Challenge - 4 books and stories free download online pdf in Gujarati

ચેલેન્જ - 4

દ્રશ્ય ૪ -
" હિના...હિના..."
" હાર્દિક....."
" શું થયું કેમ ચીસ પાડી.....હિના"
" હું નીચે પડી ગઈ તું અહીંયા આવ અને સર ને પણ બોલાવ...કઈક મળ્યું છે મને."
" હા હું અજય સર ને હાલ ફોન કરું....હેલો સર મોતી વાસ માં હિના ને કઈક મળ્યું છે તમે આવી શકો છો."
" હા....હું થોડી વાર માં આવું......તમે ત્યાં ઊભા રહો."
" શું થયું..હાર્દિક.. તું દિવાલ કૂદીને આવીશ નઈ...કે પછી તારું વજન વધી ગયું છે તો તારાથી આ ઊંચી દિવાલ કુદાશે નઈ."
" હિના તને શું લાગે છે હું આ દિવાલ કૂદી નઈ શકું....મારી રાહ જો હું હાલ આવું."
" તારું કઈ નક્કી નઈ કેટલી વાર લાગશે તને હું આગળ વધી ને આજુબાજુ તપાસ કરુ કઈ પૂરવા મળે."
" હાર્દિક તું ત્યાં દિવાલ ની ઉપર શું કરે છે."
" અજય સર હાર્દિક છેલ્લી દસ મિનિટ થી આ દિવાલ પર ચડવા નો પ્રયત્ન કરે છે."
" હિના તું ક્યાં છે.."
" સર હું દિવાલ ની બીજી બાજુ છું. મારી વાત ને ધ્યાનથી સાંભળો ચોથા નંબર ના ઘર આગળ આવો."
" હિના આ ઘર જૂનું છે ક્યારે પડી જસે એનું નક્કી નથી. મે તપાસ કરી હતી કેટલા વર્ષો થી બંદ છે."
" સર એનો દરવાજો ખોલી ને અંદર આવો. પછી તમે બધું સમજી જશો."
" હા....હિના..."
" સર આ ઘર ખાલી એટલે છે કેમ કે તેના બે દરવાજા છે બીજો દરવાજો દિવાલ ને તોડી ને બનાવ્યો છે અને દિવાલ પર મોટી લાકડાની પટ્ટી ઊભી કરી છે જેનાથી કોઈને દરવાજો દેખાય નહિ. દિવાલ ની બીજી બાજુ બંદ પડેલી ફેક્ટરી છે. આ પ્રોપર્ટી પ્રાઇવેટ છે. થોડી આગળ ગેટ છે. મે બધે તપાસ કરી. કોય પણ વ્યક્તિ આરામથી અહીંયા થી કઈ પણ વસ્તુ લઈ ને જઈ શકે છે લાશ પણ."
" હિના ગૂડ જોબ.. મારે બીજી એક જગ્યા પર તપાસ માટે જવાનું છે તમે આ જગ્યા ને ધ્યાનથી ચેક કરીલો....હાર્દિક તું દિવાલ પર થી નીચે ઉતરવા નો છે કે નઈ."
" હા સર ઉતારું..."
" ધ્યાનથી....પડી જયીશ પડી ગયો. હેલ્લો...હા સર શું...શું થયું. હું આવું. હિના હાર્દિક તમે બંને મારી સાથે આવો સર ને બધાને પોલીસ સ્ટેશનમાં બોલાવ્યા છે. કઈક થયું લાગે છે."
" જય હિન્દ સર."
" જય હિન્દ...બીજી એક લાશ મળી છે. તે આપડી પોલીસ સ્ટેશન ના વિસ્તાર માંથી મળી નથી. પણ કાલુપુર પોલીસ સ્ટેશન આગળ થી મળી છે. એ આપડો કેસ નથી પણ બધી માહિતી અને પુરાવાઓ એક બીજા ને મોકલી ને કેસ જલ્દી સોલ્વ કરવા માટે ત્યાં ના પી.આઈ નો ફોન આવ્યો હતો. આગળ ની બધી માહિતી મને જાણ થતાં હું તમને મોકલીશ તમે આપડા કેસ પર ધ્યાન આપો."
" સર...શું સિટી માં સામાન્ય માણસ ને સાવચેત રેવા માટે પ્રેસ કોન્ફરનસ બોલવા ની છે."
" હા અજય બોલવા ની છે. જાવેદ, મનીષ, અને પ્રિયબેન ક્યાં છે."
" જાવેદ અને અજય ને મે પ્રકાશ ની કૉલેજ માં મોકલ્યા છે. અને પ્રીયાબેન પ્રકાશ ને ફોન વળી વ્યક્તિ જ્યાં મળ્યા એટલે કે સિટી બહાર ના બંદ પડેલા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર માં તપાસ માટે ગયા છે હું પણ ત્યાં જવાનો હતો પણ મને હાર્દિક ને ફોન કરી ને બોલાવ્યો એમને કઈક મળ્યું છે જે આપડા કેસ માટે અગત્યના નું છે. મોતી વાસ ની પાછળ બંદ પડેલી ફેક્ટરી છે અને ત્યાં દિવાલ માં થી દરવાજો સીધો મોતી વાસ માં નીકળે છે ત્યાંથી લાશ લઈ ને આવવાની પૂરેપૂરી શક્યતાઓ છે."
" મે તો તમારી ટીમ બદલી હતી...."
