patta na mahel :book review books and stories free download online pdf in Gujarati

પત્તાના મહેલ: પુસ્તક રિવ્યૂ







નમસ્કાર વાચક મિત્રો હુ મહેશ મકવાણા આજે તમને મે વાચેલા એક પુસ્તક નો સારાંશ કહેવાનો છું અને તે પુસ્તકનું નામ છે" પત્તાના મહેલ" આ એક નવલકથા છે જેમાં એક સ્ત્રી ની વેદનાઓનો વાત કરેલ છે

સહનશક્તિતની વાત છે જેમાં પુરુષ સ્ત્રી ને કેટલી નીચ માંને છે અને પોતાની ગુલામ માને છે .તે પુરુષ સ્ત્રી પર પોતાની જોહુકમી ચલાવે છે અને સ્રી ને છેલ્લે મરવા માટે મજબૂર કરી દેવાય છે તેની વાત અહી લેખિકા "મુનપ્પા રંગનાયક અમ્માં "એ રજૂ કરેલી છે .

મૂળ નવલકથા તેલુગુ મા લખાયેલ છે લેખક છે અને તેને ગુજરતી મા અનુવાદ ભારતી વૈદે કરેલ છે એટલી સરળ અને અસરકારક રીતે ગુજરાતીમાં અનુવાદ કર્યું છે તેને માટે ભારતીજી નો જેટલો આભાર માનું એટલો ઓછો છે.

મૂળ નવલકથા તેલુગુ માં પણ વાર્તાનું અનુવાદ એવું કર્યું છે આપણને આપડું જ લાગે અને આજુબાજુ ના ઘર ની વાત હોય એવું લાગે છે.

નવલકથામાં મુખ્ય ત્રણ પાત્રો પાસેથી વધુ કામ લેવાયું છે જેમાં સંવાદો આ પાત્રો ના વધું જોવા મળે છે. જેમાં મુખ્ય ભાનુમતી, કેશવ, રાજસેખરમ અને સહાયક પાત્રો છે તેમાં ભાનું અને રાજસેખરમ નો પુત્ર બિટ્ટુ અને
મામી,દાદી,ફઈ,ફુવા,રાજસેખરમના મિત્રો છે.

વાર્તાની શરૂઆત વર્તમાન સમયમાં છે જેમા રાજસેખરમ હાંફડો ફાફડો થય ને કેશવ પાસે આવે છે અને કહે છે કે કે ભાનું ઘર છોડી ને જતી રહી ને..ને સાંભળી કેશવ તેની સાયકલ પર સવાર થઇ મિત્રો સાથે તેને ગોતવા જાય છે રાજસેખરમ રેલવે સ્ટેશને પહોંચી ગયો છે ત્યાં કોઈ નું અકસ્માત ન થયું હોવાનું જણાવે છે અને કેશવને રાજસેખરમની વાત સાંભળી તેના પર ગુસ્સો આવે છે એટલે તેં રાજસેખરમ ને તમાંચો મારે છે તથા લાતો મારી ને તેના પર ગુસ્સો ઉતારે છે અને બીજા દિવસે બીટ્ટુને લઈ ને ગામ ભણી ઉપડે છે ટ્રેન માં બેઠો હતો ત્યારે ટ્રેન આગળ જતી હતી પણ કેશવ નું મન previous થતું ભૂતકાળમાં જતું હતું.

કેશવ ભાનું ના ઘરે ગયો હોય છે. કેશવના દાદી એ ભાનુની દાદી ના મોટા બેન હતાં એટલે એ સંબંધે ભાનું અને કેશવ બંને ભાઈ બેન થાય. બંને ને બહુ બને ભાનું પણ કેશવનું ખૂબ ધ્યાન રાખે બંને સાથે ભણે સાથે રમે અને ફિલ્મ જોવા પણ સાથે જ જાય.

કેશવ અને બંને ભાઇ બહેન નઇ પણ મિત્રો ની જેમ રહેતા હતા. કેશવ ભાનું થી મોટો હતો છતાં ભાનું તેને તું કહી ને જ બોલાવતી હતી અને કહેતી હું તો તને તું કહીને જ બોલાવીશ તને ના ગમે તો જવાબ ના આપતતો એમ કહી ને ચાલી જાય છે.પછી કેશવ બારમુ પાસ થયો તેથી તે ખુશ હતો પણ ભાનું ખુશ નહોતી કારણ કે એને ડોક્ટર બનવું હતું અને એને નવલકથા વાચવી ગમતી અને કેશવ અને ભાનું બંને તેને વિશે કલાકોની કલાકો ચર્ચા કરતા અને ભાનું ને આગળ ભણવાની ના પાડી તેથી તેનું મો ઉતરી ગયું . કેશવ ને થયું હું પણ જો એની મદદ કરી શકે એમ હોય તો કરેત કારણ કે કેશવ ના પપ્પા ધનવાન હતા એટલે તેમણે ભાનું જેવી દસ છોકરી ને ભણાવી શકે તેમ છે પણ તે દીકરી ને ભણવવી એ ખરાબ બાબત માનતા હતા એટલે એમને પોતાની દીકરી સારદા ને પણ પાંચ ચોપડી જ ભણાવી હતી.

