Meera and Radha books and stories free download online pdf in Gujarati

મીરા અને રાધા

પરિચય

આ કેવો સવાલ મારા મનમાં જાગી ગયો છે. “રાધા કે મીરાં, બે માંથી કોણ ચડિયાતું હતુ? અથવા કોનો પ્રેમ મોખરે હતા? પણ સાચું કહું તો મીરાં થવું પણ અઘરું જ હતુ અને રાધા બનવું પણ.” “હા મીરાંની જેમ બધું છોડીને જીવવું પણ તો અઘરું હતુ... પણ રાધા બનીને બધા જ મન સાચવીને પોતાના મનના સવાલો, દુવિધાઓ બધું મનમાં રાખી મૂકવું એ પણ તો અઘરું જ હતુ ને”


પણ ક્રિષ્નની લીલા તો જો એણે નિયતિના કેવા ખેલ રચ્યા. જે એક સ્ત્રી જેનું અસ્તિત્વ મીરા થઈને ભક્તિ દર્શાવી ગયું. એક આદર્શ અને દૈવી સ્ત્રી નું બિરુદ દર્શાવી ગયુ. જ્યારે બીજી સામાન્ય સ્ત્રી... (A true and Simple human being...) કે જે સ્ત્રી માત્ર એનો પ્રેમ ઝંખતી હતી, રિસાતી હતી, ગુસ્સે થતી. એ તો એક કલ્પના બનીને રહી ગઈ.

એણે તો પોતાનું અસ્તિત્વ પણ નથી બતાવ્યું.


પણ ખરા અર્થમાં તો ક્રિષ્ના પણ જાણતા હતા મીરાંનો પ્રેમ અને એની પવિત્રતા આ દુનિયાથી પર હતી. એટલે એના અસ્તિત્વને આખી દુનિયા માટે એક છબી બનાવી દીધી અને રાધા?


એ જાણતા હતા કે જો આ સ્ત્રીને અપનાવી લઈશ તો મારો એના પ્રત્યેનો પ્રેમ અને એનો મારા પ્રત્યેનો પ્રેમ મને એને છોડીને કોઈ બીજાનો થવા નહિ દે... અને એને નિયતિના સંબંધોને સ્વીકારીને ધગ-ધગતે હૈયે જીવતા શીખવ્યું.


કારણ કે, જો આમ ના કર્યુ હોત તો ૧૬૦૦૦ રાણીઓનો સ્વીકાર કઈ રીતે થાત... એના એક અસ્તિત્વને જલાવીને હજારો ને બચાવ્યા છે. અને મીરાંના અસ્તિત્વને જગતમાં ફેલાવીને એણે પ્રેમ અને ભક્તિ નો પ્રચાર કર્યો છે.


અને પોતાની રાધાના બળી ગયેલા અસ્તિત્વના ટુકડા સમેટીને આખી દુનિયાને જીતિયા. તો પછી કોઈ ચડિયાતુ ક્યાં આવ્યું જ છે? એ કે એક જ અધુરી રહી ગયેલી રાધા જ... ફરી ફરીને મીરા બને છે.

અહીંયાથી કાન્હા શરૂઆત સાથે મારી મુલાકાત ની શરૂઆત થાય છે. આ પહેલો વિચાર છે જે મને કૃષ્ણ તરફ આકર્ષે છે.  

મીરા અને રાધા


દરેક મનુષ્ય મીરા અને રાધા ના પ્રેમથી અવગત છે... “પ્રત્યેક માણસ એ નિઃસ્વાર્થ પ્રેમ જાણે છે તેમ છતાં કેમ આપણે બધા આપણા પ્રેમી પાસેથી કંઈક ઈચ્છીયે છે?? કેમ??” ઘણીવાર આ સવાલ મારા મગજને હલાવી મુકે છે.


“કેમ આપણે હંમેશા માંગતા રહીયે છે?” અને જવાબ મળ્યો એક દિવસ…


“રાધા બિચારી આખી દુનિયાને ફરીયાદ કરવા માંગતી હતી પણ એની ફરિયાદ કાન્હા સિવાય કોઈ સાંભળતું ન હતુ અને કાન્હો પણ સાંભળીને હસી લેતો હતો. જ્યારે મીરા... એતો માત્ર અને માત્ર કાન્હાને જ ફરીયાદ કરવા માંગતી હતી. જેની ફરિયાદ કાન્હા ને છોડીને આખી દુનિયા સાંભળતી હતી.”


“ખબર છે આપણે કેમ કોઈને કંઈ આપી નથી શકતા? કારણ કે, આપણા મનમાં પહેલાથી ઠુંસી દેવાયુ છે કે, મીરા થવું અઘરું છે અને રાધા થવુ…. પોતાના અસ્તિત્વને ભુસી નાખવુ.”


“છતાં દરેક સ્ત્રીમાં જાણ્યે અજાણ્યે રાધા અને મીરા બંને એક સાથે વસે છે. જ્યારે એનું પ્રિય પાત્ર સામે હોય ત્યારે ફરિયાદ કર્યા છતાં એની ફરિયાદ પર હસતા કાન્હાની સામે લડતી ઝગડતી અને રીસાતી પરંતુ પ્રેમાળ રાધા ના રૂપમાં...”


