Parents books and stories free download online pdf in Gujarati

માં-બાપ

જગત આખા માં જો યાદ રાખવા જેવું અને પૂજવા જેવું કોઈ વ્યક્તિ હોઈ તો એ છે માં .અને જગત આખા માં જો માણવા જેવું,જાણવા જેવું અને સમજવા જેવું કોઈ વ્યક્તિ હોઈ તો એ છે બાપ.અને આ બંને માંથી કોઈ એક ની પણ ખામી તમારી જિંદગી અધૂરી બનાવે છે.

કહેવાય છે,કે જ્યારે ઈશ્વર દરેક જગ્યા એ પહોંચી નહતો શકતો,એટલે તેને માનું સર્જન કર્યું.અને એ સર્જન પણ કેવું કે એ પોતે પણ એના ખોળે રમવા માટે આવ્યો. આપડી સંસ્કૃતિ માં મા નું સ્થાન સૌથી ઊંચું આપવામાં આવ્યું છે.પિતા કરતા પણ મા ને વધુ મહત્વ મળ્યું છે.કેમ કે પોતાના જીવ માંથી જીવ કાઢવો,એટલે એ ભગવાન તુલ્ય જ આવી ગઈ.શરીર ના બધા જ હાડકા જો એક સાથે ભાંગે અને ત્યારે જે તકલીફ થાય ને એ જ તકલીફ મા બનતી વખતે થાય.અને પાછું શરીર પણ બેડોળ બનવાની બીક.જો કે હવે તો સ્ત્રીઓ માં ઘણી જાગૃતતા આવી ગઈ છે.પણ આટલી મુશ્કેલીઓ હોવા છતાં દરેક સ્ત્રી નું આ સપનું હોય છે.અને એક હકીકત એ પણ છે કે જ્યારે બાળક જન્મે ને ત્યારથી મા ને સતત તેની દેખરેખ ની ચિંતા હોય છે,જ્યારે પિતા ને તો એ ગર્ભ મા આવે ત્યારથી જ.અને જ્યારે માં બાપ આ દુનિયા માં ના હોઈ ને ત્યારે ખરેખર એક અનાથ હોવા નો ભાવ મન ને થઈ જાય છે.

એક ઘર માં પાંચ બહેનો અને એક ભાઈ રહેતા.બધા ખૂબ ખુશખુશાલ.એના મા બાપે એ બધા ને ખૂબ સારા સંસ્કાર સાથે ઉછેર્યા.અને ઉંમર થતા બધા ને સારા ઘરે પરણાવી દીધા.વહુ પણ ઘર માં સરસ.એક આદર્શ કુટુંબ ની જેમ બધા રહે.અને અચાનક એક દિવસ ઘર ની છત સમાન એ બાપ નું અવસાન થયું.બધા બાળકો ને ઘણું દુઃખ થયું. પણ સમય બધું ભૂલવા મજબુર કરી દે છે.એમ આ બધા ભાઈ બહેન પણ ધીમે ધીમે પોતાના પિતાનું અવસાન ભૂલવા નો પ્રયત્ન કરતા જીવન મા આગળ વધવા લાગ્યા. અને થોડા સમય પછી તેમની માતા નું પણ અવસાન થયું.મા નું ના હોવું એ બધા ને થોડું વધારે ખુચ્યું. કેમ કે પિતા પાછળ મા હતી,પણ હવે... હવે જોગાનુજોગ કહો કે ઉંમર કહો માં ના અવસાન ના એક દોઢ વર્ષ પછી એ બધા ભાઈ બહેન ના જીવન માં કોઈ ને કોઈ ઉપાધિ આવવા લાગી,કોઈ બીમાર થયું,કોઈ ને ધંધા માં ખોટ,કોઈ ના બાળકો ના સગપણ માં અડચણ.બધા એક સાથે દુઃખી.એક ને ફોન કરે તે બીજા ના દુઃખ ના સમાચાર જ મળે.

આ બધા થી હારેલી સૌથી નાની બહેને મોટી બહેન ને ફોન કર્યો.

