Khoff - 3 books and stories free download online pdf in Gujarati

ખોફ - 3

રાત્રે મીનુની મમ્મી મીનુને પોતાની સાથે પોતાના બેડરૂમમાં લઈને સૂઈ ગયા પણ અડધી રાત થતાં જ તે ઘસઘસાટ ઉંઘી ગયા ત્યારે મીનુ પથારીમાંથી ઊભી થઈ ગઈ અને જાણે તેને કોઈ બોલાવી રહ્યું હોય તેમ બાલ્કનીમાં આવીને ઉભી રહી ગઈ અને આજે તેણે ફરીથી એક ખોફનાક દ્રશ્ય જોયું કે એક સ્ત્રી બે ઘર સામ સામે હતાં તેમાં એક ઘરથી બીજા ઘર જોડે જોરથી અફડાય છે અને ચીસો પાડતી પાડતી નીચે જમીન ઉપર પડે છે અને એ જ પરિસ્થિતિમાં પડે છે જે પેલી ફ્લેટ વાળી સ્ત્રી પડી હોય છે, લોહીલુહાણ હાલતમાં મૃત્યુ પામેલી..!! અને તેને ફ્લેટના ધાબા ઉપરથી આ રીતે કોઈ ફેંકી રહ્યું છે. જે તેનાં નીચે પડતાંની સાથે જ ગાયબ થઈ જાય છે.

મીનુ આ દ્રશ્ય જોઈ પાછી અંદર આવીને પોતાની જગ્યાએ સુઈ ગઈ અને બીજે દિવસે સવારે પાછો તેને સખત તાવ હતો. હવે શું કરવું તે મીનુના મમ્મી-પપ્પા અને ડૉક્ટર સાહેબ વિચારી રહ્યા હતાં.

બીજે દિવસે મીનુની બીજી ફ્રેન્ડ આર્યાને મીનુ સાથે આખો દિવસ એકલી છોડવામાં આવી....

નક્કી કર્યા મુજબ આર્યા પણ મીનુની સાથે કેમ આવું બની રહ્યું છે તે માટે મીનુને પૂછપરછ કરવા લાગી પરંતુ આર્યા ન તો કંઈ બોલી રહી હતી કે ન તો કંઈ જવાબ આપી રહી હતી.

એ દિવસે પણ આખો દિવસ પૂરો થઈ ગયો પણ મીનુની બિમારીનું કારણ પકડાયું નહીં.

બીજે દિવસે ફરીથી મીનુને સખત તાવ આવ્યો એટલે ડૉક્ટર સાહેબને ઘરે બોલાવવામાં આવ્યા.

ડૉક્ટર સાહેબે મીનુના ઘરની પરિસ્થિતિ જોઈ અને મીનુના રૂમની પરિસ્થિતિ પણ જોઈ અને ત્યારે તેમને એવું લાગ્યું કે નક્કી આ છોકરીને કોઈ વાતનો ડર આ ઘરમાંથી જ લાગતો લાગે છે અને તે પણ તેની સાથે રાત્રે જ કોઈ બીના બનતી હોય તેવું લાગે છે અને માટે જ બીજે દિવસે સવારે તેને તાવ આવી જાય છે.

ડૉક્ટર સાહેબના જણાવ્યા પ્રમાણે આજે મીનુના મમ્મી-પપ્પાને રાત્રે મીનુ સૂઈ જાય પછી જાગવાનું કહેવામાં આવ્યું અને રાત્રે છૂપી રીતે તે શું કરે છે તેની ઉપર નજર રાખવાનું કહેવામાં આવ્યું.

એ દિવસે રાત્રે મીનુ એકલી જ પોતાના બેડરૂમમાં સૂઈ ગઈ અને તેના મમ્મી-પપ્પા બંને પોતાના બેડરૂમમાં સૂઈ ગયા પરંતુ મીનુની ઉપર નજર રાખવા માટે તે જાગતા જ રહ્યા.

અડધી રાત થઈ એટલે મીનુ દરરોજની જેમ આજે પણ ઊંઘમાંથી ઝબકીને જાગી ગઈ અને બાલ્કનીમાં જઈને ઉભી રહી ગઈ આજે ફરીથી તેને તે જ સ્ત્રીનું દ્રશ્ય દેખાવા લાગ્યું અને "બચાવો બચાવો"ની બૂમો સંભળાવા લાગી.

આજે આ દ્રશ્ય જોઈને મીનુ ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગી તેને રડતાં જોઈને તેના મમ્મી-પપ્પા તેની પાસે આવીને ઉભા રહી ગયા અને તેને શું થયું તેમ પૂછવા લાગ્યા.

મીનુએ જે દ્રશ્ય જોયું હતું તેમાંનું કશું જ તેના મમ્મી કે પપ્પાને દેખાયું ન હતું કે ન તો તેમને કોઈ બચાવો બચાવો ની બૂમો સંભળાઈ હતી. તેથી તે વિચારવા લાગ્યા કે મીનુએ એવું તો શું જોયું કે જે જોઈને તે રડવા લાગી અમને જણાવી રહી નથી અને તે જોયા પછી તેને બીજે દિવસે સવારે સખત તાવ આવી જાય છે.

હવે આ વાત તો મીનુ જાતે જણાવે ત્યારે જ ખબર પડે કે તેની સાથે કંઈ ભૂતકાળમાં બન્યું છે? અથવા તો તેને આવી કોઈ સ્ત્રી દરરોજ મરતાં દેખાઈ રહી છે જેની તેના દિલોદિમાગ ઉપર ખૂબજ ગહેરી અસર છે.

મીનુના મમ્મી-પપ્પા મીનુની બિમારીનું કારણ પકડી શકશે કે નહીં? જાણવા માટે વાંચતાં રહો આગળનું પ્રકરણ...

~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
30/9/2021