two broken hearts - 5 books and stories free download online pdf in Gujarati

બે તૂટેલા હૃદય - 5


' રાહુલભાઇ ન્યુઝીલેન્ડ રિટર્ન જવાનાં હતા, માટે હું એમને એરપોર્ટ છોડવા માટે જવાનો હતો. તેથી હું વડોદરા આવ્યો હતો. તે સમયે શ્રદ્ધાનાં ભાઈનો મારા ઉપર ફોન આવ્યો હતો.એણે મને કહ્યું કે તું મારી બહેનનું નામ બગડી રહ્યો છે.તું બધાને વાત ફેલાવી રહ્યો છે કે તારું અને મારી બહેનનું લફરું હતું. તું જ્યારે પણ મને મળીશ ત્યારે હું તને જાન થી મારી નાખીશ. ત્યારબાદ એણે મારા માટે ઘણાં બધાં અભદ્ર શબ્દોનો ઉપયોગ પણ કર્યો.' મેં રિયાને કહ્યું.
' એણે કહ્યું કે તું એની બહેનનું નામ બગાડી રહ્યો છે. મને આ વાત કઈ સમજવામાં ન આવી.' રિયાએ અસમંજસ માં પડતાં કહ્યું.
' એમાં મારો વાંક છે. હું દારૂના નશામાં શું બકી ગયો હતો એની મને પણ ન ખબર હતી.' મેં કહ્યું.
' મતલબ.' રિયાએ ગંભીરતાથી પુછ્યું.
' મેં જ્યારે નશામાં હતો, ત્યારે મે મારા એક કજીન ને કહ્યું હતું કે શ્રદ્ધા એ જે કર્યું એ સારું નથી કર્યું. એણે મારી સાથે આમ ન કરવું જોઈતું હતું.' મેં કહ્યું.
' એમને કહેવાથી એવો તો શું પ્રોબ્લેમ થયો ?' રિયાએ પુછ્યું.
' કેમ કે એ વ્યક્તિ મારો કાજીન ભાઈ થવાની સાથે સાથે એ શ્રદ્ધા નો પણ એની બાજુથી કઝીન ભાઈ થતો હતો. એણે બધી વાત શ્રદ્ધાના ભાઈને કહી દીધી. તેથી શ્રદ્ધાના ભાઈએ મને ખોટો સમજીને ભાલુબુરું સંભળાવી દીધું. પણ હું ભગવાનનાં સમ ખાઈને કહ્યુ છું કે મે આ વાત એના સિવાય કોઈને ન કહી હતી. શ્રદ્ધા નું નામ ખરાબ ચીતરવાનો મારો કોઈ અભિગમ ન હતો.' મેં કહ્યું.
' તારી વાત ઉપરથી તો એમ જ લાગે છે કે એમાં વાંક તારો જ છે. એના ભાઈએ તને જે કંઈ પણ કહ્યું એમાં કંઈ જ ખોટું નથી. તું પણ એની જગ્યાએ હોત તો તું પણ આમજ કરત અને હું પણ કદાચ એ જ કરતે.' રિયાએ કહ્યું.
' હા, તારી વાત સાચી છે. દરેક ભાઈને પોતાની બહેન પ્રત્યે અતૂટ લાગણી હોય છે.' મેં કહ્યું.
' પછી ?' રિયાએ પુછ્યું.
' પછી શું, એના કજીન ભાઈઓ અને મારા કઝીન ભાઈઓ એ વાતચીત માં મામલો પતાવી દીધો.' મેં કહ્યું.
' પછી કઈ નથી થયું ? કોઈ દિવસ શ્રદ્ધા નો તારા ઉપર ફોન કે મેસેજ આવ્યો હોય એવું બન્યું હતું ખરું ?' રિયાએ પુછ્યું.
' ના, અને આવે પણ શું કામ. એણે મારા પ્રત્યે ક્યાં કોઈ લાગણી હતી. એ તો માત્ર ટાઇમપાસ કરી રહી હતી મારી સાથે.' મેં કહ્યું.
