Be tutela Hruday - 8 books and stories free download online pdf in Gujarati

બે તૂટેલાં હૃદય - 8

એક અઠવાડિયા બાદ રવિવારે રાત્રે ૮ વાગ્યે બધો સામાન લઈ હું રિયાના ભાડા વાળા ઘરે પહોંચી ગયો. મેં ઘરની દોરબેલ બગડી. રિયાએ દરવાજો ખોલ્યો અને મને અંદર આવવા કહ્યું અને એ રસોડામાં હતી રહી. મેં રસોડામાં જઈને જોયું તો રીયા ચિકન બનાવી રહી હતી.
' ચાલો, મારા બાઈતિંગ નો બંદોબસ્ત થાય ગયો.' મેં મોમાં લાળ ટપકાવતા વિચાર્યું.
મેં દ્રાઈંગ રૂમમાં જઈ બોટલ કાઢી એક પેગ બનાવ્યો. રિયા મારી પાસે ચાખના માટે એક પ્લેટમાં લેગ પીસ લઈને આવી. અને મારી બાજુમાં આવી ગોઠવાય ગઇ.
' જમવાનું તૈયાર થાય ગયું છે. તારો પ્રોગ્રામ પતે પછી આપણે સાથે જમીશું.' રિયાએ કહ્યું.
' તું મને પીવામાં કંપની નહિ આપે ? મને એકલું એકલું પીવાનું નથી ગમતું.' મેં કહ્યું.
' ના બાબા, હું નહિ પિવ.' એણે કહ્યું.
' તે કોઈ દિવસ નથી પીધું ?' મેં પૂછ્યું.
' એક વાર હું ફ્રેન્ડ જોડે ગોવા ફરવા ગયેલી ત્યારે મિત્રો એ મને બરઝબરી બિયર પિવડ્યું હતું.' એણે કહ્યું.
" આ પણ બિયર જેવું જ છે. એના થી થોડું વધારે કડવું લાગે બકી નશો તો સરખો જ થાય.' મેં કહ્યું.
' ના પણ માટે નથી પીવું.' એણે કહ્યું.
' બસ થોડું પી લે, મને કંપની મળશે પ્લીઝ યાર. તને મારા સમ.' મેં કહ્યું.
' ઠીક છે, પણ હું થોડું જ પીસ.' એણે કહ્યું.
' ઓકે.' મેં કહ્યું અને રીયા માટે એક નાનો પેગ બનાવ્યો.
અમે બંને એ ચિયર્સ કર્યું અને મેં પીવાનું શરૂ કર્યું પણ રીયા પીવા માટે હજી પણ ડરી રહી હતી.
' નાક બંધ કરી પીજા.' મેં કહ્યું.
રિયા નાક બંધ કરી ગ્લાસ ગટગટાવી ગઈ.
' છી બા, કેટલું કડવું છે હવે હું ના પીવ.' એણે મોડું બગાડતાં કહ્યું.
' ઠીક છે, ના પિતી બસ.' મેં કહ્યું.
મેં એક પછી એક પેગ પી રહ્યો હતો. મને રીયા પીતા જોઈ રહી હતી. થોડીવાર બાદ રિયાને દારૂ નો નશો થયો.એણે મને કહ્યું.
' એક પેગ ફરી બનાવ મારે પીવું છે.' રિયાએ કહ્યું.
' ના, હવે પીસ તો તને ચઢી જશે.' મેં કહ્યું.
' મારે પીવું છે, તને કીધુ ને એક પેગ બનાવ.' એણે ગુસ્સો કરતાં કહ્યું.
' હા, બનવું છું.' મેં કહ્યું. અને અર્ધો પેગ બનાવ્યો અને એમાં વધારે પાણી ઉમેરી શકો દીધું.
રિયા એક જ શ્વાસે ગ્લાસ ગટગટાવી ગઈ. હું એને જોતો જ રહી ગયો. હું મનમાં વિચારી રહ્યો હતો કે હવે આ ઊલટીઓ ના કરે તો સારું.
અમે જમીન ઉપર સોફાને અદેલો કરીને બેઠા હતા. રિયા ખસીને મારી પાસે આવીને મારા ડાબા પડખે આંતરીને બાજુમાં બેસી ગઈ. એને હવે નશો વધારે થઈ ચૂક્યો હતો એની મિચાતી જતી હતી અને એના હોઠ તોટડાઈ રહ્યા હતાં.
' હું સારી નથી ?' એણે પૂછ્યું.
' સારી જ છે ને.' મેં કહ્યું.
' હું સુંદર નથી.' એણે ફરી પૂછ્યું.
' તું બહુ સુંદર છે.' મેં કહ્યું.
' હું તને પસંદ નથી ?' એણે પૂછ્યું.
' પસંદ છે ને પણ બીજી રીતે નહિ.' મેં કહ્યું.
' પણ તું મને પસંદ છે.' એમ કહેતાં ની સાથે રિયાએ એના હોઠ મારા હોઠ ઉપર મૂકી દીધા. મેં ગભરાઈને એને મારાથી અલગ કરી.
' તું આ શું કરી રહી છે ?' મેં એણે કહ્યું.
' મારી ફિલિંગ તને જણાવી રહી છું. પ્લીઝ મને અવગણ નહિ.' એણે કહ્યું.
એણે ફરી મને ચુંબન કર્યું. હવે હું એને રોકી ન શક્યો. દારૂના નશાના કારણે હું પણ પોતાના ઉપર કાબુ ગુમાવી બેઠો હતો. એના હોઠો પછી મારા ચુંબનો નો વરસાદ એના ગળા થી લઈને એના શરીર પર થવા લાગ્યો. અમારા બંન્ને ના વસ્ત્રો એક પછી એક શરીર ઉપરથી ઉતરી રહ્યા હતા.હવે અમે બંન્ને મર્યાદાની તમામ હદો વટાવી ચૂક્યા હતા. હવે અમારા વચ્ચે શરમ જેવી વસ્તુ રહી ન હતી. એ રાત્રે અમારા વચ્ચે જે કંઈ પણ થયું એની પરવાનગી આપણો સમાજ લગ્ન પહેલાં નથી આપતો. અમે બંને નગ્ન અવસ્થામાં એકબીજાની બાહોમાં સૂઈ રહ્યા હતાં. ત્રણ - ચાર કલાક બાદ અમારો નશો ઉતર્યો. રિયા જ્યારે હોશમાં માં આવી ત્યારે એના મનમાં હિન ભાવના જન્મી. એણે એની જાત ઉપર ગુસ્સો આવી રહ્યો હતો. રિયા મારી સાથે નજર મિલાવતા ખચકાતી હતી.
' જે કંઈપણ આપણાં વચ્ચે થયું એમાં આપણી કોઈ ભૂલ નથી. જે કંઈ પણ થયું એ નશામાં થયું માટે તું વધારે ના વિચાર. ફરી એવું નહિ થાય હું એની બહેદરી આપુ છું.' મેં કહ્યું.
' હું સમજુ છું. જે થવાનું હતું એ થઈ ગયું. તું પણ ટેન્શન ના લે. હવે થી એવું નહિ થાય એનું ધ્યાન રાખીશું.' રિયાએ કહ્યું અને એ કપડાં પહેરવા લાગી.
' મને ભૂખ લાગી છે.' મેં કહ્યું.
' મને પણ, ચાલ જમી લઈએ.' એણે કહ્યું.

