Pratishodh ek aatma no - 16 books and stories free download online pdf in Gujarati

પ્રતિશોધ એક આત્મા નો - 16

પ્રતિશોધ ભાગ ૧૬

"હા મારા આશ્રમમાં આવી તો છે પણ એ સ્ત્રી નહીં એની આત્મા પ્રતિશોધ લેવા આવી છે " પંડિતજી ની વાત સાંભળી જાડેજા ચોકી ગયાં.

"શું વાત કરો છો ડોક્ટર સાહેબ ? કિશન ગાડી ચાલુ કર જલ્દી પોલીસ સ્ટેશન પહોંચવું છે . બોલો ડોક્ટર સાહેબ પુરી વાત શું છે જણાવો " જાડેજા ગાડીમાં બેસ્તા બોલ્યા .

કાલ રાતથી અત્યાર સુધી બનેલી ઘટના પંડિતજી એ ઈન્સપેક્ટર જાડેજાને જણાવી . અત્યારે ત્રણ છોકરાઓ મંગળ ને લેવા જીતપર ગામ ગયા છે ને એમની ગાડી ઘાટ ઉપર બગડી છે એ બધી માહિતી પંડિતજી એ જાડેજા ને આપી . વર્ષો પહેલાં જ્યારે પંડિતજી આશ્રમમાં જોડ્યા લગભગ એજ સમયે જાડેજા ની બદલી આબુ રોડ ખાતે થઈ હતી નીડર અને ઇમાનદાર જાડેજા ભૂત પ્રેત માં વિશ્વાસ નહોતા કરતા પરંતુ એક કેસમાં એવા ગુચવાયા જેમાં એમણે પડિંતજીના ગુરુની મદદની જરૂર પડી ત્યારે જાડેજા એ જે જોયું ને અનુભવ્યું પછી એમને પણ વિશ્વાસ બેઠો કે દુનિયામાં આવી પણ શક્તિઓ હોય છે ને ત્યારથી જાડેજા અને પંડિતજીની મિત્રતા થઈ હતી એટલે જાડેજા ને પંડિતજી ની વાત પર પુરો વિશ્વાસ હતો .

"ચિંતા ના કરો ડોક્ટર સાહેબ હું બનતી બધી મદદ કરીશ કલાક માં હું પોલીસ સ્ટેશન પહોંચી જઈશ કોશીશ કરીશ કે છોકરા ઓ પહેલાં હું જીતપર પોહચી જાઉં પણ જો છોકરાઓ પેહલા પોહચી જાય તો એમને ધ્યાન રાખવા કેહજો કોઈ એવું પગલું ના ભરે કે મુશીબતમાં મુકાય . હું હમણાં પોલીસ સ્ટેશન ફોન કરી તમને ફરીયાદ વિશે વધુ માહિતી આપુ છું " આટલું કહી જાડેજા એ ફોન કટ કર્યો .

આ તરફ ઘાટ ઉપર કોઈ મદદ માટે ગાડી ઊભી રાખતું નહોતું . રોમીલ મોબાઈલ પર આસપાસ કોઈ સર્વિષ સ્ટેશન કે પેટ્રોલ પંપ ગોતી રહ્યો હતો વિકાસ ને ખુબ ગુસ્સો આવી રચ્યો હતો લગભગ અળધો કલાક વેડફાઈ ગયો હતો .

" હવે કોઈ ગાડી ઊભી નહી રાખે તો ગાડી ઉપર પથ્થર ફેંકીશ " વિકાસ હાથમાં પથ્થર લેતા બોલ્યો .

રોમીલ વિકાસનો ગુસ્સો જોઈ ગભરાઈ ગયો ને એના હાથમાં થી પથ્થર જુટવી લીધો ને એને શાંત થવા સમજાવી રહ્યો હતો ત્યારે એક ટ્રક અનીલ નો મદદ માટેનો હાથ જોઈ થોડો આગળ જઈ સાઇડમાં ઊભો રહ્યો ને ટ્રકમાંથી એક સરદારજી અને એનો હેલ્પર ઉતરી ગાડી તરફ આવ્યા .

