Challenge - 8 books and stories free download online pdf in Gujarati

ચેલેન્જ - 8

દ્રશ્ય ૮ -
" પ્રિયા બેન અને હિના તમે પોહચી ગયા..."
" હા સર અહીંયા કોય નથી. શુષિલ ની કાર પાર્ક છે પણ શુષિલ ક્યાંય નથી."
" તમે ત્યાં ઉભા રહી ને રાહ જોવો...કદાચ તે કાર લેવા ફરીથી પાછો આવે."
" મહિપાલ સર મે બધા ખબરી ને શુષિલ વિશે કહી મુક્યું છે. જેવી એમને એના વિશે જાણકારી મળશે તે આપણને જાણ કરશે."
" અજય સર આપડે બીજા પોલીસ સ્ટેશન માં જાણ કરવી જોઈ એ..."
" ના હાર્દિક જો dna મેચ નઈ થાય તો આપડી પાસે કોય પુરાવો નથી...એ એક મોટા હસ્તી નો દીકરો છે તેને પૂરાવા વિના પકડવો મુશ્કેલ છે."
" અજય તારી વાત સાચી છે. વિકાસ એના દીકરાને બચાવા માટે કઈક તો કરશે..એ આમ ચૂપચાપ બેસી રે એવો માણસ નથી."
" સર મને એ સમજાતું નથી કે વિકાસ એકલવ્ય અને શુષિલ બંને માં શુષિલ ને વધારે મહત્વ આપે છે. જ્યારે તે એના પિતાને જરાપણ માનતો નથી...."
" હાર્દિક શુષિલ ને મહત્વ આપવાનુ કારણ એનું બિઝનેસ માં રસ અને સમજ છે. વિકાસ ને એના દીકરાની નઈ પણ પોતાના બીઝનેસ ની પડી છે. જ્યારે બીજી બાજુ એકલવ્ય એના કહ્યા પ્રમાણે કંઈ કામ કરતો નથી. તો સ્વાભાવિક છે કે એકલવ્ય નું મહત્વ ઓછું હોય..."
" અજય સર ની વાત સાચી છે મારા પિતા મારા ભાઈ ને વધારે માને છે એનું કારણ બિઝનેસ છે...મારા ભાઈ ને એમની મા ગુમાવ્યા પછી ઘણું બધું સહન કર્યું છે."
" એકલવ્ય તારી મધર વિશે કઈ જાણકારી મળી નથી...એ તમારી સાથે પણ નથી. મારા ખબરી ને કોય ખાસ જાણકારી મળી નથી."
" મારી મધર હાલ હોસ્પિટલ માં છે. એમને માનસિક બીમારી થયી હતી જ્યારે હું નાનો હતો ત્યારે એમને હોસ્પિટલ શિફ્ટ કરવામાં આવ્યા હતા. ત્યારના તે ત્યાજ છે. મારા પિતા ની આબરૂ ઓછી થાય માટે તે ક્યારે કોય ને એવું નથી કહેતા કે તે હોસ્પિટલ માં છે. પણ એવું કેહી ને વાત ટાળે છે કે તે એમને ડિવોર્સ આપી ને વિદેશ ગયા છે."
" સાંભળી ને ઘણું દુઃખ થયું. મને આશા છે તું ભવિષ્યમાં આત્મ નિર્ભર થયી ગયા પછી તારી મધર ની સંભાળ રાખીશ..."
" હા મહિપાલ સર હું જરૂર એવું જ કરીશ....."
" સર...."
" શું થયું અજય..."
" ખબરી નો ફોન આવ્યો હતો એનું એવું કેહવુ છે કે શુષિલ ટેક્સી લઈ ને એના ઘરે આવ્યો છે."
" એને બોલ શુષિલ પર નજર રાખે અને ડોક્ટર દિવ્ય ને ફોન કરી ને પૂછ કેટલી વાર છે."
" હા સર.....ડોક્ટર દિવ્ય....હાલ હું તમને ફોન કરવાનો હતો સમય સર આવી ગયા."
