VISH RAMAT - 6 books and stories free download online pdf in Gujarati

વિષ રમત - 6

એક તરફ જગતનારાયણ ચૌહાણ અને હરિવંશ બજાજ ની મિટિંગ ચાલતી હતી તે વખતે અનિકેત અને વિશાખા બંને જન વિશાખા ના બેડ રૂમ માં એક બીકના પ્રેમ માં તરબોળ થઇ ગયા હતા . વિશાખા પોતા ના બેડ પર પગ લાંબા કરીને બેડના ટેકે બેઠી હતી અનિકેતે તેના ખોળાના માથું રાખીને બેડ પર લંબાવ્યું હતું વિશાખા ધીમે ધીમે અનિકેત ના માથા માં હાથ ફેરવતી હતી

" અનિકેત હું વર્ષ ની હતી ત્યારે મારી માં નું ડેથ થઇ ગયું ..ત્યાર પછી મને મારા ડેડી નો પ્રેમ મળ્યો નથી .." વિશાખા શૂન્ય મસ્તકે આંખો ખુલ્લી રાખીને સામેની દીવાલ સામે જોઈને બોલી .

" વિશુ કોઈ પણ બાપ પોતાની પત્ની ના મૃત્યુ પછી પોતાની એક ની એક ડીકેય ને આમ તરછોડી દે એવું હું નથી માનતો " અનિકેતે તેના હાથ પર કિસ કરીને તેને સમજાવવા નો પ્રયત્ન કર્યો .

" તમે ખબર નથી અનિકેત હું જેમ કહું તેમ મારા પાપા ક્યારેય કર્યું નથી હંમેશા મારાથી વિરુદ્ધ નિર્ણયો લે છે એમની નિર્ણય મને ગમશે કે નહિ એતો વિચારતા નથી બસ એમની વાત મારે માનવી પડશે એમ કહે છે "

" વિશુ તારા પાપા ના મતે તારા માટે સારું શું છે પોતે સમજતા હોય એટલે તને પ્રમાણે વર્તવાની સલાહ આપે છે અને તને એવું લાગે છે કે પોતાના નિર્ણયો તારા પર થોપે છે "

" તું મને નહિ સમજી શકે અનિકેત જ્યારથી મારી માં મારી છે ત્યારથી અચાનક મારા પ્રત્યે નું મારા પાપા નું વર્તન વિચિત્ર થઇ ગયું છે ..નાની હતી ત્યારે નાની વાતો માં ઝગડા થતા અને મોટી થઇ ત્યારે હવે મોટી વાતો માં જગડા થાય છે અનિકેત જો અંશુ મારી લાઈફ માં ના હોટ તો કદાચ હું આજે જીવતી ના હોત એને મને માં અને પાપા બંને નો પ્રેમ આપ્યો છે .." વિશાખા શ્વાસ લેવા માટે રોકાઈ

" વિશુ ક્યારેક સૌથી નજીક ના બે માણસો માટે. બહુ મોટા મતભેદ હોય છે ..પણ મતભેદ ના કારણે મનભેદ ક્યારેય ના થવા જોઈએ "

" તારી વાત મને સમજાય છે " વિશાખા અનિકેત ના કપાળ પર કિસ કરી " પણ મારે પણ મારા વિચારો હોય હું પણ મારી રીતે કૈક કરવા માગું છું તો મારા પાપા ને શું વાંધો હોઈ શકે હું મારી સુંદરતા નો ઉપયોગ કરીને ફિલ્મો માં કામ કરું એમાં કોઈને શું વાંધો હોય " વિશાખા છેલ્લા શબ્દો થોડું ભાર દઈને બોલી

" વિશુ તારે કામ કરવું છે આગળ વધવું છે એમાં કોઈને કશો વાંધો ના હોઈ શકે પણ તારે ફિલ્મો માં કામ કરવું છે એટલે કદાચ તારા પપ્પા ને એમ લાગે છે કે જો તું ફિલ્મો માં કામ કરીશ તો એમની રેપ્યુટેશન બગડશે એટલે તે કદાચ તને ફિલ્મો માં કામ કરવા દેવાની ના પાડે છે અને તને એવું લાગે છે કે તારી વાત નો વિરોધ કરે છે ." અનિકેત વિશાખા ni આંખ માં આંખ મિલાવીને બોલતો હતો કદાચ વિશાખા ને સમજવાનો પ્રયત્ન કરતો હતો કે એના પિતાજી ની વિરુદ્ધ કઈ ના કરે . પણ એને ક્યાં ખબર હતી કે જે વિષ રમત ની શરૂઆત થઇ ચુકી છે એમાં એની સચ્ચાઈ વળી વાત ની કોઈ કિંમત નથી

" તું અસલ અંશુ જેવી સલાહ આપે છે ક્યારેક તો એવું લાગે છે કે મારા પાપા ની સાઈડ લઈને મને સમજાવે છે ..."

