Tha Kavya - 69 books and stories free download online pdf in Gujarati

ધ કાવ્યા એક પરી ની પ્રેમ કહાની - ભાગ ૬૯

દેશમાંથી કોઈ પણ પરી જ્યારે બહાર ગયા પછી તરત ગુરુમાં ધ્યાનમાં બેસીને જાણી લે છે કે પરી ક્યાં ગઈ છે. પણ કાવ્યા વખતે તેણે આવું ન કર્યું. થોડા ગુસ્સે થયા હતા કે કાવ્યા કહ્યા વગર અહી થી ગઈ છે. પણ કાવ્યાની વાત યાદ આવતા તે શાંત પડી ગયા. કાવ્યાએ કહ્યું હતું. માતા પિતાને મારી જરૂર પડશે ત્યારે હું તેમની પાસે જઈશ. એટલે ગુરુમાં શાંત થઈ ફરી ધ્યાન માં બેસી ગયાં.

સવાર થયું એટલે કાવ્યા જાગી. જાગીને રૂમની બહાર આવે છે તો જીતસિંહ તેમની રાહ જોઈને બેઠા હોય તેમ બહાર બેઠા હતા.

કાવ્યાને જોઇને જીતસિહ બોલ્યા.
"ગુડ મોર્નિંગ કાવ્યા."
વળતા જવાબમાં કાવ્યા બોલી.
"સુપ્રભાત"

જલ્દી તૈયાર થઈ જા કાવ્યા આપણે ખરીદી માટે જવાનું છે પછી શહેર ફરીશું. સ્માઈલ આપતા જીતસિંહ બોલ્યા.

જીતસિંહ હજુ સૂતા હતા તે પહેલાં વિરેન્દ્રસિંહ તેના રૂમમાં જઈને તેમને જગાડ્યા હતા. અને કહ્યું હતું કાવ્યા આપણી ખાસ મહેમાન છે તેમને જરૂરી વસ્તુ પૂરી પાડો અને તેને શહેર ફરવા લઈ જાવ. જાણે કે રાત્રિમાં કાવ્યાનું સપનું જોયું હોય તેમ આળસ કર્યા વગર ઝડપથી જીતસિહ ઉભા થઈ જાય છે ને કાવ્યા પાસે આવે છે.

હું તૈયાર થઈને આવું છું કહીને કાવ્યા ફરી રૂમમાં જઈને દરવાજો બંધ કર્યો. કાવ્યા પણ જાણે જીતસિંહને પસંદ કરવા લાગી હોય તેમ પોતાની શકતીથી તેણે સુંદર ડ્રેસ નું નિર્માણ કર્યું ને પહેરીને રૂમમાંથી બહાર આવી.

કાવ્યા જેવી રૂમમાંથી બહાર આવી જાણે કે સુંદરતાની મુરત હોય તેવી કાવ્યા લાગી રહી હતી. કાવ્યાને સફેદ કલર ખુબ પસંદ હતો. અને આજે ઘણા સમય પછી તે બહારની દુનિયા માંથી તેમના વિસ્તારમાં આવી હતી ને તે પણ એક રાજમહેલની મહેમાન થઈને એટલે કપડાં પણ તેણે એવા જ પહેર્યા હતા.
આજે તેને પોતાની પસંદગીના કપડાં પહેરવાનો મોકો મળ્યો હતો એટલે કાવ્યાએ જીન્સ પેન્ટ અને કુર્તી પહેરી હતી. ગળા પર દુપટ્ટો અને હાથમાં કંગન પહેર્યા હતા.

આ કપડાંમાં કાવ્યા એટલી સુંદર લાગી રહી હતી કે બે ઘડી તો જીતસિંહ કાવ્યાને જોઈ જ રહ્યા. કાવ્યા તેમની પાસે આવીને કહ્યું "ચાલો કુંવર આપણે જઈએ."

