VISH RAMAT - 10 books and stories free download online pdf in Gujarati

વિષ રમત - 10

વિષ - રમત ૧૦

10

" વિશુ તારે તારા પાપા ની વાત માની લેવી જોઈએ જો તને ફિલ્મો માં કામ કરવાની હા પડતા હોય તો તારે કહે છોકરા સાથે લગ્ન કરી લેવા જોઈએ " અનિકેત સહજ ભાવે બોલ્યો .બંને જન અત્યારે વિશાખા ના ભવ્ય બેડરૂમ માં વિશાળ બેડ પર એકબીજાના હાથ પકડીને બેઠા હતા વિશાખા બીજા હાથે અનિકેત na માથા માં હાથ ફેરવતી હતી

" અનિકેત મુંબઈ માં આટલા બધા ફોટોગ્રાફર છે છતાં મારો પોર્ટફોલિયો બનાવવા માટે તને પસંદ કર્યો અને તને મળ્યા પછી મને લાગ્યું કે મેં મારા નિર્ણય માં કોઈ ભૂલ નથી કરી ..અનિકેત મેં મારા લાઈફ પાર્ટનર માટે અસલ તારા જેવો છોકરો ઈચ્હ્ચ્યો તો જે મને પુરી તરહ સમજે મને પ્રેમ આપે અને દીવની હોટેલ માં મેં તારી સાથે વાત કરી ત્યારેજ મેં નક્કી કરી લીધું હતું કે તુજ મારો લાઈફ પાર્ટનર છે અને રહી પાપની વાત તો એમને લીધે મેં મારી જિંદગીમાં બહુ કોમ્પ્રોમાઇઝ કર્યું છે ..હવે હું નહિ કરું ..આઈ લવ યુ " કહીને વિશાખા અનિકેત ના હોઠ ચૂમી લીધા અનિકેત પણ તેની લાગણી પર અંકુશ ના રાખી શક્યો

•••••

" તમારો આદેશ સર આખો પર તિવારી સાહેબ તમે કહેશો પ્રમાણે રાજ્ય માં ચૂંટણી લડાશે .ઉમેદવાર પણ તમે નક્કી કરો રહેશે " દિલ્હી થી પ્રજાહિત પાર્ટી ના રાષ્ટ્રીય અધ્યક્ષ હરકિશન તિવારી સાથે ફોન માં વાત કરતા કરતા જગતનારાયણ ચૌહાણ મંદ મંદ હસતા હતા કારણ કે રાષ્ટ્રીય અધ્યક્ષ તેમના ફાયદા ની વાત કરતા હતા જગતનારાયણ ની સામે અશોક ત્રિપાથી પણ બેઠો હતો તેના ચહેરા પર પણ હાસ્ય હતું .

" જગતનારાયણ મેં હાજી સુધી ચાલુ મુખ્ય મંત્રીને વાત કરી નથી સૌથી પહેલા તમને ઓફર છે રાજ્ય ની કુલ ૨૩૨ સીટો છે પ્રત્યેક સીટ ના કરોડ પાર્ટી ફંડ આપે તેને ટિકિટ આપવાની છે " હરકિશન તિવારીએ સ્પષ્ટ કહ્યું . સાંભળીને જગતનારાયણ વિચાર્યું કે સોદો લગભગ ૪૫૦ કરોડ નો થાય અને હવે પોતે હરિવશ બજાજ નો વેવાઈ બનવાનો છે તેથી તેને પૈસા ની ચિંતા નહતી એટલેજ તેને એક પણ મિનિટ નો વિલંબ કાર્ય વગર રાષ્ટ્રીય અધ્યક્ષ ની વાત સ્વીકારી લીધી

" સર પૈસા નો તો કોઈજ સવાલ નથી .." જગતનારાયણ આટલું બોલ્યો ત્યાંજ તેની કેબીન નો દરવાજો ખુલ્યો અને સુદીપ ચૌહાણ અને સૂર્ય સીંગ અંદર પ્રવેશ્યા ..ફક્ત બે જણા હતા કે જેનો કોઈ ની પણ પરમિશન લીધા વગર જગતનારાયણ ની કેબીન માં આવી શકતા ..." પૈસા તો તમે કહો ત્યારે મોકલાવી દઈશ પણ ફક્ત એટલું ધ્યાન રાખજો કે ઉમેદવારનું લિસ્ટ હું કહું એમ તૈયાર થાય " જગત નારાયણ આટલું બોલી સુદીપ સામે જોયું સુદીપ પણ સમજી ગયો કે કોનો ફોન ચાલે છે તેના ચહેરા પર પણ સ્મિત હતું

" તમે પાર્ટી નું ધ્યાન રાખજો પાર્ટી તમારું ધ્યાન રાખશે જયહિન્દ " એટલું કહીને જનહિત પાર્ટી ના રાષ્ટ્રીય અધ્યક્ષે ફોન કટ કરી નાખ્યો

