Tha Kavya - 55 books and stories free download online pdf in Gujarati

ધ કાવ્યા એક પરી ની પ્રેમ કહાની - ભાગ ૫૫

હાથ જોડીને કાવ્યા એ સંત ને પ્રશ્ન કર્યો હતો તેના જવાબ માં સંત કહે છે.
માછીમાર નું મૃત્યુ તેની પાસે રહેલ જાળ થી થશે.

જે જાળ થી માછીમાર આટલો શક્તિશાળી થયો છે તો આ જાળ થી તેનું મૃત્યુ કેવી રીતે સંભવ છે. કાવ્યા ના સમજ બહાર નો જવાબ મળતા સંતે સામે કાવ્યા એ સવાલ કર્યો.
મહાત્મા આ કેવી રીતે બને જે જાળ આશીર્વાદ સમાન છે તે જ જાળ તેનું મોત નું કારણ કેવી રીતે હોઈ શકે. અને આ જાળ થી માછીમાર નું મૃત્યુ કેવી રીતે સંભવ છે.?

સંત તે જાળ ના રહસ્ય વિશે વાત કરે છે.
મારા આશીર્વાદ થી રાક્ષસે એક શક્તિશાળી જાળ પ્રાપ્ત કરીને તે રાક્ષસ બહુ ખુશ હતો. આશ્રમ થી નીકળી ને તેણે માછીમાર નું રૂપ લઈને તે એક મોટા સરોવર પાસે પહોંચ્યો. અને ત્યાં રહેલી એકદમ સફેદ માછલીઓ થી તે પ્રભાવિત થયો. મન બનાવ્યું કે આ જાળ થી સરોવર નો બધી માછલીઓ ને ધીરે ધીરે ખાઈ જઈશ.

કિનારા પર બેસીને માછીમારે પાસે રહેલી જાળ ફેંકી અને થોડીવારમાં તો તે જાળમાં અઢળક માછલીઓ તે જાળમાં આવી ગઈ. આશ્રમ માં રહીને તેણે એક પણ માછલી ખાધી ન હતી એટલે જાળમાં આવેલી બધી માછલીઓ થોડી મિનિટો માં તે ખાઈ ગયો. તો પણ તેની ભૂખ મટી નહિ અને ફરી તેણે સરોવર માં જાળ ફેંકી. પાછી પણ ઘણી માછલીઓ જાળ માં આવી ગઈ અને માછીમારે પેટ ભરી ને બધી માછલીઓ ને આરોગી.

આમ રોજ એક વાર નહિ દિવસમાં બે વાર જાળ પાણીમાં નાખવા લાગ્યો ને માછલીઓ ને આરોગવા લાગ્યો. ધીરે ધીરે સરોવર માંથી માછલીઓ ઓછી થવા લાગી.

આ સરોવર માં બધી સફેદ કલરની માછલીઓ રહેતી હતી પણ તે બધી માછલીઓ માં એક મોટી માછલી હતી જે બધી માછલીઓ નું ધ્યાન રાખતી. બચી ગયેલી બધી માછલીઓ તેની મુખ્ય માછલી પાસે ફરિયાદ લઈને જાય છે.

બધી માછલી માંથી એક માછલી પેલી મોટી માછલી આગળ ફરિયાદ કરે છે.
હવે આ તળાવ લાગે છે આપણા માટે રહ્યું નથી. તળાવ ની ઉપર જઈએ એટલે જાળ માં ફસાઈ જઈએ છીએ આમ કરતાં આપણી ઘણી માછલીઓ આપણા થી દુર થઇ ગઇ. હવે તમે કઈક કરો નહિ તો આ સરોવર માં રહેવું મુશ્કેલ થશે.

તે મોટી સફેદ માછલી કોઈ નહિ પણ એક શ્રાપ ના કારણે પરી માંથી માછલી બની હતી. અને હજુ તેની પાસે પરી જેટલી જ શક્તિ હતી પણ માછલી બની એટલે તે શક્તિ નો તેને ક્યાંય ઉપયોગ કરી શકી નહિ.

તે મોટી સફેદ માછલી તેના પરી ના રૂપ માં આવી પણ પૂર્ણ પરી નહિ અડધું શરીર પરી નું અને અડધું શરીર માછલી. માછલી ના ઝુંડ માંથી અલગ થઈને તે સરોવર ના ઉપરના ભાગમાં આવી. તે સમયે તે માછીમાર સરોવરના કિનારે જાળ નાખી ને બેઠો હતો.

માછીમાર આગળ પરી માછલી પ્રગટ થઈ અને માછીમાર વિનંતી કરતી બોલી.
હે માછીમાર.. આ એક નાનું સરોવર છે અને અહી હવે થોડી જ માછલીઓ બચી છે. આપ કૃપા કરીને કોઈ બીજી જગ્યાએ જતા રહો અને એમને સુરક્ષિત છોડી દો.

માછીમારે સરોવરમાં નજર કરી તો એક અતિ સુંદર પરી હતી. તેનું અડધું અંગ પાણીમાં માછલી ના રૂપમાં હતુ અને અડધું શરીર પરી ના રૂપમાં બહાર હતું. પરી નું રૂપ જોઈને માછીમાર તેની પર મોહિત થઈ ગયો.

હે.. અર્ધ પરી. હું માછીમાર છું અને માછલીને પકડીને ખાવી એ મારો અધિકાર છે. પણ તું એક અર્ધ પરી છો અને જો તું પૂર્ણ પરી થઈને મારી સાથે રહેવા તૈયાર થઈશ તો હું માછલી પકડવાનું છોડી દઈશ.

માછીમાર ની વાત સાંભળીને અર્ધ પરી ના હોશ ઉડી ગયા. તેની સામે બે રસ્તા નજર સામે દેખાવા લાગ્યા. જેમાંથી તેને એક પસંદ કરવો જ પડે તેમ હતો.
પહેલો. જો હું માછીમાર સાથે શ્રાપ નો ભંગ કરીને રહેવા લાગૂ તો બધી માછલીઓ બચી શકે તેમ છે.
બીજો. જો હું માછીમાર ની વાત ને અવગણના કરીને તેની સાથે લડાઈ કરું.

અર્ધ પરી હજુ વિચારી રહી હતી ત્યાં માછીમાર બોલ્યો. અર્ધ પરી... તું જલ્દી નિર્ણય કર તારે મારી સાથે આવવું છે કે હું તને જાળમાં ફસાવી ને લઈ જાવ.

અર્ધ પરી આખરે શું નિર્ણય કરશે. તેની સાથે લડશે કે બીજી માછલીઓ ખાતર પૂર્ણ પરી બનીને માછીમાર સાથે જશે.? જોઈશું આગળના ભાગમાં...

ક્રમશ..

Share

NEW REALESED