Ansh - 1 in Gujarati Women Focused by Arti Geriya books and stories PDF | અંશ - 1

Featured Books
Categories
Share

અંશ - 1

પ્રિય વાચકમિત્રો,

એક સામાન્ય ગૃહિણી ને આપ સૌ એ આપનો પ્રેમ આપી એક લેખક ની રાહ માં આગળ વધવા મદદ કરી છે. આશા છે આગળ પણ હમેશા આપનો પ્રેમ આ જ રીતે મળતો રહેશે. તેવી આશા સાથે પ્રતિલિપિ એવોર્ડ્સ માટે મારી નવી નવલિકા આપ સૌની સમક્ષ રજુ કરી રહી છું. આશા છે આપને ગમશે.અને આપનો અમૂલ્ય પ્રતિભાવ મારા માટે કોઈ એવોર્ડથી ઓછો નથી,પણ આપની નજર માં મારુ સન્માન જાળવવા આ એવોર્ડ માટે એક કોશિશ કરી રહી છું.

આપ જાણો છો કે મારી દરેક વાર્તા નું મુખ્ય પાત્ર સ્ત્રી જ હોય છે.એ રીતે અંશ માં પણ કામિની ની આસપાસ સંપૂર્ણ વાર્તા વણાયેલી છે.ગરીબ હોઈ મધ્યમવર્ગ હોઈ કે પૈસાદાર.અમેરિકા હોઈ કે ભારત કે પછી અન્ય કોઈ દેશ. પણ સમાજ હમેશા પુરુષ પ્રધાન હોઈ,સ્ત્રીઓ ને પોતાના હક્ક માટે લડવું જ પડે છે.

આ વાર્તા માં એક મધ્યમવર્ગીય યુવતી ના લગ્ન એક પૈસાદાર યુવાન સાથે થાયછે.અને પછી શરૂ થાય છે, સામાજિક કાવાદાવા.જે હાલત માં એ ના તો પોતાના માતા પિતા ને કાઈ કહી શકે છે,ના તો સમાજ સામે કોઈ બંડ પોકારી શકે.આ વાર્તા અત્યારે લગભગ દરેક સમાજ ની બની ચુકી છે.અને જાણે અજાણે તમારું પોતાનું કોઈ પણ આનો ભોગ બનતું રહે છે.તો દરેક ભાગ ના અંતે આપનો અમૂલ્ય પ્રતિભાવ જરૂરથી આપશો.અને પ્રતિલિપિ એવોર્ડ્સ સુધી પહોંચવામાં મદદ કરશો.


આ જગત માં સૌથી ઊંચો જો કોઈ સંબંધ હોઈ તો એ માં અને તેના બાળક નો છે.આ દુનિયા મા સ્ત્રી માટે જો ખરેખર કોઈ સૌભાગ્ય હોઈ તો એ માં બનવાનું.માં માટે એનું બાળક એટલે એનો શ્વાસ એનો જીવ એના ધબકારા એના જીવવાનું એક કારણ. માં જીવીત હોઈ ત્યાં સુધી પુરી કોશિશ કરે કે પોતાના બાળકો ને કોઈ તકલીફ ના પડે,પણ મૃત્યુ પછી પણ એની આત્મા તો એના બાળકો માંટે જ તરફડતી હોય છે. બસ આવી જ એક મા નો પ્રેમ અહીં મારા શબ્દો માં રજૂ કરું છું આશા રાખું છું આપ સૌને પસંદ આવશે.

એક અંધારી સુમસાન રાત માં એ ડરતા ડરતા ચૂપ ચાપ એના ઘર માં પ્રવેશ કરે છે.પણ એને શુ ખબર એ ખતરનાક બાઈ હજી એની રાહ માં જાગતી હશે,અને એના વહાલસોયા ને પોતાના કબ્જા માં કરી ને બેઠી હશે.હજી તો એને પૂરો ઉંબરો પણ ઓળંગીયો નહતો,ત્યાં જ એની ત્રાડ સંભળાય.પોતે કેવી થથરી ગઈ.જાણે સિંહ ને સામે જોઈને બકરી.

એને આજે પણ યાદ છે,જ્યારે તે પરણી ને આ ઘર માં આવી હતી.આમ તો પોતે ભણેલી પણ પહેલેથી જ શાંત સ્વભાવની.એટલે જ તો એની સાસુ એ માંગુ નાખ્યું.
ત્યારે એને ક્યાં ખબર હતી,કે પોતે સોના ના પિંજરા માં જવાની છે.હાસ્તો સોના નું જ વળી,કેમ કે પૈસેટકે ખૂબ સુખી,અને સમાજ માં આગળ પડતા નામ વાળું એનું સાસરું.અને અનંત એ પણ કેવો દેખાવડો.બધા એના નસીબ ની ખૂબ ઈર્ષ્યા કરતા.પણ સાચું શું છે!એ તો એને લગ્ન પછી જ ખબર પડી.

