Challenge - 3 books and stories free download online pdf in Gujarati

ચેલેન્જ - 3

દ્રશ્ય ૩ -
" એના ક્લાસ ના મિત્રો એના સ્ટુડન્ટ અને રૂમ ના મિત્રો એક જ વ્યક્તિત્વ દર્શાવે છે તો એમની વાત માં સક જેવું કંઈ નથી."
" ઘણું મોડું થયું છે તમે બધા ઘરે જઇ શકો છો કાલે સવારે મારા ઘરે મળીએ...કેસ ને લાગતી બધી માહિતી વિશે ફરી ચર્ચા કરી શું..તમે જઈ શકો છો
" શું થયું અજય સર ઘરે જવાના નથી...?"
" મારે થોડુંક કામ છે તમે શું કરો છો...?"
" કામ પૂરું કરી ને લાલા કાકા ની ચા પીધા વિના ઘરે જવાનું મન નથી થતું..બસ ચા પીને નીકળીએ..."
" મારે થોડી તપાસ કરવાની બાકી છે."
" પ્રિયા બેન જોડે નથી અવાના..."
" ના મે અમને ના પાડી છે તે કાલ ના ઘરે ગયા નથી એમના બાળકો એમની રાહ જોતા હસે મારે તો ઘરે પત્ની છે બાળકો ની સંભાળ રાખવા....હાર્દિક ઊભોરે...હું તારીજ રાહ જોતો હતો."
" હા સર બોલો શું કામ પડ્યું."
" તું કાલ થી મોતી વાસ માં નજર રાખીશ...હિના ને પણ કહેજે એ પણ તારી સાથે રહશે."
" સર હું એકલો જઈશ એમાં હિના નું શું કામ છે."
" તું એક વ્યક્તિ પર નજર રાખવા નો છે અને હિના ત્યાં ફરીથી તપાસ કરવા ની છે તો વધારે બોલ્યા વિના ઘરે જા મારે પણ ઘરે જવું છે."
" ઠીક છે સર તો કાલે મળીએ."
" સારું છે કે કોય સાયકો નું કામ નથી....કારણ હજુ બીજો કોય કેસ આવ્યો નથી."
" મનીષ એવું નક્કી કે કાલે નઈ આવે કે પછી નઈ આવે..."
" જાવેદ તો પણ આપડી પોલીસ સ્ટેશન આગળ નઈ આવે કેટલી સ્ટિક પેટ્રોલિંગ છે આજુ બાજુ માં પણ સાથીદારો ગોઠવ્યા છે."
" તે પોલીસ સ્ટેશન આગળ નઈ આવે તો બીજે ક્યાંક લાશ નાખી જસે એવું નક્કી કે તે બીજે ક્યાંક લાશ નઈ નાખે....તે સાયકો છે.."
" હા પનોતી બસ કર હવે તું બીજો કેસ લાવી ને માનીશ....મહિના પેહલા પણ તે કીધું એના પછી એ કેસ બાળકો ની તસ્કરી નો નીકળ્યો અને હાલ પણ તું બોલીશ તો એવું થશે માટે તું કઈ પણ બોલીશ નઈ."
" એવું ના હોય....મારા કહ્યા થી કેસ બદલાઈ ના જાય...."
" હું નીકળું મારે મોડું થાય છે....જો કાલે કોય કેસ આવ્યો તો તું પાક્કો પનોતી."
( આજે બે દિવસ પૂરા થયા પણ પોલીસ ને કોય પાક્કા પુરાવાઓ મળ્યા નથી તે યુવક ની ઓળખાણ થયી ગઈ છે. તેનું નામ પ્રકાશ છે તેના માતા પિતા ને પોલીસ સ્ટેશન ની મુલાકાત લીધી છે પોલીસ સાથે એમની વાતચીત ચાલુ છે. તે જે એન્ડ જે એન્જિનિયરિંગ કોલેજ નો વિદ્યાર્થી હતો.આજે સવારે ખાસ મુલાકાત ના શો માં મહિપાલ સર આપડી સાથે જોડાવાના છે. તો જોડાઈ રહો અમારી ચેનલ સાથે.....)
" શું થયું સર આવ્યા કે નઈ..."
" ના પ્રિયા બેન હજુ નથી આવ્યા."
" અરે પ્રિયા બેન મે તમને સીધું સર ના ઘરે જવા કહ્યું હતું તમે કેમ અહીંયા આવ્યા."
" અજય ભાઈ આ પ્રકાશ ના માતા પિતા છે એમની સાથે મે વાત કરી એમનું એવું કેહવુ છે કે પ્રકાશે લગભગ એની મૃત્યુ ના બે દિવસ પેહલા કહ્યું હતું કે હું જલ્દી થી તમને મારી પાસે લાવીશ. આપડે એક સારું અને સુખી જીવન જીવીશું."
" એનો શું અર્થ છે."
" પ્રિયા બેન સર ઇન્ટરવ્યુ ના કારણે આવી નઈ શકે અજય સર તમે બંને પૂછપરછ કરીલો એવું એમનું કેહવુ છે."
" પ્રિયા બેન તમે તો પોલીસ સ્ટેશનમાં બધું સંભાળી લીધું તો હવે આપડે ડોક્ટર દિવ્યા પાસે જઈ શકીએ."
" હા જરૂર પણ એની પેહલા આપડે મોતી વાસ માં જવાનું હતું."