હે બેન તમને નથી લાગતું,કે આપડાથી કોઈ દેવ નો દોષ થયો છે?કા તો કોઈ માતાજી ની મોટી ભૂલ થઈ છે.જોને તું હું ભાઈ અને બધી બહેનો બધા ના જીવન માં કાઈ ને કાઈ પરેશાની છે જ.હે બેન કોક જોષી ને જોવરાવો ને આ શું થવા બેઠું છે?

અને ત્યારે એ નાની બેન ની વાત સાંભળી મોટી બેન બોલી કે બેન કોઈ દેવ નો દોષ નથી થયો,ના તો કોઈ ભૂલ. બસ હવે આપણુ ધ્યાન રાખવા વાળા,આપડી સુરક્ષા ની પ્રાર્થના કરવા વાળા અને આપડા માટે દેવ હારે પણ બાઝી લેવા વાળા આપડા માવતર નથી રહ્યા.હવે આપડે અનાથ થઈ ગયા બેન.કોણ આપડું ધ્યાન રાખે?બસ એટલે જ આ બધી ઉપાધિ આપડી માથે આવી ચડી છે.અને આટલું બોલતા જ મોટીબેન ના ગળા માં રહેલો ડૂમો એકદમ છૂટી પડ્યો,અને એ સાંભળતા જ નાની બેન પણ રોઈ પડી.બંને બહેનો ની આંખ માંથી ગંગા જમુના વહેતા જાય છે.અને માં બાપુ કરતી રોતી જાય છે.

તો આવો છે માં બાપ નો પ્રતાપ.એક બીજો કિસ્સો છે, એક ભાઈ ને સાવ સામાન્ય તાવ આવ્યો હોય છે,અને પછી તેમાંથી થોડી કોવિડ ની અસર,એ ડરી જાય છે,કોઈ પણ ઘર ના ને પોતાની પાસે ના આવવા દે.પણ તાવ ઉતરવાનું નામ નથી લેતો આમ ને આમ ત્રણ રાત અને બે દિવસ થયા.ત્રીજા દિવસે તેમની મા પરાણે રૂમ માં આવી જાય છે,અને ફક્ત એટલું જ કહે છે,ભાઈ મટી જાશે હો..
ખાલી તાવ છે,જરાક હિંમત રાખ.અને જાણે એ શબ્દો અને મા ના હાથ નો જાદુ હોઈ બીજા દિવસે એ ભાઈ સાવ સાજા થઈ ગયા.

આવી જ રીતે એક નાના ગામ માં ચાર ભાઈઓ રહે અને તેમની એક નાનકડી બહેન,સાથે દાદા દાદી અને બાપ તેમની મા તો નાનપણ મા જ ગુજરી ગયેલી.હવે એક દીકરો મોટા દૂર ના શહેર માં કમાવા ગયો,બરાબર ત્યારે જ બહેન ના લગ્ન લેવાયા.નાની બહેન ના લગ્ન નો ઉમંગ ભાઈ ના મન મા એવો,પણ એ જ સમયે ટ્રેન ની હડતાલ,કોઈ બસ પણ ના જાય,અને ઉપરથી કામ .અને ભાઈ ના જઈ શક્યો.આ તરફ બહેન ની વિદાય થાય,અને ભાઈ ત્યાં એકલો એકલો રોવે.થોડા સમય પછી જ્યારે ભાઈ પાછો આવ્યો,ત્યારે બહેને ઠાવકુ મો કરી ભાઈ ને કહ્યું,ભાઈ તમે મારા લગ્ન માં કેમ ના આવ્યા,ત્યારે ભાઈ એ કહ્યું.બેન આપડી મા નહતી ને એટલે ના આવી શક્યો.કેમ કે જો મારી મા હોત ને તો એ મને પ્લેન માં પણ તેડાવી લેત..

આ વાત કહેવા પાછળ નો ભાવાર્થ એટલો જ છે,કે એ તમારી સાથે છે,ને તો સમજો ભગવાન નો હાથ તમારી માથે છે.બાકી એને પૂછો જેને મા બાપ નો સાથ નથી.આ કોરોના માં ઘણા બાળકો એ પોતાના મા બાપ ને ગુમાવી દીધા છે.એમને પૂછો જિંદગી શુ છે! એટલે સમય હોઈ ને તો ક્યારેક એમની સાથે બેસજો.સમય ગયા પછી હાથ ઘસતા રહી જશો...

આરતી ગેરીયા...