' ઓકે.' રિયાએ કહ્યું.
અમે બંને આઇસક્રીમ ખતમ કરી ચૂક્યા હતા.
' તે તો તારા વિશે કંઈ કંઈ પણ કહ્યું જ નહિ.' મેં કહ્યું.
' બીજી કોઈ વાર. હવે મારા જવાનો સમય થઇ ગયો છે હવે મારે જાવું જોઈએ.' રિયાએ કહ્યું.
' ઠીક છે, તમે નીકળો હું પણ ઘરે જવા માટે નીકળું છું.' મેં કહ્યું.
' ભગવાને ચાહ્યું તો ફરી મળીશું. અને નશો કરવામાં નિયંત્રણ લાવો, શરીર માટે વધારે સારું નથી.' રિયાએ કહ્યું.
' એ બધું મારા થી નહિ થઈ શકે, એનો જ તો સહારો છે.' મેં કહ્યું.
' મને જે યોગ્ય લાગ્યું એ તમને કહ્યું આગળ તમારી મરજી.' રિયાએ કહ્યું.
' ઠીક છે, બાય. ફરી મળવાનું થશે તો તમારી સ્ટોરી જરૂર સાંભળીશ.' મેં કહ્યું.
' ચોક્કસ,બાય.' રિયાએ કહ્યું.
રિયા પોતાનું એક્ટિવા લઈ ઘર તરફ પ્રયાણ કર્યું.
એના ગયા તરત જ મારા બંને ભાઈઓ મારી પાસે આવીને પૂછવા લાગ્યા કે આ બધું શું છે ? તે નવો પાર્ટનર શોધ્યો કે શું ? મેં જવાબ માં કહ્યું અમે બંને માત્ર મિત્ર છીએ. એને માત્ર મારી સ્ટોરી માં રસ હતો મારામાં નહિ. એણે સ્ટોરી જાણી લીધી છે હવે ફરી અમારી ક્યારે મુલાકાત થાય એની કોઈ ગેરંટી નથી.
ત્યારબાદ અમે બાઇક લઈ આખા વડોદરા ની સેર કરવા નીકળી પડ્યા. ફરતા ફરતા અમે અર્ધી રાતે ઘરે પહોંચ્યા. ઘરે પહોંચ્યા બાદ પણ અમે ઘણી મસ્તી કરી પછી અમે સૂઈ ગયા.
બીજા દિવસે હું ઘરે જતો રહ્યો કારણ કે મારે નોકરી જવાનું હતું. સાથે સાથે મારા મિત્રોએ સરાબની મહેફિલનું આયોજન કર્યું હતું. માટે માટે જવું અત્યંત જરૂરી હતી.
મારો એક સહકર્મચારી મિત્ર જે ભાડે થી એકલો હતો તેના ઘરનું પાર્ટીના સ્થળ તરીકે પસંદ કરવામાં આવ્યું હતું.
બ્લેક ડોગ સ્કોચ વિસ્કી અને ચાખનાં સાથે હું અને બીજા ત્રણ મિત્રો નિયત કરેલી જગ્યાએ ઉપસ્થિત થઈ ગયા.

અમે બધા એક રૂમ માં ગોઠવાઈ ગયા. દારૂની બોટલ, પ્લાસ્ટિક ના ગ્લાસ, વેફર્સ, પોપરિંગ ના પેકેટ, બીજા વિવિધ પ્રકારના પેકેટ એકત્રિત કરવામાં આવ્યા. મારા મનમાં હજી પણ શંકા હતી કે કઈક તો હજી ખૂટે છે. મારા મનમાં એકદમ લાઈટ થઈ.
' અલા, સિગરેટ તો કોઈ લાગ્યું નથી. એના વગર કંઈ રીતે ચાલશે ?' મેં બધાને કહ્યું.
