Dasta a Bulding - 19 books and stories free download online pdf in Gujarati

દાસ્તાને બી બિલ્ડિંગ - 19

દાસ્તાને બી બિલ્ડિંગ ભાગ 19

આગળનાં ભાગમાં જોયું કે મઠ પરથી સરસ્વતી, વિદ્યા અને જીયા સોસાયટી તરફ જવા નીકળી જાય છે. વિદ્યા રામ ચોક પર રિપેર માટે આપેલી પોતાની એકટિવા લઈને સોસાયટી માટે આવે છે. જનક ફરી પારસમણિની બુક લઈને ઘરે આવે છે. હવે આગળ

જનક પારસમણિ બુકમાંથી પેલો નકશો શોધે છે જે એણે સવારે જોયો હતો. નકશો તો એને મળે છે પણ સમજ તો અત્યારે પણ પડતી ન હતી. જનક ટેબલ પર એ નકશો મુકે છે બિલોરી કાચથી એ નકશાનું ધ્યાનથી નિરક્ષણ કરે છે.

🌻🌻🌻🌻🌻🌻🌻

બીજા દિવસે વિદ્યા પોતાની સાથે ધટાયેલી ધટના પર વિચાર કરે છે પણ કોઈ કળિ કે કંઈ જે જાણવા માગતી હતી તેને ઘટના પરથી કંઈ જાણવા મળતું ન હતું બસ એની સામે સવાલો જ હતાં અચાનક ઓચિંતા એને નયન યાદ આવે છે અને નયનનાં ઘરે જાય છે કેમકે એક દિવસ એણે પણ બી બિલ્ડિંગના ધાબા પરની ધટનાથી બેહોશ થઈ ગયેલો હતો એમતો એણે એ દિવસે શું થયેલું તે બધું જણાવી જ દીધું હતું પણ વિદ્યા વિચારે છે કદાચ એ કંઈ રહી ગયું હશે એ દિવસે તો કોઈ કળિ કંઈ મળી જાય એમ વિચારી એ નયનનાં ઘરે જાય છે.

🌻🌻🌻🌻🌻🌻🌻

પારસમણિ પર મારે સૌથી પહેલાં પહોંચવું પડશે. હું આજે જ આ નકશાનું રહસ્ય જાણી લઈશ પણ કંઈ રીતે? કંઈ ખબર પડતી ન હતી એટલે એ પોતાના બી બિલ્ડિંગનાં ધાબા પર જાય છે. સવારનાં દસ વાગી ગયાં હતાં. સુરજનાં કિરણો એ ચોતરફ પોતાનું આગમન કરી દીધું હતું.સવારે શાંતિથી પ્રકૃતિ ને નિહાળવું એ પણ એકદમ અદભુત અનુભવ હોય છે. ધાબા પહેલેથી સરસ્વતી અને જીયા હોય છે. સરસ્વતી જીયાને મ્યુઝિક શીખવી રહી હતી. બસ હવે નીકળવાનાં જ હતાં. જીયા એ જ સંગીત શીખવા માટે સરસ્વતીને કીધું હતું.

" હાય જનક "(જીયા)

" હાય "(જનક) (મનમાં આ બંને અહીં)

" ગુડ મોર્નિંગ "(સરસ્વતી)

" ગુડ મોર્નિંગ સરસ્વતી "(જનક)

" તને ખબર છે હું મ્યુઝિક કેમ શીખી રહી છું "(જીયા)

" ના
પણ તને ગમતું હશે "(જનક)

" હા ગમે છે
પણ અત્યારે આટલી જલ્દી જ કેમ એ ખબર છે? "(જીયા)

" ના
કેમ? "(જનક)

" મને પણ નથી ખબર
કેમ આજથી શીખવા આવી ગઈ"(સરસ્વતીને પણ ખબર ન હતી કે જીયા કેમ શીખવા આવી)

" કેમ
ચાર દિવસ પછી આપણી સોસાયટીનો જન્મ દિવસ છે"(જીયા)
શાંભળીને બંનેનાં મુખ પર ખુશીનાં ભાવનાં જગ્યા ચિંતાના ભાવ હતાં. જીયા આ લોકો પર ખુશીનાં ભાવ ન હતાં તેથી ફરી બોલે છે.