જી હા હું કામિની,નામ જેવા જ ગુણ ઈશ્વરે આપેલા, એકવાર જો મને કોઈ જોઈ લે તો બસ હમેશા માટે મારુ થઈ જાય.મારી હરણી જેવી આંખો,ગુલાબ ની પાંખડી જેવા હોઠ,અને કમનીય કાયા કોઈ પણ પુરુષ ને ઘાયલ કરવા સમર્થ .પણ મને શું ખબર મારું આજ રૂપ મારી જિંદગી માં ઝંઝાવાત લાવશે.

વાત એ સમય ની છે જ્યારે હું કોલેજ માં ભણતી,મારુ રૂપ સોળે કળા એ ખીલ્યું હતું.કોલેજ માં ભણતા દરેક છોકરા ને મારી સાથે મિત્રતા કરવી હતી પણ મારે તો ભણી ને કોઈ સારી નોકરી કરવી હતી.મારા પપ્પા નો આધાર બનવો હતો પણ અનંત ના મમ્મી એ મને એક પરિચિત ને ત્યાં જોઈ.અને બસ અમારું સગપણ નક્કી થઈ ગયું. પહેલા તો મેં ઘણી ના કહી,પણ અનંત ને જોયા અને એમના ઘર વિશે સાંભળ્યા પછી હું પણ તૈયાર થઈ ગઈ.અને કોણ છોકરી એક દેખાવડા અને પૈસાપાત્ર છોકરા ને ના કહે!!

અમે ભલે અનંત ના ઘર જેટલા પૈસાદાર નહિ,પણ ખાધેપીધે સુખી.એટલે સહજ જ માં બાપ ને પોતાની દીકરી ને આવડા ઘર માં પરણાવવાના કોડ હોઈ.ઘર માં અમે પાંચ સભ્યો.મમ્મી પપ્પા હું અને મારા નાના ભાઈ બહેન.એટલે જ કદાચ મારી સાથે એમનું પણ ભવિષ્ય સુધરી જાય એટલે પપ્પા એ આ સંબંધ મંજુર કર્યો.

અને ત્યાંજ એના સાસુ ની ત્રાડ સાંભળી એ લપાતી છુપાતી પોતાના રૂમ માં ચાલી ગઈ.અનંત હજી ઊંઘતો હતો.વાંકડિયા વાળ એકદમ તેજીલો ચેહરો,અને તેમાં પણ તેની મૂછો પાતળી અને તીખી કેવો સોહામણો લાગતો હતો.કોઈ પણ છોકરી એકવાર તો એના પર પોતાનું દિલ હારી જ જાય એવો.પણ આ સોહામણા ચેહરા ની પાછળ ની હકીકત તો ફક્ત મને જ ખબર છે અને કા તો મારા ઈશ્વર ને.

કામિની ધીરેથી અનંત ની બાજુ માં સુઈ ગઈ.કામિની નું સાસરું ખૂબ પૈસાદાર એટલે ઘરકામ ની કોઈ ચિંતા નહિ, પણ અનંત ના કામ માં કોઈ ચૂક થાય તો સાસુ દેકારો કરી મૂકે.એના સાસુ સામે અનંત તો શું પણ એના સસરા નું પણ કાઈ જ ના આવે.આમ તો સસરા પણ ક્યાં દૂધ ના ધોયેલા હતા.

વિચાર માં જ કામિની ને ઊંઘ આવી ગઈ,અને સવારે મોડું થઈ ગયું.તેને જોયું તો બાજુ માં અનંત નહતો.તે જલ્દી જલ્દી નીચે ભાગી જોયું તો અનંત ઘર માં નહતો,અને સાસુ એને ગાળો ભાંડતા હતા. સસરા ફળિયા માં તેના લાલ ને ખોળા માં રમાડતા હતા.હા એ એક માત્ર આશરો, કામિની ના જીવન નો આધાર એનો પુત્ર એનો લાલ એના જીવન જીવવાની આશ એનો અંશ.બસ અંશ માટે જ એ બધું સહન કરતી હતી.અંશ એટલે ખરેખર કામિની નો જ અંશ જોઈ લો.કામિની જેવા જ નાક નકશા,અનંત જેવી ફકત અને ફક્ત એની આંખો.કામિની ને અંશ ને પોતાના ખોળા માં લેવો હતો,એને રમાડવો હતો પોતે દયાભરી નજરે સસરા સામે જોયું,પણ ખબર હતી એની સાસુ ની મરજી વિના આ ઘર માં હવા પણ આવી શક્તિ નહિ.

(કેવી હશે કામિની ની સાસરા ની સફર?અને કેવું હશે તેનું દરેક સાથે વર્તન જાણવા માટે મારી સાથે રહો...આપના અમૂલ્ય પ્રતિભાવ ની રાહ માં...)

✍️આરતી ગેરીયા...