Dashing Superstar - 45 books and stories free download online pdf in Gujarati

ડેશિંગ સુપરસ્ટાર ...અ ટ્વિસ્ટેડ લવસ્ટોરી. - ભાગ-45


(કિઆરા એલ્વિસની વાત યાદ કરીને તે ગાર્ડ સાથે માથાકુટમાં નથી પડતી.તે ઘરે જતી હોય છે તે સમયે તેને આયાન મળ્યો.આયાન અને કિઆરા ઉડિપી રેસ્ટોરન્ટમાં નાસ્તો કરવા ગયા.જ્યાં રેસ્ટોરન્ટ માલિકના દિકરાની ભૂલના કારણે કિઆરાએ દારૂ પી લીધો અને તેણે ધમાલ મચાવી દીધી.અહીં એલ્વિસને કિઆરા વિશે ખબર પડતા તેને ગાર્ડ પર ગુસ્સો આવ્યો.તેને કિઆરા વિશે ખબર પડતા તે ચિંતામાં હતો.તેને આયાન પર ગુસ્સો આવ્યો.તેણે વિન્સેન્ટને કઇંક રસ્તો કાઢવા કહ્યું.)

લગભગ બાર વાગવા આવ્યાં હતાં.એલ્વિસ,વિન્સેન્ટ,મિ.અગ્રવાલ અને શ્રીરામ શેખાવત કિઆરા અને આયાનને શોધી રહ્યા હતાં.એલ્વિસે રાતનું શુટીંગ પણ પોસ્ટપોન રાખ્યું.આયાનનો ફોન સતત સ્વિચઓફ આવી રહ્યો હતો.

"ખબર નથી પડતી ક્યાં ગયા હશે?લગભગ દરેક મેઇન મેઇન જગ્યાએ તેમને શોધ્યાં." વિન્સેન્ટ ખૂબજ ચિંતામાં હતું.

એલ્વિસ રસ્તા વચ્ચે માથું પકડીને ફસડાઇ પડ્યો.શ્રીરામ શેખાવત જે ચિંતાના કારણે હજીસુધી મૌન હતાં તેમના કપાળે સખત પરસેવો થયો હતો.તે પણ એલ્વિસની બાજુમાં બેસ્યા અને તેમણે તેમનું લાંબા સમયનું મૌન તોડ્યું,"કિઆરા અગિયારમાં ધોરણમાં હતી.માંડવીની અમારી હવેલી પર શિવરાત્રિનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.મારો પૂરો પરિવાર ત્યાં હાજર હતો.ભાંગ અને ઠંડાઇની પણ વ્યવસ્થા હતી.કિઆરા ભુલથી ભાંગ પી ગઇ ઠંડાઇની જગ્યાએ.તે દિવસે આખું માંડવી તેણે માથે લીધું હતું.સાવ હોશ ખોઇ બેઠી હતી.તે શું કરી રહી હતી શું નહીં તેને કશુંજ યાદ નહતું.

મારી ચિંતા તું જ સમજી શકીશ. એલ્વિસ મને કિઆરાની નહીં પણ આયાનની ચિંતા છે કે તે કેવીરીતે તેને સંભાળી રહ્યો હશે.બની શકે તેનો ફોન સ્વિચઓફ હોય,બેટરી પતી ગઇ હોય અથવા એવી પરિસ્થિતિમાં ફસાયો હોય કે તે કોઇની મદદ ના માંગી શકે.ભગવાન મારી દિકરીને બચાવજે.આજે તે ખરા અર્થમાં મુશ્કેલીમાં છે."

