Daityadhipati - 32 in Gujarati Fiction Stories by અક્ષર પુજારા books and stories PDF | દૈત્યાધિપતિ - ૩૨

દૈત્યાધિપતિ - ૩૨

સુધા એ કોઇ દિવસ ૪૦૦૦ રૂપિયાના સેન્ડલ ન’તા પેહર્યા. અને એ પણ આટલી મોટી હિલ વાળા. સેન્ડલ નહીં સ્ટીલેટોસ કહેવાય, એવું સ્મિતા એ કહ્યું હતું. તેને એક સામાન્ય સાડી પહેરી હતી. ચાંદી રંગની સાડી પર ‘ટેમ્પલ ક્લોથિંગ’ પેટર્ન હતી. એક પાતળું ડાઇમંડ બ્રેસ્લેટ, મેચિંગ નેકલેસ, પેટ સુધી આવતી લાંબી ડાઇમંડની બુટ્ટી, અને વાળ ખુલ્લા. ઓછામાં ઓછા ૫, ૦૬, ૦૦૦ ના કપડાં પેહર્યા હશે.

અને તેની બહેન, ગીતાંજલિ, તો જાણે તેના લગ્ન હોય તેવા કપડાં પહેરીને આવી હતી. લાલ વેલ્વેટ ગાઉન, એની પર સિલ્વર જ્વેલરી. અને વાળ એકદમ સ્ટ્રેટ. સુધા ખોટી હતી.

અહીં તો બધા પોતાના લગ્નના કપડાં પહેરીના આવ્યા હતા. અમેયએ કુર્તો પહેર્યો હતો. તેની જ ફીટીંગનો કુર્તો. અને વાળ થોડાક હલકા સોનેરી હતા, પાઈજામો કાળો હતો. કુર્તો સફેદ રંગનો હતો. જાણે કોઈ મારી ગયું હોય. પણ એની ઉપર એક બીજો કુર્તો હતો. આ કુર્તો લાંબી કોટિ જેવો હતો. તે કાળા રંગની કોટિ હતી જેમાંથી સફેદ કુર્તો સાફ દેખાતો. તે કોટિ પર ‘એચિંગ’ કરી હતી. બાકી બધા એ સૂટ પહેર્યા હતા. અને હા, સુધાને એ પણ ખબર પડી ગઈ હતી કે ઘણી છોકરીઓ (અને ક્યારેક, થોડાક છોકરાઓ પણ) અમેયને વધારે ધ્યાન આપતી હતી. તેની સામે એની વાત સાંભળતા. એને ટચ કરતાં.. એની સાથે કોઈ કોઈ લાલસાઓ બનાવતા...

પણ અમેય એને છોડતો ન હતો. તેઓ ક્યાંક અલગ થાય કે કોઈ બીજું આવે, જે કોઈ રીતે એમને જાણતું હોય અને વાત કરવા લાગે. સુધા છ જાતના શબ્દો શીખી હતી, જે માત્ર ‘સારું કહેવય’ કહેવા માટે હોય.

પ્લેઝન્ટ ઈયર રિંગસ મિસીસ સૈની..

વોટ અ બ્યૂટીફૂલ ગ્લો ઓન થેટ બ્રૉચ ઓફ યોઉર્સ શીના..

ક્વાઇટ અ ગ્લેમર્સ વે ઓફ યોર ગ્રેસ..

સ્ટૂપિંડસ્લી મેગનીફીસન્ટ ડ્રેસ, આઈ મસ્ટ સે..

અ ગ્લોરીઅસ પ્રેસન્ટ, યોર કંપની એંડ યોર ટુગેધરનેસ..

વન્ડરફૂલ! આઈ હેવ નો વર્ડ્સ!..

એવું લાગતું હતું તે કોઈ હોલિવૂડના ઝવેરીની એડમાં કામ કરતી હતી.

કોઈનું આ સારું હોય તો કોઈનું આ..

અને અમેય તો નાનો હતો ત્યારથી આ બધા લોકોને જાણતો હતો. એને તો આ બધુ આવડેજ ને.

સુધા એકદમ એકલી હતી. પછી અમેયએ એનો હાથ પકડ્યો અને તેઓ બહાર ચાલી આવ્યા.

ગીતાંજલી એકલીજ તેમના પરિવાર માંથી આવી હતી. અકી બધા લગ્નમાં આવવાના હતા.

અમેય એ જોર જોર થી ચીસાચીસ ચાલુ કરી દીધી. તો સુધાએ એની પર વાર કર્યો. એણે તો આખું આધિપત્ય રાતના બાર વાગ્યે ઊંઘમાં પણ સાંભળે એટલી જોર જોરથી ઝગડવાનું ચાલુ કર્યુ. સુધા નું આધિપત્ય..

એટલે, સુધાનું આધિપત્ય નહીં, સુધાનું આધિપત્ય ગામ.

લોકોએ વાત કરવાનું ચાલુ કર્યુ. ધીમે ધીમે. હસવાનું. ગોસિપ. કે કઈક અલગ જ ભાવ. થેઓએ પણ આ સાંભળી ચોંકી ઉઠ્યો. આ બધુ જોતાં જ ગીતાંજલિ બહાર આવી.

સુધા તે ક્ષણ માંટે શાંત થઈ ગઈ. રાતનો ચાંદ જોઈ તે સમુદ્ર સામે ફરી ગઈ. જેથી લાગે કે તે રડી રહી છે.

‘દી..’

એટલું તે બોલી, ત્યાં તો સુધા રડવાનું ઢોંગ કરતાં કરતાં ભાગી ગઈ. તેનો હાથ તેના ચહેરા પર હતો.

સુધાને લાગુ કે તે દેવદાસની ઐશ્વર્યા બચ્ચન જેવી લાગતી હશે ( જે તદ્દન ખોટી માન્યતા હતી. કોઈ એ જો ફોટો પાડ્યો હોત, અને જો સુધા એ એ ફોટો જોયો હોત, તો કદાચ તેને ખબર પડેત કે તે ઐશ્વર્યા કરતાં ઘણી ખરાબ લાગતી હતી, ધીમે દોડતી હતી, અને જો ધ્યાનથી જોઈએ તો લાગે કે તે ખુશીમાં ભાગતી હતી).

ગીતાંજલિ અમેયને જોવા લાગી..

Rate & Review

Jaydeep R Shah

Jaydeep R Shah 2 years ago