Life partner books and stories free download online pdf in Gujarati

જીવણની જીવનસંગિની

ભરત અને જીવણ બંને અરસ પરસ વાતો કરી રહ્યા હતા અને જૂની વાતો ને વાગોળી રહ્યાં હતાં. એટલે ભરતે કહ્યું,"અરે યાર જીવણ હવે જો મે તો, મારી અને મેઘલની બધી વાત કરી દીધી પણ હવે તું તો કહે કે, આ જીવણ ને એની જીવનસંગિનીનો એટલે કે અમારા ભાભીનો અને તારો મેળાપ કેમ થયો ? પહેલી વાર તમે ક્યાં,ક્યારે અને કેમ મળ્યા હતા એ તો કે?"

"અરે હા હા કહું છું ભઈ" જીવણે કહ્યું.

' તો ભઈ એમાં તો એવું છેને કે...."

"હા ,હા કેવું છે....?"ભરતે કહ્યું.

"હા પણ કહેવા તો દે તું."

"હા તો બોલો ને ભઈ!"

"હાં,તો ભઈ!અમારા ગામની પાદરમાં જ એક ખેતર છે અને એ ખેતર ગામની લગો લગ હોવાના લીધે કોઈ ઢોર ઢાખર નાં ગરી જાય એટલે ખેતર ફરતે મોટી વંડી ચણેલી છે અને તે ખેતરમાં જવા-આવવાનો એક જ મારગ અને એય એક નાની ડેલી."

" એ ખેતર વાળા અમારા જાણીતા અને મારે તો એમની જોડે બૌ બને ! એટલે હું મારા ખેતર જવા માટે આમ ગામમાંથી ફરીને નાં જતા સીધો એ ખેતરમાં થઈને જ મારા ખેતરે જતો આ મારો રોજનો રૂટિન હતો."

"હા પછે....?",ભરતે આગળ જાણવા નાં જિજ્ઞાસા વ્યક્ત કરી.

જીવણે આગળ ચલવ્યું,"તો હું ખેતરે જવા માટે જઈ રહ્યો હતો પણ એ ખેતરમાં કપાસ વાવેલ હતો એટલે ખેતરવાળા એ કપાસ ઉતારવા માટે બહારથી મજૂર બોલાવેલ હતા અને આ મજૂરો ખેતરમાંની એ વાડીએ જ ઝૂંપડાં વાળ્યા હતાં પણ આ વાતથી હું સાવ અજાણ હતો. એવામાં ખેતરે જવા માટે હું એ ખેતરની ડેલી સામુ ચાલ્યો જઈ રહ્યો હતો. એમાં બરો બરોબર મારે અંદર જવું અને..."જીવણ પોતે હાલ જાણે અંદર જઈ રહ્યો હોય એમ અભિનય કરી રહ્યો હતો.

"અને...અને...પછી જીવણ....?"ભરત ખુબ ઝડપથી બોલ્યો.

"અને હું ડેલી ખોલવા અંદર ધકો મારવા જઈ રહ્યો હતો અને અંદરથી કોઈ બહાર આવવા માટે ડેલી ને અંદર તરફ ખેચી રહ્યું હતું.એને જેવી ડેલી અંદર ખેંચી એવો હું પણ ડેલી સાથો સાથ અંદર ખેંચાયો..અને હું લથડ્યો", જીવણ જાણે હાલ લથડયો હોય એવો ભાવ એમાં મુખે કરીને બોલ્યો.

"અને....?"

"અને શું?હું જેવો લથડ્યો એવો મને લથડેલો જોઈ કોઈ સ્ત્રીનો હળવો હસવાનો અવાજ સાંભળી મારા કાન ગુંજી ઊંઠયાં...મારી નજર હજી નીચે જ હતી."

એ સ્ત્રી એના સરવા સાદે બોલી,"અરે.. અરે..!"

