Tha Kavya - 70 books and stories free download online pdf in Gujarati

ધ કાવ્યા એક પરી ની પ્રેમ કહાની - ભાગ ૭૦

જીતસિહે હાથ પકડીને કાવ્યાને હોડીમાં બેસાડી અને હોડી ને પોતે હંકારવા લાગ્યા. જીતસિંહ હલેસાં મારી રહ્યા હતા તો કાવ્યા પાસે બેસીને આજુ બાજુનું સૌંદર્ય નિહાળી રહી હતી. હોડીએ વેગ પકડ્યો એટલે જીતસિંહ કાવ્યા પાસે બેસીને આજુ બાજુનું સૌંદર્યનું વર્ણન કરવા લાગ્યા. આમ બંને સાંજ સુધી પુષ્પક તળાવ અને ત્યાં રહેલ ગાર્ડનમાં રહ્યા. આ સમયમાં જીતસિહ પુરે પુરા કાવ્યા પર મોહિત થઈ ગયા હતા.

સાંજ પડતાં બંને મહેલ તરફ રવાના થયા પહેલા જીતસિહે કાવ્યાને ગેસ્ટ હાઉસ પર ઉતારી અને પછી તેઓ મહેલ તરફ ગયા. જતી વખતે જીતસિહે કાવ્યાને કહ્યું આપણે કાલે પણ ફરવા જઇશું. એટલે કાલે સવારે તૈયાર થઈને રહેજે.

કાવ્યા હા પણ કહી શકી નહિ કે ના પણ. બસ ચહેરા પર ખોટી સ્માઈલ બતાવીને તે તેના રૂમમાં જતી રહી. રૂમ પર આવીને કાવ્યા વિચારતી રહી. એકબાજુ કાવ્યાને જીતસિહ વ્હાલા લાગી રહ્યા હતા. તેમનો સ્વભાવ અને તેમનો પ્રેમ કાવ્યા પર સારી અસર કરી ગયો હતો. તો બીજી બાજુ મકસદ યાદ આવી રહ્યું હતું. આ બંને વચ્ચે કાવ્યા વિચારોના ભવંડરમાં વિટળાઈ ગઈ હતી. શું કરવું ખબર પડતી ન હતી. જો વધુ સમય જીતસિહ સાથે વીતાવીશ તો મારા મકસદમાં કામયાબ થઈશ નહિ અને જો વિરેન્દ્રસિંહની પાસે જવાની કોશિશ કરીશ તો જીતસિહ તેમની પાસે આવવા નહિ દે અને તે જીતસિહ પાસે સમય વિતાવવાનું કહેશે. પણ કાલે શું કરવું તે વિચારમાં કાવ્યાને આખી રાત ઊંઘ આવી નહિ.

સવાર થતાં વિચાર આવ્યો કે આજે જીતસિહ સાથે નહિ પણ વિરેન્દ્રસિંહ સાથે આખો દિવસ વિતાવું એટલે તેની સગાઈ અને રીંગ વિશે ની માહિતી મેળવી શકું. ઊઠીને કાવ્યા રૂમની બહાર આવી એટલે ત્યાં ઉભેલા બે નોકર ને કાવ્યાએ કહ્યું.
આપ કુંવર વિરેન્દ્રસિંહ પાસે જાવ અને સમાચાર આપો કે કાવ્યા તમને બોલાવી રહી છે. અને હાં તેઓ એકલા મળવા આવે.

આદેશ મળતા નોકર વિરેન્દ્રસિંહ પાસે આવ્યાને સમાચાર આપ્યા.
સમાચાર મળતાં વિરેન્દ્રસિંહ ગેસ્ટ હાઉસ જવાના બદલે જીતસિહના રૂમ તરફ ગયા.

હજુ જીતસિહના રૂમ પાસે પહોંચે ત્યાં વિરેન્દ્રસિંહને વિચાર આવ્યો.
કદાચ મારું કોઈ કામ પડ્યું હશે એટલે કાવ્યા બોલાવી રહી છે. બાકી સાંજે જીતસિહ કહેતો હતો કે કાવ્યા ખુબ સારી છોકરી છે અને અમે આખો દિવસ તળાવ અને ગાર્ડનમાં ખુબ ફર્યા હતા. કાવ્યાને કઈક કામ હશે તે વિચારથી વિરેન્દ્રસિંહ ગેસ્ટ હાઉસ પહોંચ્યા.

