Ansh - 6 books and stories free download online pdf in Gujarati

અંશ - 6

(અગાઉ આપડે જોયું કે,દુર્ગા બા જતા જતા કામિની ને પોતાનું અને અંશ નું ધ્યાન રાખવાનું કહી ગયા,એની પાછળ નો મર્મ શુ હશે એ કદાચ કામિની સમજી નથી.અને શું ખરેખર કોઈ પડછાયો કામિની ને હેરાન કરે છે.કે પછી..હવે જોઈએ આગળ...)

દુર્ગા બા હતા એ રાતે કામિની અને દુર્ગા બા મોડે સુધી જાગ્યા ત્યાં સુધી તો કોઈ હિલચાલ નજરે નહતી આવી. પણ દુર્ગા બા ના ગયા પછી ની રાતે કામિની એ જોયું કે કોઈ એના રૂમ ની બારી પાસે આવ્યું, અને એ પણ પેલા લીમડા ના ઝાડ પર થઈ ને,અને જાણે એકાએક એ કામિની ના રૂમ ની બારી ની એકદમ નજીક એક પડછાયો જોયો,જે ના એકદમ લાંબા વાળ દેખાતા હતા,અને મોટા મોટા ડગલાં ભરી એ એકદમ નજીક આવતો હતો,તેને આ રીતે આગળ વધતા જોઈ ને કામિની ચીસો પાડવા લાગી.

કામિની ના ઘર ના બધા ત્યાં દોડી આવ્યા,અને પેલો પડછાયો ગાયબ થઈ ગયો.અને કામિની બેહોશ થઈ ગઈ.
અનંતે કામિની ને ઉઠાવી અને રૂમ માં સુવાડી દીધી. સવારે જ્યારે કામિની જાગી ત્યારે થોડું મોડું થઈ ગયું હતું, તે જલ્દી જલ્દી તૈયાર થઈ ગઈ.પણ તેને જોયું કે અંશ કે તેનું ઘોડિયુ ત્યાં નહતા.તે હાંફળી ફાફળી નીચે દોડી ગઈ, જોયું તો તેના સાસુ ના રૂમ માં અંશ અને એનું ઘોડિયું હતું.

કામિની તરત જ ઘોડિયા ની નજીક ગઈ અને ત્યા...જ એની સાસુ એ ત્રાડ પાડી,ત્યાં જ ઉભી રે...ખબરદાર નજીક આવી છે તો..

અને કામિની ડર ની મારી ત્યાં જ થથરી ને ઉભી રહી ગઈ

અંશ નું ઘોડિયું અને અંશ હવેથી આ જ રૂમ માં રહેશે. તારો શુ ભરોસો!અરે તું તો ગાંડી છો,ક્યાંક મારા છોકરા ને મારી નાખ તો?

બા તમે આવું કેમ બોલો છો?હું મારા અંશ ને કેમ નો મારું?કામિની રડતા રડતા બોલી.

નહીં અંશ અમારા કુળ નો વારસદાર છે,અમારો કુલદીપક
એટલે એ તો અહીં જ રહેશે,અંબા પાસે.તેના સસરા પાછળ થી બોલ્યા.અને સાંભળો વહુ તમારે આ ઘર માં રહેવું હોય તો આમ જ રહેવું પડશે.એમ કહી અને એના સસરા એ એક ગંદી નજરે કામિની સામે જોયું.જે કામિની સહન ના કરી શકી અને ત્યાંથી રડતી રડતી પોતાના રૂમ માં ચાલી ગઈ.

માન્યું કે અંશ હવે છ મહિના નો થવા આવ્યો હતો,પણ એને મા ની જરૂર તો રહેવાની જ,અને એક માને પણ પોતાના બાળક ની.

તે સાંજે જ્યારે અનંત ઘરે આવ્યો ત્યારે કામિની ની આંખો રોઈ રોઈ ને સૂઝી ગઈ હતી.અંધારા રૂમ માં કામિની સૂતી સૂતી હજી રોતી હતી.અનંત ના આવતા જ તે દોડી ને તેની પાસે ગઈ,અને તેને અંશ વિશે કહેવા લાગી.ત્યારે અનંતે કહ્યું કે એમાં શું અંશ અહીં રહે કે બા પાસે તને ફેર ના પડવો જોઈ.અને આમ પણ એ આપડા રૂમ માં હોઈ છે ને તો મને સરખી ઊંઘ પણ કરવા નથી દેતો,અને તારી સાથે....આમ કહી અનંતે આંખ મિચકારી.તેનું આવું વર્તન જોઈ કામિની ભાંગી પડી.

આજ કામિની ને માત્ર અનંત કે પોતાના સસરા પ્રત્યે નહિ,પણ સમગ્ર પુરુષ જાતિ પર નફરત થઈ આવી.કે શું સ્ત્રીઓ ખાલી પુરૂષો ના મનોરંજન નું સાધન છે?શું કાયમ સ્ત્રીઓ એ જ બલિદાન આપવાનું?જે પુરુષ ને પરણીને પોતાનું સમગ્ર જીવન એના નામે કરીદે એના માટે સ્ત્રી એક નિર્જીવ રમકડું!અને એ કેટલું વ્યાજબી છે,કે એક સ્ત્રી જ બીજી સ્ત્રી નું શોષણ કરે!કામિની જાણે હતપ્રભ થઈ ગઈ હતી.ત્યાં જ તેના મગજ માં એક ઝબકારો થયો.


બીજા દિવસે સવારે કામિની સરસ તૈયાર થઈ,અને અનંત ને ગળે વળગી ગઈ અને પછી ધીમે રહી ને પોતાના પિયર જવું છે એમ કહેવા લાગી.અનંતે તો કામિની ના રૂપ પર ઓળઘોળ થઈ ગયો,અને હા પાડી દીધી.સાંજ સુધી માં પાછી આવવાની વાત કરી તેને પોતાની મા પાસે પણ કામિની ને જવાની વાત કરી.આ સાંભળી ને તરત જ એના સાસુ એ પણ હા કહી દીધી.

કામિની ખૂબ રાજી થઈ ગઈ.અને થોડી જ વાર માં નીચે આવી.તેના સાસુ ના રૂમ માં જઇ ને અંશ ને સાથે લેવા તૈયાર કરવા ગઈ.ત્યાં જ ..

(શું કામિની ને ખરેખર કોઈ દેખાયું હતું,કે પછી એ અંબા દેવી ની કોઈ ચાલ હતી?અંબા દેવી કામિની ને અંશ સાથે એના પિતા ના ઘરે જવાની છૂટ આપશે?કે એમાં પણ કોઈ નવી રમત રમશે!અને કામિની નો એના પિતા ના ઘરે જવા પાછળ નો આશય શું હશે?જોઈશું આવતા અંક માં...)


✍️ આરતી ગેરીયા...