Tha Kavya - 67 books and stories free download online pdf in Gujarati

ધ કાવ્યા એક પરી ની પ્રેમ કહાની - ભાગ ૬૭

પરીઓના દેશથી નીકળીને કાવ્યા ફરી વસ્ત્રાપુર આવી. કાવ્યા દ્રઢ વિશ્વાસ લઈને આવી હતી કે ગમે તે ભોગે વિરેન્દ્રસિંહની સગાઈ માયા સાથે કરવા દેવી નથી. એજ સમુદ્ર કિનારે આવીને બેઠી જ્યાં વિરેન્દ્રસિંહ અને માયા બેઠા હતા. ત્યાં બેસીને કાવ્યા વિચારવા લાગી. કંઈ રીતે વિરેન્દ્રસિંહની સગાઈ તોડી શકીશ. ઘણા વિચારો પછી તેના મનમાં એક વિચાર આવ્યો. અને તે વિચાર પર કાવ્યા આગળ વધી.

કુંવર વિરેન્દ્રસિંહને રોજ સવારે મહેલની બહાર આવેલ રોયલ ગાર્ડનમાં ચાલવા નીકળી જતા. કાવ્યા તે સવારે સુંદર કપડાં પહેરીને તે ગાર્ડન પાસે ઊભી રહીને વિરેન્દ્રસિંહની રાહ જોવા લાગી. થોડો સમય થયો એટલે વિરેન્દ્રસિંહ ત્યાં આવ્યા.

પક્ષીઓ સાથે વાતો કરતી, હસતો ચહેરો અને સુંદર ચહેરો જોઈને વિરેન્દ્રસિંહ થોડી વાર તો કાવ્યાને જોઈને થંભી ગયા. રોયલ ગાર્ડનમાં આટલી સુંદર યુવતી કોણ હશે.?
વિરેન્દ્રસિંહ દુરથી કાવ્યાને નિહાળતા રહ્યા ને વિચાર આવ્યો આ યુવતી જો મહેલની પટરાણી બને તો મહેલની શોભા વધી જાય. વિરેન્દ્રસિંહ વિચારી રહ્યા હતા. આ યુવતીને જીતસિહની પત્ની બનાવવાનું. પણ આતો અજાણી યુવતી નથી હું ઓળખતો, તો પછી આટલું સુધી વિચારવું યોગ્ય નહિ. વિરેન્દ્રસિંહ મનના વિચારોમાં ખોવાઈ રહ્યા.

કાવ્યા પક્ષીઓ સાથે વાતો કરતી તેણે વિરેન્દ્રસિંહ સામે નજર કરી. અને તેમની સામે મીઠી સ્માઈલ કરી. વિરેન્દ્રસિંહ થોડા આગળ વધ્યા અને કાવ્યા પાસે આવીને બોલ્યા.
તમને પહેલા ક્યારેય આ રોયલ ગાર્ડનમાં જોયા નથી. પણ તમારા આવવાથી ગાર્ડન ની શોભા વધી ગઈ.
આપ કોણ છો..?

હસીને કાવ્યા બોલી.
મારું નામ કાવ્યા છે. હું શહેરની મુલાકાતે આવી છું. મને તમારું શહેર ખુબ જ ગમ્યું છે એટલે વિચારું છું થોડા દિવસ અહી રહીને આ શહેરની સુંદરતાનો અનુભવ કરુ.

આ સાંભળીને વિરેન્દ્રસિંહ ખુશ થઈ ગયા. તેમના મનમાં ઈચ્છા હતી તે થવા જઇ રહ્યું હોય તેવું લાગ્યું.

હું કુંવર વિરેન્દ્રસિંહ ને તમને કોઈ તકલીફ ન હોય તો આપ મારા મહેલમાં મહેમાનની જેમ તમે ઇચ્છો તેટલા દિવસ રહી શકો છો.

કાવ્યા તો આ ઈચ્છતી હતી કે વિરેન્દ્રસિંહની સાથે રહીને મહેક પરીએ સોંપેલું કામ પૂરું કરવાનું.
પણ કુંવર હું અજાણી યુવતી. આપ મને જાણતા પણ નથી તો હું તમારે ત્યાં મહેમાન કંઈ રીતે થઈ શકુ.?

