Challenge - 1 books and stories free download online pdf in Gujarati

ચેલેન્જ - 1

દ્રશ્ય ૧ -
આજે અમદાવાદ શહેર માં એક ચોંકાવી દે એવો બનાવ સામે આવ્યો છે શહેરની રણીપ પોલીસ ચોકી આગળ એક કોથળા માંથી લાશ મળી આવી છે જેની જાણ પોલીસ કર્મચારીઓ પાસે નથી પણ જલ્દી થી વિશે માહિતી આપવા એમને જણાવ્યું છે. તો વધુ જાણકારી માટે જોડાઈ રહો અમારી ચેનલ સાથે હું છું સપના અને આપ સેવન ટીવી....
" સંભળાય છે આ સમાચાર.....કોણ છે આની પાછળ કોને આ ન્યૂઝ વાયરલ કરી. મારા પોલીસ સ્ટેશન નું નામ બદનામ કરી ને મુક્યું છે. કોણ કોણ હતું રાત્રે ડયુટી પર."
" મહિપાલ સર.....રાત્રે બધા પેટ્રોલિંગ પર હતા. મંત્રી સર આવ્યા હતા પણ જાવેદ, મનીષ , પ્રિયાબેન હતા પોલીસ સ્ટેશન માં...."
" તો જાવેદ શું કરતો હતો તું રાત્રે અને મનીષ....શું કરવા પોલીસ સ્ટેશન માં હતા તમે ઉંગવ કે મોબાઇલ ફેદવા કોય જવાબદારી નામની વસ્તુ છે."
" કાલે તો કોય કેસ આવ્યો નહતો... તો કઈ ખાસ નઈ સર....એટલે કે કઈ નઈ."
" કેટલું આરામ થી કહ્યું કઈ નઈ તમારા બધા થી આવી બેદરકારી ની આશા નહતી....પ્રિયા બેન ક્યાં છે...."
" આવ્યા નથી સવારે એમની ડયુટી પૂરી થઈ...તો ઘરે...."
" શું હજુ સુધી નથી આવ્યા....એમને બોલ હાલ પોલીસ સ્ટેશન માં હજાર થાય. ત્રણ ત્રણ કોન્સ્ટેબલ હજાર હતા છતાં પણ કોય પોલીસ સ્ટેશન આગળ લાશ નાખી ને ચાલ્યું ગયું અને કોય ને જાણ પણ નથી.."
" હા સર....કરું ફોન."
( પી. આઈ સર આજે ગુસ્સા માં છે ખબર નઈ કોને આવી હરકત કરી છે આપડી ઈજ્જત દાવ પર આવી ગઈ છે આવો બનાવ ક્યારે બન્યો નથી. આ ગણગણાટ આખા પોલીસ સ્ટેશન માં હતી.)
" CCTV માં કઈ જાણવા મળ્યું છે."
" હા ચાર પાંચ CCTV માં એ વ્યક્તિ દેખાય છે જે લાશ મૂકી ગયો છે પણ એનો ચેહરો દેખાતો નથી એને ચેહરા ને કપડાથી બાંધી ને રાખ્યું હતું. પોલીસ સ્ટેશન આગળ ના કેમેરામાં અને સર્કલ પર ના કેમેરામાં એક ATM આગળ ના કેમેરામાં આમ બીજી ઘણી જગ્યા પર એ વ્યક્તિ દેખાય છે. એક હાથ ગાડી માં લાશ લઈ ને આવ્યો હતો એને જે રસ્તો પસંદ કર્યો ત્યાં કોય પોલીસ પેટ્રોલિંગ પર હતી નઈ અને કાલે મંત્રીજી આવ્યા હતા માટે એને સમજ અને સંજોગ જોઈ ને પોતાના કામ ને પૂરું કર્યું છે. તે જાણી જોઇ ને લાશ આપડી પોલીસ સ્ટેશન આગળ મૂકી ગયો એવું લાગે છે જાણે એ આપણને ચેલેન્જ કરતો હોય."
" અજય તું બીજી માહિતી એકઠી કર અને આ કેસ હું સાંભળીશ મારી સાથે તું અને પ્રિયા બેન જાદવ અને મનીષ રહેશો બાકી ના બધા પોતાના કામે લાગી જાઓ ....શું થયું પ્રિયા બેન આવ્યા કે નઈ...."
" જાય હિંદ.... સર...હું આવી ગઈ..."
" જાય હિંદ...શું કરતા હતા....આ કોય સમય છે આવવાનો દેખાય છે શું ચાલી રહ્યું છે. તમારી બેદરકારી ના કારણે આજે આપડા પોલીસ સ્ટેશન નું નામ ખરાબ થાય છે. તમારી સજા એ છે કે તમે આ કેસ પર કામ કરશો."
" હા સર મને મંજૂર છે...અને હું માફી માગુ છું આવા કોય બનાવ ની મને આશા નહતી."
( પ્રિય બેન માટે ઘણું મુશ્કેલ છે એમને બે નાના છોકરા છે અને સંભાળ રાખવા માટે કોય નથી એમના પતિ પણ થોડા મહિના પેહલા ગુજરી ગયા અને એકલા એમના બાળકો ને સંભાળે છે એમના વૃદ્ધ બા છે જે એમની ગેર હાજરી માં એમના બાળકો નું ધ્યાન રાખે છે. બહાર ના રૂમ માંથી ધીમા અવાજે બીજી મહિલા પોલીસ વાતો કરતા બોલતી હતી.)