" એવું નથી વિશુ....”

અનિકેત વિશાખા ની વાત કાપીને કંઈક કહેવા જતો હતો પણ વિશાખાએ અનિકેત ને અટકાવ્યો અને અનિકેત ની આંખ માં આંખ નાખીને બોલી " અનિકેત જ્યાં સુધી મારા પાપા ની રેપ્યુટેશન નો સવાલ છે ત્યાં સુધી કહેવાતી રેપ્યુટેશન ત્યારે પુરી થઇ ગઈ તી કે જયારે આખા દેશ ના મીડિયા વાળાઓ ન્યૂઝ એક મહિના સુધી ચલાવ્યા તા કે મિસિસ મધુ હરિવંશ બજાજ નું ખૂન છે કે આત્મહત્યા ,,,,!!" વિશાખા છેલ્લા શબ્દો થોડા મોટા અવાજે બોલી હતી

ચાલ આપણે બીચ પર જઇયે મૂડ ફ્રેશ થશે " વિશાખા એક કાબેલ છોકરી હતી તેને લાગ્યું કે પરિસ્થથી વણસી રહી છે એટલે એને જુના વિચારો તરત ખંખેરી નાખ્યા અને અનિકેત નો હાથ ખેંચીને બહાર લઇ ગઈ . એને ક્યાં ખબર હતી કે એની જિંદગીમાં થોડીકજ ક્ષણો માં મિતુ તોફાન આવવા નું છે !!!

હરિવંશ બજાજ ની ભવ્ય કેબીન માં હરિવંશ , સહકાર મંત્રી જગતનારાયણ ચૌહાણ , એમનો ખાસ માણસ અશોક ત્રિપાઠી અને અંશુમાન હાજર હતા .

હરિવંશ ની વાત સાંભળ્યા પછી જગતનારાયણ બોલ્યા " તમે મારા દીકરા સુદીપ ચૌહાણ ને તો ઓળખતા હસો ..મારી ઈચ્છા છે કે મારા દીકરા સુદીપ ના લગ્ન તમારી દીકરી સાથે થાય "

વાત સાંભળી ને હરિવંશ મનોમન ખુબ ખુશ થયા ..હરિવંશએ વિચાર્યું કે વિશાખા ના લગ્ન જગત નારાયણ ના દીકરા સાથે થાય તો પોતાની કંપની ક્યાં થી ક્યાં પહોંચી જાય ..કારણ કે નેક્સટ ઇલેકશન પછી જગતનારાયણ રાજ્ય ના મુખ્યમંત્રી બનવાના હતા નક્કી હતું એક બાજુ હરિવંશએ તો મનોમન જગતનારાયણ નો પ્રસ્તાવ સ્વીકારી લીધો હતો ..પણ જગતનારાયણ ની વાત સાંભળી ને અંશુમાન થોડો વિચલિત થઇ ગયો હતો અંશુમાન ને જગતનારાયણ ની વાત માં કોઈ મોટા તોફાન ની ભનક આવતી હતી ..અંશુમાન ને લાગ્યું કે હરિવંશ ક્યાંક અત્યારે જગતનારાયણ નો પ્રસ્તાવ ના સ્વીકારી લે નહીંતર મોટી મુશ્કેલી થશે હાજી તો કંઈક વિચારે પહેલાજ હરિવંશ બોલ્યા " મને તમારો પ્રસ્તાવ મંજુર છે " અને ઉત્સાહ થી બંને હાથ મિલાવ્યા .

." સર આપણે એક વાર વિશાખા ને તો પૂછી લઈયે " અંશુમાને એકદમ થી કહ્યું

" કામ તારું છે " હરિવંશએ અંશુમાન ને સીધો જવાબ આપ્યો .

" વેલ તો ધંધો તો ધંધા ની જગ્યા થતો રહેશે પહેલા લગ્ન ની તૈયારીઓ કરીયે " જગતનારાયણ આટલું બોલી ને હરિવંશ ને ભેટી પડ્યો ..અંશુમાન ના મગજ માં ભય ની લહેરકી દોડી ગઈ જાણતો હતો કે વિશાખા લગ્ન માટે તૈયાર નહિ થાય અને જો એવું થશે તો બહુ મોટી મુસીબત થશે

એક તરફ હરિવંશએ જગતનારાયણ ના દીકરા સાથે વિશાખા ના લગ્ન નક્કી કરી લીધા હતા અને બીજી તરફ વિશાખા ઢળતી સાંજે દરિયા કિનારે અનિકેત ના હાથ માં હાથ નાખી ને ચાલતી હતી ત્યાં અનિકેત ના મોબાઈલ માં રિંગ વાગી .

