Be tutela Hruday - 7 books and stories free download online pdf in Gujarati

બે તૂટેલાં હૃદય - 7

' રાહુલ, રાહુલ નામ હતું એનું. અમે બંને મલેરીયા નિદાન કેમ્પ માં મળ્યા હતાં. ડાંગનાં એક પાછળ ગામમાં મલેરિયાના કેસ વધી ગયા હતા, માટે અમારે મદદ જવાનું થયું . હું પણ મારા બીજા સાથીઓ સાથે ગઈ હતી. બીજી હોસ્પિટલો માંથી પણ ડોક્ટરો અને નર્સો આવ્યા હતાં. ત્યાં મારી મુલાકાત રાહુલ સાથે થઈ હતી. વધારે કંઈ આકર્ષક ન હતો પણ એની સાદાઈ અને એનો લોકો સાથેનો વ્યવહાર કોઈને પણ એના તરફ જુકાવે એમ હતો બધા સાથે પ્રેમ થી વાતો કરવી, બે જીજક કોઈને પણ મદદ એના આવા સ્વભાવ તરફ હું આકર્ષાઈ હતી. મેં પહેલા તો અમારી વચ્ચે સમાનતા વાતચીત સારું થઈ, પછી ધીમે ધીમે વાતચીત વધવા લાગી. અમે બંને એકબીજાને વધારે સમય આપવાં લાગ્યા હતાં. કેમ્પમાં અમે ૭ દિવસ રહ્યા, એ ૭ દિવસમાં અમે એકબીજાના નજીક આવી ગયા હતા. સાતમાં અને અંતિમ દિવસે મેં એના તરફ થી શું જવાબ આવશે એની ચિંતા કર્યા વગર હું એ સામે થી રાહુલ ને પ્રપોઝ કરી નાખ્યું હતું.' રિયાએ કહ્યું.
' ઓહ, બાવ દેરિંગ છે ને તારા માં તો, એણે શું જવાબ આપ્યો ?' મેં પૂછ્યું.
' એણે વિચારવા માટે મારી પાસે સમય માંગ્યો, મેં પણ એણે ૩ દિવસ નો સમય આપ્યો અને કહ્યું કે હું પસંદ હોઉં અને તું જો મારી સાથે આગળ વધવા માંગતો હોય તો મને ફોન કરજે, અને તો ૩ દિવસ માં તારો ફોન નહિ આવે તો હું સમજી જઈશ અને હું તારી સાથે વિતાવેલા પળો ને એક સારી પળો સમજીને યાદ રાખીશ. મેં એમ કહ્યું હતું.
' શું એનો ત્રણ દિવસની અંદર કોઈ જવાબ આવ્યો હતો ?' મેં પૂછ્યું.
' ત્રણ દિવસની વાત રહેવા દે. એક જ દિવસમાં એનો હા માં જવાબ આવ્યો હતો.' રિયાએ પોતાના ઉપર ઘમંડ કરતાં કહ્યું.
' પછી ?' મેં પૂછ્યું.
' પછી શું, જેમ હમણાં ના લવરિયાઓ કરે છે તેમ રોજ કલાકો સુધી ફોન પર વાતો થતી. અઠવાડિયામાં એક વાત મળવાનું અને ફરવા જવાનું બધું ચાલું થઈ ગયું હતું.' રિયાએ કહ્યું.
' તો પછી ડખો ક્યાં પડ્યો ?' મેં પૂછ્યું.
' અમારા સબંધ ને એકાદ વર્ષ ઉપર થતાં, મે રાહુલને લગ્ન માત્ર એના પરિવાર સાથે વાત કરવા કહ્યું. એણે એના ઘરવાળા સાથે વાત કરી પણ એના પિતાજી કડક સ્વભાવ ના હતા સાથે સાથે એ લોકો ઊંચી જાતિના હતા અને હું એક નીચી જાતિની છોકરી. હું અનુસૂચિત જાતિની અને રાહુલ પાટીદાર પટેલ હતો માટે એના પિતાજી એ ઘસીને ના પાડી દીધી. અમારા બંનેના સબંધ નો અસ્વીકાર કર્યો. રાહુલ થી એના પિતાજી વિરુદ્ધ જવાઈ એમ ન હતું માટે અમે બંનેએ સ્વેચ્છાથી અલગ પડવાનું વિચાર્યું અને અમે કાયમ માટે અલગ થઈ ગયા.' રિયાએ નિરાશ થતાં કહ્યું.
