Dashing Superstar - 38 books and stories free download online pdf in Gujarati

ડેશિંગ સુપરસ્ટાર ...અ ટ્વિસ્ટેડ લવસ્ટોરી. - ભાગ-38


(વિન્સેન્ટ,અહાના અને અર્ચિત ત્યાં આવ્યાં જ્યાં કિઆરા અને એલ્વિસ ડિનરડેટ પર હતાં.કિઆરા તે ત્રણેયથી ખૂબજ નિરાશ હતી કેમકે તેમણે કિઆરાના જુઠાણાં પર વિશ્વાસ કરી લીધો.વિન્સેન્ટે વાયરલ વીડિયો વિશે જણાવ્યું કે એલ્વિસ અને અકીરાના ક્લોઝ ડાન્સનો કોઇએ વીડિયો બનાવી વાયરલ કર્યો.કિઆરા એલથી નારાજ થઇ કેમકે એલ અકીરાને માફ કરી દીધી.અહીં દુર એક બારમાં બે અજાણ્યા શખ્સ વાત કરી રહ્યા હતા તે વાયરલ વીડિયો વિશે)

કિઆરા અને અર્ચિત ત્યાંથી જતાં રહ્યા.અહાના,એલ્વિસ અને વિન્સેન્ટ ત્યાં જ ઊભા હતાં.તે આશ્ચર્ય અને આઘાતમાં હતાં.

"આને શું થયું?હમણાં સુધી તો બધું બરાબર હતું.આ સાંજ એકદમ સુંદર વિતી રહી હતી.અકીરાને લઇને તેને આટલી અસલામતી કેમ હશે?શું તેને મારા પર વિશ્વાસ નથી?"એલ્વિસ થોડી નારાજગી સાથે બોલ્યો.

"એલ્વિસજી,કિઆરાએ જે કહ્યું તે કદાચ તમે સાંભળ્યું નહીં.તેને તમારા પર પૂરો વિશ્વાસ છે.હું જ્યારે થોડાક મહિના પહેલા તેને મળીને પહેલી વાર ત્યારે અમારી મિત્રતા થઈ.થોડા સમયમાં અમે બેસ્ટી બની ગયાં પછી મને તેણે તેના માતાપિતા વિશે જણાવ્યું અને કહ્યું કે તે ક્યારેય પ્રેમમાં નહીં પડે.આયાન,કોલેજનો મોસ્ટ ગુડ લુકિંગ અને મોસ્ટ એલીજીબલ છોકરો.તેને દરેક છોકરી પોતાનો બોયફ્રેન્ડ કે પ્રેમી બનાવવા માંગે.તે દરેક રીતે ખૂબજ સારો છો.તે પહેલા દિવસથી કિઆરાને પ્રપોઝ કરે છે.છતા કિઆરા તેને ના કહેતી હતી.

આજે તે કિઆરા જેણે પ્રેમમા ના પડવાનો નિશ્ચય કર્યો હતો.તે કિઆરા તમારા પ્રેમમાં પડી.આ બધું,આ રોમેન્ટિક ડિનર,દરિયાકિનારે આવી સાંજ,આવી રીતે તૈયાર થવું.તે કિઆરાની સ્ટાઇલ નથી.તમને રિઝવવા આ કર્યું છે તેણે.તે તમને પ્રેમ કરે છે.ખૂબજ પ્રેમ કરે છે અને વિશ્વાસ તો પોતાના જાત કરતા પણ વધારે કરે છે."અહાના એલ્વિસ પાસે જઇને બોલી.

"તો આ શું હતું?"એલ્વિસે પુછ્યું

"એલ્વિસ સર,તે તમને એટલો પ્રેમ કરે છે કે તે તમારી સાથે ખરાબ કરનારને માફ નથી કરી શકતી.બસ તમારે તે નારાજગી દુર કરવાની છે.એટલે કે રિસાયેલી પ્રેમિકાને મનાવવાની છે."અહાનાએ કહ્યું.

"આઇ થીંક અહાના સાચું કહે છે એલ્વિસ.પ્રેમમાં રિસામણાં મનામણા પણ કરવા પડે.તે તારે જ કરવાનું છે.અહીં,કિઆરાને મનાવવી થોડી અઘરી છે કેમકે તે બાકી બધી છોકરીઓ જેવી નથી."વિન્સેન્ટે કહ્યું.

"હા,કિઆરાને તમે બીજી છોકરીઓની જેમ ફુલો,ચોકલેટ,રોમેન્ટિક ડિનર કે પછી ગિફ્ટસથી નહીં મનાવી શકો."અહાનાએ કહ્યું.