" અજય ભાઈ હું DNA ના રિપોર્ટ લઈ ને આવી છું."
" શું છે રીપોર્ટ માં?"
" એજ જેની તમને આશા હતી.. એકલવ્ય ની કાર ના DNA હાથ ગાડી ના DNA શુષિલ ના DNA થી મેચ થાય છે. તમને તમારો ગુનેગાર અને તેની વિરુદ્ધ પૂરાવા પણ મળી ગયા છે."
" અજય તારા ખબરી ને ફોન કરી ને શુષિલ વિશે જાણ તે ક્યાં છે."
" હા સર....."
" સર હું તમારી સાથે આવી શકું છું."
" ના એકલવ્ય તું ઘરે જઈ શકે છે ત્યાં તને સાથે લઈ જવું જોખમ નું કામ છે જ્યારે જરૂર પડશે ત્યારે હું ફોન કરી ને બોલાવીશ."
" સર...ખબરી ને કહ્યું કે શુષિલ એના ઘર માંથી નીકળી ગયો અને ટ્રાફિક ના કારણે તે એનો પીછો કરી શક્યો નઈ...."
" પ્રિયા બેન ને ફોન કરી ને કહે સતર્ક રહે તે ત્યાજ જશે."
" ઠીક છે...હેલ્લો પ્રિયા બેન..."
****
" શું થયું પ્રિયા બેન શુષિલ ક્યાં છે."
" મહિપાલ સર અજય ભાઈ નો ફોન આવ્યો એની દસ મિનિટ માં તે ફેક્ટરી એ આવી ગયો ને હાલ શુષિલ ફેક્ટરી માં ગયો છે."
" હિના ક્યાં છે."
" હિના ફેક્ટરી માં ચેક કરવા ગઈ છે."
" કેટલી વાર થયી."
" થોડી વાર થયી.... સામે થી હિના આવે છે."
" હિના શુષિલ ફેક્ટરી માં છે."
" હા સર શુષિલ ફેક્ટરી માં છે પણ તમે સાથે આવો હું કઈક બતાવવા માગું છું."
" બધા ધ્યાન થી આગળ વધશે. હું અને હિના આગળ મારી પાછળ અજય અને પ્રિયા બેન અને પછી જાવેદ મનીષ અને હાર્દિક."
" શું થયું શું બતાવવા માગે છે. અહી તો કોય નથી."
" ઉપર પેલી પાઈપ ની બાજુ માં CCTV કેમેરો છે. અને સામે મોટા મશીન નો ઢાંચો દેખાય છે એ બનાવતી છે એને થોડો ખસેડી ને નીચે બીજો રૂમ ખૂલે છે બને કે એ જગ્યા હોય જ્યાં શુષિલ ને હત્યાઓ કરી હતી."
" બીજા ને મારવા માટે જગ્યા બનાવી હતી આજે ત્યાંથી ઉઠાવી ને લઈ જઈ શું."
" સર CCTV માં આપણને જોઈ ને તે ચેતી જશે."
" હા પણ આપડે એને પકડી ને બહાર લાવવો તો પડશે."
" અજય અને જાવેદ આ મશીન ને ખસેડો."
" નીચે સીડીઓ છે..."
" જાવેદ તું આગળ જા..."
" હા સર."
" હિના તું ફેક્ટરી માં તપાસ કર બીજે ક્યાંય બહાર નીકળવા નો રસ્તો તો નથી."
" હા સર."
" સર આગળ અંધારું છે. મારા ફોન ની ફ્લેશ ચાલુ કરું.."
" જાવેદ આ ધુમાડો સેનો છે. માથું ભારે લાગે છે. આ રૂમ નો દરવાજો બંદ થયી ગયો."
" પ્રિયા બેન આંખો બંદ થવા લાગી છે. ચારે દિશાઓ ગરબા રમતી હોય એવું લાગે છે."
" સર આપડે..."