“તો જ્યારે એ જ પ્રિય પાત્ર આપણાથી દૂર હોય ત્યારે આખી દુનિયામાં ફરિયાદ કર્યા છતાં એની રાહ જોતી, સ્મિત વરસાવતી, અખંદ નીરજ કોમળ મીરાના રૂપમાં...”


“ખરેખર એટલે આપણાથી બધુ મંગાય જાય છે, ખરેખર આપણને માંગવાની આદત નથી હોતી. પરંતુ આપણા પ્રિય પાત્રની સાથે રીસાવાની આદત હોય છે.”


“પણ સાચુ કહુ તો પ્રિય પાત્ર પણ કાન્હા જેવો હોય તો રીસાવાની મજા આવે. બધુ જાણવા છતાં રાધા ના આંસુ દેખાતા હોવા છતાં એની દરેક ફરીયાદ પર હસી લે છે” અને એનુ હાસ્ય કહેતુ હોય છે... “અરે ગાંડી તારી સામે જ ઉભો છું, તે બોલાવ્યો અને દોડતો આવ્યો હજીયે? હજીયે મને ફરિયાદ કરીશ...? તો મારી સાથે જે વાત કરવાની છે એ ક્યારે કરીશ..?.”


એનું હાસ્ય કહેતુ હોય છે કે “હે રાધિકે! તમારે મને યાદ કરવાની જરૂર નથી, તારે મને બોલાવાની જરૂર નથી. હું તો અહીં જ છું... તારા મધમધતી સુંદરતામાં, તારા વાળમાં, તારા અવાજમાં, તારા કણે-કણમાં... ખરેખર તો તું મારા અસ્તિત્વ નો નહી પણ હું તારા અસ્તિત્વ નો ભાગ છું."


"આમ તો આખી દુનિયા મને બોલાવે છે પણ કોઈના અવાજની આતુરતાથી રાહ જોતો હોઉં તો એ તું છે. સત્યને કોઈ બદલી નથી શકતુ રાધિકે... પણ એને સુંદર જરૂર બનાવી શકાય છે."


"પણ, આ બધુ જે કાન્હો રાધાને સમજાવે છે એ આપણે સમજી શકાય છે? હા, કદાચ સમજી તો જઈએ છે પણ શું વાસ્તવમાં જીવી શક્યે છે ખરા? ફરીયાદ વગરની જિંદગી... રાધા માંથી સર્જેલી મીરાની જિંદગી... જેણે કાન્હાને કયારેય નથી પૂછ્યું કે હે દેવ તમે કેમ ના આવ્યા?"


"ના આવ્યા તો ના આવ્યા એ એમની મરજી હતી પણ હું તો જઈશ એ મારી મરજી છે. જો એનો જવાબ ના હોય તો પછી મને કોઇ ફરીયાદ નથી અને જો એનો જવાબ હા હોય તો મને એના જેવુ જીવન જીવતા કેમ નથી આવડતું?” એ ફરીયાદ મને હંમેશા રહશે.


કૃષ્ણને એક ભક્તે ખૂબ સરસ સવાલ કર્યો. "તમે તો ભગવાન છે છતાં મીરા અને રાધા બંને માંથી એક ને પણ ના અપનાવી કેમ?"


ત્યારે કાન્હો બહુ સરસ જવાબ આપે છે… "અપનાવ્યો એ લોકોએ મને છે પછી મારી વાત જ ક્યાં આવે છે...? એક તરફ દેવી સ્વરૂપ, નિયમીત, નિર્વાન અને નિરંજન મીરા. અને એક બાજુ હું લોફર ગોવાળીયો...”

“અરે તમે તો ભગવાન છો.”


“હા...હા...હા...હા... ભગવાન !!” “એ હું છું નથી, તમે માનો છો. હું તો ગોપીઓ ના ચીર હરતો, રાધાને સતાવતો, મા નો લાડકો કાનો...”


“અને રાધા?” “એ તો જાણતી હતી આ બધુ છતાં, એને કેમ ના અપનાવી..?”


એક ઊંડો શ્વાસ સાથે કૃષ્ણ કહે છે “રાધા... રાધા... રાધા...”


“અત્યંત મોહક, સુંદર, પ્રેમાળ અને રીતસર કોઇનું પણ મન મોહી લે તેવી સ્ત્રી. પણ જો એના મોહપાશમાં આવી જાત તો આ જિંદગીમાં ઘણા કામ અધુરા રહી જતે.”


“ખરેખર તો લોકો સમજે છે કે હું રાસ રચું છું, મોરલી વગાડુ છું અને રાધા આવે છે. પણ, સત્ય તો એ છે કે હું રાધાને બોલાવા માટે રાસ રચું છું, એને જોવા માટે મોરલી વગાડુ છું. એ મારા પ્રેમની રીત છે.”


“સાચું પૂછો તો આ બે એવા ભક્તો છે જેમણે મારી પરીક્ષા કરી છે. હા પરીક્ષા કરવાનો અધિકાર માત્ર મને એકલાને જ નથી. મારા ભક્તો પણ છે એ પણ પોતે દુઃખ સહી ને ઈશ્વરની પરીક્ષા કરે છે.”