Premni Kshitij - 24 books and stories free download online pdf in Gujarati

પ્રેમની ક્ષિતિજ - 24
સતત સાથે હોવાનો અહેસાસ એટલે સંવાદોની સાતત્યતા. કોઈ સાથેની ગાઢ મૈત્રી કે પ્રેમ કદાચ સંવાદની જ સાનુકૂળતા છે. પ્રેમ માટેનું અક્ષયપાત્ર એટલે સંવાદ, અને જ્યારે એકબીજા સાથેની વાતો જ ખૂટી જાય ત્યારે પ્રેમ કે મૈત્રી આપોઆપ અદ્રશ્ય થઇ જાય છે.

કે.ટી. ના વ્યક્તિત્વની આલય ઉપર જબરદસ્ત અસર થઈ. પોતાના પ્લસ-માઇનસ પોઇન્ટને શોધતો થઈ ગયો. આ બાબતે જ તે ઉર્વીશભાઈ સાથે વાત કરે છે,
"પપ્પા તમે કે. ટી. નું નામ સાંભળ્યું?"

ઉર્વીશભાઈ બોલ્યા, " હા દીકરા તેને કોણ ન ઓળખે? ગારમેન્ટના બિઝનેસમાં થોડા સમયમાં નંબર સુઘી વન પહોંચનાર એક શિસ્તબદ્ધ વ્યક્તિ."

આલય હસતા હસતા બોલ્યો પપ્પા મૌસમ તેની જ એકની એક દીકરી છે."

ઉર્વીશભાઈ વિચારમાં પડી ગયા અને બોલ્યા, "તેમને ખબર છે કે તું અને મૌસમ..?."

આલયે કહ્યું, "ના પપ્પા હજી મૌસમે કંઈ જણાવ્યું નથી.
મૌસમ એમ ઈચ્છે છે કે અમારું ભણવાનું થોડું પૂરું થઈ જાય પછી આ વાત ઘરમાં થાય."

ઉર્વીશભાઈ એ પૂછ્યું, "મૌસમને ખબર છે કે તે આ વાત તે અમને જણાવી દીધી છે?"

આલયે કહ્યું, " હા પપ્પા ને આપણા ઘરની બધી જ વાત કરી છે અને મૌસમ પણ તમને બંનેને એક વાર મળવા ઈચ્છે છે."
ત્યાં તો વિરાજબેન ચા લઈને આવે છે આ સંવાદ સાંભળીને પૂછે છે, " કોને મળવું છે?"

ઉર્વીશભાઈi હસતા હસતા કહે છે, "આલયની વહુ તેની સાસુ ને મળવા માંગે છે."

વિરાજબેન મૂંઝાઇ જાય છે."સરખું કહોને ઉર્વીશ."

આલય જ કહી દે છે, "મમ્મી મૌસમ તમને બંનેને મળવા માંગે છે."

વિરાજબેન સ્મિત કરતાં બોલ્યા," મારા ઠાકોરજી પણ એ જ ઇચ્છે છે કે હું તેનું સુંદર મુખ નિહાળી લઉં, આલય કાલે સાંજે મેં સત્યનારાયણની કથા રાખી છે તું કાલે જ મૌસમ ને લઈ આવજે."

આલય હરખાઈ ગયો. અને મૌસમને જલ્દીથી આ વાત જણાવી દેવા કોલેજ માટે નીકળી ગયો.

****************************************

નિર્ભય આજે વહેલો આવી ગયો. વારંવાર લેખા સાથે વાત કરવાનું મન થતું હતું. એટલામાં જ તો સામેથી સુંદર ઓફ વ્હાઇટ ડ્રેસમાં લેખાને આવતી નિર્ભય જોઈ રહ્યો.

નિર્ભયે સામેથી લેખાને બોલાવી, " હેલ્લો લેખા કેમ છે?"

લેખાએ કૃત્રીમ હાસ્ય કરતા કહ્યું, "મજામાં."

નિર્ભય મજાક કરતા બોલ્યો, " મજામાં હોય તેવું લાગતું તો નથી?"

લેખા અણગમાથી બોલી, " મિસ્ટર નિર્ભય તમારે કદાચ ભણવા સાથે કોઈ લેવાદેવા નથી, મારો ક્લાસ મિસ થાય છે, બાય.."

નિર્ભય ધીમેથી બોલ્યો," ભણવાની પાછળ ઘણું બધું મિસ થઈ જશે."

લેખા ગુસ્સાથી બોલી ,"શું બોલ્યા તમે?"

નિર્ભયે કહ્યું, "કંઈ નહીં આપણો ક્લાસ મિસ થાય છે એમ."

લેખા ફટાફટ નીકળી ગઈ.

નિર્ભય તેની પાછળ પાછળ ગયો. લેખાની પાછળની બેંચ પર બેસી તેને વળી પાછી બોલાવી, " સાંભળ લેખા મને કાલે અમુક ચેપ્ટરમા થોડું સમજાતું નથી, તું ક્યારે ફ્રી હોઇશ?"