"તો?અરે યાર હજી પ્રેમની ક્ષણોને વિત્યા ચોવીસ કલાક પણ નથી થયા અને મનાવવાનું?"એલ્વિસ બોલ્યો
"એક મિનિટ કિઆરાને માર્શલ આર્ટસ અને ફાઇટીંગ એવું બધું ગમે છે.એલ્વિસ તું એવું કઇંક ટ્રાય કર.અથવા તેને રાઇફલ શુટીંગ આવડે છે એક ગન ગિફ્ટ કરી દે."વિન્સેન્ટ બોલ્યો.એલ્વિસ અને અહાનાએ મોઢું બગાડીને તેની સામે જોયું.

"એ જ ગનથી તમને બંનેને શુટ કરી દેશે અને શું લાગે છે તમને ગનનું લાયસન્સ મળવું સહેલી વાત છે?હું તમને કહીશ કે એકવાર તમે તેને મળો અને તેની માફી માંગી લો અને છેને આ અકીરાથી દસ ફુટ દુર રહો.એલ્વિસ સર,હું નીકળું પછી મને ટેકક્ષી નહીં મળે."અહાનાએ કહ્યું.

"અહાના,તમને વાંધો ના હોય તો હું તમને મુકી જાઉં?"વિન્સેન્ટ અહાનાની સામે જોઇને બોલ્યો.થોડીક જાડી પણ ક્યુટ પાંડા જેવો ગોળ અને રૂપાળો ચહેરો,અહાનાની આંખો એકદમ મોટી મોટી.અહાના બે ક્ષણ માટે વિચારમાં પડી ગઇ.આમ તો વિન્સેન્ટ તેના માટે સાવ અજાણ્યો હતો.તેના પર ભરોસો કરવો કે નહીં તે નક્કી કરવું તેના માટે મુશ્કેલ હતું.

અહાનાનો માસુમ અને કન્ફયુઝ થયેલો ચહેરો જોઇ વિન્સેન્ટને હસવું આવ્યું.
"તમે મારા પર વિશ્વાસ કરી શકો છો,અહાનાજી." વિન્સેન્ટે કહ્યું.અહાના વિન્સેન્ટ સામે જોઇને હસી.અહાના વિન્સેન્ટ સાથે ગઇ.
"બાય ધ વે વિન્સેન્ટજી, અહાના કહેશો તો ચાલશે." અહાનાએ કહ્યું.
"અહાના, તો તારે પણ મને વિન્સેન્ટ કહેવું પડશે.હાય હું વિન્સેન્ટ ડિસોઝા એલનો મેનેજર કમ તેનો બેસ્ટ ફ્રેન્ડ કમ તેનો ભાઈ.ફ્રેન્ડ્સ?"વિન્સેન્ટે અહાના સામે હાથ લંબાવતા કહ્યું.અહાનાએ હાથ મિલાવીને હકારમાં માથું હલાવ્યું.

*******

કિઆરા અને અર્ચિત ઘરે આવ્યાં.દાદુ સિવાય લગભગ બધાં સુઈ ગયા હતાં.કિઆરાનું ફુલેલું મોઢું જોઇને તે સમજી ગયા કે પહેલે જ દિવસે રિસામણાં શરૂ થઇ ગયા.
"શું થયું મારી પ્રિન્સેસને?"દાદુએ પુછ્યું.

જવાબમાં કિઆરાએ તેનું મોઢું વધારે ફુલાવ્યું.અર્ચિતે બધી વાત કહી.
"ઓ હો..આ એલ્વિસે તો ભારે કરી."

"દાદુ,શું મે ખોટું કર્યું?એવું નથી કે મને વિશ્વાસ નથી પણ તે અકીરા તેને તો હું ક્યારેય માફ ના કરી શકું."કિઆરાએ પુછ્યું.

"કિઅારા,બેટા પહેલા મે તને સલાહ આપીને મદદ કરી કે તું અને એલ્વિસ એકબીજા માટેની લાગણી સમજી શકો પણ હવે તમારે તમારા પ્રેમની ગાડીને કયા રસ્તા પર ચલાવવી,કઈ મંજીલ પર લઇ જવી તે તમારે બંનેએ નક્કી કરવાનું.તમારા બંને વચ્ચે પડવાનો મને કે કોઇ બીજાને હક નથી.બાકી એક વાત જરૂર કહીશ કે પ્રેમ સાચો હોય અને હ્રદયથી હ્રદય જોડાયેલા હોય તો આ બધી બાબતો ગૌણ હોય છે."દાદુએ કહ્યું.

"એટલે મે ખોટું કર્યું?"નાના બાળક જેવું મોઢું કરીને કિઆરાએ પુછ્યું.