" અરે ચાર દિવસ પછી સોસાયટીમાં મોટી પાર્ટી છે. સોમ અંકલે સરસ પાર્ટીનું આયોજન કરી રહયાં છે જેમાં હું પણ એક સુંદર ગીત ગાઈશ"(જીયા)

" ગુડ"(સરસ્વતી) (મનમાં અરે હવે તો ચાર જ દિવસબાકી છે પુનમનો દિવસ પણ એજ દિવસે છે પારસમણિ....... )

" સરસ"(જનક) (મારા ખ્યાલથી સાગર કદાચ સોસાયટીમાં જરૂર આવશે કેમકે સોમ અંકલ તો પાર્ટીનાં આયોજનમાં વ્યસ્ત છે એ સોસાયટીમાંથી બહાર તો લગભગ ની જશે તો એટલે સાગર જરૂર સોસાયટીમાં આવશે. આ બંને ની વાતથી મને જરુંર કંઈ જાણવા મળશે.)

" ઑકે તો હું જામ છું "(સરસ્વતી)

" સરસ્વતી હું પણ આવું છું "(જીયા)

બંને જણા ત્યાંથી નીકળી જાય છે. જનક ધાબા પર આમથી તેમ આટા મારે છે. થોડી વાર પછી સાગર સોસાયટીમાં આવે છે એ સોસાયટીની ઓફિસ તરફ જાય છે જયાં સોમ અંકલ પહેલેથી જ હતાં. જનક પણ સાગરને જોતાં જ તરત નીચે ઊતરી સોસાયટીની ઓફિસ તરફ જાય છે. એ થોડો લોટ પડે છે પણ એ બંને ની થોડી વાતો એને શાંભળવા મળે છે.

" આજે તો હુ સોસાયટીનાં કામમાં વ્યસ્ત છું પણ કાલે સાંજે....... "

" હા સોમ અંકલ કાલે સાંજે કાળિકા મંદિર જશું "

"હા"

" ચાલો"

"હા"

પણ આટલી વાતથી જનક ને અંદાજો તો આવી જ ગયો હતો કે કાલે સાંજે આ લોકો જરૂર પારસમણિ
મને પણ ખબર પડી જશે કે પારસમણિ કયાં છે.

એમ જનક પારસમણિ વિશે કંઈ જાણતો ન હતો પણ જ્યારે બી બિલ્ડિંગ નીચે સોમ અને સાગરને વાત કરતા જોયા હતાં આ એ દિવસે છે જે દિવસે બી બિલ્ડિંગનાં ધાબા પર પાર્ટીનું આયોજન થયું હતું બસ એજ દિવસે આ લોકો એકદમ રાતે બી બિલ્ડિંગ નીચે હતો. જનક પણ ત્યારે જ બાલ્કનીમાં હતો. એનાં હાથમાં કાચના ગ્લાસમાં લીબું શરબત હતું કેમકે એણે પાર્ટી ખુબ ખાઈ લીધું હતું જેના લઈને એ બહાર બાલ્કનીમાં શાંતિથી લીબું શરબત પીવા આવ્યો હતો જેથી એનાં પેટને થોડી શાંતિ મળે. પણ અચાનક એને છીક આવતાં એનાં હાથમાંથી ગ્લાસમાં નું શરબત નીચે ઢોળાઈ ગયું અને ત્યારે એનું ધ્યાન બી બિલ્ડિંગ નીચે સાગર અને સોમ પર જાય છે.
(મનમાં આ બંને અહીં અત્યારે પણ શું કામ)
કંઈ તો વાત હશે હું નીચે મળવા જામ એમ વિચારીને એ નીચે આવે છે. એ બંને ને મળવા જ જતો હતો કે કાને વાત પડતા એ થાંભલા પાછળ સંતાઈને વાત શાંભળે છે. (તે દિવસે સાગરે કાળો કોટ પેહર્યા ન હતો.પણ જે દિવસે વિદ્યા સાગરને જોય છે પપ્પા સાથે ત્યારે સોમે કાળો કોટ પેહર્યા હતો. )

