VISH RAMAT - 11 books and stories free download online pdf in Gujarati

વિષ રમત - 11

વાચક મિત્રો વિષ રમત નો ૧૧ નો ભાગ તમારા હાથ માં છે ..આ પ્રકરણ ના અંતે તમને નહિ વિચારેલો ઝાટકો લાગવાનો છે અને પછી વિષ રમત કેવો ભરડો કેછે એનો તમને અંદાજ આવશે . મારી ચેલેન્જ છે કે તમે કદીયે નહિ વિચાર્યું હોય એવી ઘટના ઓ વિષ રમત માં બનશે ..તમે આવી વેબ સિરીઝ કે સીરીઅલ ક્યાર્રેય પણ નહિ જોઈ હોય ..અને હા નામે વિનંતી છે કે અભિપ્રાય આપજો પ્રણામ

11

વિશાખા ના બાંગ્લા ની બહાર બરાબર સામેની બાજુ થોડા ખુલ્લા મેદાન જેવો ભાગ હતો તેમાં થોડો કચરો પડ્યો હતો તેની થોડી ડાબી બાજુએ પાંચેક ગાડી પાર્ક થયેલી હતી અબ્દુલ બરાબર ગાડી ની પાછળ ઉભો હતો તેને vishakha પ્રત્યેક હરકત પર ધ્યાન આપવાનું કામ સોંપવામાં આવ્યું હતું અને એટલેજ એક એવી જગ્યા ઉભો હતો કે જ્યાં થી વિશાખા ના ઘરનો મુખ્ય દરવાજો તેમજ બાંગ્લા ની બહારનું પાર્કિંગ અને ગાર્ડન સ્પષ્ટ દેખાય ..વિશાખા અને અનિકેત ને બંગલામાં ગયે લગભગ બે એક કલાક થયા હતા બેકલાક દરમ્યાન સૂર્ય સીંગ ના ચાર ફોન આવી ગયા દરેક ફોન માં સૂર્ય સીંગ વિશાખા વિષે પૂછે ને અબ્દુલ દર વખતે એક જવાબ આપે નહિ સબ વો અભી અંદરહી હૈ ..તે થોડી બોમ્બઇયા ભાષા નું હિન્દી બોલતો હતો .. વિચારતી હતો કે અભી સૂર્ય સર કે ફોન આના ચાહિયે બહોત ટાઈમ હો ગયા એટલામાં સૂર્ય સીંગ નો ફોન આવ્યો અબ્દુલે ફોન રિસીવ કર્યો

" સાબ દો ઘંટે સે વો દોનો ઘરમેં ઘૂસેલ હૈ અભી બહાર હી નહિ આયે " અબ્દુલે ફોન માં સૂર્ય સીંગ ને રિપોર્ટ આપવાનું ચાલુ કર્યું

" તું વો દોનો પર બરાબર નજર રખ મૈ બાદમેં તુજે ફોન કરતા હું " સૂર્ય સીંગે કહ્યું " જૈસા આપ બોલો સબ " અબ્દુલ ને આ કામ કરવાનો કંટાળો આવતો હતો પણ તેને હુકમ નું પાલન કર્યાં વગર છૂટકો ન હતો તેને બીજી સિગારેટ સળગાવી

•••••••••

" અનિકેત જો તું મારો જીવન સાથી બને ને તો હું હિરોઈન ના બનું ને તો પણ વાંધો નહિ " વિશાખા કહ્યું ..વિશાખા અને અનિકેત બંને એકબીજાના બાહો માં બાહો નાખીને વિશાખા ના વિશાળ બેડ પાર સુતા હતા .. અત્યારે વિશાખા એકદમ પાગલ વાતો કરતી હતી ..અત્યારે તે જે બોલી અનિકેત માટે એકદમ નવી વાત હતી

" વિશુ તું મને એટલો પ્રેમ કરે છે કે તું તારી કેરિયર ચાલુ થતા પહેલા પુરી કરી નાખવા માંગે છે ?" અનિકેત તેની આખો ને ચૂમતા બોલ્યો