' હા, એ તો હું ભૂલી જ ગયો. હું હમણાં લઈને આવું છું.' મારા એક મિત્ર હિતેશે કહ્યું. અને એ સિગરેટ લેવા ગયો અને થોડી વાર પછી એ સિગરેટ લઈને આવ્યો.
હિતેશ સિગરેટ લઈને આવે ત્યાં સુધીમાં મેહુલે બધાના પેગ તૈયાર કરી દીધા હતા. મેહુલ જે મારી સાથે નોકરી કરતો હતો. બધા પેકેટ એક જ થાળી માં ઠાલવી દેવામાં આવ્યા.
' ચિયર્શ ' ના નાદ સાથે બધાએ એક બીજા સાથે ગ્લાસ તકરવ્યા અને મેહફીલ ની શરૂઆત થઈ. એક પછી એક પેગ પીવા તા જતાં હતાં અને સાથે સાથે ચાખના નો આનંદ પણ લેવામાં આવતો હતો. રિયાએ મને ઘણા વોટ્સએપ પર મેસેજ છોડ્યા હતા પણ મેં પીવાની ધૂન માં મોબાઈલ ઇન્ટરનેટ ચાલુ નોહ્તું કર્યું માટે મને એના વિશે કંઈ ખબર ન પડી. હું માત્ર ચાર પેગ મારી બાજુ માં ખસી ગયો અને એક સિગરેટ જાળવી ને એનો કસ લેવા માડ્યો.
' કેમ નિખિલ ભાઈ એટલામાં પતિ ગયું તમારું ?' હીતેશે મજાક કરતા કહ્યું.
' હા, મારું પતી ગયું. એનાથી વધારે હું નહિ લઉં. મારે અર્ધી રાત્રે ઘરે જવાનું છે માટે મારે લિમિટ માં પીવું પડે. તમે તમારે એન્જોય કરો.' મેં કહ્યું.
' ઠીક છે, પીવો નહિ તો કંઈ નહિ પણ અમારી સાથે બેસી અમને કંપની આપજો.' મેહુલે કહ્યું.
' હા, કેમ નહિ.' મેં કહ્યું.
રાતના ૧૧ વાગી ચુક્યા હતા અને દારૂની બોટલ પણ પૂરું થઈ ચૂકી હતી. બધા પૂરેપૂરા નશામાં ધૂત થઈ ચૂક્યા હતા. હું માત્ર ચાર પેગ પીવાના કારણે હું મારા આપા માં હતો. મેં ઘડિયાળ માં નજર નાખી ૧૧ વાગ્યા હતા. મેં હવે ઘરે જવાનું વિચાર્યું.
' હવે હું નીકળું છું. મોડું થશે તો ઘરવાળા ચિંતા કરશે, માટે હું ધીમે ધીમે નીકળું.' મેં કહ્યું.
' હા, નિખિલ ભાઈ તમે ધીરે ધીરે નીકળો અને શાંતિથી જજો. ઘરે પહોંચી ને ગ્રુપ માં એક મેસેજ છોડી આપજો કે હું ઘરે પહોંચી ગયો છું.' મિત્રોએ કહ્યું.
' ઓકે,બાય. કાલે મળીયે.' મેં સૌને કહ્યું.
' કાલે મળીયે, નિખિલ ભાઈ.' બધાએ એકસાથે કહ્યુ.
હું બાઇક લઈને ધીમે ધીમે ઘરે જવા નીકળ્યો. હું જાણી જોઈને બાઇક ધીમે ચલાવી રહ્યો હતો કે જેથી ઘરે પહોંચતા પહેલાં મારો નશો ઉતરી જાય. જેથી મારા ઘરવાળા ને કંઈ ખબર ન પડે. એમ તો મારી ફેમિલી ને ખબર હતી કે હું બિયર પીવું છું પણ એમને એ ન ખબર હતી કે હું દારૂ પણ પીવું છું. માટે એમને એ વાત ની જાણ ન થાય એની તકેદારી રાખી રહ્યો હતો.