" હા પણ જાવેદ અને મનીષ ને સાથે કામ કરવા ની આદત છે માટે તે બંને ને અમને તપાસ માટે ઇન્ડસ્ટ્રીયલ એરિયા માં જવાનું કહ્યું."
"જેમ તમને સરળ લાગે તેમ કામ કરો....ડોક્ટર દિવ્યા ના કહ્યા પ્રમાણે બે એવી જગ્યા મળી જ્યાં ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે હવે એ જાણવાં નું છે કે હત્યા ક્યાં થયી અને કેવી રીતે થયી કોને કરી.....ફરી થી એજ પ્રશ્નો આવી ને ઉભા થયી જાય છે"
" સર અમે વધુ તપાસ માટે એ ફેક્ટરી માં જવા માગીએ છીએ અને તે કોની માલિકી હેઠળ છે તેની તપાસ કરીએ."
" ઠીક છે તપાસ ને આગળ વધારો હું તમને બીજા કેસ ની માહિતી મળે એટલે મારા ઘરે ફરીથી મળીએ...હિના અને હાર્દિક ને કેસ માં મદદ માટે રાખી શકો છો."
" હિના અને હાર્દિક હવે તમે પણ આ કેસ માં અમારી મદદ માટે છો. અભિનંદન તમારા પેહલા અગત્યના કેસ માટે...તો ફરીથી તપાસ માટે જવા તૈયાર છો બને મળી ને ફેક્ટરી ના માલિક ની તપાસ કરી અને તે જગ્યા ને ધ્યાન થી ચેક કરો કોય પુરાવો મળી જાય તો એની મને જાણ કરો. તમે જઈ શકો છો."
" હા સર..."
" અજય હું પ્રેસ કોન્ફરન્સ માટે નીકળું છું તું પણ જઈ ને પ્રિયા બેન ની મદદ કર તે વિસ્તાર એમની માટે સેફ નથી."
" હા સર હું ત્યાં જવું છું."
****
" હું છું શીતલ સેવન ટીવી લાઈવ માં આપડી સાથે છે મહિપાલ સર અને આજે આપડે પોલીસ ને ચેલેન્જ કરતા એ સાયકો ના વિશે જાણવા ના છીએ. મહિપાલ સર બે વ્યક્તિ ની હત્યા થયી છે. આજે સામાન્ય માણસ ના મનમાં બીક છે. અમદાવાદ સીટી માં કોય સાયકો પોલીસ ની બીક વિના લોકો ની વચ્ચે છે અને પોલીસ ને ચેલેન્જ કરે છે તો શું તમે લોકો ની રક્ષા કરી શકશો."
" અમારી ટીમ આ વ્યક્તિ ને શોધવા માટે પૂરતા પ્રયત્ન કરી રહી છે એમને ઘણા પૂરાવા મળ્યા છે. પણ સામાન્ય માણસ ને વિનંતી છે કે ચકોર રહે કોય પણ અજાણ વ્યક્તિ થી દૂર રહે શીતલ બેન ના કહ્યા પ્રમાણે હજુ તે વ્યક્તિ તમારી વચ્ચે છે એ વાત યાદ રાખી ને પોતાની રક્ષા કરે. કોય વ્યક્તિ પર સક થાય તો તરત પોલીસ ને જાણ કરે બાકી ની જાણકારી બીજા કેસ ની તપાસ પૂરી થયા પછી મળી જસે. તમારા પ્રશ્નો ના જવાબ માં બસ હું એટલું કહીશ કે હા હું મારા છેલ્લા સ્વાસ સુધી મારા વિસ્તાર માં રેહતા લોકો ની રક્ષા કરવા તૈયાર છું"
" હજુ ઇન્ટરવ્યુ પૂરું થયું નથી સર ....તમે આમ વચ્ચે જઈ શકતા નથી...."
"શીતલ કોને પૂછી ને તે પ્રશ્નો બદલ્યા ઈન્ટરવ્યુ અધૂરું રહી ગયું..."
" સર મે તો બસ પોલીસ ને લોકો ની રક્ષા માટે ના પ્રશ્નો કર્યા."
****
" જાવેદ મહિપાલ સર નું ઈન્ટરવ્યુ આવે છે."
" બતાવ તો શું થયું હવે."
" જાવેદ તે કાલે કહ્યું અને આજે જો સાબિત થઈ ગયું કે આ એક સાયકો નું કામ છે. મે કહ્યુ હતું ને તું પનોતી છે. ઇન્ટરવ્યુ માં આપડી પર પ્રશ્નો થાય છે શું આપડે સામાન્ય માણસ ને બચાવી શકીશું. સામાન્ય માણસ ને આપડી પર વિશ્વાસ છે"
" હું માનતો નથી કે હું પનોતી છું પણ હા...આપડે પૂરા પ્રયત્ન કરીશું એ સાયકો ને પકડવાની. હવે વાત આપડા સ્વાભિમાનની છે તો કોય પણ પ્રકાર ની બેદરકારી નઈ થાય."
" એ સાયકો ને તો હવે ભગવાન પણ નઈ બચાવી શકે..... હું જ્યારે આ કૉલેજ ને જોવું છું ત્યારે મને લાગે છે કોય ફાઇવ સ્ટાર હોટેલ માં હોવું."
" આપડે કામ પર છીએ હજુ તપાસ અધૂરી છે. જે વ્યક્તિ નો ફોન ચોરાયો હતો તે વ્યક્તિ ની પૂછપરછ કરવાની બાકી છે."
" તેનું નામ શુષિલ પારેખ છે."