" જયહિન્દ " જગતનારાયણ ના ચહેરા પર એક વિજયી સ્મિત હતું તેને તેનો મોબાઈલ ટેબલ પર મુક્યો .." તમે બંને રાઈટ ટાઈમે આવ્યા છો " જગતનારાયણ સુદીપ અને સૂર્ય સિંહ સામે જોઈને કહ્યું " સાડા ચારસો કરોડ માં સી.એમ બનવાનું નક્કી કર્યું છે "

" એટલે પાપા રાષ્ટ્રીય અધ્યક્ષ માની ગયા ?" સુદીપે ઉત્સુકતા થી સવાલ પૂછ્યો

" દરેક સીટ ના બે કરોડ માં માન્યા " જગતનારાયણ કહ્યું

" એટલે મારે સૌથી પહેલા લગ્ન ની તૈયારી કરવી પડશે એમ ને " સુદીપે કહ્યું ..સૂર્ય સીંગ વિચાર માં પડ્યો કારણ કે અબ્દુલ નો રિપોર્ટ સારો નહતો !!!

••••••

ગુડ્ડુ મર્ડર કેસ ઇન્સ્પેક્ટર રણજિત દેશમુખ માટે માથા નો દુખાવો સાબિત થતો જતો હતો અત્યારે સાંજ ના વાગવા આવ્યા હતા ગુડ્ડુ ના મર્ડર ને ૧૨ કલાક થી પણ વધારે સમય થઇ ગયો હતો છતાં કોઈ ઠોસ સાબૂત રણજિત ના હાથ માં આવ્યું હતું તે અત્યારે પોતાની ચેર માં બેસીને સિગારેટ ના ઊંડા કાઢ લઇ રહ્યો હતો અને ગુડ્ડુ ની ડાયરી વિશે વિચારતી હતો ડાયરી માં ગુપ્ત ભાષા માં કૈક લખ્યું હતું સ્પષ્ટ પણે સમજાતું હતું પણ રણજિત એટલું સમજ્યો હતો કે ડાયરીમાં ગુડ્ડુ ગુપ્ત ભાષા માં કોઈજ વ્યક્તિઓ ના નામ તેમના ફોન નંબર્સ અને તેમની સાથે થયેલી પૈસાનો લેવડ દેવડ ના હિસાબ લખેલા હતા ..રણજિત એકાએક પોતાની ચેર પરથી ઉભો થયો અને કેબીન ની બહાર આવ્યો ત્યાં સબ ઇન્સ્પેક્ટર હરિ શર્મા અને બીજા બે હવાલદાર ચા પી રહ્યા હતા રણજિત ને જોઈને બધાએ ચા ના કપ ટેબલ પર મુખ્ય અને રણજિત ને સેલ્યૂટ કરી

" શર્મા તારો પેલો ખબરી છેને શુ નામ એનું? " રણજિત બોલ્યો

" પકિયો ..* હરિ શર્મા તરત જવાબ આપ્યો

" હા..એને ફોન કરી ને કહીદે જોગર્સ પાર્ક ની પાછળ વાળા મંદિરે આવીને ઉભો રે અમે આવીયે છીએ " રણજિત બહાર નીકળ્યો હરિ શર્મા અને બીજા બે હવાલદાર પણ તેની પાછળ બહાર આવ્યા .. દરમ્યાન હરિ શર્મા પકીયા ને ફોન કરીને મંદિરે હાજર થવાનો હુકમ આપી દીધો હતો પાંચ મિનિટ પછી રણજિત ની ગાડી પોલીસે સ્ટેશન ની બહાર નીકળી

લગભગ અડધો કલાક જિત ની ગાડી જોગર્સ પાર્ક ની પાછળ વાળા હનુમાન મંદિરમંદિરે પહોંચી . પકિયો ત્યાં બેઠો બેઠો બીડી પી રહ્યો હતો ગાડી જોને તેને બીડી ફેંકી અને પગથી હોલવી રણજિત અને હરિ શર્મા તેની નજીક ગયા પકીયા સલામ કરી

" પકીયા જગ્યા બતાવ કે જ્યારથી ગુડ્ડુ શાસ્ત્રી પાર્ક માં દાખલ થતો હતો " રંજીતે આદેશ આપતા અવાજે કહ્યું

" આવો સબ મેરે પીછે " કહીને પકિયો મુખ્ય રસ્તા બાજુ ગયો રણજિત અને હરિ શર્મા બંને તેની પાછળ ગયા ..મુખ્ય રસ્તા ની સામેની બાજુ જોગર્સ પાર્કની પાછળ ની દીવાલ હતી ત્રણેવ જણા રસ્તો ક્રોસ કરીને દીવાલ પાસે આયા દીવાલ ની અંદર ની બાજુ એક લીમડાનું ઝાડ હતું પકિયો ત્યાં ઉભો રહ્યો