વિરેન્દ્રસિંહ જે જવાબ આપ્યો તે સાંભળીને કાવ્યા મહેલમાં આવવા તૈયાર થઈ ગઈ.
"એક દોસ્તી નો સંબંધ જ એવો છે જે તમે જાતે બનાવી શકો છો તે પણ અજાણી વ્યક્તિ સાથે. બાકીના સંબંધો જન્મ સાથે અથવા પરિવાર દ્વારા મળતા હોય છે."

આજથી તમે મારી દોસ્ત. આટલું કહી વિરેન્દ્રસિંહે દોસ્તી માટે હાથ લંબાવ્યો. અને મહેલમાં ચાલવા કહ્યું.

કાવ્યાએ દોસ્તીનો સ્વીકાર કરી તેની સાથે મહેલ જવા નીકળી.

વિરેન્દ્રસિંહ ની સાથે કાવ્યા મહેલ તરફ જઈ રહ્યા હતા. કાવ્યા સાથે વાતો કરતા વિરેન્દ્રસિંહ તેને મહેલમાં વિશે ની જાણકારી આપી રહ્યા હતા.

મહેલમાં માતા વૈભવી સૌથી મોટા છે તે પછી હું અને મારાથી નાના ભાઈ જીતસિહ મહેલમાં રહીએ છીએ. ઉપરાંત નોકર, ચાકર અને મલીઓ તો ઘરા જ. બસ ત્રણ સભ્યો નું અમારું કુટુંબ છે. વિરેન્દ્રસિંહ ચાલતા ચાલતા કાવ્યા ને તેના પરિવાર વિશે કહી રહ્યા હતા.

કાવ્યા તમારા પરિવારમાં કોણ કોણ છે. વિરેન્દ્રસિંહે પૂછ્યું.

હું મમ્મી અને પપ્પા. બસ તમારી જેમ નાનું કુટુંબ છે. આમ બંને વાતો કરી રહ્યા હતા ત્યાં મહેલ આવી ગયો.

મહેલની અંદર દાખલ થતાં કાવ્યાએ સુંદર ગાર્ડન જોયું. આ ગાર્ડન મહેલની શોભા વધારી રહ્યું હતું. આગળ ચાલતાં ચાલતાં વિરેન્દ્રસિંહ કાવ્યા ને મહેલ વિશે માહિતગાર કરતા હતા. જાણે કે કાવ્યા તેની ભાભી હોય તેવો અહેસાસ કરી રહ્યા હતા. વિરેન્દ્રસિંહ મુખ્ય કામ હતું, જીતસિહ સામે કાવ્યા ને લાવવામાં આવે અને પહેલી નજરમાં જીતસિહ કાવ્યાને પસંદ કરી લે.

વિરેન્દ્રસિંહ મહેલ તરફ આગળ વધીને જીતસિંહના રૂમ પાસે પહોંચ્યા. રૂમની બહાર કાવ્યાને રાખીને વિરેન્દ્રસિંહ અંદર દાખલ થયા અને જીતસિંહ ને કાવ્યા વિશે કહ્યું.
ભાઈ.. જીતસિંહ મારી ફ્રેન્ડ કાવ્યા તમને મળવા માંગે છે તમારી ઈચ્છા હોય તો તેને રૂમમાં મોકલું. કાવ્યા અને જીતસિહને જોડવા માંગતા હોય તેવા ઇરાદાથી વિરેન્દ્રસિંહે નાના ભાઈ સાથે વાત કરી.

જીતસિંહ મોટા ભાઈની વાત ટાળી શક્યા નહિ અને તેમને રાજી રાખવા કાવ્યા સાથે મુલાકાત કરવા પરવાનગી આપી.

વિરેન્દ્રસિંહ રૂમની બહાર નીકળી ને કાવ્યાને રૂમની અંદર જીતસિંહ ને મળવા મોકલે છે.

શું જીત સિંહ અને કાવ્યા વચ્ચે દોસ્તી થશે કે મોટા ભાઈની વાત માનવા પૂરતી જ કાવ્યા સાથે વાત કરશે.? જોઈશું આગળના ભાગમાં...

ક્રમશ...