Daityaadhipati - 31 books and stories free download online pdf in Gujarati

દૈત્યાધિપતિ - ૩૧

પોહંચ્યા ત્યારે સવાર થઈ ગઈ હતી. પણ કોઈ પક્ષી કલરવ કરવા ન હતું બેઠું.

લગ્ન કોઈક એક રિસોર્ટમાં હતા, જય કોઈ એક રૂમમાં ખુશવંત અને સ્મિતા તેમની રાહ જોઈ રહ્યા હતા. સ્મિતા અહી થી ત્યાં ચાલી રહી હતી. પણ ખુશવંત આરામથી એક ખુરસીમાં બેસી વાંચતો હતો. રૂમની બારી માંથી એક સુંદર દરિયો દેખાતો હતો, બારીની જમણી બાજુ એક પલંગ હતો, જેની પર આંખ પકડી લે તેવા લીલા રંગની ચાદર અને કમ્ફર્ટર હતૂ. આખો રૂમ કોફી રંગના લાકડાથી બન્યો હતો. પેંટિંગ બધી બાજુ લાગેલા હતા, જેમાંથી ઘણી તસવીરો ગોવાના પુર્તગલી ઇતિહાસ વખતની હતી. બાથરૂમ તથા હૉલ તરફ જવાના રસ્તામાં આવતો દરવાજો કાચ જેટલા ચમકીલા સફેદ રંગનો હતો. દરવાજો ખૂલ્યો, અને અમેય સુધા સાથે આવ્યો.

સ્મિતા ને જોતાં જ સુધાને ડર લાગતો હતો. ખબર નહીં તેનામાં શું છે.. જે એકદમ હિંસક પ્રાણી જેવુ હતું. ખુંખાર.

‘સુધા..’ ખુશવંત એ તેની સામે જોયું. તેના મુખ પર કોઈ રેખાઓ હતી જે સુધાએ પહેલા ન હતી જોઈ.

ચિંતા? ડર?

શું?

‘બેસ.’ તેને બીજી ખુરસી તરફ આંગળી ચીંધી.

‘આજ સુધી મે તને તું કેમ અહીં આવી તેનું કારણ નથી કહ્યું. તું શું જાણવા માંગે છે?’

સુધાને ખબર હતી. પણ અમેય એ ઈશારો કર્યો. તો તે શાંત રહી.

‘હા.’

‘તારું અને સ્મિતા વચ્ચે મુખ સિવાય ઘણી સમાનતાઓ છે. જેના વિષે તને નહીં ખબર હોય. -’

‘અત્યારે આ બધી વર્તોઓ કહેવી જરૂરી છે?’ સ્મિતાએ ખુશવંતને પૂછ્યું, ગુસ્સામાં.

‘ના. સુધા હવે તારે અહીં જે કામ કરવા તને બોલાઈ છે, એ કરવાનું છે. કામ આજથી ચાલુ કરીશું. આજે રાત્રે બધા ડ્રેસ ફીટીંગ માટે જવાના છે. થેઓ એના પેરેંટ્સના થોડાક બીઝનેસ આસોશીએટ્સ છે, ગ્રાહકો, જેમના માટે આજે પાર્ટી રાખી છે. આપણે પણ જવાનું છે. ૧૧ : ૫૫ એ તારે હૉલની બહાર અમેય જોડે ઝગડો કરવાનો છે. હૉલની બહાર દરિયો હશે, અને ત્યાં કોઈને દેખાય નહીં તેવી રીતે ધીમેથી જ ઝગડવાનું છે.’

પણ અમેય એ તો કશુંક બીજું જ કીધું હતું. હૉલની બહાર ઊભા રહવાનું.. એ બધુ શું હતું?

સુધાએ મુંડી હલાવી. હા પાડી.

‘અત્યારે તારે આટલું જ કરવાનું છે.’

અને પછી અમેય સાથે તે તેઓના રૂમમાં જતી રહી. ત્યાં બધો સામાન હતો.

સ્મિતા ને અહી આવતા કોઈએ જોયું હશે? કદાચ, પણ સુધાના વિચારો તો હજી હમણાં થયેલી વાર્તાલાપમાં જ હતા. કોઈ ઝગડવા માટે આટલું મોટું ચક્રવ્યૂહ થોડી રચે? પોતાનું જીવન દાવ પર લગાવી દેવાનુંને વગેરે થોડી કરે..

કેવી રીતે આમ કરે?

અને કેમ?

અમેય તેની સામે જોતો રહ્યો. કશું કીધા વગર તે સુધાને ભેટવા લાગ્યો. કોઈ નાનું બાળક ધડામ લઈને નીચે પડી જાય તો કેવી રીતે તેના માં બાપ તેને બાથ ભારે છે, તેમ જ અમેય સુધાને ભેટતો હતો.

‘અમેય..’

‘હા.’

‘આ બધુ શું છે?’

‘મને પણ નથી ખબર.’

પછી સુધાને એ પ્રશ્ન પૂછવાની ઈચ્છા થઈ, જે પહેલા પણ થઈ હતી, અને જો અમેય ઉત્તર આપી દે, પછી પણ થશે.

હાલ તેની પાસે હિંમત હતી, તે પ્રશ્ન પૂછવાની.

‘અમેય.. તું સ્મિતાને કેમ..’

હિંમત તો હતી પણ આ પ્રશ્ન પૂરો કરવા જેટલી નહીં.

‘સ્મિતા એ.. અમે બંનેઉ બંધાયેલા છે, સુધા. અલગ છીએ, પણ અવશ્યકતાઓ અમારી સરખી છે, રસ્તો એક છે, સંગત નથી, અને.. ઘણા લોકો ભલે કેટલું પણ ખરાબ કરે, તેઓ આપણને ગમે છે. અમે બંને પરસ્પરને ગામીએ છે. કોઈ તો કારણ હશે, પણ શું છે એ તો મને પણ નથી ખબર. હું એનાથી ડરું છું, હેરાન થાઉ તો પણ તેની પાસે જાઉ છું, પણ એ પણ તો પાછી જ આવે છે... રહસ્ય છે.’

સુધાને કશી જ ખબર ન પળી. પણ સુધાએ ‘અને હું?’ એવો બેકાર પ્રશ્ન પણ ન પૂછ્યો. અમેય ને બોલવા દીધો.

તે એક બે ક્ષણ માટે શાંત રહ્યો. અને તેની આંખો સામે જોવાનું ટાળ્યું.

‘આજે ઝગડવાનું છે.’

‘હં..’

‘ઝગડીશું કેમ કોઈ વિચાર છે?’

‘જોર - જોરથી જુઠ્ઠું જુઠ્ઠું બોલવાનું, બીજું શું?’

કોઈ સાંભળવાનું હશે તો જ ઝગડવાનું થશે ને.. અને કોઈ ખોટા ખોટા ઝગડામાં સત્ય સાંભળી લે તો?

સત્ય તો જણાઈ જશેને..

Share

NEW REALESED