Dashing Superstar - 36 books and stories free download online pdf in Gujarati

ડેશિંગ સુપરસ્ટાર ...અ ટ્વિસ્ટેડ લવસ્ટોરી. - ભાગ-36


( અહાનાની વાત સાંભળીને એલ્વિસને ખૂબજ હસવું આવ્યું.અેલ્વિસને કિઆરાની વાત પર વિશ્વાસ ના આવ્યો.કિઆરા અને એલ્વિસ સાંજે મળે છે.તે બંને ક્લબ જાય છે.જ્યાં એલ્વિસ કિઆરાને ઇમ્પ્રેસ કરવા ડાન્સ કરે છે.)

એલ્વિસ અને કિઆરા ગાડીમાં બેસીને કિઆરાના બતાવ્યા રસ્તા પર જઇ રહ્યા હતા.

"કિઆરા,આ એલ્વિસ તો તારો ગુલામ છે.જેમ તું કહીશ તેમ હું કરીશ.બાય ધ વે.તું આજે ખૂબજ સરસ લાગે છે પણ મને સૌથી વધારે તું તારા એ જ મેલાધેલા જીન્સ,તેની ઊપર શર્ટ કે ટીશર્ટ અને અસ્તવ્યસ્ત પણ સુંદર વાળમાં ગમે છે.તું જેવી છોને તેવી જ મને ખૂબ ગમે છે."એલ્વિસે કહ્યું.

"અચ્છાજી,તો મારી ત્રણ કલાકની પાર્લરની અને બીજી બધી મહેનત નકામી?"કિઆરા ખોટો ગુસ્સો કરતા બોલી.

"ઓહ માય ગોડ,સાચે?"એલ્વિસ આશ્ચર્ય પામ્યો.

"હાસ્તો,તમે એક જ મિનિટમાં મારી મહેનત પર પાણી ફેરવી દીધું."કિઆરા બોલી.

અંતે કિઆરા અને એલ્વિસ અંતે એક શાંત દરિયાકિનારે પહોંચ્યા.આ દરિયાકિનારે કોઇ જ નહતું.
"આ કોઇનો પ્રાઇવેટ બીચ લાગે છે?"એલ્વિસે પુછ્યું.

"હા,અા બધી ગોઠવણ અહાનાની છે.તેના કઝિનના ફ્રેન્ડનું છે આ પ્રાઇવેટ બીચ.આ બધી એરેન્જમેન્ટ અહાનાએ કરી છે.બહુ ટુંકા સમયમાં તેણે આ બધી ગોઠવણ કરી છે."કિઆરાએ કહ્યું.તેણે એલ્વિસની આંખો પર હાથ રાખ્યો અને તેને લઇ ગઇ દરિયાકિનારે.

ત્યાં તેણે ખૂબજ સરસ વ્યવસ્થા કરી હતી.એક સુંદર સફેદ રંગનું ટેબલ જેની પર કેન્ડલ્સ રાખેલી હતી.સામસામે બે સફેદ ચેયર અને આસપાસ થાંભલા પર સફેદ દુપટ્ટો લહેરાતો હતો.દરિયાકિનારે ઠંડો પવન આવી રહ્યો હતો.ગુલાબના ફુલોથી સુંદર સજાવટ કરેલી હતી.કિઆરાએ ધીમેધીમે એલ્વિસની આંખો પરથી હાથ હટાવ્યો.એલ્વિસ આ મનમોહક દ્રશ્ય જોઇને આશ્ચર્ય પામ્યો.

"ઓહ માય ગોડ,સો બ્યુટીફુલ.પણ કિઆરા બહુ ભુખ લાગી છે.એવું લાગે છે કે હવે નહીં જમ્યોને તો બેભાન થઇ જઇશ." એલ્વિસે કહ્યું.

"એક મિનિટ આવી."આટલું કહી કિઆરા ગાડી પાસે ગઇ અને ગાડીમાંથી બે ટીફીન લઇને આવી જેમાં તેવી સુવિધા હતી કે સેલ નાખીને સ્વિચ ઓન કરો તો જમવાનું ગરમ થઇ જાય.કિઆરાએ ત્યાં રાખેલી પ્લેટમાં ગરમ ગરમ આલુપરાઠા,પુલાવ ,રાયતું અને ચટણી સર્વ કર્યાં.

"આ બધું?"એલ્વિસે પુછ્યું.