"એ તો તને ખબર પણ જો તને એવું લાગતું હોય તો તું તેની સાથે વાત કરી શકે છે નહીંતર મનાવવા દે તેને.જોઇએ તો ખરા કેવીરીતે મનાવે છે મારી પ્રિન્સેસને.એક વાત ધ્યાનમાં રાખજે બહુ હેરાન ના કરતી."દાદુ હસીને બોલ્યા અને જતા રહ્યા.

"જો હું ખોટો નથીને તો કાલે તને મનાવવા એલજીજુ ઉટપટાંગ હરકતો કરશે."અર્ચિત બોલ્યો.

"એલજીજુ?આ જીજુ વિજુ કશુંજ નથી ભાગ."કિઆરાએ અર્ચિતને સોફા પર પડેલો પિલો માર્યો.અર્ચિત તેને ચિઢવીને જતો રહ્યો.

"હમ્મ,મિ.બેન્જામિન,ભુલ તો તમે કરી છે તો મનાવવું પણ પડશે.જોઇએ કે તમે શું કરો છો મને મનાવવા માટે?રહી વાત આ અકીરાની તો તેની અક્કલ હું ઠેકાણે લાવીશ અને આ વીડિયો વાયરલ કરનારને પણ શોધી નાખીશ."કિઆરા મક્કમ અવાજે બોલી.

********

બીજા દિવસે સવારે કોલેજના ગેટ પાસે અહાનાકિઆરાની રાહ જોઇ રહી હતી.અર્ચિત પણ ત્યાં આવ્યો.થોડીક વારમાં કિઆરા ત્યાં આવી.બ્લુ ડેનિમ અને બ્લેક શર્ટમાં તે ખૂબજ સુંદર લાગી રહી હતી.તેના વાળમાં સાદો ચોટલો વાળ્યો હતો જે તેના ખભા પર આગળની તરફ રાખેલો હતો.

"કિઆરા,યાર એલ સરની કોઈ ભુલ નથી.તું કાલે તેમને બિચારાને છોડીને જતી રહી પણ તે કેટલા ઉદાસ હતાં.યાર તેમનું કામ જ એવું છે કેતેમને અવારનવાર સુંદર હિરોઈનો અને ડાન્સર્સ સાથે કામ કરવું પડે.ક્લોઝ ડાન્સ કરવો પડે.તેમનું હ્રદય મોટું છે તો તેમણે માફ કરી દીધી તે અકીરાને."અહાના કિઆારાની પાછળ ચાલતા ચાલતા બોલી.

"અહાના,કોન્ગ્રેચ્યુલેશન્સ તને એલ્વિસના વકીલ તરીકે નોકરી મળી ગઇ અને હા,હું એ બાબતે અહીં કોઇપણ પ્રકારની ચર્ચા કરવા નથી માંગતી.આ કોલેજ છે અને હું મારા સ્ટડી પ્રત્યે ખૂબજ ગંભીર છું."કિઆરાએ કહ્યું .

કિઆરા આયાનને મળી અને તે લોકો તેમના પ્રોજેક્ટ વિશે વાત કરવા પ્રોફેસરને મળવા ગયાં કેમ કે તે લોકો ટ્રેનીંગમાં ગયા હતા એટલે તેમને પ્રોજેક્ટમાં એક્સટેન્શન મળ્યું હતું.

"અહાના,એલ્વિસ સર કિઆરાને મનાવવા આવશે?"અર્ચિતે પુછ્યું.

"હા,તે કેટલા સારા છે અને કિઅારા નાહક જ તેમને પરેશાન કરે છે."અહાના બોલી.

અહાના અને અર્ચિત પોતપોતાના ક્લાસમાં ગયાં.કિઆરા અને આયાન પોતાના પ્રોજેક્ટ પર કામ કરવા કોલેજ લાઈબ્રેરીમાં ગયા.લગભગ એકાદ કલાક બાદ કોલેજમાં દોડાદોડી થઇ ગઇ.
બધાં ક્લાસમાંથી સ્ટુડન્ટ્સ,પ્રોફેસર્સ ત્યાંસુધી કે લાઇબ્રેરીઅનને ફોન આવતા.તે પણ લાઇબ્રેરીને રીઢી મુકીને દોડ્ય‍ાં.

"આ શું થઇ રહ્યું છે?"કિઆરાએ પુછ્યું.

"હું પણ તારી સાથે જ છું ને મને કેવીરીતે ખબર હોય?"આયાને કહ્યું.

તેટલાંમાં જ અર્ચિત અને અહાના દોડતા દોડતા આવ્યાં.
"કિઆરા,મે તને કહ્યું હતું ને કે એલ્વિસકુમાર આવશે અને ઉટપટ‍ાંગ હરકતો કરશે.જો કુમાર આવી ગય‍ા.આખી કોલેજ ગાંડી થઇ છે તેમની પાછળ."અર્ચિત હાંફતા હાંફતા બોલ્યો.