." એવું નથી અનિકેત પણ મને ખબર નથી પડતી કે આટલા ઓછા ટાઈમ માં મને તારી જોડે આટલી બધો પ્રેમ કેમ થઇ ગયો ?" વિશાખા અનિકેત ના કપાળ પાર કિસ કરી પછી બંને અપલક આંખે એકબીજા ની સામે જોવા લાગ્યા ..જાણે આખા બ્રહ્માંડ માં અત્યારે બંને એકલા હોય ..આદમ અને ઇવ ની જગ્યા ..અને થોડીવાર પછી બંને ના હોઠ એક થઇ ગયા

••••••

પ્રજાહિત પાર્ટી ના રાષ્ટ્રીય અધ્યક્ષ હરકિશન તિવારી સાથે વાત કર્યા પછી જગતનારાયણ ચૌહાણ જાણે એટલો ખુશ હતા કે પોતે હવે રાજ્ય ના ચીફ મિનિસ્ટર બનીગયા છે .

" સુદીપ હવે મને ચીફ મિનિસ્ટર બનતા કોઈ નહિ રોકી શકે પણ જેમ બને એમ જલ્દી આપણે પૈસા ની વ્યવસ્થા કરવી પડશે કારણ કે હું હરકિશન તિવારી ને જાણું છું એને જો પૈસા નહિ મળે તો વર્તમાન ચીફ મિનિસ્ટર અનંત રાય જોડે સોદો કરી નાખશે " જગતનારાયણ રોકાયા અને હવે તેમનો અવાજ ગંભીર થઇ ગયો

" અને હવે એવું થશે તો હું ક્યારેય ચીફમિનીસ્ટર નાઈ બની શકું ..અને હું એવું થવા નહિ દઉં ...સુદીપ તારે ગમે તેમ હરિવંશ બજાજ ની છોકરી વિશાખા જોડે લગ્ન કરવા પડશે " જગતનારાયણ સુદીપ સામે જોવા લાગ્યા

" બાપુજી તમે ચિંતા ના કરો આ વખતે તમે મુખ્યમંત્રી બનશો જ " સુદીપ મક્લમ અવાજે બોલ્યો પછી એને સૂર્ય સીંગ સામે જોયું સૂર્ય સીંગે સુદીપ ને ધીમે રહીને બહાર આવવા નો ઈશારો કર્યો સુદીપ સમજી ગયો

" બાપુજી અત્યારે એક કામ છે હું તમને પછી મળું " સુદીપે બહાર નીકળવા માટે જગતનારાયણ ની સામે બહાનું બતાવ્યું

" હા તું તારે જા તારું કામ પતાવ પણ હરિવંશ રે બજાજ ની છોકરી સાથે જલ્દી માં જલ્દી લગ્ન કેવી રીતે કરવા એ વિચાર " જગતનારાયણ કહ્યું સુદીપે જમણો હાથ છાતી પર મૂકીને. સહેજ નામી ને કહ્યું " જી બાપુજી " અને સુદીપ કેબીન ની ભાર નીકળી ગયો સૂર્ય સીંગે પણ સુદીપ ની અદા થી જ જગતનારાયણ ને નમન કાર્ય અને બહાર નીકળ્યો ત્યાં જગતનારાયણ ની બાજુમાં ઉભેલો અશોક ત્રિપાઠી મનમાં ને મન્ના મુશ્કુરાતો હતો કે હવે બાપુજી મુખ્યમંત્રી બની જ જશે પણ એને ક્યાં ખબર હતી કે મંઝિલ હાજી ઘણી દૂર હતી ..

સુદીપ ચૌહાણ અને સૂર્ય સીંગ ઓફિસ ની બહાર આવ્યા

સર અબ્દુલ નો ફોન આવ્યો તો પેલો ફોટોગ્રાફર હાજી વિશાખા બજાજ જોડે તરત રિપોર્ટ આપ્યો

" મને તો દળ માં કાળું લાગે છે ફોટોગ્રાફર નો વહીવટ જલ્દી થી કરવો પડશે " સુદીપ મક્કમ અવાજે બોલ્યો ..