" ના એની જરૂર નથી મે ત્યાં હાર્દિક અને હિના ને મોકલ્યા છે."
" જય હિંદ સર..."
" જય હિંદ અજય અને પ્રિયા અરે ડોક્ટર દિવ્યા તમે પણ આવ્યા છો."
" મને લાગ્યું કે મારે તમને રૂબરૂ મળી ને વાત કરવી પડશે."
" કેમ શું થયું.."
" થોડી ઘણી માહિતી મળી છે.. લાશ સાથે ના કોથળા પર ની ડસ્ટ ના સેમ્પલ ને મે ટેસ્ટ કર્યા તો એની પર ઈનડસ્ટ્રીયલ એરિયા નો કચરા ના સેમ્પલ મળ્યા છે. ઘણા ઓછા સમય માટે તે કોથળો એવી જગ્યા પર હસે જ્યાં ફેક્ટરી નો ધુમાડો હોય. અને એના ફેફસા માંથી થોડું પાણી મળ્યું છે. જેનું કોય કારણ મારી પાસે નથી. જે હાથ ગાડી અજય લઈ ને આવ્યો હતી એની પર એક DNA મળ્યું છે જે અજાણ વ્યક્તિ નું છે. જે તમે ડેટા માં ચેક કરી લેજો."
" ઘણી મદદ કરી હવે કોય ચોકસ તપાસ કરી શકાય."
" જય હિંદ સર."
" જાવેદ મનીષ કેમ મોડું થયું."
" સર અમે પોલીસ સ્ટેશન થી નીકળ્યા ને સાયબર ડીપાર્ટમેન્ટ માંથી ફોન આવ્યો તો અમારે ત્યાં જવું પડ્યું."
" એમને કઈ મળ્યું પ્રકાશ ના ફોન માંથી."
" હા એમને એક નંબર મળ્યો છે જેની પર પ્રકાશ ને એક વાર વાત કરી હતી તે માત્ર સોશીયલ મીડિયા પર વાત કરતો અને મેસેજ માં માત્ર મળવાની વાત હતી એનાથી વધારે વાત કરી નથી. અને જે ફોન નો ઉપયોગ કરવા માં આવ્યો છે તે ચોરી નો છે એની કૉલેજ ના એક વિદ્યાર્થી નો છે. એ ફોને ચોરી થયા પછી વાત કરી ને તરતજ બંદ થઈ ગયો. એ વ્યક્તિ નું નામ લઈ ને બોલાવ્યો હતો. ફોન એ વ્યક્તિ ને બીજા દિવસે એની ટેબલ પર ફરી મળી ગયો."
" એવી જગ્યા પર મળવાનુ કેહતો જ્યાં કોય વ્યક્તિ ની અવરજવર ના હોય. કેમેરા પણ ના હોય. શહેર થી બહાર ના વિરાન વિસ્તાર માં મળવા બોલાવતો અને તે માત્ર એક મુલાકાત કરી છે જેમાં જગ્યા ખૂબ દૂર અને સામાન્ય ઉપયોગ ની હતી નઈ ત્યાં એક જૂની ફેક્ટરી પણ છે હાલ માં તે ફેક્ટરી બંદ પડી છે. એનું નામ ફિનન મેડિકલ ઇન્ડસ્ટ્રી છે."
" કોણ છે એ વ્યક્તિ જેનો ફોન ચોરાઈ ગયો હતો."
" પ્રકાશ નો સિનિયર સ્ટુડન્ટ એકલવ્ય."
" મનીષ તું અને અજય આ જગ્યા પર જઈ ને તપાસ કરો. પ્રિયા અને જાવેદ તમે પ્રકાશ ની કૉલેજ માં ફરીથી જઈ ને તપાસ કરો. એ ફોન જે વ્યક્તિ નો છે.... એકલવ્ય. તેને મળી ને પૂછપરછ કરો. બધી તપાસ ફરીથી કરો જ્યાં સુધી કોય પાક્કા પુરાવાઓ ના મળે કે ખૂની વિશે માહિતી ના મળી જાય."
**
" હિના....હિના તું મારી સાથે કામ કરે છે તારે મારી વાત માનવી જૉઈએ."
" હાર્દિક તું સરના ઓર્ડર સમજ્યો નથી તારે હાથ ગાડીવાળા મોહન ભાઈ પાછળ જવાનું છે અને હું આ વાસ માં લોકો પર નજર રાખવાની છું અને તપાસ કરવાની છું તો તું તારા કામ પર ધ્યાન આપ જો.....તારું કામ તો કામે ચાલી ગયું તું પણ નીકળ અહીંયાથી."
" મારે એની પાછળ પાછળ ફરવાની જરૂર નથી તે સામે વાડી કરિયાણા ની દુકાન માંથી સમાન લોકો ના ઘરે આપવા જાય છે.....ક્યાં જાય છે મારી વાત તો સાંભળતી જા...."
" હું તારા જેમ કામ માં બેદરકાર નથી....."
" શું કરે છે."
" દેખાતું નથી દિવાલ પર ચડું છું."
" કેમ??"
" જોવા માટે કે પાછળ શું છે."
" શું કરે છે નીચે આવ..."
" તારું કામ કર મારા કામ ની વચ્ચે ના આવીશ."
" ગજબ ની છોકરી છે આવડી મોટી દિવાલ વાંદરાની જેમ ચડી ગયી....શું છે ત્યાં?"