Cry books and stories free download online pdf in Gujarati

રુદન

કૃતિ ખૂબ જ ચિંતા માં હતી,કોણ જાણે શુ થશે?ના ના આ કાઈ પહેલીવાર ની વાત નહતી, આની પહેલા જ્યારે કુશે આ વાત કરી ત્યારે પોતે ના પાડી હતી, પણ તેનું મન બહુ મુંજાય રહ્યું હતું,આમ તો તેને આ વાત ની પહેલે થી જ કુશ સાથે ચોખવટ કરી હતી,પણ રે પુરુષ જાત કોઈ દી સુધરે!

શરૂઆત માં તો પત્ની પાછળ પતંગિયું બને,અને પછી પોતાની જ મનમાની કરે ,અને કૃતિ તો એમ સમજતી કે કુશ એક ભણેલોગણેલો અત્યાર ના સમય નો યુવાન છે,એ થોડી આવી બધી વાતો માં માને?!પણ એ આજે ખોટી પડી.તેના કાન માં હજી કુશ ના શબ્દો ગુંજતા હતા,આખરે કોઈ વ્યક્તિ આવું કેમ વિચારી શકે?કૃતિ એક ભણેલી અને જાગૃત નાગરિક ક્યાંય પણ કોઈ પણ સાથે અન્યાય થાય,તો તે ત્યાં પહોંચી જાય અને પોતાના થી બનતું કરે.
પણ કહેવાય છે ને કે જેની કદર સમાજ કરે,એને ઘર ના પૂછે પણ નહીં,અને બહાર બંડ પોકારતા માણસો નું ઘર માં કઈ ચાલે પણ નહીં.બસ આમ જ કુશ ની મીઠી અને પ્રેમાળ વાતો સામે એની બોલતી બંધ થઈ જતી,આમ પણ કુશ એની મમ્મી અને પોતાના વચ્ચે સમતુલા સાધવા ઘણીવાર ખોટું બોલતો,કૃતિ જોતી,પણ એ સમજતી કે ઘર માં શાંતિ રહે એટલે કુશ આ બધું કરે છે,પણ આજે તો હદ થઈ ગઈ,અને આ હું કોઈ પણ ભોગે ના થવા દવ.

એક સ્ત્રી તરીકે મારી સ્વતંત્રતા પર ફક્ત ને ફક્ત મારો જ અધિકાર છે,માન્યું કે પરિવાર માટે ફના થઈ જવાનું અમને ગળથુથી માં આપ્યું હોઈ છે,પણ એ તો ફક્ત પોતાના માટે,બીજા કોઈ ની જિંદગી દાવ પર લગાડવાનો મારો હક્ક નથી!નહિ હું આ નહિ થવા દવ,આ વિચરતા જ કૃતિ ની આંખ માં આંસુ આવી ગયા..

ત્યાં જ એક વીસ બાવીસ વર્ષ ની યુવતી તેની પાસે આવી,અને બોલી"કૃતિ દીદી આપનો ખુબ ખુબ આભાર આજે આપની મદદ થી જ હું સારી નોકરી કરું છું,અને મારા ઘર ને મદદરૂપ થાવ છું,જો તમે ના હોત તો શું થાત?"
કૃતિ એ હસી ને કહ્યું "હું કોણ મદદ કરનાર !આ તો કુદરત
જ બધુ કરનારો છે,મને તો માત્ર નિમિત્ત બનાવી"અને તે યુવતી ત્યાં થી ચાલી ગઈ...

તેના ગયા પછી કૃતિ ને યાદ આવ્યું કે તેના ઘર ના જબરદસ્તી તેને કોઈ ને ત્યાં વહેંચી નાખવાના હતા,અને કૃતિ એ ત્યાં જઈ ને તેમને રોક્યા,આજે એ કેટલી ખુશ છે!
અને હું...હું પોતાના માટે કેમ લડી ના શકું?જો મને કુશ ને ગુમાવવાનો ડર,અને તેના પ્રત્યે પ્રેમ છે,તો તેને?શું તેને મારા પ્રત્યે કાઈ જ નથી?અને કૃતિ મન માં કંઈક નક્કી કરી ને ઘરે પહોંચી...

ઘરે તેના સાસુ સસરા તેની રાહ જોતા હતા,કૃતિ કંઈપણ બોલ્યા વગર તેના રૂમ માં જતી રહી,અને પોતાનો સામાન પેક કરવા લાગી,ત્યાં જ કુશ આવ્યો,અને કૃતિ ને આ રીતે જોઈ ને પ્રેમ થી પૂછ્યું

"શુ થયું કેમ સામાન પેક કરે છે,તારા પિયર જવું છે?હ તો જજે પણ પેલા મને એ તો કે રિપોર્ટ માં શુ આવ્યું?"

કૃતિ ના હોઠ વંકાયા અને તે કુશ સામે ફરી તેના ચહેરા પર એક તરફ હાસ્ય આવ્યું અને આંખ માં આંસુ હતા, અને તે બોલી"આ બેગ માં આપડા ડિવોર્સ પેપર છે,મેં તને પહેલા જ ના કહી હતી,કે એક દીકરી આવે કે બે હું ગર્ભ પરીક્ષણ નહિ કરાવું!તો આજ થી તું તારા રસ્તે છૂટો,અને હું આપડી દીકરી ને લઈ ને મારા રસ્તે અને હા! આવનાર બાળક જે કઈ પણ હોઈ મને મંજુર છે,હું એને પાળી ને મોટું કરીશ,તો આવજે"
આમ બોલી તે એક હાથ માં પોતાની બેગ અને બીજા હાથ માં તેની ત્રણ વર્ષ ની બાળકી ની આંગળી ઝાલી ઘર ની બહાર નીકળી,અને નજીક માં જ કોઈ બાળકી ના જન્મ નું રુદન સંભળાયું....

આરતી ગેરીયા.....