Premni Kshitij - 31 books and stories free download online pdf in Gujarati

પ્રેમની ક્ષિતિજ - 31


સૃષ્ટિના રચિયતાનું સુક્ષ્માતિસૂક્ષ્મ આયોજન હોય છે, પણ માનવી મનને તે યોજના ઘણીવાર ઓચિંતી અને અણગમતી લાગે છે.

મૌસમ અને આલય બંને ખુબ ખુશખુશાલ પોતાની પૂર્ણતાને પામીને.આલય જાણે મૌસમની વધારે નજીક આવી ગયો,અને મૌસમ જાણે આલયનાં દૂર જવાના એંધાણને પામીને આલયને પૂર્ણપણે પામવા સમર્પણ કરી ખુશ હતી.

જમવા વખતે મોસમ આલયની હાજરીમાં વકીલની સાથે વાતચીત કરે છે, વકીલ ને બીજા દિવસે જ વાત કરવાનું કહે છે.

ઈશ્વર જાણે હવે મૌસમના પક્ષમાં જ છે આલયને ઓચિંતાનું બે દિવસ માટે બહારગામ જવાનું થાય છે અને તે મૌસમને જણાવે છે કે તે બે-ત્રણ દિવસમાં જ આવી જશે. આલય એવું પણ ઇચ્છતો હતો કે કેટી અંકલના વિલનાં વાંચન સમયે પોતે હાજર ન રહે તો જ સારું.

વહેલી સવારની ફ્લાઈટમાં અતુલ અંકલ અને શૈલ આવવાના હતા. મૌસમે ઘરમાં બધી જ તૈયારીઓ કરી લીધી. આજે તે આલયની મસ્તીખોર મોસમ નહીં પરંતુ કેટીની નવી વારસદાર મૌસમ બનીને મળવાની હતી.

કેટી પોતાના એક ભ્રમમાં જ મૃત્યુને પામ્યા .એવો ભ્રમ જે કદાચ તેમનાં મિત્ર અતુલ પણ મનમાં મૌસમ અને શૈલ ના સંબંઘ વિશે ધરાવતા હતા. પરંતુ તેમના સંતાનો માટે આ સંબંધ ફક્ત એક સમજૂતી હતો. મૌસમને તેમના વકીલે ફોનમાં જણાવ્યું કે કેટી હમણાં એક બે મહિનાથી ખૂબ જ ચિંતામાં રહેતા હતા. તેમના ખાસ માણસો દ્રારા જ તેમના બિઝનેસમાં થોડી ઘણી અડચણો ઉભી કરવામાં આવી રહી હતી. આ વીલ પણ તેમને છેલ્લા મહિને જ બનાવ્યું હતું જેની સાથે એક ખાસ પત્ર પણ લખીને ગયા હતા. વકીલના જણાવ્યા અનુસાર વિલ નું વાંચન મોસમ અતુલ અને શૈલની હાજરીમાં કરવું.

મૌસમ એરપોર્ટ પર ગાડી મોકલે છે, અંકલ અને શૈલને રિસીવ કરવા. અને પોતે ઘરે તૈયાર થાય છે માનસિક રીતે કેમકે જિંદગીનો એક મોટો નિર્ણય લેવા તે જઈ રહી હતી.
અતુલ અને શૈલ ગાડીમાં પોતપોતાના વિચારમાં હતા. અતુલ ઉદાસ પણ હતો અને સાથે મનમાં શૈલ માટે ખુશ પણ હતો કે શૈલ આવવા માટે અને મૌસમને મળવા માટે તૈયાર થઈ ગયો.

મૌસમ આજે કેટી ની ખુરશી પર બ્રેકફાસ્ટ સમયે અતુલ અને શૈલની રાહ જોતી હતી, વકીલને પણ ત્યારે જ બોલાવી લીધા. કેટી વિનાના ઘરમાં અતુલ આજે પહેલી વખત પ્રવેશ કરતો હતો, તેના પગ ઢીલા થઈ ગયા, ગળે ભરાયેલ ડૂમો જાણે આજે વહેવા લાગ્યો.

અતુલે મૌસમને આશ્વાસન આપ્યું અને દુઃખ પણ વ્યક્ત કર્યું. આમ છતાં અતુલને લાગ્યું આ મોસમ એ મોસમ છે જ નહીં જે ગયા વર્ષે તેને મળી હતી. શૈલને પણ મૌસમ સાથે વાતચીત કરવાનું કહે છે.

છ ફૂટ ઊંચા, ચમકતા ગૌર વર્ણના, રફ એન્ડ ટફ લૂકમાં શોભતા શૈલની ભૂરી આંખોએ મૌસમ પર અછડતી નજર નાખી ,જાણે જોવાની તસ્દી જ ન લેવી હોય. મોસમ પણ જાણે તેની ખુશનુમા અદા હંમેશા માટે ખોઈ બેઠેલી .શૈલ સાથે ઓપચારિક વાત કરી, મોસમે અંકલને કેટીના વિલની વાત કરી અને વકીલ સાહેબને વિલ વાંચવાનું કહ્યું.