"મે બનાવ્યું છે.અહીં આવતા પહેલા દાદીની હેલ્પ લઇને બનાવ્યું છે.લાસ્ટમાં એક સરપ્રાઈઝ પણ છે.ચલો ચલો મને પણ બહુ ભુખ લાગી છે.મે પણ કશુંજ નથી ખાધુ."કિઆરાએ કહ્યું.

કિઆરા અને એલ્વિસે પેટ ભરીને ખાધુ.
"વાઉ કિઆરા,કોઇપણ બેસ્ટ રેસ્ટોરન્ટના ફુડ કરતા પણ વધારે ટેસ્ટી અને કિમંતી હતું.થેંક યુ સો મચ."એલ્વિસે કિઅારાનો હાથ ચુમ્યો હવે વિજળીનો કરંટ કિઆરાને લાગ્યો.તેણે પોતાનો હાથ પાછો ખેંચી લીધો અને તેને હાથ પકડીને બીચચેર પાસે લઇ ગઇ.તે એલ્વિસ માટે ગાજરનો હલવો લાવી.

"વાઉ,માય ફેવરિટ.તને કેવીરીતે ખબર પડી?"એલ્વિસે પુછ્યું.

"કમઓન,તમે ડેશિંગ સુપરસ્ટાર છો.આટલી સિમ્પલ માહિતી તો મને ગુગલ પણ આપી દે."કિઅારાએ કહ્યું.

"સુપર્બ,બહુ જ મસ્ત છે.બે દિવસ ભુખ્યા રહેવાનું ફળ ખૂબજ સરસ મળ્યું."એલ્વિસે કહ્યું.તેણે બધોજ હલવો ખતમ કર્યો.એલ્વિસ બીચ ચેર પર પગ લાંબા કરીને બેસ્યો.કિઆરાએ તેની છાતી પર માથું રાખીને તેની બાજુમાં બેસી તેની આંખો બંધ હતી અને તેના હાથ એલ્વિસ ફરતે.

"કિઆરા,હવે મને બધું જ વિગતવાર જાણવું છે."એલ્વિસે કહ્યું.

"હા તો તે બરફમાં ધસી જવાની,આયાનની મને માઉથ દ્રારા ઓક્સિજન આપવાની અને તે વૃદ્ધ કાકાના ઘરે લઇ જવાવાળી વાત સાચી હતી પણ તેના પછીની બધી વાત મનઘડંત કહાની હતી.

હું ઠંડીથી ધ્રુજી રહી હતી.બરફ મારા કપડાંમાં અંદર સુધી જતો રહ્યો હતો.પછી મે આઇડિયા વાપર્યો અને તે કાકાના બેથી ત્રણ જોડ કપડાં લીધાં બારણું બંધ કર્યુ.મે કપડાં બદલીને તાપણા પાસે બેસીને કાઢો પીધો અને થોડીક વારમાં હું ઠીક હતી.સવારે આર્મીની ગાડી આવીને અમને લઇ ગઇ." કિઆરાએ કહ્યું.

"તો આ એરપોર્ટ પર હાથ પકડીને આવવો અને ડિનર તે શું હતું?"એલ્વિસે પુછ્યું

"તે એક શરત હતી.જે મે જાણીજોઇને આયાન જોડે લગાવી હતી અને હું જાણીજોઈને હારી ગઇ.તે શરત મુજબ આયાન ફ્લાઇટમાં મારી સાથે રહે અને બધાંની સામે મારો હાથ પકડીને એરપોર્ટ પર આવશે.રહી વાત ડિનરની તો તે મે કેન્સલ કર્યું.

તમને લાગશે કે મે આ બધું કેમ કર્યું?જ્યારે તમે એરપોર્ટ પર મને મુકવા આવ્યાં હતાં,ત્યારે તમારી આંખોમાં જે આંસુ હતાં.તે મારા હ્રદયને અંદર સુધી સ્પર્શી ગયાં.મને સતત એ જ વિચારો આવતા હતા કે કોઇ મને પણ આટલો પ્રેમ કરી શકે કે મારો વિયોગ તેની આંખોમાં આંસુ લાવી દે.હું છતાં પણ અસમંજસમાં હતી.

ટ્રેનિંગમાં મારું મન નહતું લાગતું પછી મારી રૂમમેટે મારો પલંગ છિનવી લીધો મને ગુસ્સો આવ્યો અને હું મારવા જતી હતી પણ જેવું તેણે સામે દિવાલ પર તમારું પોસ્ટર લગાવ્યુંને મારો ગુસ્સો ગાયબ થઇ ગયો.હું રોજ તમારા પોસ્ટર સાથે વાતો કરતી.તે છોકરી તમારા પોસ્ટરને કિસ કરેને તો મારા અંદર આગ લાગે.