" સોમ અંકલ કોઈનાં કાન સુધી વાત ન જવી જોઈએ "

" હા
પારસમણિ કોઈનાં હાથમાં આવી જાય તો ની જાણે શું કરી શકે "

" એટલે જ આ ચમત્કારીક પાણી બી બિલ્ડિંગ પર ચારેતરફ નાંખીને બી બિલ્ડિંગનો રસ્તો બંધ કરેલો છે "

" પણ કોઈ......."

" સોમ અંકલ કોઈ આત્મા આ રસ્તો પાર જ ન કરી શકે"

" જરુરી નથી કે ન થઈ શકે કેમકે
કોઈ વ્યક્તિ લીબું નો રસ નાખી દેશે તો "
(જનક અરે મારા હાથથી તો લીબું શરબત નીચે ઢોળાઈ ગયું હવે પણ ભુત આત્મા એવું કંઈ થોડું હોય
બંને જણા પણ કેવી વાત કરે છે.
આ જમાનામાં રહીને પણ આવી વાત તેમણે આટલા ભણેલા વ્યક્તિ
કેવો જમાનો છે. જે હશે અત્યારે તો મારે આ બંનેની વાત શાંભળવી છે.)

" પણ તમને લાગે એવું કોઈ કરશે
અને કરે તો પણ એ પારસમણિ ને લઇ ના શકે
તમને તો એ ખબર છે ને"

" હા કેમકે મા કાળિકાના મંદિરમાં એ કંઈ રીતે જશે
કોને ખબર છે આ બી બિલ્ડિંગ નીચે રહસ્યમય પારસમણિ છે "

" હા "

" અમારા પૂર્વજોનો અમાનત છે આ પારસમણિ "

" ચાલો હું નીકળું "

" હા "

બી બિલ્ડિંગ નીચે આ બંનેની વાતચીત પરથી જનકને પારસમણિ વિશે જાણવા મળ્યું પણ એને વિશ્વાસ થતો ન હતો પણ એક દિવસ સોમ અંકલ ની ઓફિસ પર પારસમણિ નામનું બુક જોયું હતું તારે એને હજુ શંકા ગઈ એટલે એણે પણ એ બુક લાઈબ્રેરીમાંથી લીધી જેમાં કિંમતી પારસમણિ નાં ચમત્કારો વિશે ખુબ માહિતી મળી. જનકને પણ નક્કી આ બંને કંઈ પાગલ તો હશે નહીં જે પણ હોઈ અગર પારસમણિ છે તો પહેલા હું આ બંનેથી પહેલાં લઈશ. એ સાથે એનાં મગજમાં બીજા ધણાં વિચારો ફરી રહયાં હતાં. સોમ અંકલ અને સાગર એકબીજાને જાણે છે? અને આ પારસમણિ શું સોમ અંકલ નાં પૂર્વજોની છે? ધણાં સવાલો એનાં ફરી રહયાં હતાં પણ એ સવાલ કરતાં એનાં મનમાં પણ લાલચ જાગી અને તેને પણ હવે પારસમણિ છે તો એ સુધી પહોચવું હતું.

જનક પારસમણિ વિશે કંઈ વાત જાણતો હતો તે આ ભાગમાં રજુ થયું પણ
સોમ અને સાગર હજુ પણ કંઈ જાણે છે કે નહીં?
સોમનાં પુર્વજો?
સરસ્વતી કોણ છે?
વિદ્યા નાં પુનર્જન્મ શું રહસ્ય છે?
જાણવા માટે વાંચતા રહો દાસ્તાને બી બિલ્ડિંગનો આગળનો ભાગ.......