અમારા વચ્ચે હવે કોઈ શરમ ની દીવાલ રહી ન હતી માટે અમે એક જ ડિશમાં જમ્યાં. ત્યારબાદ હું રિયાને સુભરાત્રી કહી ઘરે જતો રહ્યો.
રિયાને સ્પર્શ હજી પણ હું અનુભવી રહ્યો હતો. મેં એ જ યાદ આવી રહી હતી. ઘરે પહોંચ્યો એટલામાં રિયાંનો મેસેજ આવ્યો.
' ઘરે પહોંચી ગયો.' એનો મેસેજ આવ્યો.
' હા, હમણાં જ પહોંચ્યો.' મે મેસેજ કર્યો.
' એક વાત કહું.' મેં મેસેજ કર્યો.
' હા કે ને.' એનો મેસેજ આવ્યો.
' તારું અંગ અંગ સુંદર છે. તારો સ્પર્શ મારા મનમાંથી નથી જતો.' મેં મેસેજ કર્યો.
' મારા મનમાં પણ એવા જ વિચાર આવે છે.' એનો મેસેજ આવ્યો.
' હવે દર રવિવારે આવતો રહેજે, શુભ રાત્રી.' આંખ મારતાં ઈમોજી સાથે એનો મેસેજ આવ્યો.
' જેવી આજ્ઞા મેડમ, શુભ રાત્રી.' મેં પણ હસતાં ઈમોજી સાથે મેસેજ કર્યો.
અમને એકબીજાની કંપની ગમી રહી હતી. પણ રીયા પ્રત્યે મારા મારા દિલમાં પ્રેમ ન હતી. હા, એના માટે લાગણી હતી પણ એને પ્રેમ નું નામ ન આપી શકાય. હવે દર રવિવાર નો રૂટિન બની ગયો હતો. અમે સમાજની મર્યાદાઓને બાજુ પર મૂકી દીધી હતી.

( વધું આવતાં અંકે ).