શ્રીરામ શેખાવતની વાત સાંભળીને એલ્વિસના ચહેરા પર ચિંતા દેખાવવા લાગી.તે વિન્સેન્ટ પાસે ગયો અને દાદુએ કહેલી વાત કહી.
"આયાન,આમ તો સારો છોકરો છે પણ ખબર નહીં કેમ પણ મારું મન ખૂબજ ગભરાય છે.ક્યાંક કિઆરા સાથે કઇંક ખોટું નહીં થયું હોયને?આયાન અને કિઆરા?"એલ્વિસ આગળ બોલી ના શક્યો.આ વખતે વિન્સેન્ટે પણ તેને ખોટી સહાનુભૂતિ ના આપી.તેણે આંખો બંધ કરી અને વિચારવા લાગ્યો કે તે ક્યાં હોઇ શકે.અચાનક તેને ઘુઘવાટા મારતો દરિયો દેખાયો.

"દરિયાકિનારે,આપણે કિઆરાને બધે શોધી પણ દરિયાકિનારે ના શોધી.કિઆરાનું સૌથી પ્રિય સ્થળ દરિયાકિનારો.લેટ્સ ગો."એલ્વિસના ચહેરા પર આશા દેખાઇ.
"ક્યા ?"વિન્સેન્ટ પુછ્યું.

એલ્વિસે તેની ગાડીમાંથી તેની ફેવરિટ હુડી કાઢી અને પહેરી લીધી.મોઢું માસ્કથી કવર કર્યું અને આંખો પર ગ્લ‍ાસીસ.
"જુહુ ચોપાટી."એલ્વિસ આટલું કહીને ગાડીમાં બેસ્યો.વિન્સેન્ટ અને દાદુ ગાડીમાં ગોઠવાયા.જ્યારે મિ.અગ્રવાલ પોતાની કારમાં બેસ્યાં.તે લોકો ફટાફટ જુહુ ચોપાટી પહોંચ્યા.

ચોપાટી પર સારા એવા પ્રમાણમાં ભીડ હતી પણ એલ્વિસ ઓળખાઇ નહતો રહ્યો.તે લોકોએ લગભગ દરેક જગ્યાએ તેમને શોધ્યાં પણ તે બંને ક્યાંય ના દેખાયા.તે લોકો નિરાશ થઇને જતા હતાં કે દુર એક શાંત ખૂણામાં એલ્વિસને કોઇના હોવાની શક્યતા લાગી.

તે લોકો ત્યાં પહોંચ્યા,ત્યાં આગળ એક પથ્થર હતો.તેની પાછળનું દ્રશ્ય જોઇને તે બધાં આઘાત પામ્યાં.આયાન પગ લાંબા કરીને બેસેલો હતો.તેના કપડાં થોડા ભીના હતાં.તેના ખોળામાં માથું રાખીને કિઆરા ઘસઘસાટ સુતી હતી.તેણે શોર્ટ સ્કર્ટ અને સ્લિવલેસ ટોપ પહેર્યું હતું.તેની ઉપર તેણે આયાનનું જેકેટ પહેરેલું હતું.આયાનની આંખો પણ ઘેરાયેલી હતી.તેમના ચહેરા પર થાક સાફ દેખાતો હતો.

એલ્વિસ નીચે બેસ્યો તેણે કિઆરાને હચમચાવી તે તો ના ઊઠી પણ આયાન ઉઠી ગયો.આયાન તે લોકોને જોઇને ખુશ થયો.અચાનક એલ્વિસનું ધ્યાન આયાનના ગાલ પર ગયું અને તેની આંખો આંચકા સાથે પહોળી થઇ ગઇ.તેના ગાલ અને ગળા પર લિપસ્ટિકના નિશાન હતાં.દાદુએ કિઆરાને પોતાના ખોળામાં સુવાડી દીધી.

"ક્યાં હતા તમે લોકો?આ કિઆરાના કપડાં બદલાઇ કેવીરીતે ગયાં?આયાન શું થયું હતું?કિઆરાએ શું કર્યું?"દાદુએ ડરની લાગણી સાથે પુછ્યું.કઇંક અજુગતુ થવાનો તેમને અણસાર આવ્યો હતો.

આયાનના હ્રદયના ધબકારા જોરજોરથી ધડકી રહ્યા હતાં.તે હજીપણ થાકેલો જણાતો હતો.તે કશુંજ બોલી ના શક્યો.