' આપણાં સમાજની આજ સમસ્યા છે. બાળકોની ખુશી પર કોઈ ધ્યાન નથી આપતું, બસ બધાને પોતાની સાન સોકત જ વહાલી છે.'
' એના લગ્ન થઈ ગયાં છે ?' મેં પૂછ્યું.
' ના, એણે હજી લગ્ન નથી કર્યા.' રિયાએ કહ્યું.
' તું કહેતી હોય તો હું એને મળીને તમારા બંને ને મડાવવનું પ્લાનિંગ કરું.' મેં પૂછ્યું.
' ના, કોઈ જરૂર નથી. એણે ખરેખર મારી પડી હોત તો એ કંઈ પણ નિરાકરણ લાવત, પણ એણે કઈ કરવું જ નથી, માટે મારે પણ હવે કંઈ કરવું નથી.' રિયાએ કહ્યું.
' હમણાં એની જોબ ક્યાં છે ?' મેં પૂછ્યું.
' સમાચાર મળ્યા છે કે એની પણ વડોદરામાં જોબ લાગી છે, માટે હું વિચારું છું કે મને ભરૂચમાં જોબ ની ઑફર મળી છે જેને હું સ્વીકારી લઉ અને ભરૂચ રહેવા એવી જાઉં. જેથી હું રાહુલ થી દુર રહેવા મળે.' એણે કહ્યું.
' તને યોગ્ય લાગે એવું કર.' મેં કહ્યું.
' કાલે મને હોસ્પિટલ બોલાવી છે. મને સારું લાગશે તો હું હા પાડી દઈશ.' રિયાએ કહ્યું.
' ઠીક છે.' મેં કહ્યું.
થોડીવાર આમતેમ ની વાતો કર્યા પછી અમે પોતપોતાના ઘર તરફ રવાના થયાં.
રિયાનું ભરૂચની બરોડા હાર્ટ હોસ્પિટલ માં પસંદગી થઈ ગઈ. એણે મને એ ખુશ ખબર તરત જ જણાવી દીધી. મેં એની પાસે પાર્ટી માંગી અને એણે મને પાર્ટી આપવાનો વાયદો કર્યો. થોડા દિવસ બાદ અમે રવિવાર ના દિવસે ફરી ભેગા થયા. આ વખતે અમે બંને એ ફરવા માટેના સ્થળ તરીકે શુક્લતીર્થ ની પસંદગી કરી. શુક્લતીર્થ નર્મદાના કિનારે આવેલું એક ગામ છે. જ્યાં લોકો સ્વર્ગસ્થ લોકોની ઉત્તરક્રિયા માટે આવતાં હોય છે અને અમુક પ્રકૃતિ પ્રેમી ફરવા માટે પણ આવતાં હોય છે.
અમે બંને બાઇક લઈ શુક્લતીર્થ પહોંચ્યા. બહારનું જમવાનું ટાળવા માટે રિયાએ ઘરે થી જ નાસ્તો બનાવી લીધો હતો. શુકલતીર્થ પહોચ્યા બાદ અમે નર્મદા કિનારે અમારી પડાવ નાખ્યો. પૂર્વથી વહેતી નર્મદાનો ત્યાં થી નઝારો જ કંઈ અલગ હોય છે. ત્યાંનો નજારો ખરેખર મનને લોભાવે એવો હતો.
અમે બંને સાદડી પાથરીને બેસી ગયા. અને ઉપરવાળાની અદભુત રચનાનો લુફ્ટ ઉઠાવી રહ્યા હતાં. મેં અમારા વચ્ચે નું મૌન ભંગ કરતા કહ્યું.
' નાસ્તા ની સાથે મારા માટે કંઈ પીવાનું લાવી છે ?' મીટ મજાક કરતા કહ્યું.