" સર ફોરેનસિક માંથી ડોક્ટર નો ફોન આવ્યો છે તે તમારી સાથે વાત કરવા માગે છે."
" ઠીક છે તમે બંને મારી સાથે આવો અને જાદવ આજુ બાજુ ના ઘર અને દુકાન વડાઓ ને પૂછ કે કાલે રાત્રે ત્રણ વાગ્યા આસપાસ કોઈ ને કઈ જોયું છે...મનીષ જ્યાં સુધી કોય નવો કલ્યું ના મળે ત્યાં સુધી CCTV જો..."
( પી. આઇ સર કઈ માહિતી આપી શકો આજ સવારના બનાવ વિશે...)
" હાલ કઈ ખાસ જાણકારી મળી નથી હું આ કેસ સંભાળવાનો છું અને સાથે ત્રણ કોન્સ્ટેબલ અને એક એસ. આઈ મળી ને એક ટીમ બનાવી છે."
( હજુ સુધી કોઈ પણ પ્રકારની માહિતી પોલીસ ને મળી નથી આ ગુમનામ લાશ ક્યાં થી આવી અને કોણ મૂકી ગયું તે કોય જાણતું નથી....તો વધુ માહિતી મટે જોડાઈ રહો અમારી ચેનલ સાથે)
" સર મીડિયા ને હાલ કોય જાણકારી ના આપીએ તો સારું નઈ તો ખૂની ચેતી જસે...આ બનાવ જેટલો વધુ લોકો માં ફેલાસે એટલી વધુ આપડી બદનામી થશે."
" અજય હું જાણું છું પણ હવે જ્યાં સુધી આ કેસ સોલ્વ નઈ થાય ત્યાં સુધી મીડિયા આપડી પાછળ રેહવા ની આવા બનાવ ઘણા ઓછા બને છે. જ્યાં સામાન્ય માણસ પોલીસ થી લાશ અને ગુનો છુપાવતો હોય ત્યાં આ ખૂની લાશ ને પોલીસ સ્ટેશન આગળ મૂકી ગયો છે. તો મેહનત કરવા તૈયાર થયી જા...."
" તો આ કોય સામાન્ય માણસ નું કામ નથી કોય સાયકો કે પછી કોય પ્રોફેશનલ કિલર નું કામ છે."
" હા મારો અંદાજો તો એવો છે..."
" સર કોય સયકો નું કામ હસે તો આગળ જતાં આવા બનાવ વારમ વાર બનશે. આપડે સામાન્ય માણસ ને સતર્ક કરવા જોયિએ."
" ના પ્રિયા બેન કોય પણ ચોકસ માહિતી વિના લોકો ની વચ્ચે અફવા ફેલાવાની જરૂર નથી. ડોક્ટર જોડે વાત કરીએ એમનું શું કેહવુ છે."
" મહિપાલ સર...જલ્દી આવી ગયા. હું તમારી રાહ જોવું છું."
" ડોક્ટર દિવ્યા શું જાણવા મળ્યું....પોસ્ટ ર્મોટમ એવું કઈ છે જે અમારા માટે કામનું હોય."
" શું કહું હવે પોસ્ટ ર્મોટમ માં મૃત્યુ નું કારણ છે ઓકસીજન ના મળવા ના કારણે....એટલે આ વ્યક્તિ ને એવી કોય જગ્યા પર પૂરી રાખવા માં આવ્યો હતો જ્યાં ઓકસીજન ની કમી હતી. બેથી ત્રણ કલાક સુધી તે એ જગ્યા પર હસે."
" તડપાયી ને માર્યો છે. કોય જૂની દુશ્મની હસે."
" બીજું કંઈ....."
" હા બીજું જે જાણવા મળ્યું છે એ તમારી માટે કદાચ સારા ન્યૂઝ નથી."
" કેમ??"
" કોય પુરાવાઓ નથી મળ્યા. કોય DNA નઈ કોય ફિંગર પ્રિન્ટ નઈ. બુટ પર માટી પણ નથી એથી વધારે જે કપડા અને બુટ પેહર્યા છે તે નવા છે અને જે કોથડનો ઉપયોગ કર્યો છે તે પણ નવો છે."
" કપડા અને બુટ બધું નવું છે તો કઈ જાણકારી મળી નથી."
" ના એવું નથી કે કઈ જાણકારી મળી નથી પણ મારે થોડો સમય જોંયીએ છે."
" તો અમને આમ મળવા બોલાવવાનુ કોય ખાસ કારણ."
" મારો એક અંદાજો છે કદાચ કોય સાયકો નું કામ છે તો તમારે ધ્યાન થી તપાસ માં આગળ વધવું પડશે."
" હા મારો પણ એવો અંદાજો હતો."
" કોય બઉ સ્માર્ટ વ્યક્તિ નું કામ લાગે છે તે જાણતો હસે કે અડવાથી એનું DNA આપણને મળી જસે."
" આપડી પાસે એટલા લેટેસ્ટ સાધનો છે."
" હા છે....અને એથી વધારે અમુક કન્ફૂસ કરવા વળી માહિતી મળી છે. જે હું તમને વધુ તપાસ પછી આપીશ."