Tha Kavya - 68 books and stories free download online pdf in Gujarati

ધ કાવ્યા એક પરી ની પ્રેમ કહાની - ભાગ ૬૮


કુંવર વિરેન્દ્રસિંહના કહેવાથી કાવ્યા જીતસિંહના રૂમમાં દાખલ થઈ. આખો રૂમ જાણે કાચનો હોય તેવુ લાગી રહ્યુ હતું. મોટા મોટા પોસ્ટર દીવાલ પર લાગ્યા હતા તો દીવાલોના ખૂણે ખૂણે ફૂલદાનીઓ હતી. સામે એક મોટું ટીવી હતું ને સોફા પર જીતસિંહ બેઠા બેઠા ટીવી જોઈ રહ્યા હતા.

કાવ્યા ધીરેથી જીતસિહની સામે આવી. એક સુંદર છોકરીને જોઈને જીતસિંહ ઉભા થઇ ગયા. ને આટલી સુંદર છોકરી જોઈને જીતસિંહ બસ કાવ્યાને નીરખી જ રહ્યા. બંને માંથી કોઈ બોલે તે પહેલાં વિરેન્દ્રસિંહ તેમની પાસે આવ્યા અને જીતસિંહની બાજુમાં બેસીને બોલ્યા.

ભાઈ.. આ છે કાવ્યા. મારી ફ્રેન્ડ.
તે આ શહેર ફરવા આવી છે. ગાર્ડનમાં મને મળી થોડી વાતો થઈ. તે હોટેલ શોધી રહી હતી, મે કહ્યુ મારા મહેલમાં આપ ઈચ્છો ત્યાં સુધી રહી શકો છો.
મે સારું કર્યું ને ભાઈ...!!!

જીતસિંહની નજર હજુ કાવ્યા સામે અટકી રહી હતી. તો કાવ્યા પણ આટલો વૃષ્ટપુષ્ટ યુવાનને જોઈને તેના દિલના તાર ઝણઝણવા લાગ્યા હતાં. વિરેન્દ્રસિંહના શબ્દો જીતસિંહના કાને પડતા તે હોશમાં આવી ને બોલ્યા..
હા.. મોટા ભાઈ.
આપણા કુળની ખાનદાની છે કે મહેમાનને ભગવાનની જેમ સાચવવા.
"વિરેન્દ્રસિંહ તું એક કામ કર બહાર આપણો માણસ ઊભો હશે તેમને કહો કે કાવ્યા માટે કઈક નાસ્તો લાવે. ત્યાં હું તેમને ગેસ્ટ હાઉસમાં રહેવાની વ્યવસ્થા કરી આપુ."

જીતસિંહ અને કાવ્યા બંને ગેસ્ટ હાઉસમાં તરફ ચાલતા જાય છે.
જીતસિંહ ચાલતા ચાલતા કાવ્યાને પૂછ્યું. તમે આટલા સુંદર કેમ છો.?
આપ કોઈ માણસ નહિ પણ પરી હોય તેવું લાગે.!

હસીને કાવ્યા બોલી. હું પરી જ છું.

તમારી મઝાક પણ કેટલી મીઠી છે. જીતસિહે પણ હસીને જવાબ આપ્યો.

હસતા હસતા વાતો કરતા બંને ગેસ્ટ હાઉસ તરફ જઈ રહ્યા હતા પણ જીતસિંહની નજર કાવ્યા પર વારે વારે અટકી જતી હતી. જાણે કે કાવ્યાના રૂપમાં તે મોહિત થઈ ગયા હોય.

ગેસ્ટ હાઉસ નજીક હોવા છતાં જીતસિહ કાવ્યાને બીજા રસ્તેથી લઈ જઈ રહ્યા હતા
કેમકે તે કાવ્યા સાથે વધુ વાત અને નિહાળવા માંગતા હતો. આમ બંને વાતો કરતા કરતા ગેસ્ટ હાઉસમાં પહોંચી ગયા. ત્યાં રહેલ બે માણસોને જીતસિહ ભલામણ કરતા કહે છે.