કાવ્યાના શબ્દો જીતસિંહના કાને પડતા હોશમાં આવીને બોલ્યા.
હા કાવ્યા.... ચાલ...

કાવ્યા ના કહી શકી નહિ ને જીતસિંહ સાથે ચાલતી થઈ.
કાર પાસે પહોંચીને જીતસિંહે પહેલા કારનો દરવાજો ખોલીને કાવ્યાને બેસાડી અને પછી તેઓ બેઠાં ને કારને શહેર તરફ ગતિ કરાવી.

ચાલતી કારે જીતસિહે કાવ્યાને કહ્યું.
આપણે પહેલા ક્યાં જઇશું.?

કાવ્યા જ્યારે વસ્ત્રાપુર આવી હતી ત્યારે તેણે ઉપરથી આખું શહેર જોયું હતું. અને આ શહેર કરતાં તો તેણે ઘણી સારી જગ્યાઓ જોઈ હતી. તેં મકસદથી આવી હતી એ માટે તે કંઈ પણ કરવા તૈયાર હતી. એટલે જીતસિંહને કહ્યું.
આપ આ શહેરમાં જન્મ્યા છો અને અહી રહો છો. એટલે તમને ખબર હોય શું જોવા લાયક છે. તમે જ્યાં લઈ જાવ ત્યાં. હસીને કાવ્યાએ જવાબ આપ્યો.

વસ્ત્રાપુર ગાર્ડન અને તળાવોનું શહેરથી જાણીતું હતું. અને જીતસિંહ કાવ્યા સાથે એકાંતમાં તેની સાથે સમય પસાર કરવા માંગતા હતા. એટલે શહેરથી દુર આવેલ પુષ્પક ગાર્ડન લઈ ગયા.

ફૂલો અને પુષ્પોથી સુશોભિત હતું આ ગાર્ડન. આ ગાર્ડનની બરોબર વચ્ચે એક તળાવ આવેલું હતું. જે તળાવમાં નોકા વિહાર પણ થતી હતી. આમ તો આ ગાર્ડન સાર્વજનિક હતું પણ કુંવર જીતસિહ ને આવતા જોઈને ત્યાં ઉપસ્થિત યુવક યુવતીઓ ત્યાંથી બીજી જગ્યાએ નીકળી ગયા.

ધીરે ધીરે ચાલતા ચાલતા જીતસિંહ અને કાવ્યા તળાવ તરફ ચાલી રહ્યા હતા. ચાલતી વખતે જીતસિંહ કાવ્યા સામે નજર કરીને કહી રહ્યા હતા.
તે કેટલો અભ્યાસ કર્યો.?
તને શું શું પસંદ છે.?

આવા સવાલથી કાવ્યા સમજી ગઈ કે જીતસિંહ મારી પર લટ્ટુ થઈ રહ્યા છે. કાવ્યાના મનમાં પણ જીતસિંહ પ્રત્યે ફિલિંગ જાગી હતી પણ તે જે કામથી અહી આવી હતી તે કામ પર તે વધુ ધ્યાન આપવા માગતી હતી. પણ જીતસિંહના સવાલના જવાબ મીઠી સ્માઈલ સાથે આપી રહી હતી.

તળાવ આવતા જીતસિંહ હોડીમાં બેસીને, કાવ્યાનો હાથ પકડીને તેને પણ હોડીમાં બેસાડી. પહેલી વાર કાવ્યાનો હાથ પકડ્યો ત્યાં જીતસિહના શરીરના અંગેઅંગના તાર ઝણઝણી ગયા. જાણે કે કોઈ શક્તિ સ્પર્શ કરી ગઈ હોય તેવું લાગ્યું.

શું કાવ્યાના હાથના સ્પર્શથી કુંવર જીતસિંહ ને ખબર પડી જશે કે આ યુવતી નહિ પરી છે.? જોઈશું આગળના ભાગમાં..

ક્રમશ...