હું હજીપણ કન્ફ્યુઝ હતી પણ એક દિવસ બરફવર્ષા થઇ હું તેનો આનંદ લઇ રહી હતી.મે તમને મારી પાસે ઇમેજીન કર્યા.તમે મને ગળે લગાવી મને કિસ કરી.બસ મને સમજાઇ ગઇ કે હું શું અનુભવું છું તમારા માટે,પણ દરેક સંબંધનો પાયો વિશ્વાસ હોય છે.

મારે જાણવું હતું કે જેટલો વિશ્વાસ હું તમારા પર કરું છું તેટલો તમે મારા પર કરો છો કે નહીં.એટલે મે આ નાટક કર્યું મે અહાનાને ફ્લાઇટમાં આ બધું કહ્યું.તેણે મારી વાતનો વિશ્વાસ કર્યો અને તેણે તમને કહ્યું.મારે જોવું હતું કે તમે આ વાત સાંભળીને કેવું રીએક્શન આપો છો.તે ગાર્ડનમાં હું પણ છુપાયેલી હતી.તમારા પ્રતિભાવ જોઇને મને ખૂબજ રાહત થઇ અને ખુશી થઈ કે મારી ચોઇસ ખોટી નથી.

મને એક વાત ના સમજાઇ તમને આ વાત સાંભળીને એક ક્ષણ માટે પણ તે વાત પર વિશ્વાસ ના થયો?પણ કેમ?આટલો બધો વિશ્વાસ?કઇરીતે આપણે એકબીજાને માત્ર થોડા સમયથી જ જાણીએ છીએ."કિઆરાએ પોતાની વાત પૂરી કરતા પુછ્યું.

"કિઆરા,પ્રેમનો પાયો વિશ્વાસ છે.મને તારા પર વિશ્વાસ છે.પહેલી નજરથી જ મને તારી સાથે પ્રેમ થઇ ગયો હતો અને મને વિશ્વાસ થઇ ગયો હતો કે હવે તું મારી અને હું તારો જન્મોજન્મ માટે થઇ ગયા અને જ્ય‍ાં આટલો પ્રેમ હોય ત્યાં અવિશ્વાસ ના હોય.તું નશામાં કે કોઇપણ અવસ્થામાં કોઇ અન્યને પોતાની પાસે ના આવવા દે.તેનું એક કારણ તારા ઘરનાં ઉચ્ચ સંસ્કાર છે.તારા દાદાદાદીનું ઉચ્ચ પાલન પોષણ તે વિશ્વાસનું મુખ્ય કારણ છે.કિઆરા,મને લાગે છે કે આપણે એક વાર આયાનનો આભાર માનવો જોઈએ."એલ્વિસે આટલું કહી કિઆરા કપાળ પર ચુંબન કર્યું.કિઆરાએ માથું હકારમાં હલાવ્યું.

એલ્વિસે કિઆરાને તેનો ફોન આપ્યો અને કિઅારાએ આયાનને વીડિયો કોલ લગાવ્યો.આયાને ફોન ઉપાડ્યો.તે ખૂબજ ઉદાસ જણાતો હતો.

"હાય આયાન."કિઆરાએ કહ્યું.કિઆરા હજીપણ એલ્વિસના આલિંગનમાં હતી.અાયાન તે સમજી ગયો.

"આઇ એમ સોરી.મને ખબર છે કે તું મને પસંદ કરે છે.મે જ તને કહ્યું હતું કે હું પ્રેમ પર વિશ્વાસ નથી કરતી પણ બધું આટલી જલ્દી બદલાઇ જશે મને તે વાતની ખબર નહતી.એલ્વિસ મારા જીવનમાં આવ્યાં અને તેમણે મારા પ્રેમ પ્રત્યેના વિચારો બદલી નાખ્યાં.આઇ એમ સોરી.મે તને ડિનર માટે ના કહી પણ આ સાંજ હું તેમની સાથે ગાળવા માંગતી હતી.આ એક મહિનાનો વિયોગ મને સમજાવી ગયો કે તેઓ મારા માટે શું છે?તું જમ્યો?"કિઆરાએ પુછ્યું.