એલ્વિસને તેના પર ખૂબજ ગુસ્સો આવ્યો.
"ક્યાં હતો?સંભળાતું નથી તને?દાદુએ કઇંક પુછ્યું જવાબ આપ.શું કર્યું તે કિઆરા સાથે?તારો ફોન કેમ સ્વિચ ઓફ છે?તું તેને આવી હાલતમાં ઘરે કેમ ના મુકી આવ્યો?"એલ્વિસ ગુસ્સામાં ઘણાબધા પ્રશ્ન પુછી નાખ્યાં.તેના ખભા એલ્વિસે ગુસ્સામાં હચમચાવી નાખ્યાં.

આયાનને પણ એલ્વિસના પ્રશ્નો પર ગુસ્સો આવ્યો.તેણે પોતાના ખભા પરથી તેના હાથ હટાવ્યા.

"યુ નો વોટ,આટલો જ ગુસ્સો આવતો હોય અને આટલી જ ચિંતા હોયને તો તેને તમારી પાસે રાખો કેમ કે દરવખતે તમારા કારણે તે મુશ્કેલીમાં મુકાય છે અને હું તેને બચાવું છું.તે તડપે છે તમારા માટે અને તમારી પાસે સમય જ નથી.તમારા ગાર્ડ તેને જડની જેમ બહાર ફેંકે છે.આ જુવો તેના હાથ તેમા હજીપણ લોહી જામેલું છે.તેણે દવા પણ ના લગાવવા દીધી."આયાને આટલું કહીને ઉડિપીમાં શું બન્યું હતું તે કહ્યું.

"ત્યાંથી અમે ભાગી તો ગયા પણ પછી મે તેને રોકવાની ઘણીબધી કોશિશ કરી.તેને બચાવી,તેને સુરક્ષિત રાખી જેટલું હું કરી શકતો હતો તે મે કર્યું પણ પછી જે કર્યું તે તેણે જ કર્યું છે.મે નથી કર્યું.તમે નસીબદાર છો કે તમને કિઆરા જેવો પ્રેમ મળ્યો છે."આયાન આટલું બોલતા હાંફી ગયો.

"તું આટલું હાંફે છે કેમ?"એલ્વિસે પુછ્યું.

આયાન એલ્વિસને એકલામાં લઇ જઇને કઇંક વાત કરવા માંગતો હતો.તે પાણી લાવવાના બહાને એલ્વિસને દુર લઇ ગયો.

"તું મને એકલામાં કેમ લાવ્યો?એવું શું હતું જે તું બધાની સામે ના બોલી શક્યો?"એલ્વિસે પુછ્યું.

"હમ્મ,સમજી ગયા તમે,ખૂબજ સ્માર્ટ છો.ત્યાં મારા પિતા અને દાદુ હતા તેમની સામે તમારી સાથે ખુલીને વાત કરતા સંકોચ થતો હતો."આયાન ધીમેથી બોલ્યો.તેની આંખોમાં એક શૂન્યાવકાશ દેખાયો.એલ્વિસ તેના હાવભાવ પરથી કશુંજ ના સમજી શક્યો.

"શી કિસ્ડ મી."આયાન બોલ્યો.એલ્વિસ ચાલતા ચાલતા ઊભો રહી ગયો.

