Gita Jayanti books and stories free download online pdf in Gujarati

ગીતા જયંતી

શ્રીમદ્દભગવદ્દગીતા..જયંતિ
(માગસર સુદ એકાદશી /મોક્ષદા એકાદશી.)
🌹🙏🏿🌹
આજનો દિવસ એટલે અતિપવિત્ર દિવસ. આજનો દિવસ એટલે "ગીતા જયંતિ "
મતલબ કે
"Bhgvadgitas birthday "
આજથી 5500 વરસ પહેલાં હાલના હરિયાણા રાજ્યના મહત્વના શહેર 'કુરુક્ષેત્ર' ની આજુબાજુ નો પ્રદેશ એટલે મહાભારત યુદ્ધની રણભૂમિ. પાંડવોના પૂર્વજ કુરુરાજાએ જંગલ સાફ કરી ઉબડ ખાબડ, ઝાડી જમીનને સમતળ કરી 16 જોજન ફરતે આ ભૂમિ સપાટ મેદાન બનાવવા આ રાજાએ ખૂબ પરિશ્રમ કરાવીને તૈયાર કરી હતી.કુરુ રાજાના નામ પરથી આ ભૂમિ આજે પણ કુરુક્ષેત્ર અને કુરુક્ષેત્ર શહેર ઓળખાય છે.આ મેદાનની બરાબર મધ્યે અર્જુન સાથે કૃષ્ણ એ મહાભારતના યુદ્ધ વખતે અર્જુન સામે પક્ષે પોતાના મામા,ભાઈ,ભાણેજ,કુટુંબ,દાદા ભીષ્મપિતામહ,ગુરુદ્રોણ જેવા સગા સબંધીઓ જોઈ તેને આ યુદ્ધ લડીને "મારાં જ મારી ને મારે ભરતવર્ષ નું રાજ નથી જોઈતું." કહી તે રથની પાછળ બેસી જાય છે.(હાલ આ સ્થળે તળાવ છે અને સુવર્ણ અક્ષરે ત્યાં સ્મારક પર લખેલું છે કે આ સ્થળે કૃષ્ણે અર્જુનને ઉપદેશ આપેલો )
જે દિવસ એટલે શિયાળાની માગસર સુદ એકાદશી એટલે કે "મોક્ષદા એકાદશી"તરીકે આજે પણ આપણે ઉજવીએ છીએ.
આજનો આ દિવસ એટલે કુરુક્ષેત્ર રણભૂમિનો પ્રથમ દિવસ.એવું કહેવાય છે કે આ યુદ્ધ આજના દિવસથી કુલ અઢાર દિવસ યુદ્ધ ખેલાયું હતું.
વિશ્વમાં આ એકજ ગ્રંથ એવો છે કે એક પુસ્તકની જન્મજયંતી ઉજવાય છે.આ પુસ્તકના અંદર કુલ 700 શ્લોક છે,અને 18000 શબ્દ છે.અઢાર અક્ષુહિણી સૈન્ય અને તત્કાલીન 18 દેશના મહાન યોદ્ધાઓ આ વિરભૂમિ પર યુદ્ધ જીતવા તત્પર હતા. સાથે સાથે એ પણ કહી દઉં કે આ યુદ્ધમાં કૃષ્ણએ અર્જુનને રિઝવવા અલગ અલગ નામોનો ઉચ્ચાર કરેલો તે ભગવદગીતા ના અલગ અલગ અઢાર અધ્યયમાં સાંભળવા મળશે તે નામ કૃષ્ણએ અઢાર જેટલાં ઉચ્ચારેલાં હતાં.
સાથે આયુધો પણ મુખ્યત્વે અઢાર હતાં. આ યુદ્ધ અઢાર દિવસ ચાલેલું આમ વિવિધ પ્રકારે આ આંકડો 18 ને સ્પર્શીતો હતો એટલે ભગવદગીતા ના ગીતાકારે(વ્યાસજી ) અઢાર અધ્યયમાં લખેલો છે.
આ ગ્રંથના કહેવાતા હિન્દુને એક શ્લોક આવડે તો પણ ઘણું છે.હજુ ઘણા હિંદુઓએ તો ગીતા જોઈ જ નથી. અને હિન્દુત્વ નો ઝંડો લઇ ને વાર તહેવાર નીકળી પડે. વિધર્મીઓના હાથમાં અને કંઠમાં ગીતાના શ્લોકનું પારાયણ થતું હોય ત્યારે મને હિંદુ તરીકે શરમ આવે છે.(મને ત્રણ અધ્યાય કંઠસ્થ છે.ક્યાંક ઉંમરને કારણે વિસ્મૃત થતું જાય છે.)
હું સુરત હતો ત્યારે પૂજ્ય શ્રીપાંડુરંગ શાસ્ત્રીજી આઠવલે પ્રેરિત વડોદરા "ભગવદગીતા પર વક્તૃત્વ સ્પર્ધા યોજાઈ હતી, ત્યારે આ મહામિલનમાં ભરૂચની એક મુસ્લિમ યુવતીએ તેના વક્તૃત્વમાં કીધું કે મને અઢારે અધ્યાય મોઢે છે. કેટલી ગૌરવ લેવા જેવી અને પ્રત્યેક હિંદુ લોકોને પ્રેરણા આપનારી આ ઘટના છે?
આપણે કશુંય નહી તો દર એક અઠવાડિયે એક શ્લોક ગોખશું તો પણ 50 શ્લોક કંઠસ્થ થઇ જશે.જગતની કોઈ પણ સંસ્કૃતિમા આટલુ ગહન અને ઊંડું ચિંતન ખેડાણ બીજે કશેય નહી મળે એટલી આ 700 શ્લોકની પુસ્તિકામાં ઠસોઠસ ભરેલું છે.
ભગવદગીતા વિશે આપણા જેવા પામર નહી વિશ્વના દરેક તત્ત્વચિંતક ના મૂળમાં ભગવદ્દગીતા નું બીજ દટાયેલું પડ્યું છે. વિશ્વના દરેક પ્રશ્નો, સમસ્યાનો ઉકેલ આ પુસ્તક મા છે. ગીતા પઠન, પારાયણ કરવું એ જુનવાણી ના સમજો.તેમાં જે છે તેટલું આચરણ થાય તો બહાર ક્યાંય વિદ્યાભ્યાસ કરવા જવું નહી પડે.
અંતે એટલું કહું કે ગીતા વાચન કરીએ, વારંવાર વાચન કરીએ, ધીરે ધીરે ગોખતાં જઈએ, પછી ગોખેલું સમજતાં જઈએ.
"तद्विद्धि प्रणिपातेन परिप्रश्ननेन सेवया l उपदेक्षयंती ते ज्ञानll(ज्ञानिनस्तत्त्वदर्शिनः ll (भ.गी.अ ४/३४)
(જયારે તમને જ્ઞાનની તીવ્ર ભૂખ લાગે ત્યારે ત્યારે કોઈ આદર્શ તત્વજ્ઞાનીની તપાસ કરી,તેની સેવા કરી,તે તાતજ્ઞાનીની ફુરસદે તમને મુંઝવતા પ્રશ્નો તેમને પૂછી જ્ઞાન પ્રાપ્ત કરો )
પાટણ તા :14/12/2021
વાર :મંગળવાર
ગીતા જયંતિ /મોક્ષદા એકાદશી.
🌹ગીતાજયંતી નિમિતે સૌને જયશ્રીકૃષ્ણ 🙏🏿
. - સવદાનજી મકવાણા (વાત્ત્સલ્ય )