પણ ભાનું પરિસ્થિતિ એવી હતી કે ભાનું ને ભણવાનું છોડવું પડ્યું પણ કેશવ જે કૉલેજ માં ભણતો તેની રજે રજની માહિતી પત્ર લખી ભાનું ને આપતો હતો. આમ થોડા સમય પસી ભાનું ને લગ્ન ની વાત આવી સગાય થઇ ગઇ અને પછી કેશવ તેમણે ઘેર જાય છે .અને ભાનું ને આ વિશે પૂછે સે કે જીજાજી કેવા છે એતો કે ? પેલા તોભાનું સરમાય છે પણ પછી કહે છે કે , એતો રાજકુમાર જેવા છે! ને એ મનસૂબા ઘડવાલાગી કે હરસુ ફરસુ સિનેમાં જોઈસુ,વાચસુ , આ દુનિયા આખી ફર્સુ..એવા સપના રચવતી હોય છે તે ને જોઈને કેશવ ખૂબ ખુશ હતો .

લગ્ન ની તૈયારી થાય છે કેશવ તેના જીજાજી ને મળવા જાય છે. એક રૂમમાં એ લૂંગી પેરી ને તે બેઠા છે અને કેશવ જાય છે તે કે છે આવો બેસો એમ કહી તે પોતે બીડી સળગાવે છે અને કેશવ ને સલાહ કરે છે પણ કેશવ ના પડે છે. કેશવને આ અજુગતું લાગ્યું પણ બૌ તેના પર ધ્યાન આપ્યું નહિ.ભાનું ના લગ્ન થયા લગ્ન કરી તે સાસરે ગઇ અને થોડા વર્ષો માજ ભાનું ને નાનું બાળક પણ થયું તેનું નામ બીટ્ટુ રાખ્યું.

કેશવ હવે આગળ કોલેજ ભણવા માટે જ્યાં ભાનું રહેતી તે શહેર માં જાય છે પણ તે ભાનું ને હેરાન કરવા નથી માગતો એટલે તે હોસ્ટેલ માં જ ઉતરે છે અને પછી ભાનું ને મળવા જાય છે. કેશવ ભાનું ને જુએ છે તો એ ભાનું !ભાનું જ ન હતી !સાવ દુબળું પાતળું શરીર હું તો થય ગયું હતું. કેશવ ને કઇ સંકા ગઇ પણ પછી ત્યાં રાજસેખરમ આવ્યા તેમને કહ્યું આયા રહવું તું ને થોડે દી હોસ્ટેલ જવાની શી જરૂર હતી? અને એ વાતો એ વળગી ગયા ..

આમ, થોડા દિવસ કેશવ ત્યા રહે છે તેને ભાનું કઈક પરેશાન જેવી લાગે તે તેને પૂછે છે પણ ભાનું કઈ કહેતી નથી અને મનોમન મુંજાયા રાખે છે. ભાનું પહેલા કેવી હતી બધા ને જડબાતોડ જવાબ આપતી એ ભાનું આટલી બધી શાંત કેમ થઇ ગઇ હશે ... આમ ને આમ વાર્તા આગળ વધે છે કેશવને ખબર પડે છે રાજસેખરમ તેના જોહુકમી ચલાવે છે દરેક વાત માં ભૂલ કાઢે છે પછી ભાનું પોતાનું દુઃખ હળવું કરવા કેશવ ને બધી વાત જણાવે છે.