વકીલ સાહેબ એ વિલ વાંચવાનું શરૂ કર્યું, એ વિલ મુજબ કેટી ની બધી જ સ્થાવર જંગમ મિલકત મૌસમના નામે કરવામાં આવી હતી ,પરંતુ તેમાં એક શરત રાખી હતી,કે આ બધી મિલકત તેને ફક્ત શૈલની પત્ની તરીકે જ મળી શકશે. આ ઉપરાંત જો મોસમનું કોઈ પણ સંજોગોમાં કુદરતી કે કૃત્રિમ અકસ્માતથી મોત થાય તો બધી જ મિલકત એક ટ્રસ્ટને સોંપી દેવામાં આવે. અને મોસમ પછી તેની બધી જ સંપત્તિનો વારસો તેના પુત્ર કે પુત્રીને મળે.

વકીલે બિલનું વાંચન પૂરું કર્યું અને મૌસમને એક પત્ર આપ્યો જે ફક્ત મોસમ માટે જ હતો. શૈલ મોસમ સાથે થોડીવાર એકાંતમાં વાત કરવા માંગતો હતો, અતુલ પણ એમ ઈચ્છતો હતો કે શૈલ કોઈ પણ નિર્ણય વાતચીત વિના ન લે. તેણે મોસમને કહ્યું, " મોસમ મને સ્વપ્નમાં પણ ખ્યાલ ન હતો કે કેટી આવું કોઈ વિલ બનાવીને જશે, નહીતર હું કોઈ દિવસ તેને આવું વિલ બનાવવા દેત નહીં."

મોસમ તેના પિતાને ઓળખતી હતી તેના પિતા માટે આગોતરું આયોજન કદાચ સુખ હતું. તે અંકલ ને કહે છે કે, " અરે અંકલ તમારે જણા પણ દુઃખી થવાની જરૂર નથી હું કદાચ મારા પિતા વિશે આવું જ વિચારતી હતી અને આજે તેના મૃત્યુ પછી તેમણે મારી શક્યતાને સત્ય બનાવી દીધી. હું બસ લગ્ન પહેલા શૈલ સાથે થોડી વાતચીત કરવા માંગુ છું."

અતુલે કહ્યું ,"ચોક્કસ બેટા. આમ પણ હું અને શૈલ હોટેલમાં રોકાવાના છીએ કેટી વિના મારું મન નહીં લાગે. જો તું ઇચ્છે તો બહાર પણ જઈ શકે છે અને અહીં તમારે બંને વાતચીત કરવી હોય તો પણ. હું અત્યારે ફેક્ટરીમાં જોઉં છું શૈલ સીધો હોટેલ પર આવી જશે."

અતુલ બંનેને એકલા છોડીને નીકળી જાય છે શૈલ જાણે અણગમતા વાતાવરણમાં મૂંઝાઈ ગયો. ફટાફટ સિગારેટ કાઢી સળગાવે છે અને આંખો બંધ કરી સોફા પર બેસી જાય છે. તેના ધુમાડાથી મોસમને ગભરામણ થવા લાગી પરંતુ તરત જ કેટી ની દીકરી મોસમ બની ગઈ.

મૌસમે સીધું જ પૂછી લીધું, " મને એવું લાગે છે કે તમારી જરા પણ મને મળવાની ઈચ્છા ન હતી."

શૈલ પણ જાણે આવા જ વાક્યની અપેક્ષા રાખતો હતો, " અત્યારે તો હું ફક્ત ડેડના કહેવાથી જ આવ્યો છું મારો લગ્નનો અને તે પણ કોઈ ઇન્ડિયન ગર્લ સાથે લગ્નનો જરા પણ વિચાર નથી."

મોસમને આ સાંભળી આશ્ચર્ય થયું, " તો તમે જ ના પાડી દ્યો ને."

શૈલે હસતા હસતા કહ્યું, મને એવું લાગે છે કે આપણા બન્નેના નસીબની જેમ આપણા પિતાના વિચાર પણ સરખા જ છે, મારા પપ્પા એ શરત રાખી છે કે જો હું કોઈ ઇન્ડિયન ગર્લ સાથે લગ્ન કરીશ તો જ તેમની મિલકત પર મારો હક થશે."

મૌસમને આ વાત પર ખુશ થવું કે દુખી તે થોડીવાર સમજાયું નહીં. આજે પહેલીવાર પોતાની સુંદરતાની અવગણના જોવા મળી. અને સાથોસાથ મનમાં ખુશી પણ થઈ કે કોઈ બંધન તેને બાંધશે નહિ.

શૈલે પોતાના જ ટોનમાં વાત આગળ ચલાવી, " અત્યારે તો આપણા બંનેની જરૂરિયાત આપણા પિતાની મિલકત જ છે અને બીજો કંઈ વિચાર કરતા પહેલા આપણે લગ્ન કરી લઈએ પછી જોઇએ કે આ સમસ્યામાંથી કેમ બહાર નીકળવું."

મોસમ કંઈ પણ નિર્ણય લેતા પહેલા પોતાના ડેડની છેલ્લી ઈચ્છા પત્રસ્વરૃપે વાંચવા માગતી હતી તે શૈલને વિચારીને જવાબ આપીશ એમ કહીને રવાના કરે છે અને પોતાના રૂમમાં ફટાફટ પત્ર લઈને જાય છે.

શું હશે કેટીની છેલ્લી ઈચ્છા?

કેવો હશે આલયનો આ વાત પર પ્રતિભાવ ?

જાણવા માટે વાંચતા રહો પ્રેમની ક્ષિતિજ......

(ક્રમશ)