"મે તેને રોકવાની ખૂબજ કોશિશ કરી.તેના ચહેરા પર પાણી ફેક્યું,તેને લીંબુનું શરબત પીવડાવ્યું.તેણે ખૂબજ વોમિટ પણ કરી પણ તેનો નશો તેના પર એટલો હાવી હતો કે તેને સંભાળવી અશક્ય હતી.નશામાં તેની તાકાત બમણી થઇ ગઇ હતી.તે આવું ના કરત જો અમે તે જગ્યાએ ના ગયાં હોત.તે જગ્યા,ત્યાનું વાતાવરણ જ એવું હતું કે તે તેમા વધુ બહેકી ગઇ.સોરી,એલ્વિસ સર હું તમારી લવસ્ટોરીનો વિલન નથી પણ કિઅારા મારા માટે ખૂબજ ખાસ છે.તેને પ્રોટેક્ટ કરવાનું મને હંમેશાં મન થાય છે.મને ખબર છે કે તમે બંને એકબીજાને પ્રેમ કરો છો.તમારી વચ્ચે આવવાની મને કોઇ ઇચ્છા નથી.કદાચ તેણે જે પણ કર્યું મને એલ્વિસ સમજીને જ કર્યું.આઇ એમ સોરી."આયાન નીચું જોઈને બોલ્યો.આયાનની ઝુકેલી આંખો સાફ બતાવતી હતી કે તે આ વાત તેને જલાવવા કે તેની અને કિઆરાની વચ્ચે તિરાડ પાડવા નહતો કહી રહ્યો.

"તે નશામ‍ાં હતી પણ તું તો ભાનમાં હતોને?કેમ ના રોકી તેને?તે તને એલ્વિસ સમજતી હતી પણ તું તો જાણતો હતોને કે તું આયાન છે.કેમ તે તેને એવું કરવા દીધું?"એલ્વિસના ગળે ડુમો ભરાઇ ગયો.આયાને તેના ખભા પર હાથ રાખ્યો.જે રડી રહેલા એલ્વિસે ઝટકાથી હટાવી દીધો.

"શરૂઆતથી તમને બધું જ જણાવું.

તે ચા વાળો અમારી પાછળ ભાગ્યો.અમે લગભગ બેથી ત્રણ કિલોમીટર ભાગ્યા.ભાગતા ભાગતા અમે બહુ દુર આવી ગયા હતાં.

આયાન તે સમયમાં જાણે પાછો જતો રહ્યો....

"કિઆરા,ચલ હું તને ઘરે મુકી જઉં.આવી હાલતમાં તારું બહાર ફરવું ઠીક નથી.તને સખત નશો ચઢ્યો છે.જો તું બહાર રહીશ તો વધુ બબાલ થઇ શકે છે.હું એક કામ કરું હું શ્રીરામ અંકલને ફોન કરું.તું અહીં જ બેસ."આયાને પોતાનો ફોન બહાર કાઢ્યો.તેણે કિઆરાનો હાથ છોડી દીધો.તેના ફોનમાં લો બેટરી હતી.ફોનમાં જેવી રીંગ વાગવા ગઇ ફોન બંધ થઇ ગયો.તે આસપાસ કોઇ બીજાનો ફોન માંગીને દાદુને ફોન કરવા માંગતો હતો પણ તેને દાદુ કે એલ્વિસ કોઈનો પણ નંબર યાદ નહતો.તેને તેના પિતાનો નંબર યાદ હતો.તેણે તેમને ફોન કર્યો પણ તેમનો ફોન પણ તે સેટ પર જવાના કારણે લોકરમાં હતો.મિ.અગ્રવાલે અજાણ્યો નંબર જાણીને તે મિસ્ડ કોલ અવગણી દીધો હશે.

તે કિઆરાને જ્યાં બેસાડી હતી ત્યાં ગયો તેને અત્યંત આઘાત લાગ્યો કે ત્યાં કિઆરા નહતી.આસપાસ નજર ધુમાવતા તેને ખબર પડી કે કિઆરા એક મરઘી વેંચવાવાળાની દુકાનમાં હતી.તેણે તે મરઘી વેંચવાવાળાને મુક્કો મારીને પાડી દીધો હતો અને તેની બધી જ મરઘીઓને પાંજરામાંથી મુક્ત કરી દીધી.

તે બધી જ મરઘીઓ રસ્તા પર આમતેમ ભાગવા લાગી અને ટ્રાફિક જામ થઇ ગયો.ટ્રાફિક પોલીસ ત્યાં ગુસ્સામાં ધુંઆપુંઆ થતો આવ્યો.