લગ્ન પછી થોડાક દિવસ માં જ રાજશેખર તેના પર હુકમ ચલાવા લાગેલો અને દિવસ ને રાત જુગાર જ રમવા માં લીન રહે છે. કેશવ ધ્યાન શાંતિથી ભાનું ની બધી વાત સાંભળે છે અને તે ભાનું ને સાંત્વના આપે છે અને આવી તો કેટલીય વાતો કહે છે ,તેના પર ગુજરેલી કહાની કહે છે, પોતે કઈ કમાંતી નથી તો તેને ધણીની દબામણીમાં રહેવાનું બીટ્ટુ રડે તો એને ગમતું નથી. દોસ્તો સાથે પત્તા રમવા ચાલ્યો જાય ક્યારે આવે એ નક્કી ના હોય ભાનું માંદી હોય તોય તેની સંભાળ લેતો નથી .ભાનું ઘર કરકસર થી ચલાવે છે .ભાનું ને પોતે નઈ સિનેમા જોવાના ,નઈ પુસ્તક વાંચવાના અને કઈ પણ કરવું હોય તો એને પૂછી ને કરવું એવો પતિ નો આદેશ હોય છે ભાનું બધા થી કંટાળી ગઇ હતી.. તે કેશવ આગળ પોતાના દુઃખો કહે છે પણ કેશવ તેનો સગો ભાઈ નઈ હોવાથી તે આમાં કઇ કહી શકતો નથી. એકવાર તો ભાનું ને ધોબી સામે રાજસેખરમ વઢતો હતો તો ત્યારે કેશવ તેને મળવા આવેલ અને ત્યારે તેમને લડતા જોઈ જાય છે ત્યારે કેશવ ને ગુસ્સો આવે છે અને રાજસેખરમને લાફો મારવાનું મન થાય છે પણ પોતાના મનને વાંરી લે છે અને રાજશેખરમ્ને સમજાવે છે પણ તે ભેંશ આગળ ભાગવત જેવું થાય છે!

ભાનું ની દરેક ઈચ્છા કેશવ પૂરી કરશે એમ ભાનુને વચન આપે છે. ભાનું ને વાચવા માટે પુસ્તકો લાવી આપે છે અને ભાનું ચોરી છૂપીથી પુસ્તકો વાંચે છે.એમાં ચલમ(લેખક) નું પુસ્તક વાંચતી રાજસેખર ભાનું ને જોઈ જાય છે અને તે પુસ્તક પણ ફાડી નાખે છે . રાજશેખરમ્ એટલો દયાહીન, નિષ્ઠુર માણસ છે છતાંય ભાનું આ બધું સહન કરે છે ફક્ત પોતના બાળક માટે.તે એમ સમજે છે કે તેના પતિ એવું વર્તન એ એની માં ના હોવા ના લીધે અનાથ હોવાના લીધે થયું છે .તેને પતિને માં નથી પણ બીટ્ટુને તો માં છે ને એમ સમજીને તે મનને વારે છે.ઘણી વાર તો રાજશેખરમ્ વાર-તહેવારે પણ ઘરે નથી આવતો .એવું બધું નાની નાની વાતમાં પણ વાક કાઢે એ બધુ ....કેશવ કહે છે પણ કેશવ ને આ સાંભળી થયું કે જો પોતે કઈ કહેશે તો ભાનું ભંગી પડશે એટલે તે રાજશેખરમને સમજાવવાની વાત કરે છે...પણ ભાનું કહે છે કે એનો કઈ ફરક નહીં પડે ..

આમ આખી નવલ માં ભાનું અને કેશવ ના સંવાદો જ વધુ જોવા મળે છે પણ એમાં વચ્ચે વચ્ચે બીજી ગૌણ કથાઓ જોડી દેવામાં આવી છે જેમાં ભાનું જેવી સ્રી ને બીલકુલ હુકમો ની પાલન કરવું પડે છે અને પતિનું ગુલામ બનીને રહેવું પડે છે જ્યારે બીજી સ્ત્રીઓની વાત તેનાથી વિપરીત છે તે પતિને પોતાના ઇસારા પર નચાવે છે અને પતિને ગુલામ બનાવી ને રાખે છે તેમજ તે તેની સાસુ ને પણ હેરાન કરે છે પછી તેની સાસુ ને ઘર છોડી ને દીકરી ને ઘેર જવું પડે છે અને તે ડોસીને મદદ કરવા ભાનું કેશવ પાસે થી થોડા પૈસા લઇ ને આપે છે.