આ કાવ્યા છે. આપણી ખાસ મહેમાન એટલે તેમનો પુરે પુરો ખ્યાલ રાખવાનો છે. જો તેમની પાસેથી કોઈ ફરિયાદ આવી તો ખેર નથી.
હાથ જોડી બંને નોકરો બોલ્યા. કુંવર સાહેબ અમે કાવ્યા મેડમને જીવ ની જેમ સાચવશું. કોઈ ફરિયાદ નહિ આવે. આપ ચિંતા ન કરો.

જીતસિહ ત્યાંથી નીકળી મહેલ પાસે આવ્યા. જયાં વિરેન્દ્રસિંહ તેમની રાહ જોઈ રહ્યા હતા.
મોટાભાઈ ની પાસે આવીને જીતસિહ બોલ્યા.
"મોટા ભાઈ તમે કાવ્યાને ગેસ્ટ હાઉસમાં રહેવાનું શા માટે કહ્યું.? તે આપણા મહેલમાં પણ રહી શકે છે."

વિરેન્દ્રસિંહ નાનાભાઈને જવાબ આપતા કહે છે. ભાઈ તે યુવતીને આપણે સારી રીતે ઓળખતા પણ નથી તો તને મહેલમાં રાખવી કેટલી યોગ્ય.! અને બીજું જો માતુશ્રી ને ખબર પડે તો આપણે શું જવાબ દઈએ. એ કરતા ગેસ્ટ હાઉસમાં કાવ્યા રહેશે અને કોઈ મુશ્કેલી પણ નહિ આવે.

ભલે મોટાભાઈ આપે જે નિર્ણય લીધો તે યોગ્ય છે. જીતસિહે વાતને સ્વીકારતા કહ્યું.

નિર્ણય તો બરાબર છે પણ સાંભળ કાવ્યા શહેરને જોવા માટે આવી છે એટલે કાવ્યાને શહેર બતાવવાની જવાબદારી હું તમને સોપુ છું. વિરેન્દ્રસિંહ આદેશ આપતા હોય તેમ જીતસિહને કહ્યું.

જીતસિહએ જ તો ઈચ્છતા હતા કાવ્યા સાથે બધું સમય વિતાવી તેનું દિલ જીતી લવ.

સાંજ પડી એટલે કાવ્યા વિચારી રહી હતી. આગળ શું કરવું. વિરેન્દ્રસિંહ સાથે દોસ્તી કરવા જાવ છું તો વિરેન્દ્રસિંહ તેના નાના ભાઈ જીતસિહ સાથે દોસ્તી કરાવવા મહેનત કરી રહ્યો છે. કંઈ નહિ...વિરેન્દ્રસિંહ કે જીતસિંહ સાથે દોસ્તી થાય..!! મારો મકસદ એક જ સગાઈ થવી ન જોઈએ અને રીંગ મેળવી લેવી. આમ રાત્રે સૂતી વખતે કાવ્યા વિચારતી રહી.

સાંજ થતાં ગુરુમાં એ કાવ્યાને જોઈ નહિ એટલે બીજી પરીઓ ને પૂછ્યું. બીજી વાર કાવ્યા પરીઓના દેશમાંથી નીકળી હતી ત્યારે તેણે ગુરુમાં ની પરવાનગી લીધી ન હતી.
કાવ્યા કેમ દેખાઈ રહી નથી.? ગુરુમાં ના પ્રશ્નમાં પરીઓ ને ગુસ્સો નજર આવી રહ્યો હસતો.

"ડરતી ડરતી પરીઓ બોલી. ગુરુમાં અમને ખબર નથી કાવ્યા ક્યાં ચાલી ગઈ છે."

કાવ્યા આખરે કુંવરો સાથે શું કરશે. ગુરુમાં ને ખબર પડશે કે કાવ્યા વસ્ત્રાપુર ગઈ છે તો કાવ્યાના શું હાલ થશે તે જોઈશું આગળના ભાગમાં...

ક્રમશ..