે ઊભી હતી.તેના ચહેરા પર ચિંતા દેખાતી હતી.કિઆરાને દેખતાજ તેના ચહેરા પર સ્મિત આવ્યું.

"કિઆરા સોરી,મારા કારણે તને થપ્પડ પડ્યો પણ તું બે દિવસ ક્યાં હતી?"અહાનાએ કાન પકડીને કહ્યું.

"ઇટ્સ ઓ.કે,મને ગમ્યું કે તને મારી આટલી ચિંતા છે.ચલ કેન્ટીનમાં તને જણાવું બધું."આટલું કહી કિઆરા અહાનાને ક્લાસની જગ્યાએ કેન્ટીનમાં લઇ ગઇ.

તેણે એલ્વિસના ઘરે લાઇબ્રેરી જોવા જવાથી લઇને કાલ સાંજ સુધી જે બન્યું તે બધું જ જણાવ્યું.તે અહાનાને વળગીને રડવા લાગી.અહાનાએ તેને શાંત કરવાની કોશીશ કરી.
સમય અને સ્થળ જોતા કિઆરા શાંત થઇ.
"કિઆરા,જે પણ થયું તે ખૂબજ અજીબ હતું.હું તને શું કહું એ જ નથી સમજાતું?એક તરફ આટલો મોટો સુપરસ્ટાર તને પ્રેમ કરે છે તે વાતની ખુશી પણ બીજી તરફ તમારા અલગ થવાનું દુખ.કિઆરા,મને લાગે છે કે દાદુની વાત સાચી છે.થોડા દિવસ દુર રહીને જોઇ જોવો કદાચ જે વાત માટે તમે અસમંજસમાં છો તે સ્પષ્ટ થઇ જાય.ચલ લેકચરમાં તને ખબર નથી આ બે દિવસમાં શું થયું?"અહાના અને કિઆરા ક્લાસ તરફ ચાલતા વાતો કરતા હતાં.

"શું થયું?"કિઆરાએ પુછ્યું.

"એક ગાંડા જેવો પ્રોજેક્ટ કરવાનો આવશે,તે પણ રિયલ સીન પર જઇને કરવાનો પાર્ટનર સાથે.તેમા પાર્ટનર અને પ્રોજેક્ટ  લકી ડ્રો દ્રારા મળશે.ચલ અત્યારે ખબર પડશે કે કોના કિસ્મતમાં કયો ડફોળ પાર્ટનર લખાયેલો છે?"અહાનાની વાત પર કિઆરાને હસવું આવી ગયું.

અહાના અને કિઆરા ક્લાસમાં જઇને બેસ્યા,પ્રોફેસર હજી સુધી આવ્યા નહતાં.આયાન કિઆરા પાસે આવ્યો.
"કિઆરા,બે મિનિટ વાત કરવી હતી તારી સાથે."આયાને કહ્યું.

કિઅારા આયાન સાથે બહાર ગઇ.

"આઇ એમ સોરી,મે જાણ્યા વગર જ અહાનાની વાત પર વિશ્વાસ કરીને તને શોધી મતલબ અમારા કારણે તને દાદીજી પાસેથી થપ્પડ ખાવો પડ્યો."આયાને નીચે જોઇને કહ્યું.

આજે પહેલી વાર કિઆરા આયાનની વાત પર ગુસ્સે થવાની જગ્યાએ ધીમેથી બોલી,"ઇટ્સ ઓ.કે.આયાન,મને ખુશી થઇ જાણીને કે મારી પાછળ મારી ચિંતા કરવાવાળા તારા અને અહાના જેવા દોસ્ત પણ છે.ક્યારેય હું ગુમ થઇ જઉ તો તમે બંને મને શોધી લેશો."આટલું કહી કિઆરા આયાન સામે હળવું સ્મિત ફરકાવીને ક્લાસમાં જતી રહી.આયાનને ખૂબજ આશ્ચર્ય થયું.તુરંત જ પ્રોફેસર અાવ્યાં.બધાં સ્ટુડન્ટ્સ તેમની જગ્યાએ  ગોઠવાયા.
"ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ,આપણે આજે પ્રોજેક્ટ અને પ્રોજેક્ટ પાર્ટનર યુનિક સ્ટાઇલમાં એસાઇન કરીશું.આપણા ક્લાસમાં ચાલીસ  સ્ટુડન્ટ્સ છે.જેમા છોકરાઓ બાવીસ અને છોકરીઓ અઢાર છે.તો મે ા બે બાઉલમાં એકમાં છોકરાઓ અને બીજામાં છોકરીઓના નામ અને ત્રીજા બાઉલમાં પ્રોજેક્ટનો વિષય રાખ્યો છે.લાસ્ટમાં બે છોકરાઓ બચશે તે પાર્ટનર્સ." પ્રોફેસરે કહ્યું.

"આ શું નાના છોકરાઓ જેવું કરાવે છે?"કિઆરાએ ધીમેથી અહાનાના કાનમાં કહ્યું.

પ્રોફેસરે એક પછી એક નામ બોલવાના શરૂ કર્યા.હવે માત્ર ત્રણ છોકરાઓ અને કિઆરા જ બચી હતી.અંતે છોકરાઓના નામવાળા બાઉલમાંથી એક ચિઠ્ઠી સરે બહાર કાઢી.
"તો કિઆરાનો પાર્ટનર હશે આયાન અને તેમના પ્રોજેક્ટમાં તેમણે બોલીવુડ અને ક્રાઇમના સંબંધ પર ડિટેઇલ રીપોર્ટ બનાવવાનો છે.આ પ્રોજેક્ટ માટે દસ દિવસ મળશે તમને.તેમા કોલેજમાં રોજ માત્ર બે લેક્ચર રહેશે બાકીના સમયમાં તમને મળેલા વિષય પર ડિટેઇલ રીપોર્ટ બનાવવાનો છે.દસ દિવસ પછી તે પ્રેઝન્ટ કરવાનો છે."પ્રોફેસરે કહ્યું.

કિઆરાને પાર્ટનર અને પ્રોજેક્ટનો વિષય સાંભળીને ચક્કર આવી ગયાં.જેનાથી ભાગવાની કોશીશ કરતી હતી તેની જ  તરફ જિંદગી તેને ધકેલી રહી હતી.એક તરફ આયાન અને બીજી તરફ તેના ડેશિંગ સુપરસ્ટારનું બોલીવુડ.

શું કિસ્મત અને વિન્સેન્ટ બંને મળીને એલ્વિસ અને કિઆરાને નજીક લાવી શકશે?
આયાન પ્રત્યે બદલાયેલું કિઆરાનું વલણ શું એલ્વિસ માટે નવી મુશ્કેલી લાવશે?
આ પ્રોજેક્ટ  શું નવું તોફાન લાવશે?

જાણવા વાંચતા રહો.

Rate & Review

Girish Chauhan

Girish Chauhan 2 weeks ago

vandana

vandana 1 month ago

Shilpa

Shilpa 2 months ago

Balkrishna patel

Balkrishna patel 2 months ago

Daksha Dineshchadra