"આ કુમાર એટલે શું?"કિઆરાએ ગુસ્સામાં પુછ્યું.

"અરે,તે જીજુ કહેવાની ના પાડી હતીને.તો જમાઇને કુમાર પણ કહેને,એટલે કુમાર."અર્ચિતની વાત પર અહાના અને આયાનને હસવું આવ્યું.

"પણ એલ્વિસ સર અહીં કેમ આવ્યાં છે?"આયાને પુછ્યું.અહાનાએ તેને બધી વાત કહી.

"ઓહ,પણ આ જગ્યા આ બધાં માટે યોગ્ય નથી.સોરી કિઅારા,પણ આ કોલેજ છે બધાં અહીં ભણવા આવતા હોય તો પૂરી કોલેજ સામે તું એક તમાશો બની જઈશ."આયાને કડવું પણ સત્ય કહ્યું.

કિઆરા અને બાકી બધાં નીચે ગયા.આયાનની વાત તેને સાચી લાગી.તેને એલ્વિસ પર ગુસ્સો આવી રહ્યો હતો.કિઆરાની સામે એલ્વિસ અને વિન્સેન્ટ ઊભા હતાં.એલ્વિસ આજે ફોર્મલ ઓફ વ્હાઇટ બ્લેઝર,વ્હાઇટ શર્ટ અને ફોર્મલ પેન્ટમાં અલગ લાગતો હતો.બે ક્ષણ માટે તેને જોઇને કિઆરા પોતાનો ગુસ્સો ભુલી ગઇ.તેના હાથમાં ફુલોનો બુકે હતો.

"મે ના પાડી હતી કે બુકે લઇને ના આવતા."અહાનાએ બળાપો કાઢ્યો.

એલ્વિસ અને વિન્સેન્ટ કિઆરા જે તરફ ઊભી હતી ત્યાં જ આવ્યાં.તે ત્યાં ઊભા રહ્યા.એલ્વિસે કિઆરાને અવગણીને આયાનને ગળે લગાવ્યો.
"આયાન બ્રો,કેમ છે?"એલ્વિસે પુછ્યું.

"હું એકદમ ઠીક છું એલ સર.તમે અહીં?"અાયાને પુછ્યું.હવે કિઅારાના ધબકારા વધી ગયાં.તેને લાગ્યું કે તે હવે પોતાને બુકે આપશે અને મનાવશે.એલ્વિસ કિઆરા પાસે ગયો.કિઆરાના ધબકારા બાજુમાં ઊભેલી અહાના સ‍ાંભળી શકતી હતી.

"એક્સક્યુઝ મી."કિઆરાને ખસેડીને એલ્વિસ પાછળ ઊભેલા પ્રિન્સિપાલ પાસે ગયો અને તેમને ફુલોનો બુકે આપ્યો.

"વેલકમ ટુ અવર કોલેજ મિ.બેન્જામિન.આપણે સવારે જ વાત થઇ હતી.આઇ મસ્ટ સે કે તમે સમયના બહુ પાકા છો.ચલો કેબિનમાં જઇને વાત કરીએ."પ્રિન્સિપાલ સર બોલ્યા.

એલ્વિસનું પોતાને આમ ધરાર અવગણવું કિઆરાને ખટક્યું.એક તરફ તે પોતે નહતી ઇચ્છતી કે કોલેજ સામે તેનો તમાશો ના બને અને બીજી તરફ તે એલ્વિસે તેને અવગણી એટલે નિરાશ હતી.

બધાં સ્ટુડન્ટ્સ અને પ્રોફેસર પાછા ક્લાસમાં ગયાં.કિઅારાનો જીવ હજી પ્રિન્સિપાલની કેબિનમાં હતો.આયાન તેને ખેંચીને લાઇબ્રેરી લઇ ગયો.લગભગ એક કલાક પછી એલ્વિસ અને વિન્સેન્ટ પ્રિન્સિપાલ સર સાથે વાત કરીને બહાર આવ્યાં.પાછી ભીડ ભેગી થઇ.એલ્વિસના ચહેરા પર રહસ્યમય સ્મિત હતું.તેણે પ્રિન્સિપાલ સરને થેંક યુ કહ્યું અને કિઆરા સામે જોયું .કિઆરાની સામે જોઈને તેણે આંખ મિચકારી.

કિઆરાને મનાવવા એલ્વિસ શું કરશે?
કિઆરા સાચા અપરાધી સુધી પહોંચી શકશે?
કિઆરા અને એલ્વિસની આ ટ્વિસ્ટેડ લવસ્ટોરી આગળ કયો મોડ લેશે?
જાણવા વાંચતા રહો