અને બીજી કથા ભાનું તેની ફઈ ની કરે છે તેમાં તેં ફઇ ના રૂપ નું વર્ણન કરે છે અને અને તેના ફુવા ની વાત કરે છે તેને સાસરામાં તેના પર કેવા જુલમ કરવામાં આવે છે. પોતાની પત્ની હોવા છતાં તે એક વેસ્યા સાથે રાતો ગુજારે છે આ વાત ફઇ ને સહન થતી નથી છતાં જોયા કરે છે અને હદ ત્યાં થાય છે કે ફઈ ને વેસ્યાં ના પગ ધોવાનું કહે છે ફઇ મૂંગા મોએ એ બધું કરે છે તે વેષ્યા આ જોવે છે. એ મનમાં વિચારે છે કે ફઈના આગળ રૂપમાં હું તો કઇ નથી છતાં તે મારા મોહ કેમ પડ્યો છે? તે દોડી ને પોતાના રૂમ માં જઈ ને બારણાં બંદ કરી દે છે અને કહે છે કે ,'હવે આ દરવાજા કયારેય નઈ ખૂલે .... ' એમાં એના વિરહમાં ફુવા બીમાર પડી જાય છે ફુવનું દુઃખ હળવું કરવા ફઇ પેલી ના ઘેર જાય છે પણ તે ગામ છોડી ને જતી રહી હતી.

ફઇ તે ફુવા સાજા થાય તે માટે બાધા રાખે છે અને હવે ટૂંક માં કહું તો ફુવા સારા થઈ જાય છે પણ ફઈ બીમાર થાય બીમારી વધે છે ફઈ ને માસિક ચાલતા હોય છે અને તે સમય માં પણ સાસુ તેને નઈ ને સુધ્ધ થવા કહે છે ફઈ નથી જતા તો તેની સાસુ પાણી ઘડી ભરી લાવી ફઈ પર રેડી દે છે અને પછી ફઈ નું મૃત્યુ મદગી ને લીધે થયું કે આના કારણે થયું એ સ્પષ્ટ નથી થતું પણ અહીંયા એક બાજુ ફઈ મૃત્યુ પામે છે ..અને બીજી બાજુ દાદી માં ને કૂખે બીજું
બાળક જન્મે ....તે હોય છે ભાનું ના પિતા દાદી દ્વિધા માં હોય છે કે દીકરી ના મોતનો શોક કરે કે પુત્ર જન્મ નો આનંદ વ્યક્ત કરે.


હવે,ભાનું પાછી વર્તમાન માં પાછી ફરે છે ..થોડી વાતો કરી ને પછી કેશવ પણ તેના વર્તમાન માં આવે છે બીટ્ટુ ને રમાડે છે જમી છે. હવે બીટ્ટુની જવાબદારી કેશવ પર આવે છે ભાનુંએ કેશવને ચિઠ્ઠી લખી હતી એ વાચે છે ને રડી પડે છે. તેમાં લખ્યું હતું કે ,"બીટ્ટુ ને તારે ભરોસે મૂકી ને જાવ છું તું અને તું સુશીલા સાથે લગ્ન કરજે હવે તું જ બીટ્ટુના માં ને બાપ છો પછી કેશવ આ વાત સુશીલા ને જણાવે છે આ સાંભળી ને સુશીલા પણ માંની જાય છે .

ભાનું એ બીટ્ટુ માટે પણ ચિઠ્ઠી લખી હતી પણ એ વાચવાની કેશવ ની હિંમત નથી ચાલતી ભાનું એ કહ્યુ હતું કે, એને ભણાવજે પણ તેને ડોક્ટર બનવા માટે ફોર્સ માં કરતો તેને દરજી બનવું હોય તો દરજી બનાવજે કુંભાર બનવું હોય તો કુંભાર બનાવજે પણ એને કઇ દુઃખ ના પડવા દેતો..મારી કદી ખોટ ના આવવા દેતો..એની ઈચ્છા વિરૂદ્ધ કંઈ ના કરાવતો .

બીટ્ટુ જાગે છે તેને કેશવ સુવડાવે છે છેલ્લા થોડા દિવસ થી બીટ્ટુ એ ખાવા નું પણ બંદ કરી દીધું છે .તે નું શરીર,પેટ અને પીઠ એક સમાન લાગી રહ્યું છે બિમારી વધારે થતાં ડોક્ટર ને બોલાવે છે.કેશવ ડોક્ટર ને બીટ્ટુ ને બચવા માટે ની હાથ જોડી અરજ કરે છે ડૉક્ટર શ્રધા રાખવાનું કહે છે અને એક દિવસ ત્યાં ભાનું નો પતિ રાજસેખરમ આવે છે તેનો વિચિત્ર વાન તથા દાઢી ના વાળ વધાર્યા છે કપડાં ફાટેલા છે ગાંડા જેવી હાલત થઈ ગઈ છે એની તો.તેને આવીને તરત બીટ્ટુ ને બાથ માં લીધો ત્યારે જાણે બીટ્ટુ તેનાથી ડરતો હોય તેમ તેનાથી દુર ભાગ્યો અને તે હેઠો પડી ને બે ભાન થઇ જાય છે તેથી એની હાલત હવે વધુ લથડી કેશવ પાચ દિવસ રાત તેની સેવા કરી અને એક બાજુ સાંજનો સૂર્ય અસ્ત થાય છે પરંતુ બીજી બાજુ ઉદય(બીટ્ટુ)નો પણ અસ્ત થાય જાય છે.