વિરેન્દ્રસિંહ ને કોઈને કાવ્યા એ થોડી હા ભરી અને જાણે કામ બની જશે એ વિચારથી તેના ચહેરા પર ખુશી છવાઈ. આ ખુશી વિરેન્દ્રસિંહ જોઈ જાય છે તે એમ સમજી જાય છે. કાવ્યા મારી આગળ તેની અને જીતસિંહ ની વાત કરવા મને બોલાવ્યો હશે.

જાણે કે કાવ્યા તેના મનની વાત જાણી ગઈ હોય તેમ વિરેન્દ્રસિંહ પાસે આવ્યા એટલે કહ્યું.
"મારે તમારું કામ છે અને ખુબ જરૂરી વાત કરવી છે. તો આજે તમે મને શહેર બતાવો."

કાવ્યા અને વિરેન્દ્રસિંહ બંનેની વાત ચાલુ હતી ત્યાં જીતસિંહ ત્યાં આવી પહોંચ્યા.
કાલ કરતાં તે આજે સુંદર લાગી રહ્યા હતા. કપડાંની સાથે કાવ્યા સાથે નો પ્રેમ તેના ચહેરાને પ્રભાવિત કરી ખુશી લહેરાવી રહ્યો હતો.

જીતસિહે કાવ્યા અને વિરેન્દ્રસિંહ સાથે જોઈને ધ્રાસકો તો પડ્યો પણ ભાઈ રહ્યા એટલે મારા ભલા માટે કાવ્યાને મળવા આવ્યા હશે. આવું વિચારી ને તેણે મોટાભાઈ વિરેન્દ્રસિંહ ને કહ્યું.

મોટાભાઈ સવાર સવારમાં ગેસ્ટ હાઉસમાં કાવ્યા સાથે...?

વિરેન્દ્રસિંહને પણ ખબર હતી નહિ કે કાવ્યા મને શું કહેવાની છે. એટલે જીતસિંહના સવાલના જવાબમાં વિરેન્દ્રસિંહ કહે છે.

એક જરૂરી વાત કરવાની છે એટલે આજે હું કાવ્યાને શહેર બતાવીશ. તમે મહેલમાં જાવ. જીતસિંહ એમ સમજ્યા કે મોટાભાઈ મારા દિલની વાત સમજી ગયા છે એટલે કાવ્યા સાથે વાત કરવા માંગે છે.

જીતસિંહ ચૂપચાપ નીકળી ગયા પછી વિરેન્દ્રસિંહ અને કાવ્યા ફરવા નીકળી ગયા. વિરેન્દ્રસિંહ કોઈ ઉતાવળ કરવા માંગતા ન હતા એટલે વાતની પહેલ કાવ્યા પહેલા કરે તેની રાહ જોવા લાગ્યા. વિરેન્દ્રસિંહને ખબર હતી દરેક યુવતી ને ગાર્ડન જોવુ પહેલી પસંદ હોય છે એટલે તેઓ મહેલની નજીક આવેલું રોયલ ગાર્ડનમાં લઈ ગયા. જે ગાર્ડનમાં તે વારેવારે જતા હતા.

ગાર્ડનમાં પહોંચતા કાવ્યા તેના મુખ્ય મુદ્દા પર આવીને વિરેન્દ્રસિંહને કહ્યું હું તમારી મહેમાનગતિ થી બહુ ખુશ છું. મારી એક ઈચ્છા છે. તમારી જે પ્રિય રીંગ છે તે મને આપો.

રીંગની વાત સાંભળતા જ વિરેન્દ્રસિંહને ધાસ્કો પડ્યો. કાલ સવારે જ હજુ કાવ્યા મળી છે ને આને રીંગ વિશે કેમ પૂછ્યું.?

શું હતું આખીર આ રીંગ માં અને શું વિરેન્દ્રસિંહ ખરેખર પ્રેમથી કાવ્યા ને રીંગ આપશે તે જોઈશું આગળના ભાગમાં..

ક્રમશ..