"ઑ કી હો ગયા મૂંડો કી પરેશાની હે" સરદારજી નજીક આવતાં પુછ્યું .

" થેંક્યું સરદારજી આપને ટ્રક રોકા હમ લોગ આધે ઘંટે સે પરેશાન હે કોઈ મદદ કે લીએ ગાડી ખડી હી નહી કરતા " અનીલે આભાર માનતા કહ્યું .

"એસા હે સરદારજી ગાડી મે પેટ્રોલ ખતમ હો ગયા હૈ " રોમીલ બોલ્યો .

" યાર તુમ આજ ક્લ કે જવાનો કી યે બડી પ્રોબલમ હે મોબાઈલ મેં ઇતના ગુસ જાતે હોકે ગાડી મે પેટ્રોલ ખતમ હો ગયા તબ તક પતા નહીં ચલતા "

" નહીં સરદારજી એ સા નહીં હે વો થોડા ટેન્શન થા હમ કો કહીં જલદી પહોંચના થા તો જલ્દી જલ્દી મેં ગડબડ હો ગઈ " રોમીલે કહ્યું .

" ઠીક હે અબ લેકીન મેરી ટ્રક તો ડીઝલ પે ચલતી હૈ ઓર યે તો ગાડી પેટ્રોલ હે તો ડીઝલ દેકે ફાયદા નહીં એક કામ કરો અપની ગાડી કો રસિ સે ટ્રક કે પીછે બાંદ દો નીચે ઉતર તે હી પેટ્રોલ પંપ હે વહાં પેટ્રોલ મીલ જાયેગા " સરદારજી એ રસ્તો બતાવ્યો .

" હમારે પાસ કોઈ રસ્સી નહીં હે " અનીલ ખચકાતા બોલ્યો .

"કોઈ ટેન્શન કી બાત નહી હમારે લીયે તો રોજ કી બાત હૈ છોટુ જા મોટી વાલી રસી લે આ " સરદારજી એ હેલ્પર ને દોરડુ લેવા મોકલ્યો .

"આપ કા બહોત બહોત શુક્રિયા આપ મદદ નહીં કરતે તો પતા નહીં ક્યા હોતા " વિકાસે આભાર માન્યો .

" મદદ કરને વાલા મેં નહી ઉપર વાલા વાહે ગુરુ હે .શુક્રીયા ઉસ કા માનો ઉસ પર ભરોસા રખના . વો અપને બંદો કો કભી એકલા નહીં છોડતાં "

હેલ્પર મોટુ ને જાડુ દોરડુ લાવ્યો ગાડી ટ્રક પાછળ બાંધી દીધી .વિકાસ ડ્રાઇવિંગ સીટ પર બેઠો ને ગાડી ટ્રક પાછળ મધ્યમ ગતિએ ઘાટ ઉતરવા માંડી .

આ તરફ કહ્યા પ્રમાણે પાંચજ મિનીટ માં જાડેજા નો ફોન આવ્યો " ડોક્ટર સાહેબ તમારી શંકા સાચી છે જે છોકરી સામે ફરિયાદ નોંધાવી છે એનું નામ રુખી છે ઊંમર ૨૦ વર્ષ . લગભગ ૫૦ તોલા સોનું લઇ ને ફરાર થઈ છે સાથે ૬ મહિનાનું બાળક છે અને ફરિયાદ લખાવવા વાળાનું નામ મંગળ છે "

ક્રમશઃ
વાચકમિત્રો મનોરંજન માટે લખાયેલી આ એક કાલ્પનીક વાર્તા છે . વાર્તા મનોરંજન માટે લખાયેલી છે અંધશ્રદ્ધા વધારવા માટે નહીં .
ધન્યવાદ
પંકજ ભરત ભટ્ટ .