કેશવ બહુ લાચાર થઈ જાય છે તેને ભાનુને આપેલું વચન નિભાવી ના શક્યો હતો પછી તે ભાનું એ બીટ્ટુ માટે લખેલો
પત્ર વાચે છે અને તેની અખો ભરાય આવે છે .
ભાનું એ લખ્યું હોય છે કે ,"તું બીજું કંઈ નાં બને તો કંઈ નઈ પણ તું એક માણસ બનજે કોઈ ને રોવડવ તો નહિ તું એક સ્ત્રી ને પશુ નહિ પણ માણસ માનજે તો જ તું માણસ છે સ્રી નું પણ સ્વતંત્ર અસ્તિત્વ છે એ બીટ્ટુ ને માટે લખાયું હતું પણ હવે બીટ્ટુ જ નથી રહ્યો એટલે બીટ્ટુ સાથે એ પત્ર પણ જમીન માં દફનાવી દેછે આમ, અંતે નવલકથા કરુણાંત બની રહે છે છેલ્લે કેટલાય પ્રશ્નો છે નવલ માં જેના જવાબો વાચકે જ પોતાના મતે આપવાના છે.

એક સ્ત્રી ના અસ્તિત્વ ને સમજવું તેને પણ પશુ નહિ પણ માણસ માનવી જોઇએ તેને પણ હક અને અધિકાર મળવા જોઈએ એવી વિષયવસ્તુ વાળું આ પુસ્તક"પત્તાના મહેલ" મને મારી સ્કૂલ ની પુસ્તકાલય નથી મળ્યું હતું અને હું તે વાચવા લાવેલો હતો મે આ પુસ્તક ને બે ત્રણ વાર વાચ્યું છે અને મને પણ આપણા સમાજ કેટલી સ્ત્રીઓ માં ભાનુંઓ નજર આવે છે. મારી ઘર માં મારો નાનો ભાઈ કે પિતાજી મારી બા કે બેનને નાની નાની વાતો માં વઢે અથવા તો એમ કહે કે બૈરા ને શું હોય? છોકરી ને શું હોય? ત્યારે મને પણ બહુ ધૃણા આવે એમના પર પછી શાંતિ થી તેમને સમજાવું છું પછી તેમને પણ આ ભાનુંની વાત કહી સંભળાવી ત્યારે ....., તેમને પણ થોડું સમજાયું.....અને આવી અમારા ગામમાં બનેલી બીજી ઘટનાઓ ની વાતો કરવા લાગ્યા ...... આ નવલકથા બધાયે વાચવી જોઈએ ખાસ કરી ને પુરુષો એ વાચવા જેવી છે કે આપણા માટે સ્રી કેટલા બલિદાન આપે છે પછી એ માં હોય કે ,બેન હોય કે, પત્ની હોય મૂળ વાત તો સ્ત્રીઓ ની છે.



વાચક મિત્રો તમે વાંચતા વાંચતા અહીંયા સુધી પહોંચ્યા છો એનો મતલબ તમને આમાં થોડો રસ પડ્યો હશે ખરુંને? પણ વાંચક મિત્રો આ લખવા માં વધુ ઉતાવળ કરી છે મે એટલે મારા લખાણ માં ક્યાંક ભૂલો આવી હોય અથવા કોઇક વાતો કહેવાની રહી ગઈ હોય એવું બની શકે કારણ કે મે વાચી હતી એને ખાસ્સો ટાઈમ થઇ ગયો. આ નવલકથા ૯૯ પાનાની જ છે તમને પણ જો ટાઈમ મળે અને તમે ભાનુંની પરિસ્થિતિ થી વાકેફ થવા માંગતા હો તો તમારે આ નવલ વાંચવી જ રહી મૂળ તેલુગુ 'પેગ મેડલુ '(પત્તાના મહેલ) અને ગુજરાતી માં અનુવાદ ભારતી વૈદે કરેલ છે


વાચક મિત્રો આ વાંચવા બદલ આપનો ખુબ ખુબ આભાર જો તમને પસંદ આવ્યું હોય અને આગળ પણ આવા પુસ્તક રિવ્યૂ વાંચવા માગતા હો તો આપનો અમૂલ્ય પ્રિભાવ આપવાનું ચૂકશો નહિ..,.....



ધન્યવાદ વાચક મિત્રો