Pratishodh ek aatma no - 12 books and stories free download online pdf in Gujarati

પ્રતિશોધ એક આત્મા નો - 12

પ્રતિશોધ ભાગ ૧૨

સંધ્યાકાળ નો સમય થયો બધી તૈયારી થઈ ગઈ હતી . ચાર્મી હજી બેહોશ હતી . પંડિતજી સ્નાન કરી સફેદ પિતાંબર પહેરી માથે તીલક કરી ગળામાં રુદ્રાક્ષની માળા ધારણ કરી આરતી માટે તૈયાર હતા . બધા મિત્રો પણ માતા ને હાથ જોડી પ્રાર્થના કરી રહ્યા હતા ને સેવકે શંખ વગાળ્યો ને આરતી શરુ થઇ . જ્ય આધ્યા શક્તિ...

ચાર્મી ના કાનો સુધી આરતી નો અવાજ પહોંચ્યો ને એના હાથ હલ્યા ધીરે ધીરે એ હોશમાં આવ્વા લાગી . એક તરફ આરતી ચાલતી હતી અને બીજ તરફ ચાર્મી બેડ ઉપરથી ઊભી થઈ ચાલવા જતી હતી પણ શરીર માં હજી નબડાઈ હતી એને સંતુલન રાખવામાં તકલીફ થતી હતી નર્શે એને સહારો આપ્યો ને એ મંદિર તરફ ચાલી. બધા મિત્રો ની નજર દરવાજા તરફ હતી કે ચાર્મી હમણા આવશે ને ત્યાં જ ચાર્મી દેખાઈ બધા એને જોઈ ખુશ થયા એ ધીમે ધીમે નર્શના સહારે આગળ વધી રહી હતી અને મંદિરની નજીક આવતા એ અટકી ગઈ . આરતી પુરી થવાની તૈયારી હતી એને થોભેલી જોઈ વિકાસે એને અંદર આવ્વા ઈશારો કર્યો . ચાર્મી અંદર જવા માંગતી હતી પણ એ જઈ શકતી નહોતી એના શરીરમાં જાણે યુદ્ધ ચાલુ હતું આ વખતે ચાર્મી ને પણ સમજાતું હતુ કે કંઈક તો ગsબડ છે .

આરતી પુરી થઈ ને ચાર્મી અંદર આવી નહી એ પાછી રુમ તરફ ચાલવા લાગી આ જોઈ બધા મિત્રો હતાશ થયા . બધાએ આરતી લીધી અને પંડિતજીનો ઇશારો થતા જ અનીલે ગરબા ચાલુ કરી દીધા ગરબા ના સુર કાનમાં પડતાજ ચાર્મી ના પગ થમી ગયા . મા કાળીને કલ્યાણી ઑ માં ... જ્યાં જુવો ત્યાં જોગ માયા....… ચાર્મી પાછી મંદિર તરફ વળી ને આ જોતા જ બધા મિત્રોએ ગરબા રમવા ના સરુ કર્યા . મિત્રો ને ગરબાના સંગીતની તાલે રમતા જોઈ ને ચાર્મીમાં જાણે નવો જોશ ભરાઇ ગયો અને પુરી તાકાત સાથે દોડીને એ મંદિરમાં ગઈ બધા માટે આ દશ્ય આશ્ચર્ય જનક હતુ ચાર્મી પણ જોશથી ગરબા રમવા લાગી મિત્રો પણ આનંદમા આવી ગયા ને એ પણ જોશથી ગરબા રમવા લાગ્યા આ દશ્ય જોઈ પંડિતજીની આંખો પણ ભીંજાઈ ગઈ ને હાથ જોડી અંબેમાંની મૂર્તિ તરફ જોઈ રહ્યાં.

થોડી વાર ગરબા ચાલ્યા ને અચાનક ચક્કર ખાઈ ચાર્મી જમીન પર પડી રહી હતી ત્યારે વિકાસે એને સહારો આપ્યો ને ચાર્મી બેહોશ થઈ એના ખોળા માં પડી ગઈ . બધા મિત્રો ગભરાઇ ગયા અને એની પાસે દોડયા પંડિતજી એ બધાને દુર રેહવા ઈશારો કર્યો અને અનીલે મ્યુઝીક બંધ કર્યું .

માતાની મૂર્તિ પાસે પાણીથી ભરેલો એક તાંબાનો કળશ હતો એ પંડિતજી એ હાથમાં લીધો અને એમાંથી પાણીના છાંટા ચાર્મી ઉપર નાખ્યા ને ચાર્મી હોશમાં આવી ને એણે જેવી આંખો ખોલી એ જોઈ બધાના જીવ તાડવે ચોટી ગયા.

લાલ લાલ આંખો જાણે લોહીથી ભરેલી ઉંડા ઊંડા શ્વાસ લેતા એકદમ ભરાવદાર આવજ સાથે એ બોલી " સાલા કુતરાઓ મારી સાથે ચાલબાજી કરો છો . કોઈને નઈ શોડુ બધાને જીવતા બાળીશ તમે ઝાણતા નથી હું કોણ શુ "

ચાર્મી ના મોઢે આવા શબ્દો સાંભળી બધા સ્તબ્ધ થઇ ગયા . બધાનો અવાજ જાણે ગળામાં અટકી ગયો હતો .

" સામે જો તુ કોના દરબારમાં છે આ જગત જનની છે એની શક્તિ સામે તારી કોઈ તાકાત ચાલશે નહીં . હા પણ અમે એ નથી જાણતા કે તુ કોણ છે અને શું કામ આ નિર્દોષ છોકરીના શરીરમાં પ્રવેશી છે . છોડ આ છોકરીનું શરીર ને ચાલતી થા નહીં તો માં ના પ્રકોપ થી તુ બચીશ નહીં " પંડિતજી એકદમ શાંતીથી આત્મા જોડે વાત કરતા હતા.

" હા...હા.. "ચાર્મી જોર જોરથી હસવા લાગી " મારી આત્મા દાજેલી છે જો હું આ શોડીનું શરીર છોડીશ તો એ અત્યારે જ મરી જાશે પેલા મારી અત્માને ટાઢી પાડો પશી આ છોરી ને શોડું તો એ જીવે "

" બોલ તારી આત્માને ટાઢી પાડવા તને શું જોઈએ ?" પંડિતજી જાણતા હતા આત્મા પોતાની ઇચ્છા પુરી કર્યા વગર ચાર્મીનું શરીર નહીં છોડે.

"મંગળીયો એને સાલાને મારી સામે હાજર કરો એનું લોઈ પીવું તો મારી આત્મા ટાઢી પડે " આત્માએ પોતાની માંગણી કરી.

ક્રમશઃ
વાચકમિત્રો મનોરંજન માટે લખાયેલી આ એક કાલ્પનીક વાર્તા છે . વાર્તા મનોરંજન માટે લખાયેલી છે અંધશ્રદ્ધા વધારવા માટે નહીં .
ધન્યવાદ
પંકજ ભરત ભટ્ટ .