Tha Kavya - 63 books and stories free download online pdf in Gujarati

ધ કાવ્યા એક પરી ની પ્રેમ કહાની - ભાગ ૬૩

મહેક પરીની પાસે બેસીને કાવ્યાએ ફરી પૂછ્યું.
"મહેક આજથી હું તારી દોસ્ત છું તું તારું દુઃખ મને કહી શકે છે."

મહેક પરીએ કાવ્યાના પરાક્રમ અને હિમ્મત ને જોઈ હતી અને બધી પરીઓ માં કાવ્યા તેને વિશ્વાસુ લાગી રહી હતી એટલે કાવ્યાને પોતાનું દુઃખ કહેવું યોગ્ય લાગ્યું. પણ મહેક પરીએ જે ભૂલ કરી છે તે કાવ્યા ને કહેવા માંગતી ન હતી. બસ તેની જે ઈચ્છા હતી તે કાવ્યાને કહી.

જો કાવ્યા.. મારી સાથે બનેલી આખી ઘટના હું તને પછી કહીશ પણ અત્યારે મારું આ દુઃખ એક વસ્તુના કારણે છે.

કાવ્યાએ કહ્યું. મહેક પરી કંઈ વસ્તુની વાત કરે છે.? તું તો પરી છે પરી ધારે તે વસ્તુ મેળવી શકે છે. તો વળી એવી તે કંઈ વસ્તુ છે જે તું મેળવી શકતી નથી, ને તારા દુઃખ નું કારણ પણ છે.

કાવ્યાના જવાબમાં મહેક પરી કહે છે. તે વસ્તુ નું નામ છે રીંગ. એ રીંગ જે હાથની આંગળી ની શોભા વધારે છે. બસ મારે એ રીંગ જોઈએ.

કાવ્યા ને કઈ સમજ પડી નહિ કે મહેક પરી કંઈ રીંગની વાત કરે છે. કાવ્યાએ ફરી પૂછ્યું. ક્યાં છે તે રીંગ.? અને તારે એ રીંગની કેમ જરૂર છે.

કાવ્યાની થોડી નજીક આવીને મહેક પરીએ કહ્યું. જો કાવ્યા આ રીંગ વિશે હું તને કહું તે કોઈને જાણ કરીશ નહિ. આ વાત આપણી બંને વચ્ચે રહેવી જોઈએ અને તું એ મારા માટે જરૂર થી લાવીશ ને..? એમ કહું તો તે રીંગ મારી ખુશીનું કારણ છે.

કાવ્યા ના મનમાં થોડુક તો અજુગતું લાગ્યું કે મહેક પરી જે રીંગની વાત કરે છે તે રીંગનું કઈક તો રહસ્ય છૂપાયેલું હશે અથવા પરીઓના નિયમની બહાર હોવું જોઇએ નહિ તો આટલી વાત ગુપ્ત રાખવાની મહેક પરી આમ વાત ન કરે.

કાવ્યા તેનું દુઃખ દૂર કરવા માંગતી હતી. પણ રીંગનું રહસ્ય પણ જાણવા માગતી હતી એટલે મહેક પરીને કાવ્યાએ કહ્યું. મહેક મને રીંગ વિશેનું રહસ્ય જણાવ અને તારે એ રીંગની આટલી જરૂર કેમ છે. આ રીંગ ખાતર આટલું દુઃખી કોઈ હોઈ શકે નહિ.!

કાવ્યા તું રીંગના રહસ્યની વાત ન કહીશ. તું બસ મારું એટલું કામ કરી આપ. મને એ રીંગ લાવી આપ. મહેક પરી તેના જીવનનું કઈક રહસ્ય છૂપાવી રહી હતી. અને આ રહસ્ય તે કાવ્યાને કહેવા માંગતી ન હતી. એટલે કાવ્યાને મહેક પરીએ કહ્યું.
તું મને રીંગ લાવી આપી. રીંગ મારા હાથમાં આવશે એટલે હું આ રીંગનું રહસ્ય તને જરૂર થી કહીશ. કાવ્યાનો વિશ્વાસ જીતવો મહેક પરીએ કહ્યું.

કાવ્યા સમજી ગઈ કે હું રીંગ લાવવા જઈશ તો રીંગનું રહસ્ય મને આપો આપ જાણી જઈશ અને કદાચ રહસ્ય નહિ જાણી શકું તો મહેકને રીંગ આપતી વખતે મને તે જરૂર થી કહશે. કાવ્યા વિચારોના ભવંડર માંથી થોડી બહાર આવી.

સારું.. મહેક હું તારા માટે જરૂરથી રીંગ લાવીશ, પણ એ તો કહે રીંગ છે કઈ જગ્યાએ.?

મહેક પરી રીંગ વિશે કહે છે.
પૃથ્વી પર હિમાલય ની દક્ષિણે સમુદ્ર કિનારે વસ્ત્રાપુર શહેર આવેલું છે. તે શહેર માં એક મહેલ આવેલો છે તે મહેલમાં રાજકુમાર જીતશિહ રહે છે તેનો નાનો ભાઈ રવિન્દ્રશિહ પણ તેજ મહેલમાં રહે છે. બસ મારે રાવિન્દ્રશિહ ની હાથની આંગળીમાં જે અમૂલ્ય હીરા જડિત રીંગ છે તે રીંગ મારે જોઈએ છે.

મહેક પરીની આ રિંગની માંગણીની કાવ્યાને સમજ પડી નહિ પણ મહેક પરી માટે તે રીંગ લાવવા તૈયાર થઈ એટલે મહેક પરીને કહ્યું.
મહેક હું તારા માટે તે રીંગ જરૂર થી લાવી આપીશ.

કાવ્યાને થયું આતો સામાન્ય કામ છે ઉડીને વસ્ત્રાપુર જઈને રવિન્દ્રશિહ સૂતો હોય ત્યારે તેના હાથ માંથી રીંગ કાઢી લઈશ. હજુ તો કાવ્યા વિચારે છે ત્યાં મહેક પરી બોલી.
જો જે હો કાવ્યા મારું નામ આપ્યા પછી આ રીંગ રવિન્દ્રશિહ પ્રેમથી તને રીંગ આપે તો જ લાવવાની છે. બળજબરી થી કે ચોરી કરીને આ રીંગ લાવવાની નથી.

મહેક પરીની વાત સાંભળીને કાવ્યા વિચારવા લાગી. રીંગ કંઈ રીતે લાવવી..! અને શું રવિન્દ્રશિહ નામ આપવાથી તે રીંગ આપી દેશે.

સાંભળ કાવ્યા તું રવિન્દ્રશિહ પાસે જઈને મારું નામ આપીશ ને રીંગ નું કહીશ એટલે રીંગ તને તે આપી દેશે પણ જોજે કોઈને ખબર ન પડવી જોઈએ.

શું કાવ્યા રીંગ લાવવામાં સફળ થશે કે નહીં.? મહેક પરી કેમ તેના જીવનનું રહસ્ય છૂપાવી રહી હતી તે જોઈશું આગળના ભાગમાં..

ક્રમશ..