"મને કશુંજ ખાવાની ઇચ્છા નથી."આયાન દુઃખી સ્વરે બોલ્યો.

"અચ્છા,એવું?હમણાં તારા ઘરનો બેલ વાગશે....વાગ્યોને?હ‍ા તો જા તારો ડ્રાઇવર છે જે મારા તરફથી તને કઇંક આપશે.ખોલ તેને."કિઆરાએ કહ્યું.

" અા તો ટિફીન છે."આયાને કહ્યું.

"હા આયાન,આ આલુપરાઠા,પુલાવ,રાયતુ અને ગાજરનો હલવો મે બનાવ્યો છે.જમી લે પ્લીઝ અને હા મારો દોસ્ત બનીશ?તારા જેવો દોસ્ત મળવો તે મારું સૌભાગ્ય હશે."કિઆરાએ કહ્યું.

"શ્યોર કિઆરા,પણ એલ્વિસ સરને પુછ્યું તે?તેમને વાંધો ના હોય તો મને શું વાંધો હોય.તારો દોસ્ત બનવું મારું પણ સૌભાગ્ય છે."આયાને કહ્યું.

એલ્વિસે ફોન પોતાના હાથમાં લીધો અને કહ્યું,"એક શરત છે કે તારે મારી દોસ્તી પણ સ્વીકારવી પડશે અને હા મારી જાનની જાન બચાવવા માટે થેંક યું.હવે પ્લીઝ જમી લે."એલ્વિસે કહ્યું.

આયાનના ચહેરા પર હાસ્ય આવ્યું તેણે જમવાનું શરૂ કર્યું.તેમના ત્રણેયની એક અનોખી દોસ્તીની શરૂઆત થઇ ગઇ હતી.

કિઆરા અને એલ્વિસ એકબીજાના આલિંગનમાં દરિયાને જોતા જોતા એકબીજા સાથે મૌનથી અને સ્પર્શથી વાતો કરતા હતાં.
"કિઆરા,તે મને એક વાત ના કહી કે શું હું તને ઇમ્પ્રેસ કરી શક્યો મારા ડાન્સથી?"

"શું લાગે છે તમને?ડેશિંગ સુપરસ્ટારના જાદુથી કોઇ બચી શક્યું છે જે હું બચી શકું?એલ્વિસ મને તમારી સાથે ડાન્સ કરવો છે."કિઆરાએ કહ્યું.

"અહીંયા?પણ મ્યુઝિક વગર કેવી રીતે તે શક્ય થશે?"

"સંગીત તો આપણી ચારેય તરફ છે.આ ઘુંઘવાટા મારતા દરિયાના મોજાનું સંગીત,આ હવાનું સંગીત અને એકબીજા માટે ધડકી રહેલા આપણા હ્રદયનું સંગીત.શું એટલું ઇનફ નથી?ચલોને."કિઆરાએ કહ્યું.

એલ્વિસ ઊભો થયો અને કિઆરાનો હાથ માંગ્યો.કુદરતના મધુર સંગીતમાં,આહલાદક વાતાવરણમાં એકબીજામાં ખોવાઇને તે બંને ડાન્સ નહીં પણ પ્રેમનો એકરાર કરી રહ્યા હતાં.

લગભગ ક્યાંય સુધી આમ જ એકબીજામાં ખોવાઇને ડાન્સ કરી રહેલા કિઆરા અને એલ્વિસ થાકીને રેતી પર બેસી ગયાં.

"કિઆરા,આપણે વિન્સેન્ટને અહીં બોલાવીને તેને આ વાત કહેવી જોઇએ."એલ્વિસે કહ્યું.

"હા તેમની સાથે તો મારે હિસાબ ચુક્તે કરવાનો છે.બોલાવો તેમને આજે તો તેમની ખેર નથી."કિઆરા દાંત ભીસીને બોલી.

એલ્વિસે વિન્સેન્ટને બોલાવ્યો અને થોડીક જ વારમાં વિન્સેન્ટ આવી ગયો.કિઆરા તેને જોઇને શેતાની રીતે હસી.

શું કિઆરા અને એલ્વિસના આ પ્રેમની સફર આટલી સરળ રહેશે?
આ ટ્વિસ્ટેડ લવસ્ટોરીમાં શું નવો ટ્વિસ્ટ આવશે?
જાણવા વાંચતા રહો અને હા આ પ્રેમભર્યો ભાગ કેવો લાગ્યો જરૂર જણાવજો.