" જાવેદ શું થયું...પ્રિયા બેન....અજય.....હાર્દિક...મનીષ...ઊભા થાઓ બધા..."
*****
" ક્યાં છીએ આપડે.....અને આ બધું શું છે."
" આ છે મારો સિક્રેટ રૂમ સામે પાણી થી ભરેલો પૂલ છે. એની બાજુ માં ડ્રાયર રૂમ અને ચેંજીગ રૂમ છે. અને હા તમારી એક સાથી એમનું નામ પ્રિયા છે એ મારા પોઇઝેન રૂમ માં છે મારા કહ્યા મુજબ બધા ને કામ કર્યું નઈ તો હું એ રૂમ ને પોઇઝેન થી ભરી લઈશ અને થોડી વાર માં તમારી સાથી ભગવાન ને વાલી થયી જસે."
" કોણ બોલે છે."
" અરે મારો અવાજ ના ઓળખ્યો...હું છું"
" શુષિલ...તું છે."
" હા...હું છું.... મને ગમ્યું કે તમે મને શોધી લીધો. પણ તમારા કારણે છેલ્લા એક અઠવાડિયા થી હું શાંતિ થી જીવી શકયો નઈ મારા પ્લાન મુજબ કઈ ન થયું."
" શું પ્લાન હતો તારો."
" મારા ભાઈ ને ફસાવા નો. મારે એને પ્રકાશ ની હત્યા માં ફસાવવાનો હતો. એને બચાવી ને તમે મારું કામ વધાર્યું...હવે તમારે મરવું પડશે અને મારા ભાઈ ને જેલ જવું પડશે."
" કેમ તારા ભાઈ ને શું બગાડ્યું છે એતો તારા બીઝનેસ માં પણ રસ લેતો નથી તું કેમ આટલો નિર્દય બની ગયો."
" તે એ સ્ત્રી નો છોકરો છે જેના કારણે મારી માં ને મરવું પડ્યું હતું. એ પણ મારી સામે એમને પોતાનો જીવ લીધો."
" શું એમને પોતાનો જીવ લીધો. પણ કેમ??"
" મારા પિતા ને મારી માતા સાથે દગો કર્યો જેના કારણે એમને પોતાનો જીવ લીધો."
" એમાં એકલવ્ય નો શું વાંક."
" એ બધું જાણતો હતો એને પણ ખબર હતી કે મારી મધર ને કેમ પોતાનો જીવ લીધો. એની મધર પણ જાણતા હતા એટલે એ આ બોજ સાથે જીવી ના શક્યા ને માસિક સંતુલન ખોઈ બેસ્યા."
" ભગવાન ને એમને એમના કર્મો ની સજા આપી લીધી તો હવે તારે આ બધું રોકી દેવી જોઇએ તે જેટલું ખોયું એટલું જ એકલવ્ય ને પણ ખોયું છે એ પણ ક્યારે એની મધર સાથે જીવી શક્યો નથી....તને નથી લાગતું કે તું જે કરે છે તે ખોટું છે. એમાં નિર્દોષો નો શું વાંક છે."
" કોણ નિર્દોષ એ બધા નિર્દોષ અને સારા દેખાવા નો ડોર કરતા હતા વાસ્તવ માં તો એમનું ચરિત્ર કઈક અલગ હતું. એ મારા પિતા ની જેમ દેખાવ ના કઈક અલગ અને વાસ્તવ માં કંઈ અલગ લોકો હતા એમની સાથે જે થયું એ બરાબર છે. જે પ્રકાશ ને કૉલેજ માં અને પરિવાર માં લોકો ની મદદ કરતો હતો તે એની ગર્લ ફ્રેન્ડ ને મારતો હતો અને પોતાનો સબંધ છુપાવી ને બીજા ની નજર માં સારો બનતો હતો."
" પ્રકાશ ની કોય ગર્લ ફ્રેન્ડ હતી નઈ એના ફોન માં કોય એવી વ્યક્તિ નો નંબર હતો નઈ જેને એની ગર્લ ફ્રેન્ડ કહી શકાય."