" સબ વો આદમી યાહીંસે આતા જતા થા " પકીયા કોન્ફ્યુડન્સ થી કહ્યું

" તું કેસે કહે શકતા હૈ કી વો યાહાસે હી આતા જતા tha? " રંજીતે વેધક સવાલ પૂછ્યો . પકીયા થોડી વાર માથું ખંજવાળ્યું

" સબ નીમ કે પેડ હૈ વો મેરી નિશાની હૈ " પકીયા કહ્યું રણજિત અને હરિ શર્મા દીવાલ કૂદીને અંદર આવ્યા પકિયો બહારની બાજુ ઉભો રહ્યો રંજીતે આજુબાજુ નું નિરીક્ષણ કર્યું જે જગ્યા ગુડ્ડુ શાસ્ત્રી નું ખૂન થયું જગ્યા અહીંથી થોડી દૂર હતી . ગાર્ડન માં ગુડ્ડુ શાસ્ત્રી આટલી મોડી રાત્રે એક અઠવાડિયા માં બે ત્રણ વાર કેમ આવતો હશે રણજિત ને હાજી સમજાતું હતું રણજિત મુંબઈ પોલીસ નો એક બાહોશ ઇન્સ્પેક્ટર હતો ( રણજિત એક વૈજ્ઞાનિક ની છોકરી નો કેસ સોલ કર્યો હતો જેના છેડા છેક જૂનાગઢ ના જંગલ માં હતા ..ઇન્ટરપોલ અને સીબીઆઈ પણ કેસ ઉકેલી શકી હતી અને કેસ સોલ્વ કરવા માટે કેન્દ્ર સરકાર તરફ થી રણજિત ને મેડલ મળ્યો હતો વાંચવા માટે આપ મારી " નિર્દોષ ગુનેગાર ". નોવેલ અચૂક વાંચો જે લાયબ્રેરી માં ઉપલબ્ધ છે ") રંજીતે જોગર્સ પાર્ક ની જગ્યા નું બરાબર નિરીક્ષણ કર્યું પણ એને કાંસુ સમજાતું હતું અને વિચાર્યું તું કે ગુડ્ડુ શાસ્ત્રી અહીં આવતો હશે તો અહીંથી ક્યાંક આગળ તો જતો હશે .. અહીં ને અહીં તો ઉભોજ નહિ રહેતો હોય

અહીંયા પોઇન્ટ ની વાત બે છે કે કોઈ વ્યક્તિ આટલી મોદી રાત્રે પાર્ક માં શું કામ આવે? અથવા તો એને અહીં રાત વિતાવવી હોય પણ એતો પાછો જતો રહેતો હતો તો શકતા નો છેદ ઉડી જાય રણજિત નું મગજ અત્યારે ખુબ ઝડપથી વિચાર્યું હતું સામાન્ય રીતે આપણે એક જગ્યા જઇયે અને થોડીવાર પછી જગ્યા થી પાછા આવીયે તો એમાં મુખ્ય બે શક્તતા હોય એક તો આપડે ત્યાં કોઈ વ્યક્તિ ને મળીને પાછા નીકળી જઇયે પણ ગુડ્ડુના કેસ માં શક્ય હતું કારણ કે તે વારંવાર પાર્ક માં આવ જાવ કરતો હતો તો બીજી શાક્ત્યતા છે કે આપણે એક જગ્યા જઇયે અને થોડીવાર પછી પાછા આવીયે તો આપણે કોઈ વસ્તુ ખરીદી હોય અથવા કોઈ વસ્તુ વેચી હોય ..પરંતુ આટલી મોદી રાત્રે પણ શક્ય હતું .. ત્રીજી શક્તતા છે કે આપણે કોઈ વસ્તુ મૂકી હોય અથવા કોઈ વસ્તુ લીધી હોય રણજિત ના મગજ માં એક ઝબકારો થયો તેને ઝડપથી વિચારી લીધું " યસ ગુડ્ડુ શાસ્ત્રી આટલી મોદી રાત્રે જોગર્સ પાર્ક માં અવાર નવાર કોઈ વસ્તુ મુકવા કે લેવા આવતો હતો વસ્તુ પણ એવી હશે કે જેને દુનિયા ની નજર થી બચાવીને રાખવાની હશે " રંજીતે આટલું વિચારી લીધું તે સિગારેટ પર સિગારેટ પીતો હતો હરિ શર્મા તેની સૌ જોઈ રહ્યો હતો પકિયો દીવાલ ની પેલી બાજુ ઉભો હતો તેને સમજાતું હતું કે સાહેબ શું કરી રહ્યા છે " ગુડ્ડુ શાસ્ત્રી એવી કઈ વસ્તુ મુકવા કે લેવા પાર્ક માં આવતો હતો? અને એવાસ્ટ જે પણ કઈ હોય ગુડ્ડુ શાસ્ત્રી પાર્ક માં ક્યાં મુકતો હશે? " રણજિત નું મગજ કેસ સોલ કરવાની દિશા માં વિચારવા લાગ્યું હતું

••••••