" તમે કહો તો એને ઉડાવી દઉં? " સૂર્ય સીંગે સિગારેટ સળગાવી

" ના સૂર્ય એને ઉડાવી દેવાથી આપણી કામ. પૂરું નહિ થાય જો બંને પ્રેમ માં હોય અને આપણે ફોટોગ્રાફર ને મારી નાખીયે તો વિશાખા ને આદમી લાગે અને જો એને આદમી લાગે તો જ્યાં સુધી સદમાં માંથી બહાર ના આવે ત્યાં સુધી લગન કરવા તૈયાર ના થાય અને આપણ ને ખબર નથી કે સદમાં માંથી ક્યારે બાર આવશે આપડી જોડે એવો ટાઈમ નથી " સુદીપ ચૌહાણ અત્યારે ગહેરાઈ વિચારી રહ્યો હતો ..

" તો પછી આનો તોડ શું કાઢવો " સૂર્ય સીંગ સિગારેટ નો ધુમાડો બહાર કડતાં બોલ્યો

" આમ તો એવી રીતે કામ કરવું પડે કે આપ બી ના મરે અને લાકડી પણ ના તૂટે ..હવે એક માણસ છે જે વિશાખા બજાજ ની સંપૂર્ણ માહિતી આપી શકે એનો કોન્ટાક્ટ કરવો પડશે " સુદીપ બોલતો હતો પણ તેનું મગજ ગહેરાઈ થી વિચારતું હતું

••••••••

નહેરુ પાર્ક માં રંજીતે ચારે બાજુ આંટા માર્યા પણ હાજી કોઈ ઠોસ વાત તેના દિમાગ માં બેસતી નહતી ગુડ્ડુ શાસ્ત્રી નું મોદી રાત્રે વારંવાર નહેરુ પાર્ક માં આવવાનું કારણ તેને સમજાતું હતું ..હતી શર્મા પણ રણજિત ની સાથે સાથે ફરતો હતો ..પકિયો દિવાળી પેલી બાજુ ઉભો ઉભો બીડી પી રહ્યો હતો તે પણ કંટાળ્યો હતો તેને ચરસ પીવાની તલબ લાગી હતી પણ જ્યાં સુધી સહન જાય નહિ ત્યાં સુધી ત્યાંથી હાલી શકે તેમ હતો .રણજિત બાંકડા તરફ આવ્યો કે જ્યાં ગુડ્ડુ શાસ્ત્રી નું ખૂન કરવા માં આવ્યું હતું ત્યા પણ તેને કોઈ સુરાગ દેખાતો હતો . તપાસ દરમ્યાન રણજિત ગુડ્ડુ શાસ્ત્રી ની ગુડ ભાષા માં લખાયેલી ડાયરી ના પાના પણ યાદ કરતો હતો પણ તે કોઈ ઠોસ નતીજા પર આવી શકતો હતો ..એના વિચારો વચ્ચે તેના મોબાઈલ ની રિંગ વાગી ..ફોન. પોલીસે સ્ટેશન પરથી હતો

" રણજીત હિયર " રંજીતે ફોન રિસીવ કરતા કહ્યું

" સાહેબ ગુડ્ડુ શાસ્ત્રી ના મોબીલે નંબર ની લાસ્ટ મહિના ની ડીટેલ આવી ગઈ છે " સામેથી એક હવાલદાર બોલતો હતો

" હું આવું છું " કહીને ઝડપ થી ફોન કટ કર્યો ..કદાચ ડીટેલ માંથી કંઈક મળી જાય ..રણજિત ને એવી આશા જાગી રણજિત અને સબ . ઇન્સ્પેક્ટર હરિ શર્મા પાર્ક ની બહાર આવ્યા હરિ શર્મા પકીયા મેં વિદાય કર્યો ..બંને જણા જીપ માં બેઠા

લગભગ ૧૫ મિનિટ પછી રણજિત પોલીસ સ્ટેશન માં પોતાની ચેર પર બેઠો હતો તેના હાથ માં ગુડ્ડુ શાસ્ત્રી ના મોબાઈલ નંબર નો લાસ્ટ મહિના નો રેકોર્ડ હતો તેને જોયું કે જે રાત્રે ગુડ્ડુ શાસ્ત્રી નું ખૂન થયું તેના આગળ દિવસે સાંજે વાગ્યા થી રાત્રે ૧૧ વાગ્યા સુધી માં ગુડ્ડુ ચાર જણ ને ફોન કાર્ય હતા રંજીતે પહેલા ચાર જણા ને તપાસવાનું નક્કી કરું ચારેય જણ ના ફોન નંબર એક લાગો માં લખ્યા અને હરિ શર્મા ને વે લાગો આપ્યો

