Ansh - 2 books and stories free download online pdf in Gujarati

અંશ - 2

(અગાઉ આપડે જોયું કે એક મધ્યમવર્ગીય પરિવાર માંથી આવતી કામિની ના લગ્ન એક પૈસાદાર ઘર ના દીકરા સાથે થાય છે.શરૂઆત માં સારા લાગતા સંબંધો ધીમે ધીમે તેના અસલી ચેહરા બતાવે છે.તો હવે જોઈએ કેવી હશે કામિની ની આગવી સફર...)

"ઈશાવશ્યમ"એટલે શહેર ના પોશ એરિયા માં આવેલ એક આલીશાન હવેલી.જી હા એ હવેલી જ્યાં ઈશ્વર નો વાસ તો મને દેખાયો જ નહીં.ઈશ્વર ના નામે ફક્ત નગદ નારાયણ અને લક્ષ્મી ની જ પૂજા થતી.એક વિશાળ અને ઉંચા દરવાજા માં અંદર આવતા એક મોટું ફળિયું અને સામે જ ગોળ કમાન ધરાવતો મોટો દીવાનખંડ અને તેમાં રાખેલા પૂર્વજો ના મોટા મોટા ફોટા.એક તરફ મોટું રસોડું,અને બીજી તરફ ઉપર જવાની સીડી.સીડી ની નીચે એક રૂમ પણ એ લગભગ બંધ જ રહેતો.અને આગળ જ મારા સાસુ ની આરામ ખુરસી.ફળિયા માં રહેલું લીમડા નું ઝાડ દિવસે જેટલો પ્રેમ વરસાવતું,રાત્રે એટલું જ બિહામણું બની જતું. કેમ કે એની ડાળીઓ મારા રૂમ ની બારી સુધી આવતી,જે રાત્રે પવન થી ખૂબ અવાઝ કરતી.

હવેલી જેવા દેખાવ ની સાથે મારા ઘર ની ગોઠવણ પણ એવી જ હતી.દીવાલ પર ભરત ભરેલા ચાકડા,ઉંબરે ગુથેલા તોરણ અને બેઠક પણ ભારતીય,અને રજવાડી. શરૂઆત માં તો મને લાગતું કે હું કોઈ રજવાડી ઘર ની રાણી બની ગઈ છું.અનંત તો મને એવી રીતે રાખતા જાણે કે બધું મારી મરજી મુજબ જ ચાલવાનું.પણ ધીમે ધીમે તેને પોતાનો અસલી રંગ દેખાડવાનો ચાલુ કર્યો.

લગ્ન પહેલા ફક્ત મારા ગુણગાન ગાતા મારા અનંત લગ્ન પછી દર બીજે દિવસે ત્રીજી છોકરી ના વખાણ કરતા ના થાકતા.અને ઊઠી ને જાણે કે શરાબ ના જ કોગળા કરતા. શરાબ વિના એમના દિવસ ની શરૂઆત જ ના થતી.કામ તો ખબર નહિ ક્યારે કર્યું હશે,પણ હા જુગાર રમ્યા વિના એક દિવસ નથી ગયો.અને જો મારા સાસુ સસરા ને કંઈ પણ કહું તો એ તો રહીશો ના શોખ છે,એવું કહી ને મને જ ધમકાવતા.અને ક્યારેક જો અનંત ને સમજાવાની કોશિશ કરું તો મને જ .....

લગ્ન પછી પોતે તો કાયમ રંગરેલીયા મનાવતા,પણ જો ભૂલથી પણ કોઈ મારા વખાણ કરે તો એમને પચતું નહિ.
ઉલટાનું મને કુલક્ષણા અને કુલ્ટા નું જ બહુમાન મળતું.
અને સાસુ તો કાયમ મેહણા માર્યા જ રાખતા.અને જો માતા પિતા ને કહેતી તો એ તો અનંત ની બાબતે કશું સાંભળવા તૈયાર જ નહતા,કેમ કે અનંતે તેમની આંખો પર તો પ્રેમ પૈસા અને વિશ્વાસ ની પટ્ટી બાંધેલી હતી.તેમની સામે રામ સમાન અનંત મારા માટે રાવણ થી કમ નહતો.

મૂકી દ્યો સાહેબ..મને મૂકી દ્યો....અને કામિની તંદ્રા માંથી બહાર આવી.આ તો કાયમ નું હતું,ઘર ની કોઈ પણ કામવાળી ભૂલથી એકલી પડી તો એના સસરા એના પર જરૂર હાથ અજમાવતા.જો કે એમને મન કામવાળી કે ઘર ની વહુ વચ્ચે ક્યાં કાઈ ફેર હતો આ તો એ દિવસે પોતે બચી ગઈ નહીં તો...

હા.કામિની ને આજે પણ એ દિવસ યાદ છે,જ્યારે એ નવવધૂ બની ને આ ઘર માં આવી એને મહિનો માંડ થયો હશે.ત્યારે તો અનંત અને તેના સાસુ નું અસલી રૂપ હજી સામે નહતું આવ્યું.અને એક દિવસ તે અને અનંત તેના મમ્મી ને ત્યાં જમવા જવાના હતા.કામિની એ લાલ અને કાળા કલર ની જયોર્જટ ની સાડી પહેરી હતી.એક તો તેનું રૂપ તેમાં પણ નવા લગ્ન અને જ્યોર્જટ ની આછી સાડી. એટલે તો કામિની કોઈ અપ્સરા થી કમ નહતી લાગતી.

કામિની હજી તો કાન માં કાળા ઝૂમકા પહેરી ને પોતાને અરીસા માં નિહાળી રહી હતી,ત્યાં જ...અચાનક એના રૂમ નો દરવાજો બંધ થયો તેને પાછળ ફરી ને જોયું તો સામે તેના સસરા ઉભા હતા.કામિની એ તરત જ પાલવ માથે ઢાંકી ને કાઈ કામ હતું.પણ તેના સાસરા હસતા હસતા તેની નજીક આવ્યા અને....

(શું થશે કામિની અને એના સાસરા વચ્ચે ?શું કામિની ને કોઈ બચાવશે કે પછી એની લાજ ગુમાવશે?કે પછી કામિની એના સાસરા ને કોઈ સબક શીખવશે?કોણ દેશે કામિની નો સાથ?આ બધા સવાલો ના જવાબ જોઈશું આવતા અંક માં...)

✍️ આરતી ગેરીયા...