Tha Kavya - 50 books and stories free download online pdf in Gujarati

ધ કાવ્યા એક પરી ની પ્રેમ કહાની - ભાગ ૫૦

સંત ધીરે સમુદ્ર તરફ આગળ વધ્યા અને સમુદ્ર ની અંદર થોડે દૂર જઈને તેઓ તળીયે પહોંચ્યા. ત્યાં પહોંચી ને તેમણે પોતાનું આસન લીધું અને એક સાદ કર્યો..

હે.. માછલીઓ આપ મારા થી ડરશો નહિ હું તમને કોઈ હાની પહોંચાડીશ નહિ. હવે તમારે સમૂદ્ર કિનારે મંત્રો સાંભળવા આવવું ન પડે તે માટે હું અહી તમારી પાસે તપસ્યા કરવા આવ્યો છું. બધી માછલીઓ આવો અને મંત્રો નું પઠન કરો. આટલું કહી સંત ત્યાં બેસીને મંત્રો નું પઠન કરવા લાગ્યા. અને ધીરે ધીરે અમે બધી માછલીઓ સંત ની પાસે જઈને તેમના મુખે નીકળતા મંત્રો સાંભળવા લાગ્યા. ધીરે તપસ્યા ના કારણે અહી એક સુવર્ણ મહેલ અને સુવર્ણ રંગ ની વનસ્પતિ ઊગવા લાગી. કેમ સંત એક સુવર્ણ રંગ ના હતા. તેમના વાળ થી લઈને શરીર પણ સુવર્ણ રંગ નું હતું.

ઘણા વર્ષો આમ જ પસાર થઈ ગયા. એક દિવસ તે સંત ઉભા થયા. લાગ્યું એવું કે તેમનો અહી રહેવાનો સમય પૂરો થઈ ગયો હશે. તે સમયે અમે બધી માછલીઓ તેમની સામે હતી. ઉભા થઇ અમને કહ્યું. આપ પણ મંત્રો સાંભળી ને ભગવાન ની તપસ્યા કરી છે. ભગવાન આવીને તમને કંઈ આપે તે પહેલાં હું તમને કઈક વરદાન આપવા માંગુ છું.
બોલો... તમારે શું જોઈએ છે. તમે જે કહેશો તે હું તમને આપવા તૈયાર છું..

બધી માછલીઓ ચૂપ હતી શું માંગવું તે સમજ પડતી ન હતી. કેમ કે અહી બધી બધી માછલીઓ સુરક્ષિત હતી. ઉપર તેને જે જરૂર હતું તે બધું અહી મળી રહેતું એટલે એવું કઈક જરૂર લાગ્યું નહી.

બધી માછલીઓ ને ચૂપ જોઈને સંતે કહ્યું. તમારા માંથી કોઈ આગળ આવે અને કઈક માંગણી કરે.. ત્યારે હું તે સંત સામે આવી ત્યારે મારા મનમાં એક વિચાર પહેલી થી હતો કે અમે બંધી અહી રહેતી માછલીઓ બીજી બધી માછલીઓ થી અલગ તરી આવીએ. એટલે મે સંત પાસે થી એક વરદાન માંગ્યું.
હે સંત જો આપ અમને કઈક આપવા માંગતા હો તો અમને કઈક એવું રૂપ આપો કે અમે બધી માછલીઓ બીજી માછલીઓ થી અલગ તરી આવીએ.

ત્યારે સંતે કહ્યું. હું તમને બીજું કોઈ રૂપ તો નહિ આપી શકું પણ તેમને સુવર્ણ રંગ પ્રદાન કરું છું અને તમને એક શક્તિ પણ અર્પણ કરું છે. આ શક્તિ થી આપ કોઈ પણ શક્તિશાળી જાળી પણ તોડી શકતો. તમને કોઈ જાળી તમારી પર કોઈજ અસર કરશે નહિ.

સંત ના વરદાન થી અમે સામાન્ય કલર ની માછલી માંથી સુવર્ણ કલર ની માછલીઓ બની ગઈ. પણ સંત ના જવાથી એમને ઘણું દુઃખ થયું.

સંત ના ગયા પછી પણ સંત ના મંત્રો મારા શરીર માં ગુંજી રહ્યા હતા. આ મંત્રો નું પઠન બીજી માછલી કરતા મારા શરીર માંથી વધુ થવા લાગ્યું. હું આ જગ્યાએ બેસીને મંત્રો નું પઠન કરવા લાગી. પણ મને ક્યાં ખબર હતી કે મારા આ મંત્રો નું પઠન એક દિવસ મને કઈક આપશે. જે મારા ભલા માટે પણ હશે અને મુસીબત પણ લાવશે.

એક દિવસ એક દિવ્ય શક્તિ મારી સામે પ્રગટ થઈ ને બોલી. હું તારા મંત્રો થી ખુશ થયો છું. બોલ તારે શું જોઈએ છે. તે દિવ્ય શક્તિ એક મોતી ના રૂપમાં દેખાઈ રહી હતી. એટલે મને બીજું કંઈ માંગવાનું સૂઝ્યું નહિ અને તે દિવ્ય શક્તિ ના રૂપ ને જોઈને માંગી લીધું કે મને આ તમારી પાસે રહેલ દિવ્ય મોતી જોઈએ છે.

તે દિવ્ય શક્તિ એ તરત દિવ્ય મોતી નું મારા શરીરમાં પ્રવેશ કરાવી ને અંતર ધ્યાન થઈ ગયા. ત્યાર પછી મારા શરીરમાં એક દિવ્ય મોતી આવી ગયું જે દિવ્ય મોતી આવ્યા પછી મારી ઉંમર સ્થિર થઈ ગઈ. પહેલા જેટલી મારી વર્ષો થી ઉંમર એટલી જ રહેવા લાગી.

આમ ઘણા વર્ષો વીત્યાં પછી એક દિવસ આ ટાપુ પર એક રાક્ષસ જે માણસ ના રૂપમાં આવી ચડ્યો. તે એ રાક્ષસ હતો, જે પહેલા સંત નો શિષ્ય હતો અને સંત ના મર્યા પહેલા તેમની પાસેથી આ દિવ્ય મોતી અને આ ટાપુ વિશે માહિતી મેળવી લીધી હતી. આ સંત તો ત્રિકાળ જ્ઞાની હતો એટલે તેને દુનિયા ની બધી માહિતી હતી.

સંત ના રસ્તે ચાલવા ના બદલે આ રાક્ષસ ક્રૂર થવા લાગ્યો. અને શક્તિઓ મેળવવા તે ગમે તે કરવા લાગ્યો. તે આ ટાપુ પર આવ્યા પછી તે તેની શક્તિ થી મારી પાસે રહેલ દિવ્ય મોતી ની શોધખોળ કરવા લાગ્યો.

શું તે રાક્ષસ ને દિવ્ય મોતી મળશે કે નહિ. આ રાક્ષસ પેલો માછીમાર તો નહિ હોય ને તે જોઈશું આગળના ભાગમાં...

ક્રમશ...