CANIS the dog - 72 books and stories free download online pdf in Gujarati

CANIS the dog - 72

પેલા પેહલા વાળા આદિવાસી ને પસીનો છૂટી ગયો અને તેણે બીજી બે દિશામાં પણ આજ આ પ્રકારે કર્યું અને તે સમજી ગયો.

તેણે ડ્રાઈવરને જઈને કહ્યું ડૉગસ ને નીચે ઉતારવા પડશે. ત્રણેય બાજુ થી અલગ અલગ જૂથો આવી રહ્યા છે અને તે બધા જ ઓલમોસ્ટ મેનઈટર જ છે .અમે આ જૂથો ને બહુ જ સારી રીતે ઓળખીએ છીએ.

બધા જ ઓફિસરો નીચે ઉતરી ગયા અને એકબીજાની સામે જોવા લાગ્યા આદિવાસીઓએ એ સમજાવી લીધુ કે જે કરવું હોય તે જલદીથી કરો એક વાર ચીત્તાઓ નજીક આવી ગયા તો પછી ડૉગસ પણ કશું નહીં કરી શકે.ડોગ્સ ને ચિતા ઉપર એટેક કરવા દો ફાયદો આપણ ને જ થશે.one by one બધા જ ઓફિસરોએ dogs ને કહ્યું come down ડાલીંગ ર્ક્્ક્લ્ક્્ક્્ક્્ક્લ્ક્્ક્ક્્ક્લ્ક્્ક્્ક્્ક્લ્ક્્ come down .અને ડોગ્સ ને કરુણાથી ગળે લગાડ્યા અને લાલ પ્યાર કર્યો.

ડોગ્સ પણ લગભગ જાણે કે બધું જ સમજી ગયા હોય તેમ ફોરેસ્ટ ઓફિસરોને વહાલ કરવા લાગ્યા.અને થોડી જ વારમાં બધા જ ઓફિસરો એક બીજા ની સામે જોઈ ને બોલી ઉઠ્યા ગો .........જસ્ટ રન.....
ડોગ્સ પણ વગર વિચારે જ જીપમાંથી કૂદી પડ્યા અને જાડી ની અંદર ઘૂસીને ચીતાઓ ઉપર તૂટી પડ્યા.

ચેક પોસ્ટ થી 30 કિલોમીટર જંગલની અંદર કે જ્યાં ના તો કોઈ વોકી ટોકી કામમાં આવી શકે છે કે ના તો કોઈ નેટવર્ક કવરેજ તે પછીના તો કોઈ હથિયાર કે અસ્ત્ર-શસ્ત્ર.
ફોરેસ્ટ ઓફિસરોએ તેમની બહાદુરી અને સ્વ બુદ્ધિથી જ કામ ચલાવવું પડતું હોય છે.

થોડી જ વારમાં જાડી ની અંદર ભીષણ લડાઈના અવાજો સંભળાવાના શરૂ થાય છે અને દ્વંદ્વયુદ્ધ સત્હ પર દેખાવા લાગે છે.
ડોગ્સ પ્રાકૃતિક ન હતા બલ્કે મેન મેઈડ હતાજ્યારે ચીત્તાઓ સંપૂર્ણત: પ્રાકૃતિક હતા.અને તેમ છતાં પણ ડૉગસ ના પ્રતિકારો
કાબિલે તારીફ હતા.

ત્રણ ડૉગે એક સાથે જ એક ચીતા ને ઝડપી લીધો અને રીતસર તેને ગળાની નલિકા થી પકડી ને ખેચવા લાગ્યા.ડોગ્સ એટલા બધા જૂનુંને ચડયા હતા કે તેઓ ભૂલી ગયા કે અમે ચિત્તા ની માત્ર લાશ જ ઘસેડી રહ્યા છીએ.

આ જ દ્રશ્ય એક ડોગ ની સાથે પણ થયું પરંતુ પાછળથી બાકી ના ડૉગે બાજી સંભાળી લીધી. પરંતુ તેમ છતાં પણ તે ડૉગનું થોડીક જ વારમાં મૃત્યુ થયું.

ફિયર્સ ફાઇટ ના દ્રશ્યો કોઈ સામૂહિક હત્યાકાંડ થી પણ અધિક ભયાનક અને રક્તરંજિત હતા.અને તેમા પણ ચીત્તાઓ ની અંદર માનવ રક્તની પિપાસા લહુલુહાન હાલત માં હતી.તેઓ ગમે તે ભોગે પણ ફોરેસ્ટ ઓફિસરોને ખાવા માગતા હતા.

ડોગ્સ જેવી રીતે ફોરેસ્ટ ઓફિસરો અને આદિવાસીઓને કવર આપી રહ્યા હતા તેના પરથી તેમની પ્રાકૃતિક રણનીતિ પણ સમજમાં આવી શકતી હતી.

અને થોડી જ વારમાં ફિયર્સ ફાઇટ નો પહેલો રાઉન્ડ એટલે કે એક કલાક પૂરો થવા જઈ રહ્યો છે.

દર એક કલાકે 3 ડોગસ ના મૃત્યુ થાય છે અને બે ચીત્તાઓ ના.અને ફીયર્સ ફાઈટ લગાતાર છ કલાક સુધી ચાલે છે.

છ કલાકના અંતે rainfall શરૂ થાય છે અને અફકોર્સ સનસેટ પણ.અને તેથી જ બંને જાનવરો વિખુટા પડે છે.

પલાયન થઈ રહેલા ચિતાઓ રહી રહીને રીટન એટેક કરવા જાય છે પરંતુ dogs એ તેમને ફાવવા ના દીધા.

40 માંથી 22 ડૉગસ ના અને 23 માંથી 16 લેપર્ડસ ના મૃત્યુ થાય છે.અને બાકીના બચેલા
ડોગ્સ બહુ જ ગંભીર રીતે ઘવાયા હતા.જેમા ના પણ અડધા થી ઉપર ના ડૉગસ સારવાર દરમિયાન મૃત્યુ પામે છે.

સ્પિરિચ્યુઅલ ફોરેસ્ટ ઓફિસરો એ તેમનું સમીકરણ લીસ્ટ કરી દીધું,કે જિનેટિક સાયન્સના પાગલ પન થી ખચિત પ્રયોગો કરવા માટે જંગલ તે યોગ્ય સ્થાન નથી.