' હા, લાવી છું ને....પાણી.' કહેતાની સાથે રીયા હસવા લાગી.
' તને પીવાનું જ દેખાય છે. લીવર ખલાસ થઈ જશે.' રિયાએ કહ્યું.
' તે મને પાર્ટીનું કહ્યું હતું માટે તારે મારી ઈચ્છા પૂરી કરવી જ પડશે.' મેં કહ્યું.
' તારી ઈચ્છા પૂરી કરીશ ,પણ એના બાદ તું કોઈ દિવસ ન પીવાનો હોય તો...' રિયાએ શબ્દો લંબાવતા કહ્યું.
' વિચારીશ...' મેં ખભા ઊંચા કરતાં કહ્યું.
' ઠીક છે, આવતાં રવિવારે મારી બધી ફ્રેન્ડ ઘરે જાય છે, ત્યારે ઘરે હું એકલી હોઈશ. તું રાત્રે આવી જજે. હું તને પાર્ટી આપી દઈશ.' રિયાએ કહ્યું.
' ઓકે, દન.' મે કહ્યું.
' ચાલ, હવે તારા માટે મે મારા હાથથી નાસ્તો બનાવ્યો છે. ટેસ્ટ કરીને કહે મને કેવો છે.'રિયાએ બટાકા પૌવા, થેપ્લા, ઢોકળા વગેરે બહાર કાઢીને એક પ્લેટ માં મને આપતાં કહ્યું.
મેં ટેસ્ટ કર્યો અને રિયાને થમ્બસ અપ કર્યું.
મેં ઢોકળાં નો એક ટુકડો રિયાના મોમાં મૂકી દીધો. ત્યારબાદ રિયાએ પણ પોતાનાં માટે એક પ્લેટમાં નાસ્તો કાઢ્યો અને અમે બંને નાસ્તાનો આનંદ કુદરતી સોંદર્ય સાથે લઈ રહ્યા હતાં.
' આપણે ખાલી મિત્ર જ છીએ ને ?' એણે પૂછ્યું.
' હાસ્તો, એમાં પૂછવાનું થોડું હોય.' મેં કહ્યું.
' આ તો આપણે કપલ ની જેમ ફરી છીએ એટલે પૂછ્યું.' એણે કહ્યું.
' કેમ, સારા મિત્રો સાથે હારી ફરી ન શકે. એના માટે ગીએફ બીએફ હોવું જરૂરી છે.' મેં કહ્યું.
' ફરી શકાય ને.' એણે કહ્યું.
' તો પછી યાર, મને તારી કંપની ગમે છે. તું સારી છોકરી છે એનાથી વિશેષ કંઈ નહિ. તારા આવવાથી હું મારા ભૂતકાળ ને થોડા સમય માટે ભૂલી ગયો છું. અને એના માટે હું તારો આભારી છું.' મેં કહ્યું.
' એમાં આભાર શાનો ? એક મિત્ર બીજા મિત્ર માટે એટલું ન કરી શકે.' એણે કહ્યું.
' કરી શકે ને.' મેં કહ્યું.
' દોસ્તીમાં નો થેંક યું અને નો સોરી એ ડાયલોગ તો યાદ જ હશે ને.' એણે હસતાં હસતાં કહ્યું.
' હા, યાદ છે.' મેં પણ હસ્યો.

થોડીવાર વાતચીત કર્યા બાદ અમે બંનેએ જવાનું વિચાર્યું. અમે ફરી બાઇક લઇ ભરૂચ પહોચ્યા. રિયાને મે તુલસી ધામ છોડી.
' આપણે હવે સીધાં રવિવારે મળીશું.' મેં કહ્યું.
' હા, આપણે રવિવારે મળીશું. તારો પીવાનો સામાન તું લેતો આવજે પૈસા હું આપી દઈશ કેમ કે મને એ બધા માં સમજ નથી પડતી.' એણે કહ્યું.
' એ તો હું મારી રીતે કરી લઇશ.' મેં કહ્યું.
' ઓકે, બાય.' રિયાએ કહ્યું અને મેં બાઇક માશી ના ઘર તરફ હંકારી મૂકી.

( વધું આવતાં અંકે ).