" ચાર જણ ને તાત્કાલિક પોલીસ સ્ટેશન માં હાજર કરો " રંજીતે હુકમ આપ્યો હરિ શર્મા લાગો લઇ સેલ્યૂટ કરી ને રણજિત ની કેબીન ની બહાર નીકળ્યો

લગભગ અડધા કલાક પછી હરિ શર્મા રણજિત ની કેબીન માં આવ્યો ત્યાં સુધી રણજીત કેસ વિષે જ વિચારતી હતો .

હરિ શર્મા એ આવી ને સેલ્યુટ કરી " સર પેલા ચાર જણા ને વારા ફરતી બોલાવ્યા છે એમાં થી એક વ્યક્તિ આવી છે " હરિ શર્મા એ કહ્યું

" તેને તાત્કાલિક અંદર બોલાવો " રણજિતે હુકમ કર્યો હરિ શર્મા બહાર ગયો અને થોડીક જ વર્મા પેલી વ્યક્તિ ને લઈને આવ્યો ..એ વ્યક્તિ હતી

" અનિકેત ...!!! અનિકેત અધિકારી ફેશન ફોટો ગ્રાફર "

રંજીતે અનિકેત ને બેસવા ઈશારો કર્યો અનિકેત કૈક અસમજ ભાવે રણજિત સામે બેઠો ..અનિકેત ના મગજ માં ઘણા બધા વિચારો ચાલતા હતા અત્યારે એ વિશાખા જોડે પોતાની પ્રેમ લીલા માં મશગુલ હતો ત્યારે જ હરિ શર્મા એ તેને ફોન કરીને જલ્દી માં જલ્દી નહેરુ પાર્ક પોલીસ સ્ટેશન આવવા કહ્યું હરિ શર્મા ના ફોન થી અનિકેત સમજી ગયોઆ ફોન ગુડ્ડુ શાસ્ત્રી ના સદ્વ્ર્ભ માં હતો એ વિશાખા જોડે જુઠ્ઠું બોલીને નીકળ્યો કે એને એક અર્જન્ટ કામ ઓ ફોન આવ્યો છે ..તે વિશાખા ના બાંગ્લા ની બહાર નીકળ્યો ને ઝડપથી બાઈક ચાલુ કરીને નહેરુ પાર્ક પોલીસ સ્ટેશન પહોંચ્યો ..અબ્દુલે તેને બહાર નીકળતા જોયો અને તરત એનો પીછો કર્યો. આ દરમ્યાન અબ્દુલે સૂર્ય સીંગ ને ર

તમે એક ફેશન ફોટોગ્રાફર છો " રંજીતે સીધો સવાલ પૂછ્યો

" યાસ સર " અનિકેતે પોતાની જાતને સાંભળતા કહ્યું

" તમને કદાચ ખબર નહિ હોય પણ હું તમને કહું છું ..પ્રેસ રિપોર્ટર ગુડ્ડુ શાસ્ત્રી નું ખૂન થઇ ગયું છે " રણજિત બોલતા બોલતા અનિકેત ના ચહેરા ના હાવભાવ જોતો હતો પણ કઈ કળી શકતો ન હતો

" સર મને ખબર નથી કે ગુડ્ડુ શાસ્ત્રી નું ખૂન થયું છે " અનિકેત ખોટું બોલ્યો

" વેલ ગઈ કાલે રાત્રે બાર વાગે નહેરુ પાર્ક માં કોઇએ તેને મારી નાખ્યો છે "

" ઓહ ગોડ " અનિકેતે નાટક કરતા કહ્યું

" મી અનિકેત અધિકારી હું તમને સીધો સવાલ કરું અને તમે એનો સીધો જવાબ આપો શું તમે ગુડ્ડુ શાસ્ત્રી ને ઓળખો છો ? " રંજીતે ધારદાર સવાલ કરીને ધારદાર નજરે એની સામે જોયું

