CANIS the dog - 66 in Gujarati Thriller by Nirav Vanshavalya books and stories PDF | CANIS the dog - 66

Featured Books
Categories
Share

CANIS the dog - 66

hill ciphered નું આ એન્ટી બ્રુટ વર્ઝન ખરેખર જ જોવા લાયક અને લાખોમાં એક છે. અને હોય પણ કેમ નહીં, તેને બનાવનાર કોન્ટેન્ટ ની સૌથી મોટી અને સૌથી દમદાર કંપની હાઇબ્રાઈડ છે.

ડોગ્સ નેકેટ્ડ છે,અર્થાત્ કે તેમના ઉપર કોઈ ચેઈન કે કોઈ બેલ્ટ લાગેલા નથી.આ પણ જીન્સનું એક પ્રકારનું પોલીશિંગ વર્ક જ હતું કે, ડોગ્સ ને બાંધવાની કે પાલતુ દેખાડવાની આવશ્યકતા જ ન હતી.ડોગ્સ ની અંદર ના જીન્સ એટલી હદ સુધી પોલીશ એન્ડ ફર્નિશ કરવામાં આવ્યા હતા.ડોગ્સ ને જીનેટિકલી એટલા બધા સોફિસ્ટિકેટેડ કરવામાં આવ્યા હતા કે તેઓ ના તો તો કોઇ વન્ય પશુઓનો શિકાર કરી ને તેમને ખાશે કે ના તો વનની અંદર પડેલ પશુનું વાસી કે બદબુદાર માર ખાશે.

જે પણ ખાશે તે through out hygiene નોનવેજ જ હશે or some hot milk ઓર સમ બટર મિલ્ક. that's it , nothing more !

આશરે ૬૦ કિલોમીટર વર્ગ ના વનિય વિસ્તારમાં ડોગ્સ નો run show આયોજિત કરવામાં આવ્યો છે.અને તેની સફળતા પછી ડૉગસ ને આખા શવાના માં જે તે ચેક પોસ્ટ, સબ પોસ્ટ તથા જે-તે ફોરેસ્ટ ઓફિસર ને સોંપી દેવામાં આવશે.


ધ્યાન રહે દોસ્તો,કે રન અને ‌એટેક આ બંને વચ્ચે બહુ જ મોટો તફાવત છે.જે તમે જાણો જ છો.અર્થાત એટલું જ કે ડોગ્સ ની રન ઇમ્પ્રુવ કરવા માટે તેમને પુમા ના લેગસ ની પેટર્ન વેર ઇન કરાવવામાં આવી હતી.જ્યારે તેમના એટેક્સ ને રજીસ્ટ કરવા માટે તેમને જિનેટિકલી બોન મર્ક્યુરી આપવામાં આવી હતી.

ડોગ્સ ને એમેઝોન ની typical પેટર્ન થી અવગત કરાવવા જરૂરી હતા અને એટલે જ આ રન શો આશરે આઠ દિવસ સુધી લગાતાર ચાલશે.જેમાં ડોગ્સ એન્ટાયર amazon ને અને તેની અંદર ની એક ટિપિકલ પેટન ને બરાબર રીતે સમજી લેશે અર્થાત કે આ સાહિઠ કિલોમીટર વર્ગ ક્ષેત્રની અંદર તે બધું જ મૌજુદ છે જે આખા એમેઝોનમાં છે.

દુનિયાના સૌથી મોટા રેઈન ફોરેસ્ટ એમેઝોન ની અંદર ડોગ્સ નો run show આરંભ થવા જઇ રહ્યો છે જેને આડે કેવળ એક જ મધ્યરાત્રી બચી છે.અને ટ્વિલાઈટ ટાઈમ પૂરો થતાની સાથે જ એમેઝોન તેનો રોજિંદો સન્નાટો ધારણ કરે છે.

ઉજાસ ની અંદર પણ નિશાચરો ડોગ્સ ના આગમનને સમજી ચૂક્યા હતા અને તેમના બેખોફ બર્કિંગ ને પણ.અને એટલે જ આજે રાત્રે નિશાચરો ના અવાજ ના નામે પણ લગભગ શૂન્યાકાર જ છે.

શુક્લ પક્ષ થી રહિત એવી કૃષ્ણા અમાવસ્યા ફરીથી તેનું સ્વરૂપ ધારણ કરે છે અને ફોરેસ્ટ ફરીથી એર સ્ટ્રીપ પરથીસપ.લિઝષબહસીસ દેખાય છે જેમાં ડોગ્સ ના બર્કિંગ નો સાઉન્ડ સાફ સાફ વર્તાય છે.

હવે જોવાનું એ જ રહે છે કે હીલ શેફર્ડ નું આ મૈદાનો પર નુ અવતરણ કેટલું સફળ રહે છે અને કેટલું નિષ્ફળ!!

હજારો ની જનમેદની થી ખચિત ડેલ્ટા ચેકપોસ્ટ નો રાઉન્ડ દેખાઈ રહ્યો છે અને થોડી જ વારમાં કારો ના કાફલા સાથે vvips bunch arrive થાય છે.

vvips ના આગમન ની સાથે જ જનમેદની માંથી ચીચયારીઓ ના ગાન શરૂ થાય છે અનેજાણે ડોગ્સ કોઈક ને ફાડી ખાવા આતુર હોય કેવા દેખાય છે.

એક એ વાતનું નિશ્ચિંત ધારણ તો તે હતું જ કે આટલા મોટા શ્વાન સમુદાય ની વચ્ચે કોઈ જંગલી જાનવર આવીને હુમલો કરે તે શક્ય જ નથી. અને એટલે જ સાથ ઓપન એર જીપ ચાલીસેક જેટલા ઘોડે સવાર અને બાકીના ડોગ્સ ની સાથે રન કરવા વાળા‌ફોરેસ્ટ ઓફિસરો નો કાફલો પણ તૈયાર દેખાઇ રહ્યો છે.