.અનિકેતે ફોન રિસીવ કર્યો ..મી. અનિકેત ધ્યાન થી સાંભળો વિશાખા ની હાજરી માં કઈ બોલતા નહિ તમે જલ્દી માં જલ્દી તમારા ઘેર આવો મારે તમારું અગત્ય નું કામ છે " સામેથી આટલું બોલીને પેલા માણસે ફોન કટ કરી નાખ્યો અનિકેત વિચાર માં પડ્યો કે આવો ફોન મને કોને કર્યો હશે? અને મારુ ઘેર શું કામ હશે? અને ફોન વિષે વિશાખા ને કઈ કહેવાની કેમ ના પડી હશે? એનો મતલબ એજ થયો કે ફોન કરનાર માણસ જાણે છે કે હું અત્યારે વિશાખા જોડે છું .. છેવટે અનિકેતે નક્કી કર્યું કે તે વિશાખા ને ફોન વિષે કઈ કહેશે નહિ ..બંને જણ એકબીજાનો હાથ પકડી ને દરિયા કિનારા ની ભીની રેતી માં ચાલતા હતા .વિશાખા પોતાની આવનારી કેરિયર વિષે વિચારતી હતી અને અનિકેત ને ઘેર જવાની ઉતાવળ હતી ..

" વિશાખા મારે એક જગ્યા મિટિંગ છે જવું પડશે " અનિકેતે થોડા ઉતાવળા અવાજે કહ્યું

" અનિકેત તું તારી મિટિંગ ના ચક્કર માં મારી કેરિયર ના ભૂલી જતો " વિશાખા ધારદાર નજર નાખ્યા કહ્યું " નોટ એટ ઓલ તું તો મારી પ્રીયોરીટી છું " અનિકેતે વિશાખા ના હાથે કિસ કરી ને બંને અનિકેત ની ગાડી પાર્ક કરી હતી જગ્યા તરફ ચાલવા લાગ્યા .

••••••

" × ૫૦ ની વીશાળ કેબીન માં મુખ્ય ટેબલની પાછળ મોટી ડિઝાયનર રિવોલવિંગઃ ચેરમાં બેથેલસ સુદીપે કહ્યું સુદીપ ગોરો કાન અને કસાયેલું બોડી ધરાવતો હતો ..જગતનારાયણ ચૌહાણ રાજ્ય ના સહકાર મંત્રીજી હતા અને તેમનો દીકરો સુદીપ ચૌધરી જનહિત પાર્ટી નો પ્રદેશ નો ઉપાધ્યક્ષ હતો .તેની બરાબર સામે ની ચેર માં સૂર્ય સીંગ બેઠો હતો તેનો રંગ કાળો હતો પણ હાઈટ બોડી માં સુદીપ થી જરાય કમ હતો ..સૂર્ય સીંગ અને સુદીપ બચપણ ના મિત્રો હતો સૂર્ય સીંગ આમતો પંજાબી હતો પણ એમની કુટુંબ પેઢી થી મુંબઈ માં રહેતું હતું જગતનારાયણ ને પદવી પર લાવવા સુદીપ અને સૂર્ય સીંગે સરખો મહેનત કરી હતી ..જગતનારાયણ ને મંત્રી બનાવવા માટે સારા ખોટા બધા કામો બંને જોડે મળીને કર્યાં હતા . એવું કહેવામાં જરાય અતિ શયોક્તિ નથી કે સૂર્ય સીંગ સુદીપનો પડછાયો હતી એટલે કે સૂર્ય સીંગ સુદીપ નો પડતો બોલ જીલતો .સૂર્ય સીંગ ટેબલ પર કાચનું પેપર વેંટ ગોળ ફેરવી રહ્યો હતો " સુદીપ બાપુજી ને કેન્દ્ર થી તો ફૂલ સપોર્ટ છે પણ એના માટે ખુબ બધા પૈસા પણ જોઈશે સૂર્ય સીંગે પોતાની આશંકા વ્યક્ત કરી જનહિત પાર્ટી માં જગતનારાયણ ને બધા બાપુજી કહેતા .

" એનો રસ્તો પણ વિચારી લીધો છે સૂર્યા અને એના માટે મારે વિશાખા બજાજ જોડે લગ્ન કરવા પડશે બાય હુક ઓર કુક " થોડીવાર કોઈ કશું બોલતું નહિ ,

" કારણકે હરિવંશ બજાજ ના અબજોની મિલકત ની એકની એક વારસદાર છે વિશાખા બજાજ " સુદીપ એક એક શબ્દ પર ભાર દઈને બોલતો હતો " પણ સાંભળ્યું છે કે એને તો ફિલ્મો માં હિરોઈન બનવાનું ભૂત સવાર છે " " એનું ભૂત ઉતારવાની વ્યવસ્થા પણ થઇ ગઈ છે બધો ખેલ પડી જશે " સુદીપ ના ચહેરા પર સ્મિત આવ્યું