" હા સર હું ગુડ્ડુ શાસ્ત્રી ને ઓળખું છું .." અનિકેતે થોડું વિચાર્યા પછી કહ્યું એને મનોમન નક્કી કર્યું હતું કે એ ખોટું નહિ બોલે

" તમે ગુડ્ડુ શાસ્ત્રી ને કેવી રીતે ઓળખો મી. અનિકેત " રણજિત એક પછી એક સવાલ કરતો હતો

..અનિકેતે ગુડ્ડુ સાથ થયેલી દીવ ની મુલાકાત થી ગુડ્ડુએ કાલે રાત્રે કરેલા ફોન સુધી ની બધી સાચી હકીકત કહી દીધી

" મી અનિકેત તમારી વાત પરથી એવું સ્પષ્ટ જણાય છે કે ગુડ્ડુ તમને વિશાખા બજાજ થી દૂર રહેવાનું કહેતો હતો " રંજીતે અનિકેત ની વાત સાંભળી ને સવાલ કર્યો

" યસ સર " અનિકેતે કહ્યું

" તો એના બે અર્થ થાય અથવાતો ગુડ્ડુ ને પોતે વિશાખા બજાજ માં રસ હોય અથવાતો કોઇએ જીદ્દુને તમારી પાછળ વોચ રાખવા ગોઠવ્યો હોય " રંજીતે કહ્યું "

" સર મેં ગુડ્ડુ ને બીજા ફોન માં પૂછ્યું હતું કે હું વિશાખા જોડે રાહુ એમાં તમને શું પ્રોબ્લેમ છે પણ એને એનો જવાબ નહતો આપ્યો " અનિકેત સાવ નિર્દોષ ભાવે સાચી જવાબ આપ્યો રણજિત પણ વિચારતો હતો કે કદાચ અનિકેત તો ખૂની ના હોઈ શકે પણ ગુડ્ડુ શાસ્ત્રી શા માટે અનિકેત ની વોચ રાખતો હતો ..ગુડ્ડુ શાસ્ત્રી જે પ્રકારનો માણસ હતો જોતા તો એવું લાગે છે કે ગુડ્ડુ શાસ્ત્રી ને પોતાને વિશાખા બજાજ માં રસ હતો એનો મતલબ એમ કે કોઇએ ગુડ્ડુ શાસ્ત્રી ને વિશાખા ની વોચ રાખવાનું કન્સાઇન્મેન્ટ આપ્યું હતું હવે વિચારવા નું હતું કે કઈ વ્યક્તિ છે કે જેને અનિકેત વિશાખા ને ના મળે એમાં રસ હોય અને એજ વ્યક્તિ ગુડ્ડુ શાસ્ત્રી ને અનિકેત અને વિશાખા ની પાછળ લગાડ્યો હશે ..તો વ્યક્તિ કોણ ,,,

" મી અનિકેત તમારો કોઈ દુશ્મન છે ?" રણજિતે અનિકેત ને પૂછ્યું

" ના સર મારો નાચર એવો છે ને કે મારો કોઈ દુશ્મન નથી " અનિકેત એકદમ સરળ ભાવે બોલતો હતો ..રણજિત ને ઊંડે ઊંડે ક્યાંક લાગતું હતું કે કેસ સૉલવેં કરવાની કદી આમાંથી મળશે એટલા માં હરિ શર્મા અંદર આવ્યો અને રણજીત ને સેલ્યુટ કર્યું

" સર પેલા ચાર માંથી બીજી વ્યક્તિ પણ હાજર છે " હરિ શર્મા કહ્યું ..રણજિત ને હવે કેસ માં કડીઓ મળતી જતી હતી ..

" એને જલ્દી અંદર બોલાવો

. હરિ શર્મા રોકેટ ની સ્પીડે બહાર ગયો ને વ્યક્તિ ને લઈને અંદર આયો ..રંજીતે અને અનિકેતે વ્યક્તિ સામે જોયું ને જાણે બૉમ્બ ફૂટ્યો ... વ્યક્તિ હતી વિશાખા બજાજ ...!!!!!!

વાચક mitro હવે ગુડ્ડુ શાસ્ત્રી નો ખૂની કોણ એ તમે ઇન્સ્પેક્ટર રણજિત પહેલા શોધી નહિ શકો એવમારી ચેલેન્જ છે