Tha Kavya - 47 books and stories free download online pdf in Gujarati

ધ કાવ્યા એક પરી ની પ્રેમ કહાની - ભાગ ૪૭

ગુરુમાં કાવ્યા ની સામે થોડી વાર જોઈ રહ્યા અને પછી કાવ્યા ને કહ્યું.
દીકરી કાવ્યા ... પરી તો પ્રગટ થયેલી હોય છે. તેમનો જન્મ થતો નથી. પરી ને પાંખો હોય છે જે તારી પાસે નથી અને તારો તો મનુષ્ય અવતાર માં જન્મ છે. એટલે તું પરી ન કહેવાય. પણ એક જીન ના વરદાન થી તું સામાન્ય પરી બની શકી છો. અને ખરા અર્થમાં તું પરી બનવા માટે તે જે મારી તપસ્યા કરી છે તેનાથી હું ખુશ છું.

કાવ્યા હાથ જોડીને ગુરુમાં સામે ઉભી હતી અને ગુરુમાં ની વાણી સાંભળી રહી હતી. આગળ ગુરુમાં કહે છે.
પરી બનવા માટે કાવ્યા તારે એક પરીક્ષા માંથી પાસ થવું પડશે. એક પરી કેવી હોય છે તે તારે તારી શક્તિ અને સૂઝ બુદ્ધ થી બતાવવું પડશે. ત્યારે તું ખરા અર્થ માં પરી કહેવાઈશ અને પરીઓની સાથે રહી શકીશ.

કાવ્યા ગુરુમાં ની વાત સાંભળી ને ધીમે થી કહ્યું.
ગુરુમાં આપ કહેશો.. હું કેવી પરીક્ષા માંથી મારે પસાર થવાનું છે.? હું બધી પરીક્ષા માંથી જરૂરથી પાસ થઈશ. એક વિશ્વાસ બતાવતા કાવ્યા બોલી.

ગુરુમાં કાવ્યા ને કહે છે.
હે કાવ્યા અહી થી દક્ષિણ દિશા તરફ સમુદ્ર માં એક સફેદ કલરના પહાડો વાળો ટાપુ આવેલો છે. તે સમુદ્ર માં સુવર્ણ માછલીઓ રહે છે. તેમાંની એક માછલી માં એક મોતી છૂપાયેલું છે તે મોતી તું માછલી ને માર્યા વગર મારી પાસે લાવીશ તો હું તને મારી સાથે પરીઓના દેશમાં લઈ જઈશ અને તને પરી બનાવી તને પાંખો પણ અર્પણ કરીશ. અને ખાસ ધ્યાન રાખજે તે ટાપુ પર એક શક્તિશાળી માછીમાર રહે છે. તે માછીમાર તે ટાપુ પર આવનાર ને જાન થી મારી નાખે છે.

ગુરુમાં ની કઠોર પરીક્ષા સાંભળી ને જલ્દી મોતી મેળવી લેવાની જીજ્ઞાશા થી તે ગુરુમાં ના આશીર્વાદ લઈ સમુદ્ર તરફ નીકળે તે પહેલાં, મહેક પરી સામે કાવ્યા ની નજર પડે છે. તેં અત્યાર સુધી એક શબ્દ ગુરુમાં સામે બોલી ન હતી. મનમાં એવી આશ હતી કે કાવ્યા મારી વાત ગુરુમાં આગળ કહેશે.

મહેક પરી ને જોઈને કાવ્યા ગુરુમાં ને કહે છે. હે ગુરુમાં આ મહેક પરીની તપસ્યા ક્યારે પૂરી થશે.? આપ ક્યારે તેને તમારી સાથે લઈ જશો.?

યોગ્ય સમય આવશે એટલે હું મહેક ને સાથે લઈ જઈશ. તે પહેલાં કાવ્યા તેની પાસેથી તું એક વાત જાણી લે કે તે શા માટે અહી તપસ્યા કરવા આવવું પડ્યું અને શા માટે તે મારા આશીર્વાદ ની રાહ જોઈને બેઠી છે. કાવ્યા મારું કામ હતું તને આજ્ઞા કરવાનું તે મે આજ્ઞા કરી. હવે હું મારા દેશમાં જાવ છું. આટલું કહી ગુરુમાં પાંખો વડે ઉડીને તેમના દેશ જવા નીકળી પડ્યા.

કાવ્યા ના મનમાં એક વિચાર તો આવ્યો જ. કે કેમ મહેક પરી અહી તપસ્યા કરી ગુરુમાં આશીર્વાદ મેળવવા માંગે છે તેણે કઈક પાપ તો નથી કર્યું ને..! પણ એક ખરા અર્થમાં પરી બનવાની ઘેલાશા માં તેને મોતી નજર સામે આવી ગયું.
હું જલ્દી તારી પાસે આવું છું.
મહેક પરીને આટલું કહી ને કાવ્યા પણ દક્ષિણ સમુદ્ર તરફ રવાના થઈ.

પાંખો વગર પણ કાવ્યા ઉડી રહી હતી. જલ્દી મોતી મેળવી લેવાની જીજ્ઞાશા થી તેણે જીન ને પણ જાણ કરી નહિ કે કોઈ મદદ પણ કાવ્યા એ લીધી નહિ. બસ તેજ ગતિથી ઉડીને કાવ્યા તે સફેદ કલરના પર્વતો ની હારમાળા વાળો ટાપુ પાસે આવી પહોંચી.

પહેલા કાવ્યા એ આખા ટાપુની પ્રદક્ષિણા કરી અને જોયું કે ગુરુમાં જે માછીમાર ની વાત કરી હતી તે માછીમાર અહી ક્યાંય દેખાય છે કે નહિ. પણ કાવ્યા ને કોઈ માછીમાર જોવા મળ્યો નહિ.

આકાશ પરથી ઉતરીને કાવ્યા જમીન પર આવી. તે રમણીય દરિયા કિનારો જોઈને કાવ્યા ને મનમાં એક શાંતિ નો અહેસાસ થયો. એવું લાગ્યું કે અહી ભગવાન નો વાસ હશે. પણ તેનું કામ હતું એક સુવર્ણ કલર ની માછલી શોધીને તેમાંથી એક મોતી વાળી માછલી શોધવાની. કાવ્યા એ દરિયા તરફ તેની દિવ્ય દૃષ્ટિ કરી, તેને ઘણી સુવર્ણ માછલી જોવા મળી. હજુ તો કાવ્યા આગળ વધે છે ત્યાં એક મોટી જાળ તેના પર ફેંકાય છે ને કાવ્યા તે જાળ માં ફસાઈ જાય છે.

શું કાવ્યા તે ફેલાયેલી જાળ માંથી બહાર નીકળી શકશે કે નહીં તે જોઈશું આગળના ભાગમાં...

ક્રમશ..