હું ઘરે પહોંચી કપડાં કાઢીને સીધો નહાવા જતો રહ્યો. નાહીને આવીને હું સીધો મારા રૂમમાં આવીને સૂઈ ગયો. ના મેં ગ્રુપમાં મેસેજ કર્યો કે ના મેં રિયાના મેસેજ જોયા. મેં તો સીધો સૂઈ જ ગયો.
ઊંઘ ઉડતાની સાથે મેં ફોનમાં જોયું તો સવારના ૭ વાગી ચુક્યા હતા. મેં ઇન્ટરનેટ ચાલું કર્યું તો વોટસઅપ ઇનબૉક્સ માં રિયા ના ઘણા બધા મેસેજ આવેલા જોયા પણ હવે એનો જવાબ આપવાનો કોઈ મતલબ ન હતો. મેં ઉત્તર આપવાનું ટાળ્યું અને માત્ર ગુડ મોર્નિંગ નો મેસેજ છોડી આપ્યો.
મારે નોકરી જવાનું હોવાથી હું ફટાફટ પથારી માંથી ઊભો થયો અને નહાઈને તૈયાર થઈ ગયો. મારે ૯ વાગ્યે નોકરી જવાનું હતું માટે હું ૮:૩૦ વાગ્યે ઘરે થી નીકળી ગયો. કંપની માં પહોચ્યા બાદ હું મારા કામમાં લાગી ગયો. બપોરે જમ્યા બાદ હું ઇન્ટરનેટ ઓન કરીને બેઠો. એટલામાં જ રીયાનો મેસેજ આવ્યો.
' કાલે મારા મેસેજ નો જવાબ કેમ ન આપ્યો ?' એનો મેસેજ આવ્યો.
' હું કાલે મિત્રોની સાથે પાર્ટીમાં હતો. અમે ભેગાં મળીને દારૂની મહેફિલ ગોઠવી હતી. હું મોડી રાત સુધી એ લોકો સાથે જ હતો. માટે મેં ઇન્ટરનેટ ચાલું નોહ્તું કર્યું અને એના કારણે મેં તારા મેસેજ જોયા નહોતા, મે જસ્ટ સવારે જ જોયા.' મેં મેસેજ માં દલીલ કરી.
' તને મેં કહ્યું હતું તો પણ તું સુધારવાની નામ નથી લેતો. જે વ્યક્તિ જવાનું હતું એ હતું રહ્યું. શું કામ એની પાછળ પોતાની જાતને હેરાન કરે છે. મારું મન અને આ પીવા બીવાનું છોડી દે.' એનો ફરી મેસજ આવ્યો.
' એ તો અશકય છે, મારા થી હવે લત નહિ છૂટે.' મેં મેસેજ કર્યો.
' હું છોડાવી દઈશ. હું મદદ કરીશ તારી.' એનો મેસેજ આવ્યો.
' પણ માટે નથી છોડવું. મને આવી જિંદગી જીવવી ગમે છે અને મારી અંગત જીવનમાં દખલગીરી કરવાની જરૂર નથી.' મેં મેસેજ કર્યો.
' હજી તને એકવાર પૂછું છું, તારે આ બધું છોડવું છે કે નહિ ? હું છેલ્લીવાર પૂછું છું.' એનો મેસેજ આવ્યો.
' ના, હું નહિ છોડી શકું.' મેં મેસેજ કર્યો.
' ઠીક છે, તો તું જીવ તારી આલ્કોહોલીક લાઇફ. આજ પછી હું તારી સાથે વાત નહિ કરું, બાય.' એનો મેસેજ આવ્યો.
' ઓકે, ગુડબાય.' મેં મેસેજ કર્યો.
ત્યારપછી ના તો એનો મેસેજ આવ્યો ના તો મેં સામેથી ફોન કે મેસેજ કરવાની તસ્દી લીધી.

( વધું આવતાં અંકે ).