"આ મરધીઓ કોને અહીંયા છોડી દીધી ખબર નથી પડતી?ટ્રાફિક જામ થઇ ગયો?"તે ટ્રાફિક પોલીસ ખૂબજ ગુસ્સામાં હતો.તે મરઘી વેંચવાવાળો માંડમાંડ ઊભો થઇને આવ્યો.તેણે કહ્યું,"સાહેબ,આ છોકરીએ મારી બધી મરઘીને ભગાવી દીધી અને મને માર્યું."

કિઆરા પોતાનો દુપટ્ટો કોલરની જેમ ઊંચો કરીને કહ્યું,"મે કર્યું છે આ બધું.આ દુષ્ટ આ બધી મરઘીઓને મારી નાખતો.મે તેમને બચાવી."કિઆરા નશમાં ડોલતી હતી.આયને માથું કુટ્યું.

"આ જેલમાં જશે,માર ખાશે.પોતે પણ ફસાઈ જશે અને મને પણ ફસાવશે."આયાન આટલું બોલીને કિઅારાને લઇને ભાગ્યો.

"ચલ કિઆરા ભાગ."આયાન અને કિઆરા ભાગ્યાં.
આયાને તેને ટેક્સીમાં બેસાડવાની કોશિશ કરી પણ તે ટેક્સીમાં ના બેસી રહેતા બીજી બાજુએથી ભાગી ગઇ.કિઆરા એક મેળામાં ધુસી ગઇ.જ્યાં એક ચકડોળવાળો નાના છોકરાઓ જેમની પાસે રૂપિયા નહતા તેમને તેમા બેસાડવાની ના કહેતો હતો.કિઆરાએ તે માણસનો હાથ મરોડ્યો અને તે બાળકોને તે ચકડોળમાં બેસાડ્યાં.લગભગ ઘણાબધા બધાં બાળકો તે ચકડોળમાં બેસી ગયા.તે ચકડોળવાળો પણ કિઆરા પર અકડાયેલો હતો.અંતે ત્યાંથી પણ તે લોકો ભાગ્યાં.

તે લોકો એક રેસ્ટોરન્ટ પાસે પહોંચ્યા જ્યાં બહાર એલ્વિસનું પોસ્ટર લાગેલું હતું.જે તે રેસ્ટોરન્ટવાળાએ સ્પેશિયલ બનાવડાવ્યું હતું,જ્યારે એલ્વિસ તેમની રેસ્ટોરન્ટના ઓપનીંગ વખતે આવ્યો હતો ત્યારે ફોટોગ્રાફ લઇને.કિઆરા એલ્વિસના પોસ્ટરને જોઇને ભાવુક થઇ ગઇ.તે પોસ્ટરને ગળે લાગીને બબડાટ કરવા લાગી.

"એલ્વિસ,આઇ લવ યુ.મને તમને મળવું છે પણ તમે કેટલા બીઝી છો."કિઆરા નશામાં બોલ્યે જતી હતી.તેની વાતો સાંભળીને બધાં હસી રહ્યા હતાં.જ્યારે રેસ્ટોરન્ટના માલિકે તેને ત્યાંથી ધક્કો મારવાની કોશિશ કરી તે ઝપાઝપીમાં સ્પેશિયલ પોસ્ટર ફાટી ગયું.તે રેસ્ટોરન્ટના માલિકના બે ગાર્ડ તેમની પાછળ ભાગ્યાં.કિઆરા અને આયાન તેમનાથી બચવા એક કપલ રેઇનડાન્સ પાર્ટીમાં ધુસી ગયાં.આયાનના વોલેટમાં જેટલા રૂપિયા હતા તે તેમા ખર્ચ થઇ ગયા.

શું થયું હશે તે રેઇનડાન્સ પાર્ટીમાં?
એલ્વિસ અને કિઆરાના પ્રેમમાં આ વાત તીરાડ પાડશે?
શું થશે કિઆરા અને એલ્વિસનું ભવિષ્ય?
જાણવા વાંચતા રહો.