હવે લેખા સાચે ગુસ્સે થઈ ગઈ."હું ફ્રી નથી, અને તમારા માટે તો જરા પણ નહીં."

નિર્ભયે ઉદાસ સ્વરે કહ્યું," હશે, મને એમ કે તે દિવસે મેં તમને કંપની આપી તો તમને એમ થતું હશે કે તમે મારા ઉપકારનો બદલો વાળી દો અને એ બહાને હું તમારી પાસેથી થોડું શીખી લવું."
અને છેલ્લી બેન્ચ પર જઈને બેસી ગયો.

આખા લેક્ચરમાં લેખાને નિર્ભયના શબ્દો સંભળાયા કર્યા.
મનમાં ને મનમાં પસ્તાવો થયો, પોતાની જાત સાથે વાત કરતાં કરતાં કહ્યું," મૌસમેં કહ્યું એટલે તો નિર્ભયે મારી મદદ કરી હતી. હુ નિર્ભય ઉપર ખોટી ગુસ્સે થાઉં છું પણ શું કરું આલય સિવાય મારું મન કોઇને પોતાનું માનતું જ નથી."

લેક્ચર પૂરો થતાં જ લેખા સામેથી નિર્ભય પાસે ગઈ, અને કહ્યું.." સોરી મેં તમને કંઈક વધારે જ કહી દીધું."

નિર્ભય ખુશ થઈ ગયો, "તમારે ખીજાવાને બહાને પણ મને રોજ કંઈક કહી જ દેવું એ બહાને આપણી વચ્ચે વાતચીત થશે.

લેખા સંકોચ સાથે બોલી, " તમને સાચું કહું નિર્ભય મને વાતો જ ઓછી કરવી ગમે."

નિર્ભય પણ બોલ્યો, " હું પણ તમને એક સાચી વાત કહી દવુ ?હું પણ બધા સાથે વાતો નથી કરતો.અને હું તમારી પાસેથી ફક્ત સાચી અને નિખાલસ મૈત્રીની જ અપેક્ષા રાખું છું વધારે કંઈ નહીં લેખા, અને આ વાતની ગેરંટી આપું છું."

લેખા પણ હળવાશથી બોલી, "ઇટ્સ ઓકે નિર્ભય."

નિર્ભય બોલ્યો," હવે હું તમારો મિત્ર બની શકીશ?"

લેખાએ હસીને હા પાડી.


*****************************

મૌસમને જોઈ આલય તેની પાસે ગયો...
" હાઈ જાનુ.."

મોસમે રોમેન્ટિક આલયને જોઈ કહ્યું, "કેમ આજે વધારે પડતો ખુશ લાગે છે ?"

આલયે ઉત્સાહથી કહ્યું, "સમાચાર તો તું ખુશ થઈ જાય એવા છે."

મૌસમે કહ્યું, "જલ્દી બોલ."

આલય બોલ્યો, "કાલે મમ્મીએ સત્યનારાયણની કથા રાખી છે અને ચીફ ગેસ્ટ તરીકે તું છે."

મૌસમ બોલી, "સાચું બોલે આલય? મને તો ડર લાગવા માંડ્યો આ બધું બહુ જલદી નથી થતું.?"

આલયે મોસમને પ્રેમથી કહ્યું, "આપણે હંમેશા ઈશ્વરે આપેલા સમયને વધાવી લેવો જોઈએ મૌસમ."

મોસમ એ આલયનો હાથ હાથમાં લઇ અને કહ્યું, " હું ઈશ્વરની ખુબ જ આભારી છું હું હંમેશા આવા પ્રેમ માટે ઝંખી છું આલય..... એટલે જ એક સાથે બધા સુખો મળતાં મને મારા નસીબ ઉપર વિશ્વાસ નથી આવતો."

આલયે કહ્યું, "આ તો હજી શરૂઆત છે, હું દુનિયાની બધીજ ખુશીઓ તને આપવા માંગું છું અને સાથે સાથે કુટુંબ નો પ્રેમ પણ જેથી તારું જીવન હંમેશા હર્યું ભર્યું રહે."

આ સાંભળી મોસમ મનોમન ઈશ્વરને આલયની ખુશીઓ માટે પ્રાર્થના કરવા લાગી......

મારી મીઠી નજર લાગે છે મારા જ પ્રેમને,
અને સપનાની જેમ સઘળું થઈ જાય આભાસી.....

સ્વપ્નિલ ને પાછી આસમાની,
આંખો બોલાવે મને નમણી સાંજે.......

શબ્દોના વમળમાં ગૂંચવાયું મન,
દોડીને જવું કે શોધી લવું એક નવું બહાનું,....

હૃદય અને મનની દ્રિધા ભૂલીને,
બોલાવે નિર્મળ હૃદય જીવી લઈએ મનગમતું.....

એ ક્ષણે..... એક ક્ષણ .......એક ક્ષણ
પછી છોને લાગતી મીઠી નજર........

આવતા ભાગમાં જોઈશું કે વિરાજ અને મૌસમ શું સંવાદ રચે છે?

નિર્ભય અને લેખા ની મૈત્રી કેવા નવા પરિમાણો રચે છે?

(ક્રમશ)