"હું ઝડપ ભેર ઊભો થયો પણ હું એ સ્ત્રીને જોઈને મંત્રમુગ્ધ થઈ ગયો. "
"મને લાગ્યું આવી હરકત કરવાનો એનો આશય નહોતો તેથી એ જાણે ભૂલની ખેદ અનુભવતી હોય એવો ભાવ એના મુખે દેખાતો હતો પરંતુ એ છતાં પણ એ એનું હસવાનું રોકી નહોતી સકતી."

"એ સ્ત્રીનો પહેરવેસ જોઈ ને એ કોઈ આદિવાસી મજૂર હોય એવું મને લાગ્યું.એને સાડી પહેરેલી હતી પણ એને જોઈને મને તે કોઈ મોટી સ્ત્રી નહિ પણ સત્તર અઢાર વરસની નાજુક નમણી છોકરી લાગી"

"હું કઈ જ બોલ્યો નહીં,સાચું કહું તો હું એની સામે કાઇ બોલો નાં શક્યો હું સજડ હતો",જીવણ જાણે યાદ કરી રહ્યો હોય એમ બોલતો હતો.

"ત્યારે હું કહેવા જાવ પહેલાં હું એનામાં ખોવાય ગયો હતો. એનાં એ પહેવેસમાં એ છોકરી બહુ ખુબસુરત લાગી રહી હતી હું એને નિહાળી જ રહ્યો હતો, એના રૂપ નાં દર્શન કરી રહ્યો હતો.

"એણે લીલા રંગની ભાતિકલી સાડી પહેરેલ હતી. એ એનાં પર ખુબ શોભતી હતી એને એ ભાતિકલી સાડી પહેરે હતી એટલે એ શોભતી હતી એમ નહિ પણ એણે એ ભાતિકલી સાડી પહેરેલ હતી એટલે એ સાડી શોભિલી લાગી રહી હતી. હું એની એ સાડી કરતાંય એના આછા ગોરા સહેજ પીળાશ પડતાં એના મુખમંડલ પર વધારે લોભાયો એના સહેજ છીબલું નાક, નાના પણ ગુલાબની પાંખડી જેવા હોઠ કદાચ લાલી લગાવેલ નહીં હોય છતાંય આછા ગુલાબી લાગી રહ્યા અને એ હોઠ પર એને એના જ હાથની બે આંગળી ટેકવેલ હતી."

"એના રેશમી કાળા ભમ્મર જેવા વાળ અને વાળનો અંબોડો વાળેલ હતો એની વિશાળ રણ જેવું અર્ધચંદ્રાકારનું કપાળ..."

"એની નીચે કાજળ વગરની કાળી અણિયાળી આંખો અને એ આંખની સહેજ ઉપરનાં ભાગમાં કટાર આકારનાં બે કાળા નેણ ....જાણે કોઈ કટાર જ....આહ.. આ કટાર જેવા કાળા નેણની કટારી મારા કૂણાં કાલળજામાં લાગી ગઈ અને....યાર....! ...બસ ..અને મને પહેલી નજરનો પહેલો પ્રેમ થઈ ગયો..."

"બસ અમે બંને પળભર એકબીજા એકીટસરે જોઈ જ રહ્યા. એ થોડું સંકોચાઈ,નજરો નીચે ઝુકાવી થોડું સરમાયી..અને તે ચાલતી થઈ અંતે એ ડેલીને બંધ કરતા કરતા છેલ્લે છેલ્લે પાછું વળીને મારી સામે જોઈને મંદ મંદ મીઠું મરકાણી અને એણે ડેલી બંધ કરી. એ તો ડેલી બંધ કરીને બહાર ગઈ હતી પણ
ત્યારે મારા દલડાંની ખુલ્લી ડેલીમાં તે પ્રવેશી ગઈ હતી. મારા રુદિયામાંની વસી ગઈ હતી અને પછી કાયામી માટે વસવાટ કરી લીધો."

"હાલ તો મારા ઘરમાં ખખડાટ કરે છે...", જીવણ ત્રાશી નજર કરી બોલ્યો.મહેશ"માસૂમ"

આપનો અમૂલ્ય પ્રતિભાવ જરૂર આપજો...😄🙋🙏🙏